તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

ભાસ્કર એક્સપ્લેનર:રિસર્ચર્સનો દાવોઃ માઇલ્ડ કોવિડ-19 ઇન્ફેક્શનથી જીવનભર માટે મળી રહ્યું છે એન્ટિબોડી પ્રોટેક્શન; જાણો બધું

23 દિવસ પહેલાલેખક: રવીન્દ્ર ભજની
 • કૉપી લિંક

અમેરિકાના સેન્ટ લૂઈસમાં વોશિંગ્ટન યુનિવર્સિટી સ્કૂલ ઓફ મેડિસિને કોવિડ-19થી રિકવર થઈ ચૂકેલા દર્દીઓ પર એક અભ્યાસ કર્યો છે. એના આધારે સંશોધકોએ દાવો કર્યો કે માઈલ્ડ લક્ષણોથી રિકવર થયાના થોડા મહિના પછી પણ શરીરમાં ઈમ્યુન સેલ્સ વાયરસ વિરુદ્ધ એન્ટિબોડી બનાવી રહ્યા છે. આ સેલ્સ જીવનભર શરીરમાં રહેશે અને આ દરમિયાન કોવિડ-19 ઈન્ફેક્શન વિરુદ્ધ એન્ટિબોડી બનાવતા રહેશે, એટલે કે આ સેલ્સ કોવિડ-19 ઈન્ફેક્શન વિરુદ્ધ સમગ્ર જીવન દરમિયાન પ્રોટેક્શન આપતા રહેશે.

આ અભ્યાસ કોઈ ખુશખબરથી ઓછા નથી. ખાસ કરીને, જ્યારે આખી દુનિયા એ જાણવાની કોશિશ કરી રહી છે કે ઈન્ફેક્શન કે વેક્સિનથી મળેલા એન્ટિબોડી કેટલા દિવસ સુધી અસર બતાવશે. અમે આ અભ્યાસ અને તેની સાથે સંકળાયેલા મુદ્દાઓ પર દેશના જાણીતા મહામારી વિશેષજ્ઞ ડો. ચંદ્રકાંત લહારિયા સાથે વાતચીત કરી. ડો. લહારિયાએ ડો. ગગનદીપ કંગ અને ડો. રણદીપ ગુલેરિયાની સાથે મળીને કોવિડ-19 વિરુદ્ધ ભારતની રણનીતિ પર એક પુસ્તક લખ્યું છે - ‘ટિલ વી વિન’. આવો ,આપણે પણ સમજીએ કે આ સ્ટડી કોણે, કેમ કર્યો? એનાં પરિણામોનો આપણા માટે શો અર્થ છે?

એન્ટિબોડી પર કરાયેલો આ નવો સ્ટડી શું કહે છે?
-આ સ્ટડી 24 મેના રોજ મેડિકલ જર્નલ નેચરમાં છપાયો છે. એનાં પરિણામો કહે છે કે કોવિડ-19નાં માઈલ્ડ લક્ષણોથી રિકવર થઈ ચૂકેલા દર્દીઓને હંમેશાં માટે એન્ટિબોડી પ્રોટેક્શન મળી ગયું છે. હવે તેઓ વારંવાર બીમાર નહીં પડે. આ પ્રોટેક્શન તેમને જીવનભર માટે મળી ગયું છે.

શા માટે કરાયો આ અભ્યાસ?

 • અત્યારસુધી એ કોઈને ખ્યાલ નહોતો કે જેમને કોવિડ-19 ઈન્ફેક્શન થઈ ચૂક્યું છે, તેમના શરીરમાં બનેલા એન્ટિબોડી કેટલા દિવસ જળવાઈ રહેશે. તેમને કેટલા દિવસ સુધી રિઈન્ફેક્શનનું જોખમ નથી. અલગ-અલગ દેશોમાં આ જાણવાની કોશિશ થઈ રહી છે, જેથી હર્ડ ઈમ્યુનિટીનો અંદાજ લગાવી શકાય.
 • સ્ટડીના મુખ્ય રિસર્ચર પ્રોફેસર અલી એલેબેડીના અનુસાર, ગત વર્ષે રિપોર્ટ્સ આવ્યા કે ઈન્ફેક્શન સમાપ્ત થતા જ એન્ટિબોડી પણ ગાયબ થઈ જાય છે. એનો મતલબ એ થાય કે ઈમ્યુનિટી જીવનભર માટે નથી. ડેટાને લઈને આ સાચી સમજ નહોતી. ઈન્ફેક્શન ખતમ થયા પછી એન્ટિબોડી લેવલ્સ ઓછું થવું સામાન્ય છે, પરંતુ એ ક્યારેય શૂન્ય સ્તરે નથી જતા. અમે લોકોમાં ઈન્ફેક્શનના 11 મહિના પછી પણ એન્ટિબોડી બનાવતા સેલ્સ જોયા છે. જ્યાં સુધી વ્યક્તિ જીવિત રહેશે, ત્યાં સુધી આ સેલ્સ જીવિત રહેશે અને કોવિડ-19 સામે લડવા માટે એન્ટિબોડી બનાવતા રહેશે. આ જીવનભર માટે ઈમ્યુનિટીનો જોરદાર પુરાવો છે.

આ સ્ટડીના દાવાનો આધાર શું છે?

 • સામાન્ય રીતે વાઇરલ ઈન્ફેક્શન થવા પર એન્ટિબોડી બનાવનારા ઈમ્યુન સેલ્સ ઝડપથી મલ્ટીપ્લાઈ થાય છે. બ્લડમાં સર્ક્યુલેટ થાય છે. એન્ટિબોડી લેવલ્સ વધી જાય છે. જ્યારે ઈન્ફેક્શન ખતમ થઈ જાય છે તો આ પ્રકારના મોટા ભાગના સેલ્સ આપોઆપ ખતમ થઈ જાય છે. બ્લડમાં એન્ટિબોડીના લેવલ્સ ઓછા થઈ જાય છે.
 • પરંતુ એ જ સમયે એન્ટિબોડી બનાવનારા કેટલાક સેલ્સ બોનમેરોમાં ચાલ્યા જાય છે. તેઓ ત્યાં જઈને વસી જાય છે. એવા સેલ્સને લોંગ-લિવ્ડ પ્લાઝમા સેલ્સ કહે છે. આ સેલ્સ સમગ્ર જીવનમાં ઓછી માત્રામાં એન્ટિબોડી બનાવતા રહ્યા છે, જેથી ભવિષ્યમાં વાયરસના સંભવિત હુમલાને મજબૂતીથી જવાબ આપી શકે.
 • કોવિડ-19 વિરુદ્ધ શરીરમાં એન્ટિબોડી જીવનભર બનશે કે નહીં, એનો જવાબ પણ બોનમેરોમાં જ છે,એ વિચારીને એલેબેડીએ અન્ય રિસર્ચર્સનો સાથ લીધો. જાણકારી મેળવી કે માઈલ્ડ લક્ષણોથી રિકવર થયેલા કોવિડ-19 દર્દીઓનાં બોનમેરોમાં લોંગ-લિવ્ડ પ્લાઝમા સેલ્સ છે, જે SARS-CoV-2ના કારણે થનારા કોવિડ-19 ઈન્ફેક્શનને ખતમ કરવા માટે જીવનભર એન્ટિબોડી બનાવશે.

આ સ્ટડી કેવી રીતે કરવામાં આવ્યો?

 • રિસર્ચર્સની ટીમે 77 વોલિન્ટિયર્સને સ્ટડીમાં સામેલ કર્યા. તેમના ઈન્ફેક્ટ થવાના એક મહિના પછીથી બ્લડ સેમ્પલ કલેક્ટ કરવામાં આવ્યા. મોટા ભાગના લોકોને માઈલ્ડ લક્ષણ હતાં. માત્ર 6ને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા.
 • રિસર્ચર્સે ઈન્ફેક્શનમાંથી રિકવર થયાના 7-8 મહિના પછી 18 વોલન્ટિયર્સનાં બોનમેરો મેળવવામાં આવ્યાં. પાંચેનાં ચાર મહિના પછી બીજીવાર બોનમેરો સેમ્પલ અપાયાં. તુલના કરવા માટે 11 એવા લોકોનાં બોનમેરો લેવામાં આવ્યાં, જેમને ક્યારે કોવિડ-19 થયો જ નહોતો.
 • બ્લડ સેમ્પલની તપાસમાં એન્ટિબોડીનું લેવલ ઓછું થતું ગયું. પછી બિલકુલ ઓછું થતું ગયું. 11 મહિના પછી થોડામાં જ એન્ટિબોડી ડિટેક્ટ થઈ રહ્યાં હતાં, પરંતુ બોનમેરો સેમ્પલ્સમાં એવા સેલ્સ મળ્યા, જે કોવિડ-19 ઈન્ફેક્શનને નિશાન બનાવનારા એન્ટિબોડી બનાવી રહ્યા હતા. જે પાંચ લોકોનાં બીજાં સેમ્પલ લેવાયાં એમાં પણ એ સેલ્સ મળ્યા. ત્યારે જે 11 લોકોને ક્યારેય કોવિડ-19 થયો નહોતો, તેમાંથી કોઈના પણ બોનમેરોમાં આ એન્ટિબોડી બનાવનારા સેલ્સ ન મળ્યા.

સ્ટડીનાં પરિણામોનો આપણા માટે શો મતલબ છે?

 • ડો. લહારિયાનું માનીએ તો આ સ્ટડીનાં પરિણામો આપણા સૌ માટે સારા સમાચાર છે. અત્યારસુધી આપણને ખ્યાલ નહોતો કે કોવિડ-19 ઈન્ફેક્શનની વિરુદ્ધ બનેલાં એન્ટિબોડી કેટલા સમય સુધી ટકશે. અલગ-અલગ સ્ટડીમાં 7થી 11 મહિના સુધી એન્ટિબોડી બનવાનો દાવો કરાયો હતો. આ સ્ટડીથી ખ્યાલ આવે છે કે ટી સેલ્સ આપણા શરીરમાં હંમેશા રહેશે. પરંતુ તેઓ કેટલી માત્રામાં રહેશે અને ગંભીર લક્ષણોથી બચાવશે કે નહીં, તેના પર અત્યારે વધુ અભ્યાસ કરવાની જરૂર છે.
 • તેમના કહેવા પ્રમાણે વોશિંગ્ટનના રિસર્ચર્સે માઈલ્ડ લક્ષણોવાળા દર્દીઓનાં સેમ્પલને સ્ટડી કર્યા છે. અત્યારે આપણને એ ખ્યાલ નહોતો કે આ એન્ટિબોડી વેરિયન્ટ્સથી બચાવશે કે નહીં. આપણને એ પણ ખબર નથી કે ગંભીર લક્ષણોનો સામનો કરી રહેલા દર્દીઓના શરીરમાં એન્ટિબોડીનો સ્તર શું હશે

તો શું જેમને ઈન્ફેક્શન થયુ, તેમને વેક્સિનની જરૂર નહીં પડે?

 • ના. આમ વિચારવું સંપૂર્ણપણે ખોટું છે. આ એક અભ્યાસ છે. હજુ પણ અનેક અભ્યાસ કરવાની આવશ્યકતા છે, જેના આધારે એમ કહી શકાશે કે વેક્સિનની જરૂર પડશે કે નહી. સારું થશે કે વેક્સિન ઉપલબ્ધ થઈ રહી છે તો એને લગાવડાવી લો.
 • એક અન્ય મહત્ત્વનો સવાલ એ પણ છે કે શું વેક્સિનમાંથી બનનારા એન્ટિબોડી પણ જીવનભર ટકશે? એનો જવાબ શોધવા માટે વોશિંગ્ટનના સંશોધકોની ટીમે નવો સ્ટડી શરૂ કરી દીધો છે. થોડા મહિના પછી એનો જવાબ પણ મળી જશે.