તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

ભાસ્કર એક્સપ્લેનર:ભારતમાં જીનોમ સિક્વન્સિંગનો રિપોર્ટ 2 મહિને આવે છે, અમેરિકા અને બ્રિટનમાં માત્ર 15 દિવસ લાગે છે

નવી દિલ્હીએક મહિનો પહેલાલેખક: અનિરુદ્ધ શર્મા
  • કૉપી લિંક
પ્રતિકાત્મક તસવીર - Divya Bhaskar
પ્રતિકાત્મક તસવીર

કોરોના સંક્રમણ કેટલો ઝડપથી ફેલાશે તે તેના વેરિયન્ટ પર નિર્ભર કરે છે. નવો વેરિયન્ટ કેટલો ઝડપથી બદલાઇ રહ્યો છે, દેશના કયા કયા ભાગોમાં ફેલાઈ રહ્યો છે અને કેટલો ઘાતક છે, એ બધુ જાણવામાં આપણને બે મહિનાથી વધુ સમય લાગી રહ્યો છે. આ જ કારણ છે કે ડેલ્ટા વેરિયન્ટથી બે અઢી મહિના પહેલા જે મૃત્યુ થયા હતા તેની પુષ્ટી હવે થઈ રહી છે. જોકે બીજી બાજુ અમેરિકા-બ્રિટન જેવા દેશ ફક્ત બે અઠવાડિયામાં નવા વેરિયન્ટની તમામ માહિતીઓ દુનિયા સાથે શેર કરી દે છે જેથી બીજા દેશ નવા વેરિયન્ટથી સાવચેત થઈ જાય અને તેનો સામનો કરવાની તૈયારી શરૂ કરી દે.

જીનોમ સિક્વન્સિંગ મામલે ભારત દુનિયામાં 131માં સ્થાને છે.
જીનોમ સિક્વન્સિંગ મામલે ભારત દુનિયામાં 131માં સ્થાને છે.

ભારતમાં જીનોમ સિક્વન્સિંગના પરિણામમાં વિલંબ જ થઇ રહ્યો નથી પણ સેમ્પલ પણ ખૂબ જ ઓછા લેવાઈ રહ્યાં છે. તેનો અંદાજ એ વાતથી લગાવી શકાય કે ભારતે અત્યાર સુધી દુનિયા સાથે ફક્ત 29792 સેમ્પલનું સિક્વન્સિંગ શેર કરી છે, ચિંતા એ વાતની છે કે કુલ દર્દીઓના પ્રમાણમાં સિક્વન્સિંગ મામલે ભારત દુનિયામાં 131માં સ્થાને છે.

પ્રશ્નઃ ભારતમાં ડેલ્ટા વેરિયન્ટથી 2 મહિના અગાઉ થયેલા મોતની પુષ્ટિ હવે થઇ રહી છે. આટલો સમય કેમ લાગે છે?
જવાબઃ સિક્વન્સિંગ તો 15-20 દિવસમાં પૂરું કરી લેવાય છે પણ નવો મ્યૂટન્ટ દેખાય તો તેની વૈજ્ઞાનિક પુષ્ટિમાં 2 મહિનાથી વધુ સમય લાગે છે. મ્યૂટન્ટ થતા જ વેરિયન્ટનો ટ્રેન્ડ જોવા તે જગ્યાએથી જ ફરી બે વખત સેમ્પલ લેવાય છે.

પ્રશ્નઃ સેમ્પલિંગ કેવી રીતે થાય છે?
જવાબઃ ​​​​​​​નેશનલ સેન્ટર ફોર ડિસીસ કંટ્રોલ (એનસીડીસી)ને રિપોર્ટ કરતી જિલ્લાકક્ષાની સંસ્થા ઇન્ટીગ્રેટેડ ડિસીસ સર્વેલન્સ પ્રોગ્રામ (આઇડીએસપી) સેમ્પલ પસંદ કરે છે. પછી લેબમાં સેમ્પલમાંથી વાઇરસ આરએનએ કાઢીને ચકાસાય છે. તેને ડેટાબેઝ સાથે મેચ કરીને જોવાય છે કે કોઇ નવો વેરિયન્ટ તો નથી ને? જ્યાંથી સેમ્પલ લેવાય છે ત્યાં નજર રખાય છે. તેનાથી ખબર પડે છે કે સંક્રમણ વધુ ફેલાઇ રહ્યું છે કે ઓછું?

પ્રશ્નઃ સિક્વન્સિંગ ક્યાં-ક્યાં થાય છે?
જવાબઃ ​​​​​​​દેશમાં 300 સેન્ટીનલ સેન્ટર છે. ત્યાં એકત્રિત સેમ્પલ દેશભરની 28 સિક્વન્સિંગ લેબમાં મોકલાય છે.

પ્રશ્નઃ સિક્વન્સિંગ કઇ ઝડપે થાય છે?
જવાબઃ ​​​​​​​નવા મ્યુટન્ટની ઓળખથી માંડીને તેના વેરિયન્ટ ઑફ કન્સર્ન બનવા સુધી ઘણો સમય લાગે છે. આલ્ફા વેરિયન્ટ મામલે 4 મહિનાનો સમય લાગતો હતો.

પ્રશ્નઃ દેશમાં સિક્વન્સિંગની કેટલી ક્ષમતા છે?
જવાબઃ ​​​​​​​શરૂમાં જીનોમ સિક્વન્સિંગ કરવાની ક્ષમતા માસિક 30 હજારની હતી. ત્યારે 10 લેબ હતી. હવે 28 લેબ છે. ક્ષમતા પણ આ રેશિયો પ્રમાણે વધી છે.

પ્રશ્નઃ દેશમાં કેટલા વેરિયન્ટ મળી ચૂક્યા છે?
જવાબઃ ​​​​​​​અત્યાર સુધીમાં 65 હજાર સેમ્પલ લેવાયા. તેમાંથી 45 હજારનું વિશ્લેષણ થઇ ચૂક્યું છે. જોકે, 29,792નું સિક્વન્સિંગ જ બીજા દેશો સાથે શૅર કરાયું છે. 100થી વધુ વેરિયન્ટ મળ્યા છે. તેમાંથી આલ્ફા, બીટા, ગેમા અને ડેલ્ટા જ વેરિયન્ટ ઑફ કન્સર્નની કેટેગરીમાં છે.

પ્રશ્નઃ ભારતમાં કેટલા જીનોમ સિક્વન્સિંગનું લક્ષ્ય છે?
જવાબઃ ​​​​​​​ડિસે. સુધીમાં 5% જીનોમ સિક્વન્સિંગનું લક્ષ્ય છે.

પ્રશ્નઃ અમેરિકા-બ્રિટન જેવા દેશોમાં કેવી રીતે કામ થાય છે?
જવાબઃ અમેરિકા-બ્રિટનમાં મોટા પાયે સિક્વન્સિંગ થાય છે. ભારતમાં જીનોમ સિક્વન્સિંગની જેટલી કુલ ક્ષમતા છે તેટલી અમેરિકાની 10-12 લેબમાં છે. ત્યાં તેવી 100થી વધુ લેબ છે. અમેરિકા-બ્રિટનમાં સિક્વન્સિંગ દ્વારા નવા વેરિયન્ટની ઓળખ માત્ર બે અઠવાડિયામાં થાય છે જ્યારે ભારતમાં 2 મહિના લાગે છે.

અન્ય સમાચારો પણ છે...