ભાસ્કર એક્સપ્લેનર:ચીન સાથે સીમા પર તણાવ બાદ બૅન PUBGનું હવે 'બેટલગ્રાઉન્ડ્સ મોબાઈલ ઈન્ડિયા'ના નામથી કમબેક, પ્રી-રજિસ્ટ્રેશન આજથી; જાણો બધુ જ

રવિન્દ્ર ભજની8 મહિનો પહેલા

મોસ્ટ પોપ્યુલર મોબાઈલ ગેમ પ્લેયર અનોન બેટલગ્રાઉન્ડ્સ અર્થાત PUBGએ 9 મહિના બાદ ભારતમાં નવા નિયમ, નવા અવતાર અને નવાં નામ સાથે કમબેક કર્યું છે. હવે PUBG બેટલગ્રાઉન્ડ્સ મોબાઈલ ઈન્ડિયાના નામથી ભારતમાં નવી શરૂઆત કરશે. આ મૉર્ટલ કોમ્બેટ ગેમ બનાવનાર સાઉથ કોરિયન ગેમિંગ કંપની ક્રાફ્ટન ઈન્કે 6મેએ સોશિયલ મીડિયા પર તેનાં કમબેકની જાહેરાત કરી હતી. 18મેથી તેનું પ્રી-રજિસ્ટ્રેશન શરૂ થવાનું છે. જૂનમાં તેનું ઓફિશિયલી લોન્ચિંગ થશે. પ્રી રજિસ્ટ્રેશન કરનારા યુઝર્સને કંપની રિવોર્ડ્સ પણ આપશે. આ પોપ્લુયર ગેમ વિશે આવો એ બધુ જ જાણીએ જે તમારા માટે જરૂરી છે...

પ્રી રજિસ્ટ્રેશન કેવી રીતે કરાશે?

 • આ ગેમ એન્ડ્રોઈડ અને iOS બંને પર ઉપલબ્ધ હશે. 18મેથી ગૂગલ સ્ટોપ પર તેનું પ્રી રજિસ્ટ્રેશન શરૂ થશે. એપલના એપ સ્ટોપ પર બેટલગ્રાઉન્ડ્સ મોબાઈલ ઈન્ડિયા ગેમના પ્રી રજિસ્ટ્રેશનની તારીખ વિશે હજુ જાહેરાત થઈ નથી.
 • પ્રી રજિસ્ટર કરવા માટે તમે ગૂગલ પ્લે સ્ટોપ પર જાઓ. બેટલગ્રાઉન્ડ્સ મોબાઈલ ઈન્ડિયા ગેમ સર્ચ કરો. ગેમ પ્લે સ્ટોર પર લાઈવ થશે ત્યારે 'પ્રી રજિસ્ટર' બટન એક્ટિવ થશે તેના પર ક્લિક કરી તમામ માહિતી સબમિટ કરો.
 • આમ તો આ ગેમ ફ્રીમાં અવેલેબલ હશે. પર ઈન એપ પર્ચેઝમાં સ્કિન, હથિયાર દેવી અન્ય એક્સેસરીઝનો વિકલ્પ રહેશે. આ જૂની PUBG જેવી જ હશે. પ્રી રજિસ્ટ્રેશન કરનારા યુઝર્સને સ્કિન અને હથિયાર સહિતના રિવોર્ડ મળશે.

ઓફિશિયલ લોન્ચ ક્યારે એક્ટિવ થશે?
આમ તો ક્રાફ્ટને 6મેએ સોશિયલ મીડિયા પર તેનાં કમબેકની જાહેરાત કરી હતી. ત્યારબાદ કંપનીએ ટીઝર રિલીઝ કર્યા. હવે પ્રી રજિસ્ટ્રેશનનો ખુલાસો થયો છે. અર્થાત તેનાં ઓફિશિયલ લોન્ચ પર હજુ પણ સસ્પેન્સ યથાવત છે. ગેમ એનાલિસ્ટ અને કમેન્ટેટર્સના રિપોર્ટ પ્રમાણે કંપની જૂનમાં તેને લોન્ચ કરી શકે છે.

PUBG કરતાં કેટલી અલગ હશે બેટલગ્રાઉન્ડ્સ મોબાઈલ ઈન્ડિયા?

 • આ વાત અત્યાર સુધી સ્પષ્ટ થઈ નથી. ક્રાફ્ટનના જણાવ્યા પ્રમાણે આ ગેમ માત્ર ભારતીય યુઝર્સ માટે અવેલેબલ હશે. અર્થાત બીજા દેશના લોકો તેમાં ભાગ નહિ લઈ શકે.
 • 18થી ઓછી ઉંમરના યુઝર્સ ગેમ નહિ રહી શકે. તેમણે પેરેન્ટ્લ કન્ટ્રોલમાં ગેમ રમવા દેવામાં આવશે. જોકે તે સ્પષ્ટ નથી થયું કે કંપની યુઝરની ઉંમર કેવી રીતે વેરિફાય કરશે.
 • ગેમની અંદર ઓરિજિનલ PUBG કરતાં કેટલાક ફેરફારો કરવામાં આવ્યા છે. હવે ગેમ્સના મિકેનિક્સ અલગ હશે. યુઝર 7000 રૂપિયા કરતાં વધારાનું ટ્રાન્જેક્શન એપ પર નહિ કરી શકે.
 • ઓરિજિનલ ગેમની સરખામણીએ નવાં વર્ઝનમાં ઓછી હિંસા હશે. બેટલગ્રાઉન્ડ મોબાઈલ ઈન્ડિયામાં કોઈ બ્લડ ઈફેક્ટ નહિ હોય. અર્થાત લોહિયાળ ગેમ રમાશે ખરી પરંતુ દેખાશે નહિ. 1 દિવસમાં મેક્સિમમ 3 કલાક સુધી જ યુઝર ગેમ રમી શકશે.
 • બેટલગ્રાઉન્ડ્સ મોબાઈલ ઈન્ડિયાની પોતાની ઈસ્પોર્ટ્સ ઈકોસિસ્ટમ, લીગ અને ટૂર્નામેન્ટ હશે. આ ગેમમાં ભારતમાં ધ્યાનમાં રાખી ઈવેન્ટ્સ, ગેમપ્લેસ કેરેક્ટર હશે.
 • PUBG મોબાઈલની જેમ સેનહોક મેપ જેવું લોકેશન દેખાશે. ક્રાફ્ટના સોશિયલ મીડિયા પર શેર કરવામાં આવેલા ફોટો પ્રમાણે તેમાં સેનહોકના બૅન તાઈ વિસ્તાર છે. આ એક ડોક છે, જ્યાં PUBGમાં ખેલાડી લૂંટ કરે છે. તેનાથી અંદાજો લગાવી શકાય કે બેટલગ્રાઉન્ડ્સ મોબાઈલ ઈન્ડિયા મેપ પણ PUBG જેવો જ હશે.
 • ક્રાફ્ટને કન્ટેન્ટ ક્રિએટર્સને કહ્યું છે કે, તે બેટલગ્રાઉન્ડ્સ મોબાઈલ ઈન્ડિયા વિશે વાત કરતાં સમયે PUBGનું નામ ન લે. કંપની નથી ઈચ્છતી કે બંનેની સરખામણી થાય. અત્યાર સુધી એ સ્પષ્ટ થયું નથી કે ગેમનાં મેપ્સમાં નામ એક જ જેવાં હશે કે નહિ.

જૂનાં અકાઉન્ટ્સ પર ખરીદેલી એક્સેસરીઝનું શું થશે?

 • ગત વર્ષે સપ્ટેમ્બરમાં બૅન સમયે PUBGના 175 મિલિયન ડાઉનલોડ્સ હતા. તેના 50 મિલિયન મંથલી એક્ટિવ યુઝર્સ હતા. ઘણા અકાઉન્ટમાં યુઝર્સે પૈસા ખર્ચીને એક્સેસરીઝ ખરીદી હતી. આવા યુઝર્સને નવાં અકાઉન્ટ્સમાં તે પરત મળશે.
 • પ્રોફેશનલ PUBG મોબાઈલ પ્લેયર TSM ઘાતકના જણાવ્યા પ્રમાણે, PUBG મોબાઈલ પ્લેયર્સને બેટલગ્રાઉન્ડ્સ મોબાઈલ ઈન્ડિયા અકાઉન્ટ પર તેમની જૂની ઈન્વેન્ટ્રી ફ્રીમાં મળશે. ઘાતકે ઈન્સ્ટાગ્રામ પર બેટલગ્રાઉન્ડ્સ મોબાઈલ ઈન્ડિયા સંબંધિત યુઝર્સના સવાલોના જવાબ આપ્યા હતા.

PUBGને બૅન શા માટે કરાઈ હતી? હવે તેનું કમબેક કેમ?

 • ગત વર્ષે લદ્દાખમાં ચીનની સેના સાથે સીમા પર વિવાદ થયા બાદ ચીન સંબંધિત 400થી વધારે એપ્સ સરકારે બૅન કરી હતી. ભલે PUBG સાઉથ કોરિયન કંપની ક્રાફ્ટને ડેવલપ કરી હતી પરંતુ PUBG મોબાઈલ ઈન્ડિયાના નામથી તેને ચીનની કંપની ટેન્સેન્ટ લઈને આવી હતી. તેને કારણે આ એપ પણ બૅન થઈ હતી.
 • બૅન કરવા પાછળનું મોટું કારણ ચીનનો કાયદો હતો. તે હેઠળ ચીન કંપનીઓએ તેનું સર્વર ચીનમાં જ રાખવાનું હોય છે. તેનાથી ડર હતો કે PUBG રમી રહેલા ભારતીય યુઝર્સનો ડેટા ચીનમાં લીક થાય છે. તેથી હવે ચીનના હસ્તક્ષેપ વગર કંપની તેને નવાં નામ સાથે લોન્ચ કરશે.
 • બેટલગ્રાઉન્ડ્સ મોબાઈલ ઈન્ડિયામાં કંપનીએ ડેટા લોકલાઈઝેશન અને સિક્યોરિટી જરૂરિયાત સાથે જોડાયેલી આપત્તિ દૂર કરવાના પ્રયાસ કર્યા છે. તેનાં કારણે ભારત સરકારે તેના પર બૅન લગાવ્યો હતો. હવે તેના સર્વર ભારત અને સિંગાપોરમાં હશે. PUBG મોબાઈલ વર્ઝન બૅન થયું હતું. જોકે કોન્સોલ અને pc વર્ઝન પર તેની અસર થઈ નહોતી.

PUBG બૅન થવા પર ગેમિંગ માર્કેટમાં શું થયું

 • PUBG પર બેનનો ફાયદો કોલ ઓફ ડ્યુટી, ફ્રી ફાયર જેવી ગેમ્સને થયો. આ ઉપરાંત, ભારતીય ગેમ્સએ પણ PUBGથી ખાલી થયેલી જગ્યા ભરવાનો પ્રયાસ કર્યો. PUBG જ્યારે બૅન થઈ ત્યારે તે ઇન્ડિયન ઇસ્પોર્ટ્સ અને ગેમિંગ બિઝનેસ માટેનું મુખ્ય પ્લેટફોર્મ હતું.
 • આ દરમિયાન, રિલાયન્સ જિયોએ યુએસ ચિપસેટ મેન્યુફેક્ચરર ક્વૉલકોમ સાથે જિયો ગેમ્સના પ્લેટફોર્મ પર કોલાબ્રેશન કર્યું. કોલ ઓફ ડ્યુટી મોબાઈલ ઇસ્પોર્ટસ ચેલેન્જ 1 એપ્રિલ 2021થી શરૂ થઈ છે. બેટલ રોયલ સિંગલ-સ્ટેજ ટૂર્નામેન્ટમાં રજિસ્ટ્રેશન ફ્રી છે અને આ ટૂર્નામેન્ટમાં 3.6 લાખ રૂપિયાની ઇનામની રકમ દાવ પર છે.
 • આ સિવાય, ફિયરલેસ એન્ડ યુનાઇટેડ ગાર્ડ્સ (FAU-G) જેવી ભારતીય ગેમ્સ પણ ગૂગલ પ્લેસ્ટોર પર લોન્ચ થઈ. FAU-G ડેવલપ કરનાર nCore Games ગેમ્સ અનુસાર, તેને 24 કલાકમાં પ્લેસ્ટોર પર 1.05 મિલિયનની પ્રિ-રજિસ્ટ્રેશન મળી ગયાં હતાં. સપ્ટેમ્બર 2020માં પબજી પર પ્રતિબંધ મૂકાયા પછી FAU-Gની જાહેરાત કરવામાં આવી હતી.

મોબાઇલ ગેમિંગમાં ભારતની શું સ્થિતિ છે?

 • મોબાઈલ ગેમિંગના વિશ્વમાં ભારત હાલમાં ટોચના 5 દેશોમાં છે. આ ટોપ-3 તરફ ઝડપથી આગળ વધી રહી છે. બેટલગ્રાઉન્ડ્સ મોબાઈલ ઈન્ડિયા આમાં મહત્ત્વની ભૂમિકા નિભાવશે. વર્ષ 2025 સુધીમાં ભારતનું મોબાઈલ ગેમિંગ માર્કેટ 1.6 અબજ ડોલર (11 હજાર કરોડ રૂપિયા) સુધી પહોંચવાની ધારણા છે. તેનું કારણ સ્માર્ટફોન અને ઇન્ટરનેટનો વધતો ઉપયોગ છે. તેનાથી કેઝ્યુઅલ ગેમિંગને લોકપ્રિયતા મળી છે.
 • એશિયન ઇસ્પોર્ટ્સ ફેડરેશનના વોઇસ પ્રેસિડન્ટ અને ઇસ્પોર્ટ્સ ફેડરેશન ઓફ ઇન્ડિયાના ડાયરેક્ટર લોકેશ સુજી કહે છે કે, ક્રાફ્ટનનું આ પગલું ભારતમાં ઇસ્પોર્ટ્સ ઇકોસિસ્ટમને મજબૂત બનાવવામાં મહત્ત્વની ભૂમિકા ભજવશે. લોકલ ગેમર્સને પ્રોત્સાહન મળશે.
 • ભારતનું પહેલું વન સ્ટોપ ઇસ્પોર્ટ્સ પ્લેટફોર્મ અલ્ટિમેટ બેટલના સ્થાપક તરુણ ગુપ્તાના જણાવ્યા મુજબ, અમે શક્ય તેટલી વહેલી તકે અમારા પ્લેટફોર્મ પર બેટલગ્રાઉન્ડ ઇન્ડિયાને જોડીશું. અમે અપેક્ષા રાખીએ છીએ કે બેટલગ્રાઉન્ડ્સ ઇન્ડિયાને તેના લોન્ચિંગના એક અઠવાડિયાંમાં જ 1 મિલિયનથી વધુ ડાઉનલોડ મળી જશે.