ન ચાકુ મળ્યું, ન શ્રદ્ધાની લાશ:પોલીસ કેવી રીતે સાબિત કરશે કે મર્ડર આફતાબે જ કર્યું છે

3 મહિનો પહેલાલેખક: નીરજ સિંહ
  • કૉપી લિંક

શ્રદ્ધા વાકરની હત્યામાં આફતાબ અમીન પૂનાવાલાની ધરપકડ થયે 4 દિવસ થઈ ગયા છે. પરંતુ પોલીસની પાસે આફતાબે હત્યાની કરેલી કબૂલાત સિવાય માનવ લાશના થોડા ટુકડા જ છે. પોલીસને અત્યાર સુધીમાં મર્ડર વેપનની સાથે જ શ્રદ્ધાનો મોબાઈલ પણ ન મળ્યો. એટલે કે પોલીસ પાસે હત્યાને સાબિત કરવા માટે નક્કર પુરાવાનો અભાવ છે.

ભાસ્કર એક્સપ્લેનરમાં અમે 8 સવાલો દ્વારા જણાવીશું કે પોલીસ કેવી રીતે સાબિત કરશે કે મર્ડર આફતાબે જ કર્યુ? આ સાથે જ એ કેવી રીતે ખ્યાલ આવશે કે જે ટુકડા મળ્યા છે તે શ્રદ્ધાના જ છે?

સવાલ-1- શ્રદ્ધા મર્ડર કેસમાં અત્યાર સુધીમાં પોલીસને કયા-કયા પુરાવા હાથ લાગ્યા છે?

જવાબઃ શ્રદ્ધા મર્ડર કેસમાં પોલીસને મહરૌલીના જંગલમાંથી અત્યાર સુધીમાં માનવ લાશના 10થી વધુ ટુકડા મળ્યા છે. પોલીસે DNA ટેસ્ટ માટે તેમને FSLમાં મોકલી દીધા છે. આ સાથે પોલીસની પાસે આફતાબે શ્રદ્ધાની હત્યા કર્યાની કબૂલાત છે.

આ સાથે જ શ્રદ્ધાના કેટલાક મિત્રો પાસેથી પણ પોલીસને મહત્વના પુરાવા મળ્યા છે પરંતુ અત્યાર સુધી હત્યામાં ઉપયોગમાં લેવાયેલ આરી કે ચાકૂ મળ્યું નથી. આફતાબે શ્રદ્ધાનો ફોન મહારાષ્ટ્રમાં ફેંકી દીધો હતો, જે અત્યાર સુધી હાથ લાગ્યો નથી.

પોલીસ મંગળવારે હથિયાર અને શ્રદ્ધાની બોડીના ટુકડા શોધવા માટે આફતાબને લઈને મહરૌલીના જંગલમાં પહોંચી.
પોલીસ મંગળવારે હથિયાર અને શ્રદ્ધાની બોડીના ટુકડા શોધવા માટે આફતાબને લઈને મહરૌલીના જંગલમાં પહોંચી.

સવાલ-2ઃ શું અત્યાર સુધીમાં પોલીસને મળેલા પુરાવા આફતાબને હત્યારો સાબિત કરવા માટે પૂરતા છે?

જવાબઃ સુપ્રીમ કોર્ટના વકીલ અને ‘રેપ લૉ એન્ડ ડેથ પેનલ્ટી’ના લેખક વિરાગ ગુપ્તા કહે છે કે કોઈપણ અપરાધીને સજા અપાવવા માટે કમ્પ્લીટ ચેઈન ઓફ ઈવેન્ટ્સ હોવી જરૂરી હોય છે.

1984માં શરદ વિર્વિચંદ શારદા વર્સિસ સ્ટેટ ઓફ મહારાષ્ટ્ર કેસમાં સુપ્રીમ કોર્ટે કહ્યું હતું કે સજા આપવા માટે શંકાથી પર હોય એવો સમગ્ર કેસ પુષ્ટ હોવો જોઈએ. જેથી શંકાનો લાભ આરોપીને ન મળે. આ બેઝ પર છાવલા ગેંગરેપ-મર્ડર કેસમાં હાલમાં અપરાધીઓને મુક્તિ અપાઈ હતી.

એટલે કે સુપ્રીમ કોર્ટના જજમેન્ટ અને IPC કે CRPCની જોગવાઈઓ અનુસાર આ કોઈપણ મામલામાં લાગુ થાય છે. આ નિયમ શ્રદ્ધાની હત્યાના મામલામાં પણ લાગુ થશે.

પોલીસે જણાવ્યું કે શ્રદ્ધા અને આફતાબ 8 મેના રોજ દિલ્હી આવ્યા હતા. 10 દિવસ પછી આફતાબે શ્રદ્ધાનું મર્ડર કરી નાખ્યું.
પોલીસે જણાવ્યું કે શ્રદ્ધા અને આફતાબ 8 મેના રોજ દિલ્હી આવ્યા હતા. 10 દિવસ પછી આફતાબે શ્રદ્ધાનું મર્ડર કરી નાખ્યું.

સવાલ-3ઃ માત્ર થોડા હાડકાંથી કેવી રીતે ખ્યાલ આવશે કે એ શ્રદ્ધાના જ છે?

જવાબઃ શ્રદ્ધાની હત્યા પછી લાશના જે પણ ટુકડા મળ્યા છે તેમનો DNA ટેસ્ટ થશે. તેમાં જોવામાં આવશે કે જે ટુકડા મળ્યા છે તે મહિલાના છે કે પુરૂષના.

જો આ ટુકડા મહિલાના હશે તો તેના પછી શ્રદ્ધાના માતા-પિતાના DNA સાથે તેને મેચ કરાવવામાં આવશે. જો DNA શ્રદ્ધાના માતા-પિતા સાથે મેચ કરે તો સાબિત થઈ જશે કે જે ટુકડા મળ્યા છે તે શ્રદ્ધાના જ છે. એટલે કે DNA ટેસ્ટ મૃતકની ઓળખ કરવાનું મહત્વનું ટૂલ છે.

અગાઉ પણ હત્યા અને રેપના અનેક મામલાઓમાં DNA ટેસ્ટ મહત્વનો સાબિત થયો છે. તેને આપણે આ કેસથી સમજી શકીશું...

શીના બોરા હત્યાકાંડમાં ઈન્દ્રાણીને સજા અપાવવામાં મહત્વનું કારણ બન્યો હતો DNA ટેસ્ટ
મુંબઈના શીના બોરા મર્ડર કેસમાં પણ DNA ટેસ્ટ આ કેસમાં મહત્વની કડી સાબિત થયો હતો. શીનાની 24 એપ્રિલ 2012ના રોજ ગળું દાબીને હત્યા કરી દેવાઈ હતી અને તેની લાશને સળગાવી દેવાઈ હતી.

મુંબઈ પોલીસને રાયગઢ જિલ્લામાંથી શીનાના કેટલાક હાડકાં મળ્યા હતા. પોલીસે મુંબઈમાં કલીના સ્થિત ફોરેન્સિક સાયન્સ લેબોરેટરી એટલે FSLમાં તેનો DNA ટેસ્ટ કરાવ્યો હતો. આ દરમિયાન ખ્યાલ આવ્યો કે જે હાડકાં મળ્યા છે તે એક મહિલાના છે. આ સાથે જ ઈન્દ્રાણી મુખરજી મૃત મહિલાની બાયોલોજિકલ માતા છે. તેનાથી એ સિદ્ધ થયું કે હાડકાં શીનાના હતા.

DNA ફિંગરપ્રિન્ટિંગ ફૂલપ્રૂફ પુરાવો હોય છે અને કોર્ટમાં એ પૂર્ણપણે માન્ય છે. FSL અધિકારી કહે છે કે આ જ કારણથી આરોપીઓની વિરુદ્ધ મજબૂત કેસ બનાવવામાં મદદ મળી હતી.

સવાલ-4ઃ મર્ડરમાં ઉપયોગમાં લેવાયેલ ચાકૂ ન મળવાથી શું ફરક પડશે?

જવાબઃ વિરાગ કહે છે કે કેમકે શ્રદ્ધાના અનેક ટુકડા કરવામાં આવ્યા છે અને તમામ ટુકડા જોડવા મુશ્કેલ છે અને હથિયાર જો મળતું નથી તો બીજી રીતે ગુનાની પુષ્ટિ કરવામાં આવે એ જરૂરી છે.

પ્રથમ છે CCTV ફૂટેજ. આફતાબ જે ફ્લેટમાં રહેતો હતો, ત્યાં આસપાસ અનેક ઘરોમાં CCTV કેમેરા લાગેલા છે. એવામાં દિલ્હી પોલીસની જે થિયરી છે કે આફતાબ રાતે 2 વાગ્યે નીકળતો હતો અને શ્રદ્ધાની લાશના ટુકડાને જંગલમાં ફેંકતો હતો. તેનો ખ્યાલ CCTV ફૂટેજથી આસાનીથી લગાવી શકાય છે. એટલે કે દરેક રોજ કેટલા વાગ્યે નીકળ્યો અને ક્યાં ગયો.

બીજું-પીડિત મહિલા શ્રદ્ધા અને આફતાબનો એક સાથે બિલ્ડિંગમાં જવાનો CCTV પુરાવો અને તેના પછી બહાર ન નીકળવાનો CCTV પુરાવો. કોલ ડિટેલ અને મોબાઈલ ટાવરનું લોકેશન. CCTVને કોલ ડિટેલ અને મોબાઈલ ટાવરના લોકેશનની સાથે પણ મેચ કરવા જરૂરી છે. આ પરિસ્થિતિજન્ય પુરાવાના આધારે મજબૂત કેસ બનશે. કેમકે ખૂબ વધારે પુરાવા નથી.

આફતાબ છતરપુર પહાડી સ્થિત લીલા રંગના આ બિલ્ડીંગમાં પ્રથમ ફ્લોર પર રહેતો હતો. તે કોઈને મળતો ન હતો. બિલ્ડીંગમાં રહેનારા લોકો આ કેસ અગાઉ તેનું નામ પણ જાણતા નહોતા.
આફતાબ છતરપુર પહાડી સ્થિત લીલા રંગના આ બિલ્ડીંગમાં પ્રથમ ફ્લોર પર રહેતો હતો. તે કોઈને મળતો ન હતો. બિલ્ડીંગમાં રહેનારા લોકો આ કેસ અગાઉ તેનું નામ પણ જાણતા નહોતા.

સવાલ-5ઃ પોલીસ આ મામલા સાથે સંકળાયેલા અને કેવા પ્રકારના પુરાવા એકત્ર કરશે?

જવાબઃ પુરાવા વિશે સુપ્રીમ કોર્ટના અનેક નિર્ણયો છે, જેમાં કહેવામાં આવ્યું છે કે એ જ પુરાવા એકત્ર કરી શકાય છે જે હોઈ શકે છે, જે ન હોઈ શકે તેને કેવી રીતે એકત્ર કરી શકાય.

જેમકે બિલ્ડિંગમાં જે સિક્યુરિટી ગાર્ડ છે કે બીજા લોકો છે, તેમનું નિવેદન આ મામલે ઘણું મહત્વનું હશે પરંતુ પરસ્પર એ નિવેદનોમાં વિરોધાભાસ ન હોવો જોઈએ. કેમકે વિરોધાભાસ થવા પર ટ્રયાલમાં જે એક્ઝામિનેશન અને ક્રોસ એક્ઝામિનેશન હોય છે તેનાથી કેસ નબળો થશે.

શ્રદ્ધા વાકરનો જે મોબાઈલ છે, તેની કોલ ડિટેઈલ, વ્હોટ્સએપ મેસેજ, તેની હત્યાની આશંકાઓ દર્શાવતી વાતો પણ ઘણી મહત્વની સાબિત થશે.

આફતાબના ફ્લેટની આસપાસ અનેક ઘરોમાં CCTC કેમેરા લાગેલા છે.
આફતાબના ફ્લેટની આસપાસ અનેક ઘરોમાં CCTC કેમેરા લાગેલા છે.

સવાલ-6ઃ પોલીસની સામે આફતાબની કબૂલાતનું શું મહત્વ છે?

જવાબઃ પોલીસે 15 નવેમ્બર 2022ના રોજ જણાવ્યું કે આફતાબને કતલ અંગે જે પણ પૂછવામાં આવે છે, તે તેના વિશે અંગ્રેજીમાં જવાબ આપે છે. એવું નથી કે તેને હિન્દી આવડતી નથી પણ તે અંગ્રેજીમાં વધુ કમ્ફર્ટેબલ છે. તેણે કબૂલ કર્યુ- યેસ આઈ કિલ્ડ હર...

વિરાગ કહે છે કે પોલીસની સામે આપેલા નિવેદનની કાયદાકીય અગત્યતા વધુ હોતી નથી. જ્યાં સુધી મેજિસ્ટ્રેટની સામે એ નિવેદન આપવામાં ન આવે. પોલીસની સામે અપાયેલા નિવેદનને અન્ય પુરાવાઓ સાથે જોડવા જરૂરી છે.

આ સાથે જ કોઈપણ મામલામાં બે સાક્ષ્ય જે સૌથી વધુ જરૂરી છે તે છે પ્રથમ હથિયાર કબજે કરવું અને બીજું લાશ મેળવવી. કેમકે લાશ મેળવ્યા વિના એ પણ સાબિત કરવું મુશ્કેલ છે કે હત્યા થઈ છે કે નહીં. કેમકે અનેકવાર એવા પણ મામલા આવ્યા છે, જેમાં હત્યાનો કેસ જારી થયાના અનેક વર્ષો પછી જેની હત્યાની વાત થઈ હોય એ સામે આવી જાય છે એટલે કે જીવિત હોય છે.

જેલમાં આફતાબ.
જેલમાં આફતાબ.

પ્રશ્ન-7: શું આફતાબે આ હત્યાનો પ્લાન એવી રીતે બનાવ્યો હતો કે ઓછામાં ઓછા પુરાવા મળે?

જવાબઃ આફતાબે હત્યા પહેલા અમેરિકન ક્રાઈમ શો ડેક્સ્ટર સહિત અનેક ક્રાઈમ ફિલ્મો અને શો જોયા હતા. જેથી પુરાવાનું ઠેકાણે પાડી શકાય. એટલે કે, તેણે તે આયોજનબદ્ધ રીતે કર્યું. પોલીસના જણાવ્યા અનુસાર, આફતાબે તેની 26 વર્ષની ગર્લફ્રેન્ડ શ્રદ્ધા વિકાસ વોકરનું 18 મે 2022ના રોજ ગળું દબાવીને હત્યા કરી હતી. આ પછી, તેણે તેને છરી વડે 35 ટુકડા કરી દીધા.

આ પછી, તે 300 લીટરનું ફ્રિજ ખરીદે છે, જેથી તે તેમાં મૃત શરીરના ટુકડા રાખી શકે. મૃત શરીરના ટુકડાને સાચવવા માટે ફોર્માલ્ડીહાઈડનો ઉપયોગ કરે છે. સતત 18 દિવસ સુધી તે સવારે 2 વાગે ઉઠીને ફ્રીજમાંથી મૃતદેહના કેટલાક ટુકડાઓ કાઢીને જંગલમાં ફેંકી દેતો હતો. ક્યારેક તે રખડતા કૂતરાને પણ ખવડાવતો હતો. આફતાબે પુરાવા ભૂંસવા માટે ગૂગલ પર લોહી સાફ કરવાની પદ્ધતિ પણ સર્ચ કરી હતી.

આ ફોટો આફતાબના ઈન્સ્ટાગ્રામ પરથી લેવામાં આવ્યો છે. તે ફૂડ બ્લોગર છે. તે 3 માર્ચથી ઇન્સ્ટાગ્રામ પર એક્ટિવ નથી.
આ ફોટો આફતાબના ઈન્સ્ટાગ્રામ પરથી લેવામાં આવ્યો છે. તે ફૂડ બ્લોગર છે. તે 3 માર્ચથી ઇન્સ્ટાગ્રામ પર એક્ટિવ નથી.

સવાલ-8: આફતાબ વિશે અત્યાર સુધી કઈ કઈ બાબતો સામે આવી છે?

જવાબ: આફતાબ પૂનાવાલા, 28 વર્ષ, મુંબઈના વસઈના રહેવાસી છે. આફતાબને એક મોટો ભાઈ પણ છે. માતા ગૃહિણી છે અને પિતા જૂતાના હોલસેલ સપ્લાયર છે. આફતાબે વસઈની સેન્ટ ફ્રાન્સિસ હાઈસ્કૂલમાં અભ્યાસ કર્યો અને એલ.એસ. રહેજા કોલેજમાંથી સ્નાતક થયો.

તેણે ઈન્સ્ટાગ્રામ પર 'હંગરી છોકરો' નામથી પોતાની પ્રોફાઈલ બનાવી છે.

@hungrychokro_escapades એકાઉન્ટના 28,600થી વધુ ફોલોઅર્સ છે. રેસ્ટોરાં અને ખાણીપીણીની તેમની સમીક્ષાઓને કારણે તે સોશિયલ મીડિયા પર ખૂબ જ લોકપ્રિય છે. આફતાબે 2016માં એક લેખ શેર કર્યો હતો જેમાં જણાવવામાં આવ્યું હતું કે ફળો અને શાકભાજીને કેવી રીતે કાપવા જોઈએ.

ફૂડ બ્લોગિંગની સાથે આફતાબને બોડી બિલ્ડીંગમાં ઊંડો રસ છે. તેનું સોશિયલ મીડિયા હેન્ડલ પણ દર્શાવે છે કે તે પ્રાણી પ્રેમી અને ફૂટબોલ ફેન છે. આફતાબ પોતાને LGBTQIA+ સમર્થક તરીકે પણ ગણાવે છે.