ભાસ્કર એક્સપ્લેનર:આવતા મહિનાથી અનલોક 5.0માં સિનેમા હોલ ખોલવાની તૈયારી; જાણો કેવી રીતે બદલાશે ફિલ્મ જોવાનો અનુભવ

એક વર્ષ પહેલા
 • કૉપી લિંક
 • સૂર્યવંશી અને 83 જેવી ફિલ્મોથી જ થિયેટરના માલિકોને કમાણીની આશા છે
 • દુનિયાના અન્ય દેશોમાં ધીમે-ધીમે મૂવી થિયેટરો ખૂલી રહ્યાં છે

સમગ્ર દેશમાં મૂવી થિયેટરો 23 માર્ચથી બંધ છે. અનલોક 4.0ની ગાઈડલાઈન 30 સપ્ટેમ્બરના રોજ સમાપ્ત થાય છે. એવી અપેક્ષા રાખવામાં આવી રહી છે કે, 1 ઓક્ટોબરથી નવી ગાઈડલાઈનમાં સિનેમા હોલને ખોલવાની મંજૂરી આપવામાં આવશે. મલ્ટિપ્લેક્સ કંપનીઓની સાથે સિંગલ સ્ક્રીન થિયેટર્સમાં પણ કોરોના વાઈરસ સેફ્ટી અંગે ખાસ વ્યવસ્થા કરવામાં આવી રહી છે.

પેપરલેસ ટિકિટ, સોશિયલ ડિસ્ટન્સિંગ અને લાંબો બ્રેક...

 • મલ્ટિપ્લેક્સ કંપનીઓના CEOના જણાવ્યા પ્રમાણે, તેમણે પેપરલેસ ટિકિટ, સીટોની વચ્ચે અંતર, લાંબો બ્રેક અને શો વચ્ચે સેનિટાઈઝ કરવાની તૈયારી કરી છે.
 • મલ્ટિપ્લેક્સ એસોસિયશન ઓફ ઈન્ડિયાએ ગ્લોબલ સ્ટાન્ડર્ડ્સના આધાર પર SOP બનાવીને કેન્દ્રને પહેલા જ મોકલી દીધી છે, જેથી થિયેટરો વહેલી તકે શરૂ થઈ શકે.
 • SOPમાં માસ્ક, થર્મલ સ્કેનિંગ, સેનિટાઈઝરની સાથે જ લોબી-રેલિંગ અને દરવાજાની નિયમિત સફાઈ સામેલ છે.
 • એ ઉપરાંત એકસાથે બે સ્ક્રીન પર શો શરૂ નહીં થાય, એનાથી મલ્ટિપ્લેક્સમાં ભીડ એકઠી નહીં થાય અને સોશિયલ ડિસ્ટન્સિંગનું પાલન કરી શકાશે.

મલ્ટિપ્લેક્સ કંપનીઓએ શું ખાસ વ્યવસ્થા કરી છે?

 • મલ્ટિપ્લેક્સ એસોસિયેશન ઓફ ઈન્ડિયાએ જે SOP બનાવી છે એને INOX, સિનેપોલિસ, PVR, કાર્નિવલ સિનેમા સહિત તમામ કંપનીઓ દ્વારા અપનાવવામાં આવી રહી છે.
 • એ ઉપરાંત INOXએ ટિકિટ બુકિંગ માટે SMSની વ્યવસ્થા કરી છે. કસ્ટમર એન્ટ્રી પર જ QR કોડ સ્કેન કરી શકશે.
 • INOXએ એક એવું એલ્ગોરિધમ બનાવ્યું છે કે સીટ બુક થયા બાદ તરત જ એક સીટ ખાલી રહેશે. નવી બુકિંગ પર બીજી સીટ આપવામાં આવશે.
 • PVRની વાત કરીએ તો એને કસ્ટમર્સની સેફ્ટીને પ્રાધાન્ય આપતાં છ કરોડ રૂપિયાનું અલગથી બજેટ નક્કી કર્યું છે. એમાં સેનિટાઈઝરનો ખર્ચ પણ સામેલ છે.
PVRએ એના મલ્ટિપ્લેક્સમાં સેનિટાઇઝર માટેની વિશેષ વ્યવસ્થા કરી છે. આ વ્યવસ્થા માટે કંપનીએ છ કરોડ રૂપિયાનું બજેટ અલગથી નક્કી કર્યું છે.
PVRએ એના મલ્ટિપ્લેક્સમાં સેનિટાઇઝર માટેની વિશેષ વ્યવસ્થા કરી છે. આ વ્યવસ્થા માટે કંપનીએ છ કરોડ રૂપિયાનું બજેટ અલગથી નક્કી કર્યું છે.

શું દુનિયાના અન્ય દેશોમાં મૂવી થિયેટરો ખૂલી ગયાં છે?

 • હા, અમેરિકા, ચીન, બ્રિટન સહિત મોટા ભાગના દેશોએ સિનેમા હોલને અનલોક કરી દીધા છે. શરૂઆતમાં ક્ષમતા ઓછી રાખવામાં આવતી હતી, હવે એ પણ 50% ટકા કરવામાં આવી છે.
 • ચીનમાં 20 જુલાઈએ થિયેટરો ખૂલ્યાં હતાં. 90% થિયેટર 50% કેપિસિટીની સાથે ચાલે છે. માસ્ક, થર્મલ સ્કેનિંગ અને સોશિયલ ડિસ્ટન્સિંગ ફરજિયાત છે. થિયેટરોમાં ખાવા-પીવા પર પ્રતિબંધ છે.
 • અમેરિકામાં ઓગસ્ટ મહિનાથી થિયેટર ખૂલી ગયાં છે. અહીં ખાવા-પીવાની વસ્તુઓને પણ લઈ જવાની મંજૂરી અપાઈ છે. કોમસ્કોર પ્રમાણે, 20 ઓગસ્ટ સુધી 1100 થિયેટર ખૂલ્યાં હતાં.
 • મિડલ ઈસ્ટમાં જૂનના બીજા અઠવાડિયામાં થિયેટર ખૂલ્યાં હતાં. શરૂઆતમાં કેપેસિટી 30% રાખવામાં આવી હતી. ત્યાર બાદ વધીને 50% કરાઈ હતી.

ઓક્ટોબરમાં થિયેટર ખૂલવા કેમ જરૂરી છે?

 • ફિલ્મ-થિયેટર 23 માર્ચથી બંધ છે, એવામાં મલ્ટિપ્લેક્સ કંપનીઓએ અનેક લોકોને નોકરીમાંથી હાંકી કાઢ્યા છે, પરંતુ સિંગલ સ્ક્રીન થિયેટર બંધ થવાને આરે છે.
 • બોક્સ ઓફિસ ઈન્ડિયાના એક રિપોર્ટ અનુસાર, 30% થિયેટર બંધ થવાને આરે છે. જો થિયેટર ઓક્ટોબરમાં ન ખૂલ્યા તો થિયેટર બંધ થવાની સંખ્યા વધી શકે છે.
 • થિયેટરમાલિકોને અક્ષયકુમારની સૂર્યવંશી અને રણવીર સિંહની 83 ફિલ્મથી આશા છે. એક્સપર્ટ્સના જણાવ્યા અનુસાર, આ બંને ફિલ્મ જ દર્શકોને થિયેટર સુધી લાવી શકે છે.
 • આ વર્ષની મોટા ભાગની ફિલ્મ OTT પ્લેટફોર્મ પર રિલીઝ થઈ ચૂકી છે અથવા લાઈન-અપ થયેલી છે. એમાં અક્ષયકુમારની લક્ષ્મી બોમ્બ, આલિયા ભટ્ટની સડક-2 અને અજય દેવગણની ભુજ સામેલ છે.
 • અત્યારસુધીમાં વિદ્યા બાલનની શકુંતલા દેવી, આયુષ્માન અને અમિતાભની ગુલાબો સિતાબો, સુશાંત સિંહની દિલ બેચારા OTT પ્લેટફોર્મ પર રિલીઝ થઈ છે.

શું નવી ફિલ્મનું પ્રોડક્શન શરૂ થઈ ગયું છે?

 • હા. ગત મહિનાથી સરકારે ફિલ્મ, ટીવી શોના પ્રોડક્શનની મંજૂરી આપી છે. એમાં કેમેરા ફેસ કરી રહેલા કલાકારોને માસ્ક ન પહેરવા માટે છૂટ અપાઈ છે.
 • એક રિપોર્ટમાં નિખિલ અડવાણીના હવાલાથી કહેવામાં આવ્યું હતું કે તેમનું પ્રોડક્શન હાઉસ મહારાષ્ટ્ર, ઉત્તરપ્રદેશ અને રાજસ્થાનમાં કામ શરૂ કરી રહ્યું છે અથવા કરી ચૂક્યું છે.
 • 183 અબજ રૂપિયાની ભારતીય ફિલ્મ ઇન્ડસ્ટ્રી માટે અત્યારે ખરાબ સમય ચાલે છે. માર્ચ મહિનામાં સૂર્યવંશી રિલીઝ ના થઈ. એ પછી સર, સંદીપ ઔર પિંકી ફરાર, હાથી મેરે સાથી અને 83 ફિલ્મ પણ રિલીઝ ના થઈ શકી. ઘણી ફિલ્મો જે પોસ્ટ-પ્રોડક્શન સ્ટેજ પર હતી એની સ્પીડ હવે વધી ગઈ છે. ફુકરે 0.3, બંટી ઔર બબલી-2 જેવી ફિલ્મોના પોસ્ટ પ્રોડક્શનને ઝડપી કરી દીધું છે.

થિયેટર શરૂ થયાં છે ત્યાં પરિસ્થિતિ કેવી છે?

 • આખી દુનિયામાં જ્યાં પણ થિયેટર શરૂ થયાં છે ત્યાં સારો રિસ્પોન્સ મળી રહ્યો છે. 26 ઓગસ્ટે ટેનેટ રિલીઝ થઈ. એક અઠવાડિયામાં 41 દેશમાંથી 53 મિલિયન ડોલરની કમાણી થઈ.
 • આ સાયન્સ-ફ્રિક્શન ફિલ્મે યુકે અને આયર્લેન્ડમાં સૌથી પહેલા અઠવાડિયામાં 39 કરોડ રૂપિયા ભેગા કર્યા છે. યુરોપ, મિડલ ઇસ્ટ અને આફ્રિકામાં 37 મિલિયન ડોલરની કમાણી કરી.
 • 21 ઓગસ્ટના રોજ રસેલ ક્રોની ફિલ્મ અનહિન્જ્ડને નોર્થ અમેરિકામાં 1823 જગ્યાએ રિલીઝ કરવામાં આવી હતી. પ્રથમ વીકેન્ડમાં ફિલ્મે આશરે 29 કરોડ રૂપિયાની કમાણી કરી.
 • સ્પેનમાં 29 જુલાઈએ રિલીઝ થયેલી ફેમિલી ડ્રામા ફિલ્મ પાડ્રે નો હે માસ ક્યૂ ઉઓએ 2 અઠવાડિયાંમાં 41.2 કરોડ રૂપિયાની કમાણી કરી, તે બોક્સ ઓફિસ નંબરની આશા કરતાં 8 % સારી હતી.
 • કોરિયન ફિલ્મ ડિલિવર અઝ ફ્રોમ એવિલ 1997 સ્ક્રીન પર રિલીઝ થઈ હતી. 5 ઓગસ્ટે રિલીઝ થઈ અને પ્રથમ દિવસે 21.1 કરોડ રૂપિયાની કમાણી કરી. પાંચ દિવસમાં 104 કરોડ રૂપિયા કમાયા.
 • ફ્રાન્સમાં 22 જૂને હાઉ ટુ બી અ ગુડ વાઈફ 600 સ્ક્રીન પર રિલીઝ થઈ ત્યારે 20 હજાર લોકોએ આ ફિલ્મ જોઈ. ત્યારથી નંબર વધી જ રહ્યા છે.
અન્ય સમાચારો પણ છે...