તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App
  • Gujarati News
  • Dvb original
  • Explainer
  • Pinpoint Strike Vs Surgical Strike In Pakistan POK | What's The Difference? Know Everything About Pinpoint Strike Vs Surgical Air Strike

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

ભાસ્કર એક્સપ્લેનર:શું હોય છે પિનપોઈન્ટ સ્ટ્રાઈક? શું તે એર સ્ટ્રાઈક અને સર્જિકલ સ્ટ્રાઈકથી અલગ હોય છે?

લેખક: લે. જનરલ (રિટા.) સતીશ દુઆ6 દિવસ પહેલા
  • કૉપી લિંક

ગઈકાલે સાંજે અર્થાત ગુરુવારે સાંજે એક સમાચાર આવે છે કે ભારતીય સેનાએ POK (પાકિસ્તાન ઓક્યુપાઈડ કશ્મીર)માં ઘુસીને ફરી એરસ્ટ્રાઈક કરી છે. આશરે 15થી 20 મિનિટ સુધી આ સમાચાર હોટ ટોપિક બન્યા. ત્યારબાદ માલુમ પડ્યું કે આ એરસ્ટ્રાઈક નહોતી બલકે પિનપોઈન્ટ સ્ટ્રાઈક હતી. જોકે પછી સેનાએ તેનો પણ ઈનકાર કર્યો. સેનાએ જણાવ્યું કે ગુરુવારે LOC પર એક રાઉન્ડ પણ ગોળી ફાયર નથી થઈ. આ તમામ અફવાઓ વચ્ચે જે એક નવો શબ્દ તમામ લોકો માટે ચર્ચાનો વિષય બન્યો તે હતો ‘પિનપોઈન્ટ સ્ટ્રાઈક’. આખરે શું હોય છે પિનપોઈન્ટ સ્ટ્રાઈક? શું તે એર સ્ટ્રાઈક અને સર્જિકલ સ્ટ્રાઈક કરતા અલગ હોય છે? ભાસ્કરે રિટાયર્ડ લેફ્ટનન્ટ જનરલ સતીશ દુઆ પાસે સવાલ-જવાબ કર્યા. તેમના પાસેથી જાણો પિનપોઈન્ટ સ્ટ્રાઈક શું હોય છે...

પિનપોઈન્ટ સ્ટ્રાઈક
પિનપોઈન્ટ સ્ટ્રાઈક જેવો તો કોઈ શબ્દ જ નથી હોતો. જ્યારે એક્ઝેટ ઈન્ફોર્મેશન હોય છે, ઈન્ટેલિજન્સ હોય છે, ટાર્ગેટ ક્યાં છે તેની જાણ હોય છે . તો જ ડિસાઈડેડ ટાર્ગેટને ડેમેજ કરી શકાય છે, તેને પિનપોઈન્ટ સ્ટ્રાઈક કહેવામાં આવે છે. પિનપોઈન્ટ સ્ટ્રાઈકનો અર્થ એ છે કે તમારી પાસે પાક્કી માહિતી છે કે કઈ જગ્યાએ દુશ્મનના ટેરર કેમ્પ્સ છે. તમે ત્યાં જાઓ છો અને તેને નુક્સાન પહોંચાડો છો અને પરત ફરો છો. સરળ ભાષામાં કહેવામાં આવે તો માત્ર તેને જ નુક્સાન પહોંચાડવું જે ટાર્ગેટ છે.

આ કેવી રીતે થાય છે?
અમારી પાસે પહેલેથી ઇન્ટેલિજન્સ ઈનપુટ હોય છે. તેના પરથી અમને ખબર હોય છે કે ટાર્ગેટ ક્યાં કરવાનું છે. એટલે આપણે ટાર્ગેટને નુકસાન પહોંચાડીએ છીએ. જેવું બાલાકોટમાં થયું હતું. બાલાકોટમાં અમને ખબર હતી કે ટેરર કેમ્પ્સ ક્યાં બનેલા છે? અમારી પાસે પિનપોઈન્ટની માહિતી હતી. અમે ત્યાં ગયા અને ટાર્ગેટ પર બોમ્બ ફેંકીને પરત આવી ગયા. આવું જ સર્જિકલ સ્ટ્રાઈકમાં થયું હતું. ઇન્ટેલિજન્સની મદદથી પહેલા જ ટાર્ગેટ નક્કી કરી લીધો હતો. અમારા કમાન્ડોઝે LoC ક્રોસ કર્યું અને ટાર્ગેટને ડેમેજ કરી પાછા આવી ગયા.

તો શું એર સ્ટ્રાઈક અને સર્જિકલ સ્ટ્રાઈકમાં પણ પિનપોઈન્ટ સ્ટ્રાઈક હોય છે?
હા, એકદમ. એર સ્ટ્રાઈક અને સર્જિકલ સ્ટ્રાઈકમાં આપણે પિનપોઈન્ટ ટાર્ગેટ કર્યાં હતાં. જો કોઈને હાર્ટની તકલીફ છે કે કિડનીની તકલીફ છે તો ડૉક્ટર હાર્ટ કે કિડનીની સર્જરી કરશે. તેની આજુબાજુના ઓર્ગનને કોઈ નુકસાન નહિ પહોંચાડે. આમાં એક ટાર્ગેટને જ નુકસાન પહોંચાડવામાં આવે છે. આવી જ રીતે એર સ્ટ્રાઈક પણ થાય છે. રસ્તા પર બોમ્બ ફેંકાતા નથી. અમે માત્ર ટેરર કેમ્પ્સ પર બોમ્બ ફેંક્યા અને તેને ડેમેજ કર્યા.

શું સ્ટ્રાઈક કરવા માટે સરહદ પાર કરવી જરૂરી હોય છે?
તે આધાર રાખે છે. જો આપણો ટારગેટ નજીક છે અને આપણી પાસે એવી મિસાઈલ છે, જેનાથી આપણે આપણી જમીન પરથી શત્રુને ટાર્ગેટ કરી શકીએ છીએ તો આપણે સરહદ પાર કરવાની જરૂર નથી. જો કે, આ ફક્ત ત્યારે થાય છે જ્યારે આપણી પાસે એક્ઝેક્ટ ઈન્ફોર્મેશન હોય અને આપણે આવું કરવાની જરૂર હોય. જ્યારે એર સ્ટ્રાઈક અને સર્જિકલ સ્ટ્રાઈક માટે આપણે LoC ક્રોસ કરવી પડી હતી, કેમ કે આપણા ટાર્ગેટ દૂર હતાં.

એર સ્ટ્રાઈક અને સર્જિકલ સ્ટ્રાઈકમાં શું તફાવત હોય છે?
એર સ્ટ્રાઈક વાયુસેનાનું ઓપરેશન હોય છે, જેમાં ફાઈટર જેટથી દુશ્મનના કેમ્પ કે તેમની લોકેશન પર હુમલો કરવામાં આવે છે. એર સ્ટ્રાઈકમાં દુશ્મનોની જમીન પર બોમ્બ નાખવામાં આવે છે. જ્યારે સર્જિકલ સ્ટ્રાઈકમાં સેનાના જવાનો અથવા કમાન્ડો દુશ્મનની જમીન પર જાય છે અને તેમના કેમ્પને નિશાન બનાવે છે. તે આર્મીનું ઓપરેશન હોય છે.

LoC પર જે દરરોજ ગોળીબાર થાય છે, શું તે પણ સ્ટ્રાઈક માનવામાં આવશે?
ના. તે સામ-સામેની લડાઇ છે. તેમણે અમારા બંકર પર ફાયરિંગ કર્યું, આપણે તેમના બંકર પર ફાયરિંગ કર્યું. તેઓએ આપણા સૈનિકો ઉપર ફાયરિંગ કર્યું, આપણે તેમના સૈનિકો ઉપર ફાયરિંગ કર્યું. તેથી તેને સર્જિકલ સ્ટ્રાઈક માનવામાં આવશે નહીં.

આજનું રાશિફળ

મેષ
Rashi - મેષ|Aries - Divya Bhaskar
મેષ|Aries

પોઝિટિવઃ- ઘર-પરિવારને લગતાં કાર્યોમાં વ્યસ્ત રહેશો. તમે તમારી બુદ્ધિ દ્વારા મહત્ત્વપૂર્ણ કાર્યો પૂર્ણ કરવામાં સક્ષમ પણ રહેશો. આધ્યાત્મિક તથા જ્ઞાનવર્ધક સાહિત્યોને વાંચવામાં પણ સમય પસાર થશે. નેગેટિવ...

વધુ વાંચો