ભાસ્કર એક્સપ્લેનર:શુક્ર પર ફોસ્ફીન ગેસ મળી આવ્યો; વૈજ્ઞાનિકોનો દાવો, તે એલિયન લાઈફનો સંકેત હોઈ શકે છે

એક વર્ષ પહેલા
 • કૉપી લિંક
 • નાસા એક ફ્લેગશિપ અને બે ડિસ્કવરી મિશન મોકલશે શુક્ર ગ્રહ પર રિસર્ચ કરવા માટે

વૈજ્ઞાનિકોએ આપણા પાડોશી ગ્રહ શુક્ર પર જીવનનાં સંકેત શોધી કાઢ્યા છે. શુક્ર ગ્રહના વાયુમંડળમાં ફોસ્ફીન ગેસ મળ્યો છે જે બાયોલોજિકલ પ્રોસેસથી ઉત્પન્ન થાય છે. નાસા પ્રમુખે આ શોધને પૃથ્વીની બહારના જીવનની શોધમાં 'અત્યાર સુધીની સૌથી મહત્વપૂર્ણ શોધ' તરીકે ગણાવી છે. અમે પાંચ પ્રશ્નો દ્વારા જણાવી રહ્યા છીએ કે, આ શોધને લઈને તમારે શા માટે ઉત્સાહિત થવું જોઈએ અને આગળ શું થશે?

વૈજ્ઞાનિકોને શુક્ર ગ્રહ પર શું મળ્યું?

 • નેચર એસ્ટ્રોનોમીમાં પ્રકાશિત શોધમાં સંશોધકોએ દાવો કર્યો છે કે, શુક્ર ગ્રહના વાયુમંડળમાં એસિડિક વાદળાઓમાં ફોસ્કીન નામનો ગેસ મળ્યો છે. પૃથ્વી પર ફોસ્કીન એવા માઈક્રોબ્સથી બનેલો હોય છે, જે ઓક્સિજન વગર જીવિત રહી શકે છે. તે ઔદ્યોગિક પ્રક્રિયાઓમાં જન્મ લેનાર ગેસ છે.
 • હવાઈમાં જેમ્સ ક્લર્ક મેક્સવેલ ટેલીસ્કોપના ડેપ્યુટી ડાયરેક્ટર જેસિકા ડેમ્પસીએ આ ગેસનો શોધી કાઢ્યો છે. તેમના જણાવ્યા પ્રમાણે, આ ગેસ તમને સ્વેમ્પ્સ અને ડીકમ્પોઝ થતી વસ્તુઓ પર મળે છે. માઈક્રોબ્સ જેવી એનારોબિક લાઈફ આપણી હવામાંથી નીકળીને વાદળોમાં સ્થિર થઈ જાય છે.
 • ફોસ્ફીન ગુરુ અને શનિ ગ્રહના વાયુમંડળોમાં પણ જોવા મળે છે. પરંતુ ત્યાં કેટલીક રાસાયણિક પ્રક્રિયાઓ છે જેના કારણે તે થાય છે. આ પ્રક્રિયા ન તો પૃથ્વી પર શક્ય છે અને ન તો શુક્ર ગ્રહ પર. તેના કારણે વૈજ્ઞાનિકોને લાગે છે કે આ જીવનનો સંકેત હોઈ શકે છે.
 • ગુર અને શનિ ગ્રહોના વાયુમંડળમાં પણ ફોસ્ફીન જોવા મળે છે. જો કે, ત્યાં થતી કેટલીક કેમિકલ પ્રોસેસને કારણે તેમની હાજરી હોય છે. આ પ્રક્રિયાઓ પૃથ્વી પર કે શુક્ર પર શક્ય નથી. આ કારણોસર જ વૈજ્ઞાનિકોને લાગી રહ્યું છે કે તે જીવનનો સંકેત હોઈ શકે છે.

આ શોધનો અર્થ શું છે?

 • આના બે અર્થ છે – 1. જીવંત માઇક્રોબ્સ હોઈ શકે છે. પરંતુ તે શુક્ર ગ્રહ પર નહીં પણ તેના વાદળોમાં છે. આપણે જાણીએ છીએ કે શુક્રની સપાટી કોઈપણ જીવન માટે અનુકૂળ નથી. આ ગેસ જે વાદળોમાં જોવા મળ્યો છે ત્યાં તાપમાન 30 ડિગ્રી સેલ્સિયસ હતું. 2. આ માઇક્રોબસ એ જિયોલોજિકલ અથવા કેમિકલ પ્રોસેસના કારણે બની શકે છે, જે આપણને પૃથ્વી પર નથી દેખાતા અને આપણે તેને સમજી નથી શકતા.
 • ડો. ડેમ્પસીનું કહેવું છે કે, આપણે 100% દાવો કરી શકતા નથી કે આપણે ત્યાં જીવન શોધી નાખ્યું છે. પરંતુ એવું પણ ન કહી શકાય કે ત્યાં જીવન નથી. આ આશાસ્પદ શોધ છે. અમને તો ફોસ્ફીન ગેસ મળ્યો છે, તેનું ત્યાં હોવાનું કારણ અમને હજી સુધી ખબર નથી.
 • યુનિવર્સિટી ઓફ કેલિફોર્નિયા, રિવરસાઇડના પ્લેનરી સાયન્ટિસ્ટ સ્ટીફન કેન કહે છે કે, અમે પૃથ્વી પર બાયોલોજિકલ પ્રોસેસથી ફોસ્ફીનને બનતા નથી જોયું. જીયોલોજિકલ કારણ પણ અમને નથી ખબર. પરંતુ એવું પણ ન કહી શકાય કે બધે જ આવું થાય છે.

ફોસ્ફીન ગેસ હોવાથી જીવન જેવું શું હોય છે?

 • આ સમયે કંઇ કહેવું ખૂબ જ વહેલું છે. જો જીવન શુક્ર પર ન મળે તો ફોસ્ફીન ગેસ ત્યાં હોવાનું એકદમ અલગ જ કારણ હશે. પૃથ્વી જેવું તો સહેજ પણ નહીં હોય. જો કે, ત્યાં જોવા મળતા માઇક્રોબ્સ પૃથ્વી પર પણ ચરમ પરિસ્થિતિમાં હોય છે - જેમ કે જીયોથર્મલ પૂલ્સ પર. તેઓ પાંચ ટકા એસિડ વાતાવરણમાં જીવિત રહી શકે છે.
 • તુલનાત્મક રીતે શુક્ર ગ્રહના વાદળ 90% એસિડિક હોય છે. ઈન્ટરનેશલ રિસર્ચ ટીમનું નેતૃત્વ કરનારા પ્રોફેસર જીન ગ્રીવ્સે કહ્યું કે કોઈ જીવન અસિત્વમાં છે તો તેના પર પ્રયોગ કરવાનો કોઈ સરળ ઉપાય નથી.

આ શોધ માટે ઉત્સાહિત થવાનું કારણ શું છે?

 • નાસાના બોસ જિમ બ્રાઈડસ્ટીને આ શોધને પૃથ્વીથી દૂર જીવનની શોધમાં અત્યાર સુધીની સૌથી મોટી ઉપલબ્ધિ ગણાવી છે. પરિણામોની અત્યાર સુધી પુષ્ટિ નથી થઈ. ફોસ્ફીન શુક્રના વાયુમંડળમાં મળવા પર અને તેને લીધે જીવન સંભવ હોવાના દાવો કરવાનો કિસ્સો ગૂંથાયેલો છે. જો તે જીવનનાં લક્ષણ છે તો તેની આસપાસ જીવનનું અસ્તિત્વ બતાવનાર અન્ય કેમિકલના સંકેત પણ મળવા જોઈએ.
 • વૈજ્ઞાનિક કેવી રીતે શોધ કરશે ખરેખર જીવન છે કે કંઈ બીજું?
 • પ્રોફેસર ગ્રીવ્સ જણાવે છે કે, અત્યાર સુધી જે પરિણામ મળ્યા છે, તેના આધારે કોઈ દાવો કરી શકાતો નથી. તેના માટે સ્પેસક્રાફ્ટ મોકલવું પડશે અને સેમ્પલ કલેક્ટ કરવા પડશે. ત્યારે જ ખબર પડશે કે ત્યાં જીવન કોઈ પણ સ્વરૂપે છે કે નહી.
 • નાસાએ આગામી દશકમાં શુક્ર ગ્રહ પર મોકલવા માટે 2 ડિસ્કવરી મિશન અને 1 ફ્લેગશિપ મિશનના પ્રસ્તાવને ગ્રીન સિગ્નલ આપ્યું છે. ફ્લેગશિપ મિશનમાં એક ઓર્બિટરનો ઉપયોગ શુક્ર પર શોધ માટે કરવામાં આવશે. આ ઓર્બિટર એક ટેફ્લોન-કોટેડ બલૂન, ગ્લાઈડર અને લેન્ડર હશે. બંને મિશનમાં ફોસ્ફીન સાથે ફોસ્ફરસ એસિડની પણ શોધ કરવામાં આવશે. તેનાથી એ ખબર પડશે કે ગેસ નોન-બાયોલોજિકલ પ્રોસેસથી ઉત્પન્ન થયો છે.
અન્ય સમાચારો પણ છે...