કોવિડ-19 વેક્સીન ટ્રેકર:ભારતની બંને સ્વદેશી વેક્સીનનું ફેઝ-2 ટ્રાયલ શરૂ; નોવાવેક્સ માટે સીરમ ઈન્સ્ટિટ્યૂટ 2 અબજ વેક્સીન ડોઝ બનાવશે

એક વર્ષ પહેલા
 • ઓક્સફોર્ડ/ એસ્ટ્રાજેનેકાની વેક્સીન કોવીશીલ્ડનું ટ્રાયલ અમેરિકામાં અટકી ગયું
 • ટ્રમ્પનો દાવો- એક મહિનામાં કોરોનાવાઈરસની વેક્સીન ઉપલબ્ધ થઈ જશે

સમગ્ર વિશ્વમાં કોરોનાવાઈરસના બીજી તબક્કામાં વધુ લોકો સંક્રમણની ઝપેટમાં આવી રહ્યા છે. ન માત્ર દિવસેને દિવસે કેસ વધી રહ્યા છે, પરંતુ મૃત્યુઆંક પણ ઝડપથી વધી રહ્યો છે. તેનાથી વેક્સીન માટેની રેસ વધુ ઝડપી બની છે. ચીન અને રશિયા બાદ યુએઈએ પણ વેક્સીનને મંજૂરી આપી દીધી છે. આ વેક્સીનને ચીનની કંપની સિનોફાર્મે બનાવી છે. આ વેક્સીનનું ત્રીજા તબક્કાનું ટ્રાયલ ચાલી રહ્યું છે. આ દરમિયાન ભારતની બંને સ્વદેશી વેક્સીનનું ફેઝ-1 ટ્રાયલ પૂર્ણ થઈ ગયું છે. ફેઝ-2 માટે વોલેન્ટિયરની પણ ભરતી કરવામાં આવી છે. સીરમ ઈન્સ્ટિટ્યૂટને ઓક્સફોર્ડ/એસ્ટ્રાજેનેકા ની કોવિડ-19 વેક્સીન કોવીશીલ્ડનું ટ્રાયલ ફરીથી શરૂ કરવાની મંજૂરી મળી ગઈ છે.

કોવીશીલ્ડઃ ઈંગ્લેન્ડ, ભારતમાં ટ્રાયલ ફરીથી શરૂ, અમેરિકામાં અટકી ગયું

 • ઈંગ્લેન્ડ બાદ ભારતમાં પણ ઓક્સફોર્ડ/એસ્ટ્રાજેનેકાની વેક્સીનનું ટ્રાયલ ફરીથી શરૂ કરવા માટે મંજૂરી આપવામાં આવી છે. ભારતમાં સીરમ ઈન્સ્ટિટ્યૂટ ઓફ ઈન્ડિયા (એસએસઆઈ)એ વેક્સિનનું ફેઝ-2 અને ફેઝ-3 ટ્રાયલ શરૂ કર્યું છે. તેમજ અમેરિકામાં ડ્રગ રેગ્યુલેટર ફૂડ એન્ડ ડ્રગ એડમિનિસ્ટ્રેશન દ્વારા હજી સુધી કોઈ નિર્ણય લેવામાં આવ્યો નથી. તેમજ નેશનલ ઈન્સ્ટિટ્યૂટ ઓફ હેલ્થે ટ્રાયલ અટકાવવાનાં કારણોની તપાસ શરૂ કરી છે.
 • ઈંગ્લેન્ડમાં ઓક્સફોર્ડ/ એસ્ટ્રાજેનેકાની વેક્સીન કોવીશીલ્ડ ફેઝ-2 અને ફેઝ-3 ટ્રાયલ દરમિયાન એક મહિલાની તબિયત ખરાબ થઈ ગઈ હતી. ત્યારબાદ ભારત સહિત દુનિયાભરમાં તેના ટ્રાયલ પર રોક લગાવવામાં આવી હતી. સ્વતંત્ર એક્સપર્ટ કમિટી અને યુકેની ડ્રગ રેગ્યુલેટર દ્વારા તપાસ બાદ ફરીથી ટ્રાયલ શરૂ કરવાની મંજૂરી આપવામાં આવી હતી. જે મહિલાની તબિયત ખરાબ થઈ હતી, તેને પણ હવે હોસ્પિટલમાંથી રજા આપવામાં આવી છે.

બંને સ્વદેશી વેક્સીનનું ફેઝ-1 ટ્રાયલ સફળ રહ્યું

 • ICMRના ડાયરેક્ટર જનરલ ડો. બલરામ ભાર્ગવના જણાવ્યા પ્રમાણે, બંને સ્વદેશી વેક્સીન કેન્ડિટેડ્સ (ભારત બાયોટેકની કોવેક્સિન અને ઝાયડસ કેડિલાની કેન્ડિડેટ) ફેઝ-1 ટ્રાયલ પૂરું કરી ચૂક્યા છે. અત્યાર સુધી બંને સલામત અને અસરકારક રહી છે.
 • ડો. ભાર્ગવના જણાવ્યા પ્રમાણે, ઝાયડસ કેડિલાએ ફેઝ-2 માટેની ભરતી પૂર્ણ કરી છે. 28 દિવસના અંતર બાદ ત્રીજો ડોઝ આપવામાં આવશે. તેવી જ રીતે ભારત બાયોટેકે કોવેક્સિન માટે પણ ફેઝ-2ની ભરતી કરી છે. આ ફેઝમાં વોલેન્ટિયર્સને બે ડોઝ આપવામાં આવશે.
 • ડો. ભાર્ગવના જણાવ્યા પ્રમાણે, સીરમ ઈન્સ્ટિટ્યૂટ ઓફ ઈન્ડિયાએ ફેઝ-2 ટ્રાયલ પૂરું કર્યું છે. તેના માટે 100 વોલેન્ટિયર્સને વેક્સીન ડોઝ આપવામાં આવ્યો છે. સાત દિવસના ગેપ બાદ 14 સાઈટ્સ પર 1,500 વોલેન્ટિયર્સ પર ફેઝ-2 ટ્રાયલ શરૂ થશે.
 • ભારતમાં રશિયાની વેક્સીનની ફેઝ-3 ટ્રાયલ ભારતમાં કરાવવાના મુદ્દે રશિયાની સરકાર, ડિપ્લોમેટ્સ અને હાઇ-લેવલ ઇન્ડિયન એક્સપર્ટ કમિટી વચ્ચે વાતચીત ચાલી રહી છે. ડો. ભાર્ગવે જણાવયું કે, આ સંદર્ભે અત્યારે વધુ કહી નહીં શકાય. રશિયાએ પણ વેક્સીનનું ફેઝ-3 ટ્રાયલ શરૂ કરી દીધું છે.

નોવાવેક્સ હવે ભારતમાં 2 અબજ વેક્સીન ડોઝ બનાવશે

 • ઓગસ્ટમાં અમેરિકન કંપની નોવાવાક્સે વિશ્વના સૌથી મોટા વેક્સીન ઉત્પાદક સીરમ ઇન્સ્ટિટ્યૂટ ઓફ ઇન્ડિયા પાસે ઓછામાં ઓછો એક અબજ વેક્સીન ડોઝ બનાવવાનો સાથે સોદો કર્યો હતો. હવે તેણે આ ડીલને બમણી કરતાં 2 અબજ ડોઝ કરી દીધા છે.
 • નવા અગ્રીમેન્ટ હેઠળ સીરમ ઇન્સ્ટિટ્યૂટ વેક્સીનના એન્ટિજન કમ્પોનન્ટ NVX‑CoV2373નું ઉત્પાદન પણ કરશે. તેનાથી જૂન 2021 સુધીમાં બે અબજ ડોઝનું પ્રોડક્શન શક્ય બનશે. નોવાવેક્સીન વેક્સીન પ્રારંભિક તબક્કે સલામત અને અસરકારક રહી છે. ઓક્ટોબરમાં કંપની ફેઝ-3 ટ્રાયલ શરૂ કરવાની છે.

ટ્રમ્પનો દાવો – વેક્સીન એક મહિનામાં ઉપલબ્ધ થઈ જશે

 • અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે દાવો કર્યો છે કે, કોરોનાવાઇરની વેક્સીન એક મહિનાની અંદર મળી શકે છે. તેમણે એમ પણ કહ્યું કે આ મહામારી જાતે જ સમાપ્ત થઈ જશે.
 • પેન્સિલવેનિયામાં વોટર્સ સાથે Q&A દરમિયાન ટ્રમ્પે કહ્યું કે, અમે વેક્સીન મેળવવાની ખૂબ જ નજીક પહોંચી ગયા છીએ. અમારી પાસે થોડા અઠવાડિયાંમાં વેક્સીન આવી જશે. તેમાં ચાર અઠવાડિયાં અથવા 8 અઠવાડિયાં પણ લાગી શકે છે.
 • ટ્રમ્પના નિવેદનો પર ડેમોક્રેટ્સે ચિંતા વ્યક્ત કરી છે. તેમનું કહેવું છે કે, ટ્રમ્પ આવા વચનો આપીને સરકારના હેલ્થ રેગ્યુલેટર પર દબાણ લાવી રહ્યા છે કે તેઓ કોરોના વાઇરસ વેક્સીનને વહેલી તકે મંજૂરી આપે. આનાથી તે ચૂંટણીમાં ડેમોક્રેટ ઉમેદવાર જો બાઇડેન સામે પોતાનો પક્ષ વધુ મજબૂત બનાવવા માગે છે.
 • રશિયન વેક્સીન SPUTNIK Vના શરુઆતના ટ્રાયલ્સના પરિણામો મેડિકલ જર્નલ લેન્સેટમાં છપાયા પછી પણ તેની સેફ્ટી પર વિશ્વાસ નથી. આંતરરાષ્ટ્રીય વૈજ્ઞાનિકોના એક ગ્રુપે સ્ટડીમાં પબ્લિશ થયેલા ડેટા પર પ્રશ્નો કર્યા છે. તેમણે થઇ શકનારી ખામીઓ પ્રત્યે લોકોનું ધ્યાન ખેચ્યું છે.
 • 40 વૈજ્ઞાનિકોએ રશિયન વેક્સીનના ડેવલપર ગામાલેયા ઇન્સ્ટિટ્યૂટને ઓપન લેટર લખીને ઓરિજિનલ ડેટાની માગ કરી છે. લેન્સેટમાં જે સ્ટડી પબ્લિશ થઈ છે તેમાં સંપૂર્ણ ડેટા નથી. ડેવલપર્સે દાવો કર્યો છે કે, અમારી વેક્સીન ફેઝ-1 અને ફેઝ-2માં એકદમ સેફ અને અસરકારક રહી છે.

UAEએ ચીનની વેક્સીનને મંજૂરી આપી

 • UAE દુનિયાનો ત્રીજો દેશ બની ગયો છે જેણે કોરોનાવાઈરસ વેક્સીનના ઉપયોગને મંજૂરી આપી દીધી છે. તેણે ચીનની સરકારી કંપની સિનોફાર્મની વેક્સીનને મંજૂરી આપે છે. આ કંપની છેલ્લા 6 મહિનાથી UAEમાં વેક્સીનના ટ્રાયલ્સ કરી રહી હતી.
 • સિનોફાર્મના ફેઝ-3 ટ્રાયલ્સ હજુ પૂરા થયા નથી. UAE સરકારે જણાવ્યું કે, આ વેક્સીન સૌથી પહેલા ડિફેન્સ હીરોને આપવામાં આવશે જેમને કોરોનાવાઈરસનું સૌથી વધારે જોખમ છે.
 • સિનોફાર્મે આ કોવિડ-19 વેક્સીનને ચીનમાં ફેઝ-3 ટ્રાયલ્સ પૂરા થયા પહેલા જ 22 જુલાઈએ અપ્રુવલ આપી દીધું હતું. ચીને અન્ય બે વેક્સીનને પણ મંજૂરી આપે છે, પરંતુ તેના ફેઝ-3 ટ્રાયલ્સ હજુ પૂરા થયા નથી. તેવી જ રીતે રશિયાએ પણ SPUTNIK Vના ફેઝ-3 ટ્રાયલ્સના પરિણામો આવ્યા પહેલા જ મંજૂરી આપી દીધી છે.

હવે 44 હજાર લોકો પર ફાઈઝર વેક્સીન ટ્રાયલ્સ કરશે

 • કોવિડ-19 વેક્સીનની રેસમાં સૌથી આગળ ચાલી રહેલી કંપનીઓમાં સામેલ ફાઈઝરે કહ્યું કે, અમારી વેક્સીન સેફ છે અને કંપનીને આવતા મહીને ડેટા મળી જાય તેવી આશા છે. ફાઈઝરના CEO આલ્બર્ટ બોરલાએ કહ્યું કે, પ્રોસેસને ખુલ્લી અને પારદર્શક બનાવવા માટે અમે ટૂંક સમયમાં જેમ બને તેમ વધારે માહિતી શેર કરી રહ્યા છીએ.
 • કંપનીએ કહ્યું કે, હવે અમારા ટ્રાયલ્સમાં લોકોની સંખ્યા 30 હજારથી વધીને 44 હજાર થઇ ગઈ છે. તેમાં 16થી 18 વર્ષના ટીનેજર પણ સામેલ કરવામાં આવશે. તેની સાથે જ HIV,હેપેટાઈસિસ A, B કે Cથી પીડિત દર્દીઓને પણ સામેલ કરવામાં આવશે.

WHO વેક્સીન લેન્ડસ્કેપ શું કહે છે...

 • હાલમાં સમગ્ર વિશ્વમાં 180 વેક્સિન વિકસિત કરવામાં આવી રહી છે
 • 35 વેક્સીન ક્લિનિક ટ્રાયલમાંથી પસાર થઈ રહી છે
 • 9 વેક્સીન ફેઝ-3 એટલે કે અંતિમ તબક્કાના ટ્રાયલમાં છે. તેમાં પણ ચાર વેક્સીન ચીનમાં વિકસિત થઈ રહી છે
 • 145 વેક્સીન પ્રી-ક્લિનિકલ ટ્રાયલ ફેઝમાં છે. એટલે કે અત્યાર સુધી લેબમાં જ મૂલ્યાંકન ચાલી રહ્યું છે.
અન્ય સમાચારો પણ છે...