તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

ભાસ્કર એક્સપ્લેનર:વેક્સિન લગાવ્યા પછી પણ માસ્ક પહેરવો અને સોશિયલ ડિસ્ટન્સિંગ રાખવું શા માટે જરૂરી?

જયદેવ સિંહ9 મહિનો પહેલા
  • કૉપી લિંક

કોરોના સામેની લડતમાં દુનિયા હવે વેક્સિનેશન સુધી આગળ વધી છે. મંગળવારે બ્રિટનમાં તેની શરૂઆત પણ થઈ ગઈ છે, પરંતુ વેક્સિન લગાવ્યા પછી શું થશે? વેક્સિન કેટલી અસરકારક હશે? તેનાથી લોકો કેવી રીતે સુરક્ષિત રહેશે? શું વેક્સિન લગાવ્યા પછી કોરોના પહેલાંનું જીવન શક્ય બનશે? જેમાં માસ્ક, સેનિટાઈઝિંગ અને સોશિયલ ડિસ્ટન્સિંગ નહિ હોય? હવે આ સવાલો તમામ લોકોના મનમાં ચાલી રહ્યા છે. તો આવો જાણીએ સવાલોના જવાબો...

વેક્સિન લગાવ્યા પછી શું થશે?
આ વેક્સિન ન્યૂ મેસેન્જર RNA અર્થાત mRNA ટેક્નોલોજીથી બનાવવામાં આવી છે. તેને લોકોના હાથ પર ઈન્જેક્ટ કરવામાં આવશે. વેક્સિન લાગતાં જ ઝડપથી તે આપણા લોહીમાં એબ્સોર્બ થઈ જશે. જ્યાં તે ઈમ્યુન સિસ્ટમને એન્ટિબોડી બનાવવામાં મદદ કરશે. 3 અઠવાડિયાંની અંદર તેના બીજા ડોઝ પછી વેક્સિનેટેડ વ્યક્તિના અંદર બનેલી એન્ટિબોડીઝ તેને કોવિડ-19ની ઝપેટમાં આવતાં બચાવશે. આ વેક્સિન અત્યાર સુધી 95% અસરકારક સાબિત થઈ છે.

વેક્સિન લગાવ્યા પછી કેટલાક લોકોને માથાનો દુખાવો અને થાક જેવી સમસ્યા થઈ શકે છે. ફાઈઝરને તેના ટ્રાયલ દરમિયાન જાણવા મળ્યું કે વેક્સિનના બીજા ડોઝ પછી 3.8% વોલન્ટિયર્સને થાક લાગવાની સમસ્યા થઈ હતી તો 2% વોલન્ટિયર્સને માથાનો દુખાવો થયો હતો. જે લોકોમાં આડઅસર જોવા મળી હતી તેમાંથી મોટા ભાગના લોકો વૃદ્ધ હતા.

આ વેક્સિન કેવાં પ્રકારનું પ્રોટેક્શન આપશે?
અમેરિકાના FDA (ફૂડ એન્ડ ડ્રગ એડમિનિસ્ટ્રેશન)એ મંગળવારે ફાઈઝરની વેક્સિનનો રિવ્યૂ કર્યો. 53 પેજના રિવ્યૂમાં સંસ્થાએ કહ્યું કે, પ્રથમ ડોઝ લાગતાં કોવિડ-19ના ગંભીર સંક્રમણનું જોખમ ટાળી શકાય છે. બીજા ડોઝ પછી જોખમ તદ્દન ઓછું થઈ જાય છે. વેક્સિનના બીજા ડોઝના 7 દિવસ પછી કોરોનાનું જોખમ આશરે નહિવત થઈ જાય છે. રિપોર્ટમાં સંસ્થાએ આ રસીને હાઈલી ઈફેક્ટિવ ગણાવી છે.

શું વેક્સિનેશન પછી માસ્ક અને સોશિયલ ડિસ્ટન્સિંગની જરૂરિયાત નહિ રહે?

  • ફાઈઝરની આ વેક્સિન ટ્રાયલમાં એ વાત પર ફોકસ કરવામાં આવ્યું કે વેક્સિનેટેડ લોકો કોરોના સંક્રમિત થયા. અર્થાત વેક્સિન લગાવ્યા બાદ પણ આશંકા છે કે વ્યક્તિ સંક્રમિત થઈ શકે છે. આમ થવા પર તે એક સાયલન્ટ વાઈરસ ટ્રાન્સમિટર બની જાય છે જે અન્ય લોકોને સંક્રમિત કરશે. ખાસ કરીને જો તે સોશિયલ ડિસ્ટન્સિંગનું પાલન ન કરે અને માસ્ક પહેરવાનો છોડી દે ત્યારે.
  • સ્ટેનફર્ડ યુનિવર્સિટીના ઇમ્યુનોલોજિસ્ટ મિચેલ તલે ન્યૂ યોર્ક ટાઈમ્સને જણાવ્યા પ્રમાણે, 'ઘણા લોકો વિચારે છે કે જો તેમને વેક્સિન લગાવવામાં આવશે, તો તેમને માસ્ક પહેરવાનો અને સોશિયલ ડિસ્ટન્સિંગનું પાલન કરવાની જરૂર નહિ પડે, પરંતુ એવું નથી. વેક્સિન લગાવ્યા બાદ પણ તેઓ કોરોના કરિયર બની શકે છે.
  • હકીકતમાં, કોરોના જેવા રેસ્પિરેટરી ઈન્ફેક્શનમાં વાઈરસને શરીરમાં પ્રવેશવા માટેનો સૌથી સરળ રસ્તો નાક હોય છે. જો વેક્સિનેટેડ વ્યક્તિ ફરીથી કોરોનાનાં સંપર્કમાં આવે છે તો તેના શરીરમાં બનેલી એન્ટિબોડી અને તેના ઈમ્યુન સેલ્સ વાઈરસને નાકમાં જ અટકાવે છે અને વાઈરસ તેના શરીરના બીજી ભાગ સુધી પહોંચી શકતો નથી. પરંતુ, નાકમાં રહેલા વાઈરસ શ્વાસ લેવાથી કે છીંકવા પર બીજાને સંક્રમિત કરી શકે છે.

શું વેક્સિન લગાવ્યા બાદ પણ માસ્ક વગરની લાઈફ પાછી નહિ આવે?
હજી સુધી, કોઈ પુરાવા નથી કે આ વેક્સિન કોરોનાનાં સંક્રમણને ફેલાતું અટકાવે છે, તેથી એવું કહી શકાય છે. અત્યાર સુધી જેટલા પણ વેક્સિનના ટ્રાયલ થયા છે અથવા જે વેક્સિન ઈમર્જન્સી યુઝ માટે અપ્રૂવ થઈ છે, તેમાંથી કોઈપણ 100% અસરકારક નથી. વૈજ્ઞાનિક વેક્સિન લગાવ્યા બાદ પણ હાથ ધોવા, માસ્ક પહેરવા અને સોશિયલ ડિસ્ટન્સિંગનું પાલન કરવાની સલાહ આપી રહ્યા છે.

બ્રિટનની સરકારે પણ લોકોને અલર્ટ રહેવા માટે કહ્યું
બ્રિટન સરકારના ચીફ સાયન્સ એડવાઈઝર પેટ્રિક વાલેંસે દેશના લોકોને બેદરકારીથી બચવાની સલાહ આપી છે. ધ ટેલીગ્રાફ અખબાર સાથેની વાતચીતમાં પેટ્રિકે કહ્યું હતું - તે સાચું છે કે અમે વેક્સિન લાવનાર પહેલો દેશ બની ગયા છીએ. આ મોટી સફળતા છે, પરંતુ તેનો અર્થ એ નથી કે, આપણે બેદરકાર થઈ જઈએ. મારું માનવું છે કે, આપણે આવતા શિયાળામાં પણ માસ્ક પહેરવો પડી શકે છે અને તેના માટે તૈયાર રહેવું જોઈએ. વેક્સિનેશનની સાથે જો લોકો સાવધાની રાખશે તો તેમના માટે સારું રહેશે. તેની સાથે પ્રતિબંધો લાગુ રહેશે, કેમ કે તેના સિવાય બીજો કોઈ ઓપ્શન નથી.

અન્ય સમાચારો પણ છે...