તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

ભાસ્કર એક્સપ્લેનર:હવે કોરોનાવાયરસના લેમ્બ્ડા વેરિયન્ટે ચિંતામાં વધારો કર્યો, આ વેરિયન્ટ વિશે વિગતવાર માહિતી મેળવો

17 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • ભારત દેશમાં હજુ સુદી આ વેરિયન્ટના એકપણ કેસ સામે આવ્યા નથી

કોરોનાવાયરસના સતત નવા-નવા રૂપ સામે આવી રહ્યા છે. ડેલ્ટા અને ડેલ્ટા પ્લસ પછી હવે લેમ્બ્ડા વેરિયન્ટના કેસ વધ્યાં છે. વિશ્વના 29 દેશોમાં આ વેરિયન્ટથી સંક્રમિત દર્દીઓ મળી આવ્યા છે. આના કેસો સતત વધી રહ્યા છે. માર્ચ-એપ્રિલમાં આ વેરિયન્ટ સાથે જોડાયેલા કેસોમાં સતત વધારો જોવા મળ્યો છે, ત્યારપછી 14 જૂને WHOએ આ વેરિયન્ટને 'વેરિયન્ટ ઓફ ઇન્ટરેસ્ટ'ની કેટેગરીમાં રાખ્યો છે. WHOનું માનવું છે કે લેમ્બ્ડા વેરિયન્ટના કારણે ઘણા દેશોમાં કોરોનાવાયરસનાં કેસ વધી રહ્યા છે.

ચલો લેમ્બડા વેરિયન્ટ શું છે? કેટલો જોખમી છે? અત્યારસુધી ક્યાં ક્યાં આના કેસ સામે આવ્યા છે? આના લક્ષણ શું છે? WHOએ આને વેરિયન્ટ ઓફ ઇન્ટરેસ્ટમાં કેમ રાખ્યો છે, તે શું હોય છે? એની માહિતી મેળવીએ.

લેમ્બ્ડા વેરિયન્ટ શું છે?
આ વાયરસ લાંબા સમયસુધી વાતાવરણમાં જીવતો રહી શકે છે. તે સતત પોતાના જીનોમમાં (સંરચના) ફેરફાર કરતો રહે છે. વાયરસના જીનોમમાં જે ફેરફાર થાય છે તેને મ્યૂટેશન કહેવાય છે અને આ ફેરફાર પછી વાયરસ નવા રૂપમાં લોકોને ચેપગ્રસ્ત કરે છે. તેના નવા નવા રૂપોને વેરિયન્ટ કહેવાય છે. સરળ ભાષમાં સમજીએ તો વાયરસના નવા રૂપને લેમ્બડા (C.37) નામ આપ્યું છે.

લેમ્બ્ડા વેરિયન્ટ વેક્સિનથી બનેલા એન્ટીબોડીની અસર પણ ઓછી કરી શકે છે. ફાઇલ ફોટો
લેમ્બ્ડા વેરિયન્ટ વેક્સિનથી બનેલા એન્ટીબોડીની અસર પણ ઓછી કરી શકે છે. ફાઇલ ફોટો

લેમ્બ્ડા વેરિયન્ટ આયો ક્યાંથી?
એવું નથી કે લેમ્બ્ડા વેરિયન્ટ આજે જ આવ્યો છે, આની ઓળખાણ તો WHOના જણાવ્યા પ્રમાણે 2020માં થઈ ગઈ હતી. આ વાયરસ સૌથી પહેલા દક્ષિણ અમેરિકાના પેરૂમાં જોવા મળ્યો હતો. જોકે પેરૂમાં આ વેરિયન્ટના કેસ ઓગસ્ટ 2020થી આવવાના શરૂ થઈ ગયા હતા.

પેરૂમાં 80% કેસ પાછળ લેમ્બ્ડા વેરિયન્ટ જવાબદાર છે. આ વર્ષે માર્ચ એન્ડ સુધી આના કેસ 25 દેશમાં સામે આવ્યા હતા. ત્યારપછી 14 જૂને WHOએ લેમ્બ્ડાને 'વેરિયન્ટ ઓફ ઇન્ટરેસ્ટ' જાહેર કરી દીધો હતો.

વેરિયન્ટ ઓફ ઇન્ટરેસ્ટનો અર્થ શું થાય છે?
નવા વાયરસની દેખરેખ કરવા માટે આ વેરિયન્ટ પર WHO બાજ નજર રાખે છે. આના માટે ખાસ કેટેગરી બનાવવામાં આવી છે.

જો વાયરસની સ્ટડી પછી સામે આવે છે કે વેરિયન્ટ ઝડપથી ફેલાઈ રહ્યો છે અને જોખમી પણ છે. તો તેને 'વેરિયન્ટ ઓફ કંસર્ન'ની કેટેગરીમાં રાખવામાં આવે છે. WHOએ આના આધારે આલ્ફા, બીટા, ગેમા અને ડેલ્ટાનો 'વેરિયન્ટ ઓફ કન્સર્ન'ની કેટેગરીમાં મૂકાય છે.

આમ બંને કેટેગરીમાં વાયરસને મૂકવામાં આવે છે. ભારતમાં ડેલ્ટા પ્લસ વેરિયન્ટના ઘણા કેસ સામે આવ્યા, પરંતુ WHOએ અત્યારસુધી આ વેરિયન્ટને એકપણ કેટેગરીમાં નથી મૂકાયો.

શું લેમ્બ્ડા વેરિયન્ટના લક્ષણો અલગ છે?
આમ તો હજુ સુધી આની તપાસ કરાઈ રહી છે, પરંતુ કોરોનાનાં બીજા વેરિયન્ટની જેમ જ આના લક્ષણો હશે. આ વેરિયન્ટના દર્દીઓમાં પણ તાવ, શરદી તથા શ્વાસ લેવાની મુશ્કેલીઓ સામે આવતી હતી.

અત્યારસુધી કેટલા દેશમાં આ વેરિયન્ટ ફેલાયો?
પહેલા આ વેરિયન્ટથી માત્ર દક્ષિણ અમેરિકામાં જ ફેલાયો હતો. ડિસેમ્બર 2020માં આની નોંધણી WHOએ કરી હતી.

માર્ચ પછી આ વેરિયન્ટ ઝડપી બન્યો. ત્યારપછી વિવિધ દેશોમાં લેમ્બ્ડા વેરિયન્ટના નવા કેસ સામે આવ્યા હતા. અત્યારે ઓસ્ટ્રેલિયા, બ્રિટન સહિત 29 દેશોમાં લેમ્બ્ડા વેરિયન્ટના કેસ જોવા મળ્યા છે. મોટાભાગે આ વાયરસ ઇન્ટરનેશન ટ્રાવેલર દ્વારા ફેલાયો છે.

લેમ્બ્ડા વેરિયન્ટને ઘાતક કેમ માનવામાં આવે છે?

  • વૈજ્ઞાનિકોના મત મુજબ લેમ્બ્ડા વેરિયન્ટના સ્પાઇક પ્રોટીનમાં 7 અલગ-અલગ મ્યૂટેશન જોવા મળે છે. જેમાંથી એક મ્યૂટેશન (L452Q) ડેલ્ટા વેરિયન્ટમાં મળી આવેલા L452R મ્યૂટેશનમાંથી મળ્યો હતો. મોનોક્લોનલ એન્ટીબોડીની અસરને ઓછી કરવા પાછળ L452R મ્યૂટેશન જ જવાબદાર છે.
  • સાયન્સ જર્નલ 'સેલ'ના એક રિપોર્ટ પ્રમાણે, ડેલ્ટા વેરિયન્ટમાં L452R મ્યૂટેશનનાં કારણે જ આની સંક્રમકતા વધી હતી. L452R જેવા મ્યૂટેશન લેમ્બ્ડામાં મળી આવ્યા છે, જેના કારણે આની સંક્રમકતા વધી રહી છે.
  • પ્રિ-પ્રિંટ સર્વર medRxivમાં જાહેર એક રિપોર્ટ પ્રમાણે, લેમ્બ્ડા વેરિયન્ટના સ્પાઇક પ્રોટીન વેક્સિન દ્વારા મળેસા એન્ટીબોડીની અસરને પણ ઓછી કરી શકે છે.
  • આ સ્ટડીમાં પણ જણાવાયું છે કે લેમ્બ્ડા વેરિયન્ટ આલ્ફા અને ગેમા કરતા વધુ સંક્રમણ ફેલાવી શકે છે. લેમ્બ્ડા વેરિયન્ટથી સંક્રમિત લોકોમાં વેક્સિનથી બનતા એન્ટીબોડીની સંખ્યા 3 ગણી ઓછી છે. આના પર સ્ટડી કર્યા પછી સામે આવ્યું હતું કે ચીની વેક્સિન સિનોવેકની ઇફેક્ટિવનેસ પણ ઓછી થઈ ગઈ છે.

શું ભારતમાં લેમ્બ્ડા વેરિયન્ટના એકપણ કેસ સામે આવ્યા છે?
ના, ભારત સહિત આપણા પાડોશી દેશોમાં પણ આના એકપણ કેસ સામે આવ્યા નથી. એશિયાઈ દેશોમાં માત્ર ઈઝરાયલમાં જ આના કેસ સામે આવ્યા છે. ત્યાં કુલ 25 કેસ સામે આવ્યા છે.

તો શું ઈન્ડિયાએ ચિંતા કરવાની જરૂર છે?
હાં, ડેલ્ટા વેરિયન્ટના કારણે આવેલી બીજી વેવમાં ઈન્ડિયાના લાખો લોકોએ પોતાનો જીવ ગુમાવ્યો હતો. વૈજ્ઞાનિકોના મત મુજબ આ વેરિયન્ટ વધુ સંક્રમક છે, જેના કારણે ભારતને વધુ સાવચેતી રાખવાની જરૂર છે.

યૂરોપમાં કોરોનાવાયરસના કેસ વધ્યાં
છેલ્લા 1-2 સપ્તાહમાં યૂરોપના દેશોમાં નવા પોઝિટિવ આવતા કેસોમાં વધારો થયો છે. અહીં મોટાભાગની વસતિને વેક્સિન પણ અપાઈ ગઈ છે. અનુમાન લગાવાઈ રહ્યું છે કે આ વાયરસ વેક્સિન દ્વારા મળેલી રોગપ્રતિકારક શક્તિને પણ બાયપાસ કરી શકે છે.

વેક્સિન એજ હથિયાર
કોરોનાવાયરસ સામે લડત આપવા માટે વેક્સિન એક માત્ર ઉપાય છે. ભારતમાં ઘણા ઓછો લોકોમાં વેક્સિન દ્વારા જે એન્ટીબોડી ડેવલોપ થઈ છે તે લોકોની સંખ્યા ઘણી છે. હજુ આ વાયરસને સમજવામ માટે વિવિધ દેશોના નિષ્ણાતો રિસર્ચ કરી રહ્યા છે.

અન્ય સમાચારો પણ છે...