તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

ભાસ્કર એક્સપ્લેનર:કોરોનાની રસી નહીં લેતા લોકો હંમેશાં જોખમરૂપ રહેશે, હવે કુલ 49 કરોડ લોકો રસીકરણમાં સામેલ થઈ જશે

નવી દિલ્હી13 દિવસ પહેલા
 • કૉપી લિંક

દેશભરમાં આજથી 45 વર્ષ અને એનાથી વધુ વયના તમામ લોકો કોરોનાની રસી મેળવી શકશે. અત્યારસુધી ફ્રન્ટલાઇન વોરિયર્સ અને 45થી વધુ વયના ગંભીર બીમારીઓ ધરાવતા અને 60 વર્ષથી વધુ વયના વડીલોને જ રસી અપાતી હતી. હવે રસીકરણમાં એવા લોકોને સામેલ કરાયા છે જે નોકરી-વ્યવસાય કરે છે અને ઘરમાં ઓછો સમય ગાળે છે. સરકારનું માનવું છે કે આ સાથે 1લી એપ્રિલથી ભારત દુનિયામાં દૈનિક સૌથી વધુ સંખ્યામાં રસી આપતો દેશ બની જશે. હાલ રોજ સરેરાશ 21 લાખ લોકોને રસી અપાય છે, જે હવે 50 લાખને પાર થઈ જશે. આરોગ્ય મંત્રાલયે જણાવ્યું હતું કે 50 હજાર રસીકરણ કેન્દ્રો છે. દરેક સેન્ટર પર એક દિવસમાં 100થી 200 લોકોને રસી આપવાની વ્યવસ્થા છે. રસીકરણમાં વધુ ઝડપ લાવવા માટે રાજ્યોને આ અભિયાનમાં વધુ ખાનગી હોસ્પિટલોને પણ સામેલ કરવા જણાવ્યું છે. દિલ્હી, હરિયાણા, ચંડીગઢમાં હાલ 40 ટકાથી વધુ રસીકરણ ખાનગી હોસ્પિટલોમાં થાય છે.

અત્યારસુધી 10 કરોડ વડીલ, ફ્રન્ટલાઇનવર્કર્સ, 1 કરોડ હેલ્થવર્કર્સ અને 1 કરોડ 45થી વધુ વયના ગંભીર બીમારીઓ ધરાવતા લોકોને રસી અપાઈ છે. આ 14 કરોડમાંથી 5.39 કરોડ લોકો પહેલો ડોઝ લઈ ચૂક્યા છે. હવે 45થી 59 વર્ષના 35 કરોડ લોકો અભિયાનમાં જોડાશે, એટલે કે કુલ 49 કરોડની વસતિને રસી મળી જશે.

રસી નહીં લેતા લોકો હંમેશા જોખમરૂપ રહેશે

સવાલ: મારી વય 45 વર્ષથી વધારે છે. રસી લેવા માટે મારે શું કરવું પડશે?
જવાબ:
cowin.gov.in પર રજિસ્ટ્રેશન કરાવો. જે રસીકરણ કેન્દ્ર પર તમે જવા માગતા હોવ એ પસંદ કરો. રસીકરણ કેન્દ્ર પર જઈને પણ રજિસ્ટ્રેશન કરાવી શકાય છે.

સવાલ: રસીકરણ કેન્દ્ર પર આરોગ્ય અંગે કોઈ દસ્તાવેજ આપવો પડશે?
જવાબ:
ના, કોઈપણ નહીં.

સવાલ: ઓળખપત્ર કયું માન્ય રહેશે?
જવાબ:
આધાર, પાનકાર્ડ, વોટરકાર્ડ સહિત કોઈપણ આઇડી કાર્ડ માન્ય રહેશે.

સવાલ: હું નોકરી-વ્યવસાય કરું છું, દિવસભર કામ કરું છું એટલે રસી લીધા પછી આરામ જરૂરી છે?
જવાબ: આરામની કોઈ જરૂર નથી, પણ જો રસી લીધા પછી રાતે કે બીજા દિવસે તાવ આવે તો દવા લઈ શકો છો.

સવાલ: રસીની કૉમન સાઇડ ઇફેક્ટ શું હોય છે?
જવાબ:
હાથ પર જ્યાં રસી લીધી હોય ત્યાં સોજો આવી શકે છે. તાવ પણ આવી શકે છે. આ સામાન્ય અસર છે.

સવાલ: ખાણીપીણીને લઈને શું સાવચેતી રાખવી?
જવાબ:
​​​​​​​રસી ભૂખ્યા પેટે લેવી જોઈએ નહીં.

સવાલ: રસી લીધા પછી પાર્કમાં જોગિંંગ, કસરત કરી શકાય?
જવાબ:
​​​​​​​નિયમિત દિનચર્યામાં કોઈ ફેરફારની જરૂર નથી. તમે ડાયાબિટીસ, બીપી કે હાર્ટની કોઈ દવા લેતા હોવ તો એ પણ ચાલુ રાખો.

સવાલ: સગર્ભા મહિલા રસી લઈ શકે છે?
જવાબ:
​​​​​​​રસી લીધાના ત્રણ મહિના સુધી ગર્ભ ધારણ કરવો જોઈએ નહીં.

સવાલ: રસીના પહેલા અને બીજા ડોઝ વચ્ચે કેટલું અંતર રાખવું જોઈએ?
જવાબ:
​​​​​​​બે પ્રકારની રસી છે. કોવિશીલ્ડ અને કોવેક્સિન. કોવિશીલ્ડનો બીજો ડોઝ 6થી 8 સપ્તાહમાં લેવો જોઈએ. બીજો ડોઝ લીધાના બે સપ્તાહ પછી એન્ટિબૉડી ડેવલપ થાય છે. કોવેક્સિનનો બીજો ડોઝ 4થી 6 સપ્તાહમાં લેવો જોઈએ.

સવાલ: મારે કોઈ રસી લેવી એ હું જાતે નક્કી કરી શકું છું?
જવાબ:
​​​​​​​જો તમને ખબર હોય કે કયા કેન્દ્ર પર કઈ રસી ઉપલબ્ધ છે તો તમે એ મુજબ નિર્ણય લઈ શકો છો, પણ બન્ને રસી અસરકારક છે.

સવાલ: રસી લીધા પછી માસ્ક અને સોશિયલ ડિસ્ટન્સિંગ જરૂરી છે?
જવાબ:
​​​​​​​જ્યાં સુધી સરકાર દેશને કોરોનામુક્ત જાહેર કરે નહીં ત્યાં સુધી માસ્ક અને સોશિયલ ડિસ્ટન્સિંગનું પાલન જરૂરી છે.

સવાલ: જેને કોરોના થઈ ચૂક્યો હોય તેમણે પણ રસી લેવી પડશે?
જવાબ:
​​​​​​​હા, રસીથી શરીરમાં એન્ટિબોડી પ્રોટીનની રચના થાય છે. બીજો ફાયદો એ છે કે રસી લીધા પછી જો સંક્રમિત થઈએ તોપણ તેની ગંભીર અસર થતી નથી.

સવાલ: મને શરદી અને હળવો તાવ છે તો શું હું રસી લઈ શકું છું?
જવાબ:
​​​​​​​રિપોર્ટ નેગેટિવ હોય તો રસી લઈ શકો છો. સંક્રમણ હોય તો રસી લેવી જોઈએ નહીં. કોરોનામાંથી સાજા થયાનાં 4-6 સપ્તાહ પછી રસી લેવી હિતાવહ છે.

સવાલ: રસી ફરજિયાત નથી તો શું તમે રસી નહીં લેવાનો નિર્ણય લઈ શકો છો?
જવાબ:
​​​​​​​તમે આવું કરી શકો છો, પણ આમ કરીને તમે પોતાના માટે, પરિવાર માટે, સમાજ માટે ખતરો બનીને રહેશો.

(કોવિડ-19 વર્કિંગ ગ્રુપના ચેરમેન ડૉ.નરેન્દ્ર અરોડા સાથે અનિરુદ્ધ શર્માની વાતચીતના આધારે)

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- ગ્રહ સ્થિતિ અનુકૂળ છે. મિત્રોનો સાથ અને સહયોગ તમારી હિંમત અને તાકાત વધારશે. તમે તમારી કોઇ નબળાઈ ઉપર પણ કાબૂ મેળવવામાં સક્ષમ રહેશો. વાતચીતના માધ્યમથી તમે તમારું કામ પણ કઢાવી શકશો. નેગેટિવઃ...

  વધુ વાંચો