19 મહિના પછી ખૂલશે દિલ્હીનો 'કર્તવ્યપથ':પાથરણાબજાર કે કોઈ નાની-મોટી દુકાનો નહીં દેખાય, ઈન્ડિયા ગેટની નીચેથી હવે પસાર થઈ શકાશે

20 દિવસ પહેલાલેખક: આદિત્ય દ્વિવેદી

રાજધાની દિલ્હીમાં ઈન્ડિયા ગેટને રાષ્ટ્રપતિ ભવન સાથે જોડતો પ્રખ્યાત માર્ગ છે, જે પ્રજાસત્તાક દિવસની પરેડથી લઈને લોકોની પિકનિક સુધીનો સાક્ષી બની રહ્યો છે. જાન્યુઆરી 2021માં સેન્ટ્રલ વિસ્ટા પ્રોજેક્ટ હેઠળ આ રોડ અને એની આસપાસના વિસ્તારનું રિડેવલપમેન્ટ શરૂ થયું. 19 મહિના પછી આ વિસ્તાર એના નવા સ્વરૂપમાં તૈયાર છે.

આજે એટલે કે 8મી સપ્ટેમ્બરે PM મોદી એનું ઉદઘાટન કરશે અને 9મી સપ્ટેમ્બરે એને લોકો માટે ખુલ્લો મૂકવામાં આવશે. નવા 'કર્તવ્યપથ' પર હવે તમને પાથરણાબજાર પણ જોવા નહીં મળે કે આઇસક્રીમની ગમે ત્યાં ફરતી ગાડી પણ નહીં જોવા મળે.

ભાસ્કર એક્સપ્લેનરમાં અમે 111 વર્ષ જૂના સેન્ટ્રલ વિસ્ટા અને એના પુનઃવિકાસની સંપૂર્ણ વાર્તા રજૂ કરીએ છીએ...

અન્ય સમાચારો પણ છે...