તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

ભાસ્કર એક્સપ્લેનર:ગલી-મહોલ્લાની ચૂંટણીમાં ભાજપને પાકિસ્તાન અને જિન્નાહે મદદ કરી; જાણો ઓવૈસીના ગઢમાં કેવી રીતે આગળ વધી ભાજપા?

4 મહિનો પહેલાલેખક: પ્રિયંક દ્વિવેદી
 • કૉપી લિંક

ગ્રેટર હૈદરાબાદ નગર નિગમ (જીએચએમસી)ની ચૂંટણીમાં હિન્દી મીડિયામાં આજ પહેલા કદાચ આટલું સ્થાન મળ્યું નહીં હોય, જેટલું આ વખતે મળ્યું છે. તેનું કારણ પણ ખાસ છે. તે એકે આ ચૂંટણીમાં ભાજપાએ પ્રથમવાર 48 સીટો જીતી છે. શાસક પક્ષ તેલંગણા રાષ્ટ્ર સમિતિ (ટીઆરએસ)એ 55 અને ઔવેસીની પાર્ટી ઓલ ઈન્ડિયા મજલિસ-એ-ઈત્તેહાદુલ મુસલમીન (એઆઈએમઆઈએમ)એ 44 સીટો જીતી છે.

પરંતુ આ વખતે એવું શું બન્યું કે ઓવૈસીની પાર્ટી બીજાથી ત્રીજા નંબર પર આવી ગઈ અને ભાજપા ત્રીજાથી બીજા? આ ચૂંટણીમાં ભાજપાએ શું રણનીતિ અપનાવી? અને શું આ પરિણામોની અસર આવતા વર્ષે પશ્ચિમ બંગાળમાં થનારી વિધાનસભા ચૂંટણી પર પણ આવશે? આવો જાણીએ...

સૌપ્રથમ વાત જીએચએમસી વિશે...

 • જીએચએમસીનું વાર્ષિક બજેટ 6 હજાર 150 કરોડ રૂપિયાનું છે. તેની વસતી લગભગ 80 લાખ છે, જેમાં 40%થી વધુ વસતી મુસ્લિમ છે. 2007થી તેને ગ્રેટર હૈદરાબાદ નગર નિગમ કહેવામાં આવે છે. આ નગર નિગમ 7 ઝોનમાં વહેંચાયેલ છે અને અહીં એક મેયર અને એક ડેપ્યુટી મેયર હોય છે.
 • આ નગર નિગમમાં વિધાનસભાની 24 અને લોકસભાની 5 સીટ આવે છે. AIMIMના અધ્યક્ષ અસદુદ્દીન ઓવૈસી અહીંથી જ લોકસભા સાંસદ છે. હાલ આ નગર નિગમ પર મુખ્યમંત્રી કે. ચંદ્રશેખર રાવની પાર્ટી ટીઆરએસનો કબજો છે. 2016માં ટીઆરએસએ અહીં 150માંથી 99 વોર્ડમાં જીત મેળવી હતી. AIMIMને 44 સીટો મળી હતી. જ્યારે ભાજપાને 4અને કોંગ્રેસને 2 સીટો મળી હતી. અત્યારે અહીંના મેયર ડો. બોંથુ રામમોહન અને ડેપ્યુટી મેયર બાબા ફસીઉદ્દીન છે.

AIMIMને પાછળ છોડી, ભાજપા કેવી રીતે આગળ વધી? તેના ચાર કારણ છેઃ
1. શાહ, યોગી સહિત ભાજપાના તમામ મોટા નેતાઓ દ્વારા પ્રચાર
આ ચૂંટણી ભલે નગર નિગમ માટે હતી પરંતુ ભાજપાએ અહીં પોતાની પૂરેપૂરી તાકાત લગાવી હતી. ગૃહ મંત્રી અમિત શાહ, ઉત્તર પ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથ, ભાજપા અધ્યક્ષ જે પી નડ્ડા, કેન્દ્રીય મંત્રી સ્મૃતિ ઈરાની અને પ્રકાશ જાવડેકર જેવા મોટા નેતાઓએ અહીં પ્રચાર કર્યો. જે પી નડ્ડા અને યોગી આદિત્યનાથે તો અહીં રોડ શો પણ કર્યા. જ્યારે યુવા મોરચાના રાષ્ટ્રીય અધ્યક્ષ અને સાંસદ તેજસ્વી સૂર્યા પણ અહીં વ્યસ્ત હતા. તેનો ફાયદો ભાજપાને મળ્યો.

2. સ્થાનિક મુદ્દા સાઈડમાં રાખ્યા અને રાષ્ટ્રવાદનો મુદ્દો ઉઠાવ્યો
નગર નિગમની ચૂંટણી મોટાભાગે વીજળી, પાણી, સડક, કચરો જેવા સ્થાનિક મુદ્દા પર લડાતી હોય છે. પરંતુ આવું પ્રથમવાર હતું કે જ્યારે ચૂંટણીમાં સર્જિકલ સ્ટ્રાઈક, 370, મુસલમાન, રોહિંગ્યા, પાકિસ્તાન, બાંગ્લાદેશનો ઉલ્લેખ થયો. તેજસ્વી સૂર્યાએ પ્રચાર દરમિયાન કહ્યું, અકબરુદ્દીન અને અસદુદ્દીન ઓવૈસીએ હૈદરાબાદમાં માત્ર રોહિંગ્યા મુસ્લિમોનો વિકાસ કરવાનું કામ કર્યુ છે. ઓવૈસીને વોટ ભારત વિરુદ્ધ વોટ છે. કેન્દ્રીય મંત્રી સ્મૃતિ ઈરાનીએ પણ કહ્યું, ‘ટીઆરએસ અને AIMIMના ધારાસભ્યે શપથ લેતી વખતે ‘હિન્દુસ્તાન’ ન બોલ્યા. તેનાથી ધ્રુવીકરણ થયું અને ભાજપાને ફાયદો થયો.

3.ટીઆરએસ અને AIMIM વચ્ચે અંદરખાને ગઠબંધન છે, તે કહેવામાં સફળ રહી ભાજપા
તેજસ્વી સૂર્યા સતત પ્રચારમાં કહેતા રહ્યા કે ટીઆરએસ અને AIMIM વચ્ચે અપવિત્ર ગઠબંધન છે. તેનું એક કારણ એ પણ હતું કે ટીઆરએસએ તો તમામ સીટ પર પોતાના ઉમેદવાર ઉતાર્યા પણ ઓવૈસીની પાર્ટીએ માત્ર 51 સીટો પર જ ઉમેદવારો ઊભા રાખ્યા. ભાજપાએ 149 સીટો પર ચૂંટણી લડી. ટીઆરએસની વિરુદ્ધ મોટાભાગની સીટો પર ઓવૈસીની પાર્ટી ન ઉતરવાનો ફાયદો ભાજપાએ ઉઠાવ્યો. સ્મૃતિ ઈરાની અને યોગી આદિત્યનાથ સહિત ભાજપાના નેતાઓ એ જણાવવામાં સફળ રહ્યા કે ટીઆરએસ અને AIMIM વચ્ચે અંદરખાને ગઠબંધન છે, બસ બંને એ જાહેર કરતા નથી.

4.બીન-મુસ્લિમ વસતી પર ભાજપાએ ફોકસ કર્યુ
હૈદરાબાદની 40%થી વધુની વસતી મુસ્લિમોની છે. અને આ જ ભાજપાની નબળાઈ પણ હતી, પરંતુ એ જ તાકાત પણ બની. ભાજપા નેતાઓએ બીન-મુસ્લિમ વસતી પર ફોકસ કર્યુ. તેજસ્વી સૂર્યાએ તેના માટે ઘણું કામ કર્યુ. તેમણે અહીં ‘ચેન્જ હૈદરાબાદ’ કેમ્પેન શરૂ કર્યુ. તેમણે પોતાના તમામ ભાષણોમાં ટીઆરએસ અને AIMIM પર આકરા હુમલા કર્યા. તેમણે કહ્યું, ‘ઓવૈલી હૈદરાબાદમાં રહે છે પણ આ શહેર આપણું છે. આ શહેર જય શ્રીરામના નારાથી ગૂંજી ઊઠ્યું છે. ટીઆરએસ અને AIMIM જય શ્રીરામના નારા લગાવવાથી ડરે છે. આપણે આ તાકાત વધારવાની જરૂર છે.’ એક રેલીમાં તો સૂર્યાએ ઓવૈસીને મોહમ્મદ અલી જિન્નાના અવતાર પણ ગણાવી દીધા.

હવે સવાલ એ કે નગર નિગમની ચૂંટણીમાં ભાજપાએ આટલી તાકાત કેમ લગાવી?

 • આ માટે થોડા પાછળ જઈએ. માર્ચ 2020માં ભાજપાએ બંદી સંજય કુમારને તેલંગણાના પ્રદેશ અધ્યક્ષ બનાવ્યા. આવું અનેક વર્ષો પછી બન્યું, જ્યારે ભાજપાએ પ્રદેશ અધ્યક્ષ હૈદરાબાદથી ન પસંદ કર્યા. બંદી સંજય કુમાર કરીમનગર સીટથી લોકસભા સાંસદ છે અને પ્રથમવાર જ સાંસદ બન્યા છે.
 • નવેમ્બરમાં અહીંની દુબ્બાક સીટ પર પેટાચૂંટણી થઈ. આ સીટ પર ટીઆરએસનો કબજો હતો. બંદી સંજય કુમારે દુબ્બાક સીટ જીતવા માટે એક રણનીતિ અપનાવી. તેમણે ઘરે ઘરે જઈને કહેવાનું શરૂ કર્યુ કે ટીઆરએસ અને ઓવૈસીની પાર્ટી વચ્ચે અંદરખાને ગઠબંધન છે. તેમની આ રણનીતિ સફળ રહી અને ભાજપા દુબ્બાક સીટ જીતી ગઈ. અહીંથી ભાજપાના એમ. રઘુનંદન રાવે ટીઆરએસના એસ. સુજાતાને માત્ર 1079 વોટથી હરાવ્યા.
 • ભાજપા માટે દુબ્બાકની જીત ઘણી મોટી હતી. 2018માં તેલંગણામાં જ્યારે ચૂંટણી યોજાઈ, ત્યારે ભાજપા અહીંની 119માંથી માત્ર એક સીટ જ જીતી શકી. દુબ્બાક જીત્યા પછી તેલંગણામાં તેની ધારાસભ્યોની સંખ્યા એકથી વધીને બે થઈ ગઈ અને ટીઆરએસના ધારાસભ્યોની સંખ્યા 88માંથી 87 થઈ.

શું આની અસર બંગાળ ચૂંટણી પર પણ પડશે?

 • મુસ્લિમ બહુમતીવાળા વિસ્તારમાં આ રીતે ભાજપાનું પ્રદર્શન બંગાળમાં પણ અસર કરશે. ભાજપાએ જે પ્રકારની રણનીતિ અપનાવી, એ જ રીતે રણનીતિ બંગાળમાં પણ અપનાવી શકે છે. એક રીતે કહી શકાય કે હૈદરાબાદ નગર નિગમ ચૂંટણી ભાજપા માટે ટેસ્ટિંગ લેબ જેવી હતી.
 • પશ્ચિમ બંગાળમાં 294 વિધાનસભા સીટ છે. બહુમતી માટે 148 સીટોની આવશ્યકતા છે. અહીંની 30% વસતી મુસ્લિમ છે અને 110 સીટો પર તેમનો દબદબો છે. અહીં ઓવૈસીની પાર્ટી પણ પોતાના ઉમેદવાર ઉતારશે. એવામાં મત વહેંચાય એ નક્કી છે. જેવું બિહારમાં થયું.
 • બિહારમાં પ્રથમવાર ઓવૈસીની AIMIMએ પાંચ સીટો પર જીત મેળવી એ સંકેત આપ્યો છે કે તે બંગાળના મુસ્લિમ બહુમતીવાળા વિસ્તારોમાં મત કાપનાર પાર્ટી બની શકે છે. તેણે અગાઉથી જ બંગાળ ચૂંટણીની તૈયારી ઝડપી બનાવી છે. તેનો પૂરેપૂરો ફાયદો ભાજપાને મળી શકે છે. જો હિન્દુ વોટ કોન્સોલિડેટ થયા તો જે માટેની કોશિશ ભાજપા છેલ્લા કેટલાક વર્ષોથી બંગાળમાં કરી રહી છે તો તૃણમૂલની પરેશાની વધી શકે છે. આ રીતે AIMIMની હાજરીથઈ વોટર્સનું ધ્રુવીકરણ નક્કી છે.
 • માલદામાં 51%, મુર્શિદાબાદમાં 66%, નાદિયામાં 30%, બીરભૂમમાં 40%, પુરુલિયામાં 30% અને ઈસ્ટ અને વેસ્ટ મિદનાપુરમાં 15% મુસ્લિમ વસતી છે. એવામાં ભાજપાની કોશિશો સફળ રહે તો નિર્ણાયક મુસ્લિમ મતોવાળી સીટો પર વોટ વહેંચાશે અને હિન્દુ વોટ કોન્સોલિડેટ થશે.
અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- તમે તમારા કામને નવું સ્વરૂપ આપવા માટે વધારે રચનાત્મક રીત અપનાવશો. આ સમયે શારીરિ રૂપથી પણ તમે પોતાને સ્વસ્થ અનુભવ કરશો. તમારા પ્રિયજનોની મુશ્કેલ સમયમાં તેમની મદદ કરવી તમને સુખ આપશે. નેગેટિ...

  વધુ વાંચો