તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

ભાસ્કર એક્સપ્લેનર:કોરોનાથી સાજા થયા પછી આંખ-નાક નજીક દુખાવો મ્યૂકોરમાઈકોસિસનો સંકેત

અમદાવાદ3 મહિનો પહેલા
  • કૉપી લિંક
ફાઇલ તસવીર - Divya Bhaskar
ફાઇલ તસવીર

દેશમાં કોરોનાના દર્દી સારવારથી સાજા થઇ રહ્યા છે. જોકે એવા લોકોમાં કેટલાકને શ્વાસ લેવામાં તકલીફ થઇ રહી છે. તે અન્ય શારીરિક સમસ્યાઓનો પણ સામનો કરી રહ્યા છે. ડૉક્ટરો આ સ્થિતિને મ્યૂકોરમાઈકોસિસ કહી રહ્યા છે. ડૉક્ટરો કહે છે કે મ્યૂકોરમાઈકોસિસ મોટો પડકાર બની શકે છે. ચાલો જાણીએ મ્યૂકોરમાઈકોસિસ વિશે નિષ્ણાતો શું કહે છે.

પ્રશ્નઃ મ્યૂકોરમાઈકોસિસ શું છે?
જવાબઃ
મ્યૂકોરમાઈકોસિસ ફંગલ ઈન્ફેક્શન છે. આ એવા લોકો પર અસર કરે છે જેમની કોઈ અન્ય બીમારીની સારવાર ચાલી રહી છે. તેનાથી પર્યાવરણીય રોગાણુઓ સામે લડવાની ક્ષમતા ઓછી થઈ જાય છે. શ્વાસ લેવામાં ફંગલને કારણે ફેફસાં પર માઠી અસર થાય છે. તેનાથી બીમારી ગંભીર બની જાય છે.

પ્રશ્નઃ મ્યૂકોરમાઈકોસિસના લક્ષણો શું છે?
જવાબઃ
આંખ, નાકની આજુબાજુ દુખાવો, લાલાશ, તાવ, માથાનો દુખાવો, કફ, શ્વાસ લેવામાં મુશ્કેલી, લોહીની સાથે વાૅમિટ, માનસિક સ્થિતિમાં પરિવર્તન મ્યૂકોરમાઈકોસિસના મુખ્ય લક્ષણ છે. તેનાથી વધુ નાક બંધ, ગાલના હાડકામાં દુખાવો, ચહેરાની એક તરફ સોજો-દુખાવો, દાંતમાં દુખાવો-નબળાઈ અને છાતીમાં દુખાવો વગેરે પર મ્યૂકોરમાઈકોસિસના સંકેત છે.

પ્રશ્નઃ કોને મ્યૂકોરમાઈકોસિસ થવાનું જોખમ વધુ રહે છે?
જવાબઃ
અનિયંત્રિત ડાયાબિટીસ, સ્ટેરોઈડ દવાના ઉપયોગથી રોગ પ્રતિરોધક ક્ષમતા ઘટવી, લાંબા સમય સુધી આઈસીયુમાં રહેવું, કો-મોરબીડાઈટિસ, પ્રત્યારોપણ અને અસ્વચ્છતાથી મ્યૂકોરમાઈસિસનો ખતરો વધુ રહે છે.

પ્રશ્નઃ મ્યૂકોરમાઈકોસિસને કઈ રીતે અટકાવી શકાય છે?
જવાબઃ
મ્યૂકોરમાઈકોસિસને રોકવાનો ઉપાય છે- ધૂળવાળા સ્થળોએ માસ્ક પહેરો. લાંબા ટ્રાઉજર, લાંબી બાંયવાળી શર્ટ, જૂતા, ગ્લવ્સ પહેરીને માટી, ખાતરને સ્પર્શ કરો. અંગત સ્વચ્છતાનું ધ્યાન રાખો. શરીરને ઘસીને નહાવો.

પ્રશ્નઃ મ્યૂકોરમાઈકોસિસ થવા પર શું કરશો?
જવાબઃ
હાયપરગ્લાયસેમિયાને નિયંત્રિત કરો. કોરોના અને ડાયાબિટીસથી સાજા થયા બાદ લોહીમાં ગ્લુકોઝના સ્તર પર ધ્યાન આપતા રહો. યોગ્ય સમય, માત્રા અને રીતસર જ સ્ટેરોઈડની દવાનું સેવન કરો. ઓક્સિજન થેરેપીના સમયે ભેજ માટે સ્વચ્છ અને બેક્ટેરિયા રહિત પાણીનો ઉપયોગ કરો. એન્ટિબાયોટિક અને એન્ટિફંગલ્સનો ઉપયોગ યોગ્ય રીતે કરવો જોઈએ.

પ્રશ્નઃ મ્યૂકોરમાઈકોસિસ થવા પર શું ન કરશો?
જવાબઃ
મ્યૂકોરમાઈકોસિસ સંબંધિત ચેતવણી અને લક્ષણો પ્રત્યે લાપરવાહ ન થશો. સારવાર કરાવો. જરૂરી નથી કે કોરોના સાજા થયા બાદ મ્યૂકોરમાઈકોસિસ થાય જ છે. ગભરાશો નહીં. ડૉક્ટરની સલાહ લો.

પ્રશ્નઃ મ્યૂકોરમાઈકોસિસને અટકાવવા માટે શું કરશો?
જવાબઃ
ડાયાબિટિસ નિયંત્રિત કરવા ઉપાય કરો. દર્દીની હાલત સ્થિર થાય તો સ્ટેરોઈડ દવાનો ઉપયોગ બંધ કરો. ડૉક્ટરની સલાહ વિના ફંગલ વિરોધી દવાઓનો ઉપયોગ ન કરો. શરીરમાં પાણીની યોગ્ય માત્રા જાળવી રાખવા ઉપાય કરતા રહો.

પ્રશ્નઃ મ્યૂકોરમાઈકોસિસમાં કયા ડૉક્ટરોની સલાહ લઇ શકાય છે?
જવાબઃ
મ્યૂકોરમાઈકોસિસમાં અલગ અલગ લક્ષણો પર માઈક્રોબાયોલોજિસ્ટ, ઈન્ટરનલ મેડિસીન સ્પેશ્યાલિસ્ટ, ન્યુરોલોજિસ્ટ, કાન-નાક-ગળાના નિષ્ણાત, આંખના ડૉક્ટર, ડેન્ટિસ્ટ, માઈક્રોફેશિયલ કે પ્લાસ્ટિક સર્જન અથવા બાયોકેમિસ્ટની સલાહ લઈ શકાય છે.

અન્ય સમાચારો પણ છે...