તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
 • Gujarati News
 • Dvb original
 • Explainer
 • Overweight And Obese Children Sitting At Home Due To Kovid 19; Find Out From Doctors' Answers To 5 Questions How Increased Risk For Children

ભાસ્કર એક્સપ્લેનર:કોવિડ-19ના લીધે ઘરે બેઠા બેઠા ઓવરવેટ અને સ્થૂળ થઈ ગયા બાળકો; 5 પ્રશ્નો પર ડોક્ટરોના જવાબથી જાણો કઈ રીતે વધ્યું છે બાળકો માટે જોખમ

24 દિવસ પહેલાલેખક: રવીન્દ્ર ભજની
 • કૉપી લિંક

કોવિડ-19 મહામારીના કારણે સ્કૂલો બંધ થઈ ગઈ. રમતગમત પણ બંધ જ રહી. તેના કારણે ઘરે બેઠા બેઠા બાળકો ઓવરવેઈટ અને સ્થૂળતાનો શિકાર થઈ ગયા છે. તેનાથી તેમના સ્વાસ્થ્ય માટે અનેક જોખમો પણ સામે આવ્યા છે. અમેરિકામાં 5થી 17 વર્ષ સુધીના બાળકો પર થયેલું એક સંશોધન કહે છે કે બાળકોનું વજન 5.1 પાઉન્ડ (2.3 કિલો) સુધી વધી ગયું છે. ભારતમાં કોઈ સંશોધનના પરિણામો તો આવ્યા નથી પરંતુ મુંબઈ, અમદાવાદ અને જયપુરમાં રહેતા બાળકોના ડોક્ટરો કહે છે કે અમારે ત્યાં પણ બાળકો પર ઘણી ખરાબ અસર પડી છે.

અમેરિકન મેડિકલ એસોસીએશનના જર્નલમાં છપાયેલા રિસર્ચમાં બાળકોને 5-11, 12-15 અને 16-17 વર્ષના વયજૂથમાં વહેંચવામાં આવ્યા હતા. 1 માર્ચ 2019થી 31 જાન્યુઆરી 2021 સુધી કેસર પરમેનન્ટેના 1.91 લાખ સભ્યોનો ઈલેક્ટ્રોનિક ડેટા એનેલાઈઝ કર્યો. તેમાં જાણવા મળ્યું કે એક વર્ષમાં 5-11 વર્ષના બાળકોનું વજન 5.07 પાઉન્ડ (2.29 કિલો), 12-15 વર્ષના બાળકોમાં 5% અને 16-17 વર્ષના બાળકોમાં 3% ઓવરવેઈટ કે સ્થૂળતાનો શિકાર થયા.

આ આંકડા દર્શાવે છે કે કોવિડ-19 મહામારીએ ઘરે બેઠા બાળકોને કઈ રીતે પ્રભાવિત કર્યા છે. આ મામલે દૈનિક ભાસ્કરે મુંબઈ, જયપુર અને અમદાવાદના બાળકોના ડોક્ટરો સાથે વાત કરી. અમે મુંબઈના ડો. જયદીપ એચ. પાલેપ (કન્સલ્ટન્ટ બેરિયાટ્રિક અને જીઆઈ સર્જન, જસલોક હોસ્પિટલ), જયપુરના ડો. સંજય ચૌધરી (સિનિયર કન્સલ્ટન્ટ, પીડિયાટ્રિક્સ, ફોર્ટિસ હોસ્પિટલ) અને અમદાવાદના ડો. ઉર્વશી રાણા (કન્સલ્ટન્ટ પીડિયાટ્રિશિયન, નારાયણા મલ્ટીસ્પેશિયાલિટી હોસ્પિટલ)ને પાંચ પ્રશ્નો પૂછ્યા અને જાણ્યું કે બાળકોના આરોગ્યને કોવિડ-19 મહામારીએ કઈ રીતે પ્રભાવિત કર્યા છે.

કોવિડ-19 એ બાળકોના સ્વાસ્થ્યને કઈ રીતે પ્રભાવિત કર્યુ છે?

 • મહામારીના કારણે સ્કૂલો બંધ થઈ અને બાળકો ઘરોમાં કેદ થઈ ગયા. તેણે તેમની ઓવરઑલ હેલ્થને ખરાબ રીતે પ્રભાવિત કરી છે. તેમાં કોઈ શંકા નથી કે લોકડાઉને ફેમિલી બોન્ડને મજબૂતી આપી છે પણ બાળકોમાં વજન વધવાના અને માનસિક આરોગ્ય સંબંધિત ડિસઓર્ડર જોવા મળી રહ્યા છે.
 • દુનિયાભરમાં રહેતા અલગ-અલગ એથનિક ગ્રૂપ્સના કિશોરોમાં સ્થૂળતા 2%-15%ની ગતિથી વધી છે. બાળપણમાં સ્થૂળતા એક ગ્લોબલ એપિડેમિક બની ચૂકી છે. આ વર્ષના અંત સુધીમાં 5થી 19 વર્ષ સુધીના 16 કરોડ બાળકો અત્યારે ઓવરવેઈટ કે સ્થૂળ થઈ ચૂક્યા હશે.
 • મહામારી અને તેને રોકવા માટે લાગેલા લોકડાઉને બાળકોના સોશિયલ ઈન્ટરએક્શન પર ઊંડી અસર કરી છે. વધતી વયના બાળકો માટે સોશિયલ સ્કિલ્સ શીખવી ખૂબ જરૂરી છે. મહામારીના કારણે બહારના લોકો સાથે તાલમેળ ન થયો અને તેનાથી બાળકો પર વિપરિત અસર થઈ છે.
 • એવું નથી કે તમામ બાળકો પર વિપરિત અસર જ પડી છે. કેટલાક પરિવારોએ બાળકોને ઘરના કામમાં લગાવ્યા. ખાસ કરીને ભોજન બનાવવામાં અને તેને લગતી સામગ્રી ખરીદવામાં. આ રીતે ફેમિલીમાં ઈન્ટરએક્શન પણ વધ્યું છે. ન્યુઝિલેન્ડે તો આ દરમિયાન પ્લે,એક્ટિવ રિક્રિએશન અને સ્પોર્ટને પ્રોત્સાહન આપ્યું. જેથી બાળકોની ફિઝિકલ એક્ટિવિટી જળવાઈ રહે.
 • કમ્યુનિટી ગ્રાઉન્ડ્સ અને સ્કૂલ બંધ હોવાથી શારીરિક એક્ટિવિટી બંધ થઈ ગઈ. તેના બાળકોની રોજ નિષ્ક્રિય રહેવાની અવધિ વધી. ભીડભાડ ધરાવતા શહેરો અને નાના એપાર્ટમેન્ટમાં રહેતા બાળકોની એક્ટિવિટી માટે જગ્યા જ નહોતી. તેનાથી તેઓ ઓવરવેઈટ થયા.

શું કોવિડ-19એ બાળકોના માનસિક આરોગ્યને પ્રભાવિત કર્યુ છે?

 • હા. અનેક કેસ આવી રહ્યા છે, જ્યાં બાળકોમાં એંગ્ઝાઈટી, ડિપ્રેશન, ચિડિયાપણું, ઊંઘ અંગેના ડિસઓર્ડર, ગુસ્સો, અને વર્તનમાં ફેરફાર જોવા મળી રહ્યા છે. બાળકોને પોતાનો ડર, એંગ્ઝાઈટી દૂર કરવા માટે ઈમોશનલ સપોર્ટની જરૂર હોય છે.
 • આ સાથે જ કોવિડ-19 સાથે સંકળાયેલા તણાવથી છૂટકારો મેળવવા માટે યોગ્ય જાણકારી પણ એટલી જ જરૂરી છે. પેરેન્ટ્સ, ટીચર્સ અને દેખરેખ કરનારા લોકોએ સતર્ક રહેવાની આવશ્યકતા છે. જેથી તેઓ બાળકોના વર્તન અને સ્કૂલોના પર્ફોર્મન્સમાં ફેરફાક થવાથી વિશેષજ્ઞોની મદદ લે.
 • મહામારીના કારણે બાળકોએ અભ્યાસ અને દોસ્તો સાથે વાતચીત માટે ઈન્ટરનેટનો સહારો લેવો પડ્યો. બાળકોના ઈન્ટરનેટ ઉપયોગ પર તમામ પેરેન્ટ્સ નજર ન રાખી શક્યા અને તેમનામાં જોખમ લેવાના વર્તન અને ખુદને નુકસાન પહોંચાડવાની (સેલ્ફ હાર્મ)ની પ્રવૃતિ વધી ગઈ છે.

શું વજન વધવાથી બાળકોને અન્ય પણ સમસ્યાઓ થઈ શકે છે?

 • બાળકોમાં શારીરિક સક્રિયતાનો અભાવ અને સ્ક્રીન ટાઈમ વધવાથી વજન વધી રહ્યું છે. આ હાઈ બ્લડ પ્રેશર, ડાયાબિટીસ, સાંધાની સમસ્યા વગેરેનું કારણ બની શકે છે. આત્મવિશ્વાસમાં ઘટાડો અને ખુદના શરીર પ્રત્યે અસંતોષની ફરિયાદો પણ સામે આવી છે.
 • સ્થૂળતા બાળકોમાં અસ્થમા, ઊંઘ સાથે સંકળાયેલા વિકાર અને હૃદયની બીમારીઓ વગેરેનું જોખમ પણ વધારે છે. મોર્બિડ ઓબેસિટીના કારણે શરીરના સેલ્સમાં ક્રોનિક ઈન્ફ્લેમેટરી પ્રક્રિયાઓ વધી જાય છે. સ્ટ્રેસ વધે છે અને આપણઆ શરીરનો ઈમ્યુન રિસ્પોન્સ નબળો થાય છે. બાળકોમાં સામાન્ય વજનવાળા બાળકોના મુકાબલે ઈન્ફેક્શિયસ બીમારીઓનું જોખમ વધી જાય છે.
 • ડિસસિએટિવ ડિસઓર્ડર, એંગર મેનેજમેન્ટ, સોશિયલ ફંક્શન વગેરે સમસ્યાઓ પણ સ્થૂળતાના કારણથી જોવા મળી રહી છે. ઈમ્યુન રિસ્પોન્સ નબળો થવાથી બાળકોને ફ્લુ, વાયરલ તાવ, ગળામાં તકલીફ જેવી સમસ્યાઓ થવાનું જોખમ અનેકગણું વધી ગયું છે.

મોટા બાળકોની સ્કૂલો ફરી ખુલી રહી છે, શું નાના બાળકોની સ્કૂલો પણ ખુલવી જોઈએ?

 • હા. કોવિડ-19ના નવા કેસો આવવાના ઓછા થયા છે. મોટાભાગના પુખ્તો વેક્સિનેટ થઈ ચૂક્યા છે. એટલું જ નહીં, એ પણ સાબિત થયું છે કે બાળકોને કોવિડ-19નું જોખમ વધુ નથી. એ બાળકોને વધુ પરેશાની થશે, જેમણે બે વર્ષમાં અભ્યાસ શરૂ જ કર્યો હતો.
 • નાના બાળકો માટે ખાસ વ્યવસ્થા કરીને સ્કૂલો ખોલી શકાય છે. આ માટે ટીચર્સ, પેરેન્ટ્સ અને હેલ્થકેર પ્રોવાઈડર્સે સાથે આવવું પડશે. બાળકોને સોશિયલ ડિસ્ટન્સિંગના માહોલ માટે તૈયાર કરવાના રહેશે. હવે તો અનેક જગ્યાએ નાના બાળકો પણ સ્કૂલે જવા લાગ્યા છે.

બાળકોએ વજન વધવા અને સ્થૂળતાથી બચવા શું કરવું જોઈએ?

 • ઘરે બનેલું પૌષ્ટિક ભોજન બાળકોને આપીને આપણે તેમને સ્થૂળતાથી બચાવી શકીએ છીએ. તેના માટે તેમને આહારમાં ફળો અને શાકભાજી વધારવાની રહેશે. જંક ફૂડ ઓછું કરવું પડશે. સ્ક્રીન ટાઈમને સીમિત રાખવો પડશે. ભોજન વખતે ટીવી બંધ રાખવું પડશે.
 • ભોજન લેવાનો સમય પણ ફિક્સ કરવો પડશે. કસરત, યોગ, ધ્યાન જેવી પ્રવૃતિઓમાં બાળકોને સામેલ થવા માટે પ્રેરિત કરવા જોઈએ, જેનાથી બાળકોમાં હેલ્ધી લાઈફસ્ટાઈલ ડેવલપ થાય છે.
અન્ય સમાચારો પણ છે...