શું મહારાણી એલિઝાબેથ-II હતા મોહમ્મદ પયગંબરના વંશજ:36 વર્ષ અગાઉ 43 પેઢીઓનાં અભ્યાસથી થયો દાવો; નિધન પછી ફરી ચર્ચામાં

19 દિવસ પહેલા
 • કૉપી લિંક

1986માં બ્રિટનના વડાંપ્રધાન માર્ગારેટ થેચરને મહારાણી એલિઝાબેથ દ્વિતિયની સુરક્ષા વધારવાની અપીલ સંબંધિત એક પત્ર મળ્યો. પત્રમાં લખ્યું હતું- ‘ખૂબ ઓછા બ્રિટિશર્સને ખ્યાલ છે કે રાણીની નસોમાં મોહમ્મદ પયગંબરનું લોહી દોડી રહ્યું છે. જો કે તમામ મુસ્લિમ ધાર્મિક નેતાઓને આ તથ્ય પર ગર્વ છે.’

પત્રમાં આગળ લખ્યું હતું-શાહી પરિવારના ​​​​​​​મોહમ્મદ પયગંબરના વંશજ હોવું જ હંમેશા મુસ્લિમ આતંકીઓથી તેમની સુરક્ષા કરશે, એવો ભરોસો ન કરી શકાય.”

આ પત્ર લખ્યો હતો શાહી વંશ પર સ્ટડી કરનારી સંસ્થા બર્ક્સ પીઅરેજ(Burke’s Peerage)ના પબ્લિશિંગ ડાયરેક્ટર હેરોલ્ડ બ્રૂક્સ-બેકરે. પત્ર લખાયો તો હતો મહારાણીની સુરક્ષા અંગે પરંતુ તેમાં એલિઝાબેથ દ્વિતિયના ​​​​​​​મોહમ્મદ પયગંબરના વંશજ હોવાના દાવાએ તરખાટ મચાવી દીધો.

અનેકવાર આ દાવા અંગે સમાચારો ચર્ચામાં રહ્યા. હવે મહારાણીની નિધન પછી આની ફરી ચર્ચા થઈ રહી છે.

ભાસ્કર એક્સપ્લેનરમાં જાણીએ કે આખરે મહારાણી એલિઝાબેથ દ્વિતિય ​​​​​​​મોહમ્મદ પયગંબરના વંશજ હોવાનો દાવો કેમ કરવામાં આવે છે?

1986માં પ્રથમવાર કરાયો હતો દાવો
મહારાણી એલિઝાબેથ-II એ મોહમ્મદના વંશજ હોવાનો દાવો સૌપ્રથમવાર 1986માં પ્રકાશન હાઉસ બર્ક પીઅરેજ દ્વારા પ્રકાશિત કરવામાં આવ્યો હતો. તે એક બ્રિટિશ સંસ્થા છે જે બ્રિટનના શાહી પરિવારના રાજવી પરિવારની વંશાવળી પર કામ કરે છે. તેની શરૂઆત જ્હોન બર્કે 1826માં કરી હતી.

1986માં, હેરોલ્ડ બ્રુક્સ-બેકરે, બર્ક્સ પીઅરેજના પ્રકાશન નિર્દેશક અને વંશાવળીકારે બ્રિટિશ વડા પ્રધાન માર્ગારેટ થેચરને એક પત્ર મોકલ્યો હતો. તેણે દાવો કર્યો - 43 પેઢીઓનો અભ્યાસ દર્શાવે છે કે રાણી પ્રોફેટ મોહમ્મદના વંશજ છે.

આ સમાચાર પહેલીવાર ઓક્ટોબર 1986માં યુનાઈટેડ પ્રેસ ઈન્ટરનેશનલ (UPI) દ્વારા પ્રકાશિત કરવામાં આવ્યા હતા.

અમેરિકન-બ્રિટીશ પત્રકાર બ્રુક્સ-બેકર એ બ્રિટનની રાણી એલિઝાબેથ-II પ્રોફેટ મોહમ્મદના વંશજ હોવાનો દાવો કરનાર પ્રથમ વ્યક્તિ હતા. બેકર 2005માં મૃત્યુ પામ્યા હતા.
અમેરિકન-બ્રિટીશ પત્રકાર બ્રુક્સ-બેકર એ બ્રિટનની રાણી એલિઝાબેથ-II પ્રોફેટ મોહમ્મદના વંશજ હોવાનો દાવો કરનાર પ્રથમ વ્યક્તિ હતા. બેકર 2005માં મૃત્યુ પામ્યા હતા.

મોરોક્કન અખબારે 2018માં સમાચાર પ્રકાશિત કર્યા હતા
રાણી એલિઝાબેથ-IIના પ્રોફેટ મોહમ્મદના વંશજ હોવાના દાવાના સમાચાર સૌ પ્રથમ માર્ચ 2018 માં મોરોક્કન અખબાર Al-Ousboue દ્વારા વિગતવાર પ્રકાશિત કરવામાં આવ્યા હતા. 1986માં બ્રુક્સ-બેકરના દાવાને પુનરાવર્તિત કરીને પેપરમાં એલિઝાબેથ-II પ્રોફેટ મોહમ્મદના વંશજ કેવી રીતે હતા તે વિગતવાર સમજાવવાનો પ્રયાસ કર્યો.

અખબારે લખ્યું છે કે એલિઝાબેથ દ્વિતિય વાસ્તવમાં ​​​​​​​મોહમ્મદ પયગંબરના પુત્રી ફાતિમાની 43મી પેઢીના વંશજ છે.

આ દાવા મુજબ - એલિઝાબેથ દ્વિતિયનો સંબંધ 14મી સદીના અર્લ ઓફ કેમ્બ્રિજ સાથે છે, જે મધ્યયુગીન સ્પેનના મુસ્લિમ સામ્રાજ્ય સાથે પ્રોફેટના પુત્રી ફાતિમા સાથે સંકળાયેલ છે. આ લેખ પત્રકાર અબ્દેલ-હામિદ અલ-અવની દ્વારા મોરોક્કન અખબાર માટે લખવામાં આવ્યો હતો.

મોરોક્કોના અખબાર Al-Ousboueએ વંશાવળીના આ ચાર્ટ દ્વારા મહારાણી એલિઝાબેથ દ્વિતિયનો સંબંધ પયગંબર મોહમ્મદ સાથે હોવાનો દાવો કર્યો હતો.
મોરોક્કોના અખબાર Al-Ousboueએ વંશાવળીના આ ચાર્ટ દ્વારા મહારાણી એલિઝાબેથ દ્વિતિયનો સંબંધ પયગંબર મોહમ્મદ સાથે હોવાનો દાવો કર્યો હતો.

કેવી રીતે કરાયો મહારાણી મોહમ્મદ સાહેબના વંશજ હોવાનો દાવો?
મહારાણી અને ​​​​​​​મોહમ્મદ પયગંબર વચ્ચે કનેક્શનને સમજવા માટે આ દાવામાં સામેલ કેટલાક મહત્વના પાત્રોને સમજવા પડશે. નીચે કરાયેલા તમામ દાવા મોરોક્કોના અખબારે પ્રકાશિત કર્યા હતા...

 • ફાતિમા ​​​​​​​મોહમ્મદ પયગંબરના પુત્રી હતા અને તેમના વંશજ અલ-કાસિમ સ્પેનના રાજા હતા. અલ-કાસિમના વંશજના પુત્રી જાયદા અને તેમના પુત્ર સાંચોના વંશજો સાથે જ મહારાણીનું કનેક્શન છે.
 • 11મી સદીમાં સ્પેનના શહેર સેવિલેના શાસક અબુ અલ-કાસિમ મોહમ્મ ઈબ્ન અબ્બાદ હતા. અલ-કાસિમ પયગંબર મોહમ્મદના પુત્રી ફાતિમાના વંશજ હોવાના કારણે સ્પષ્ટ રીતે પયગંબરના વંશજ હતા.
 • અલ-કાસિમે અબ્બાસિદ નામથી પોતાનો રાજવંશ બનાવ્યો અને અલ-અન્દલુસ સ્થિત સેવિલે પર 1023થી 1042 ઈસ્વીસન સુધી શાસન કર્યુ. અલ-અન્દલુસ સ્પેન અને પોર્ટુગલમાં સ્થિત મુસ્લિમ શાસકોવાળા વિસ્તારને કહેવામાં આવતો હતો.
 • આઠમી સદીમાં આરબના ઉમય્યદ રાજવંશથી સ્પેનમાં મુસ્લિમોનું શાસન શરૂ થયું હતું, જે 15મી સદી સુધી રહ્યું હતું. આ જ રાજવંશના નબળા પડવાથી અલ-કાસિમના અબ્બાસિદ રાજવંશે તેનું સ્થાન લીધું.
 • અબ્બાસિદ રાજવંશના ત્રીજા રાજા હતા- અલ-મુતામિદ ઈબ્ન અબ્બાદ, તેમના એક પુત્રી હતા, જેમનું નામ હતું જાયદા. સેવિલે પર અલ્મોરાવિદોએ હુમલો કરી દીધો. અલ્મોરાવિદ એક બર્બર મુસ્લિમ રાજવંશ હતો, જે મોરોક્કોની આસપાસના વિસ્તારમાં કેન્દ્રિત હતો.
 • આ હુમલાથી બચવા માટે સેવિલેના મુસ્લિમ રાજકુમારી જાયદાએ સ્પેનના રાજા અલ્ફોંસો-VIને ત્યાં આશરો લીધો. અલ્ફોંસો લિયોન, કેસિલે અને ગેલિસિયા વિસ્તારના રાજા હતા.
 • અલ્ફોંસો-VIએ જાયદાને અપનાવી લીધા. જાયદા ધર્મ બદલીને ખ્રિસ્તી બની ગયા અને પોતાનું નામ બદલીને ઈસાબેલ રાખી લીધું.
 • અલ્ફોંસો અને જાયદાને એક પુત્ર થયો, જેનું નામ રાખવામાં આવ્યું સાંચો અલ્ફોંસેઝ.
 • સાંચોની એક વંશજે આગળ જઈને ત્રીજા અર્લ ઓફ કેમ્બ્રિજ, રિચર્ડ કોનિસબ્રૉ સાથે લગ્ન કર્યા. અર્લ ઓફ કેમ્બ્રિજ ઈંગ્લેન્ડના રાજા એડવર્ડ-IIIના પૌત્ર હતા.
 • રિચર્ડ કૉનિસબ્રૉના વંશજોનો સંબંધ પછી ઈંગ્લેન્ડના રાજા એડવર્ડ-IV સાથે જોડાયો
 • આ જ રીતે આગળ લોહીનો આ સંબંધ સ્કોટલેન્ડના રાજા જેમ્સV સાથે રહીને સ્કોટલેન્ડના ક્વીન મેરી સાથે જોડાયો.
 • ત્યારબાદ આ સંબંધ મેરીના પુત્ર જેમ્સ-VI સાથે જોડાયો, જેઓ આગળ જઈને ઈંગ્લેન્ડના રાજા બન્યા.
 • 11 પેઢીઓ પછી આ સંબંધ આગળ વધતા બ્રિટિના રાજા જ્યોર્જ-VI સાથે જોડાયો.
 • જ્યોર્જ-VIના જ પુત્રી હતા એલિઝાબેથ દ્વિતિય, જેઓ 1926માં જન્મ્યા અને 1952માં બ્રિટનના મહારાણી બન્યા.
8 સપ્ટેમ્બર 2022ના રોજ 96 વર્ષની વયે એલિથાઝેબેથ-IIનું અવસાન થયું. તે 70 વર્ષ સુધી રાણી હતી. તે બ્રિટનના ઈતિહાસમાં સૌથી લાંબા સમય સુધી શાસન કરનાર શાસક રહ્યા.
8 સપ્ટેમ્બર 2022ના રોજ 96 વર્ષની વયે એલિથાઝેબેથ-IIનું અવસાન થયું. તે 70 વર્ષ સુધી રાણી હતી. તે બ્રિટનના ઈતિહાસમાં સૌથી લાંબા સમય સુધી શાસન કરનાર શાસક રહ્યા.

દાવા પર અનેક સવાલો ઉભા થાય છે
આ સમગ્ર દાવાની સૌથી મહત્વપૂર્ણ કડીઓમાંની એક જાયદાની ઓળખને લગતો વિવાદ છે. કેટલાક ઈતિહાસકારોના મતે, જાયદા પ્રોફેટ મોહમ્મદના વંશજ હતા કે કેમ તે સ્પષ્ટ નથી.

બ્રિટિશ મેગેઝિન સ્પેક્ટેટર કહે છે કે જાયદાની ઓળખ પર કોઈ સર્વસંમતિ નથી.

જ્યારે મોરોક્કન અખબારોએ જાયદાને સેવિલના ત્રીજા રાજા અલ-અબાદના પુત્રી તરીકે વર્ણવ્યા છે, ત્યારે કેટલાક ઇતિહાસકારો કહે છે કે જાયદા અલ-અબાદની પત્ની હતી. કેટલાક મુસ્લિમ ઈતિહાસકારો જાયદાને અલ-અબ્બાદના પુત્રવધૂ તરીકે ઓળખે છે, જે અબ્બાદના પુત્ર અબુ અલ-ફાતિહ અલ-મામુનના પત્ની હતા.

ઈકોનોમિસ્ટે ઈતિહાસકારોને ટાંકીને જણાવ્યું હતું કે તે નશામાં ધૂત ખલીફા મુતામિદ બિન અબ્બાદની પુત્રી હતી, જે પ્રોફેટ મુહમ્મદના વંશજ હતા. તે જ સમયે, કેટલાક કહે છે કે જાયદાના લગ્ન મુતામિદ બિન અબ્બાદના પરિવારમાં થયા હતા.

તાજેતરના મીડિયા રિપોર્ટ અનુસાર, બર્ક પીરેજ સંસ્થાએ કહ્યું કે એલિઝાબેથ-2 એ પ્રોફેટ મુહમ્મદના વંશજ હોવાનો મૂળ સ્ત્રોત હોવાનો દાવો ખોટો છે.

પીઅરેજના મતે, આનો મૂળ સ્ત્રોત ખરેખર સર ઇયાન મોનક્રિફ હતા, જેમણે આ હકીકતને તેમના 1982ના પુસ્તક 'રોયલ હાઇનેસઃ એન્સેસ્ટ્રી ઓફ ધ રોયલ ચાઇલ્ડ'માં સમાવી હતી.

દાવાને પ્રચાર કેમ કહેવામાં આવ્યો?
આ દાવા પર સવાલ ઉઠાવતા, લેખક લેસ્લી હેઝલટને 2019માં જણાવ્યું હતું કે આ થિયરીને કદાચ પશ્ચિમમાં ઇસ્લામનું દુષ્ટતા તરીકેના ચિત્રણના જવાબ તરીકે આગળ વધારવામાં આવી રહ્યો છે.

Reddit જેવા સામાજિક મંચો પર પણ લખવામાં આવ્યું હતું કે આ પ્રચાર બ્રિટિશ સામ્રાજ્યને ફરીથી ફેલાવવાના પ્રયાસોનો એક ભાગ છે.

ધ ઇકોનોમિસ્ટના જણાવ્યા મુજબ, 2018માં આરબ એથીસ્ટ નેટવર્કના વેબ ફોરમ પર એક સમાચાર આ મથાળા સાથે આવ્યા હતા- "રાણી એલિઝાબેથે મુસ્લિમો પર શાસન કરવાના પોતાના અધિકારનો દાવો કરવો જ જોઇએ."

ત્રણ વર્ષ પહેલાં, પ્રખ્યાત બ્રિટિશ લેખિકા લેસ્લી હેઝલટને ક્વીન એલિઝાબેથ-II પ્રોફેટ મોહમ્મદના વંશજ હોવાના દાવાને પ્રચાર ગણાવીને ફગાવી દીધો હતો.
ત્રણ વર્ષ પહેલાં, પ્રખ્યાત બ્રિટિશ લેખિકા લેસ્લી હેઝલટને ક્વીન એલિઝાબેથ-II પ્રોફેટ મોહમ્મદના વંશજ હોવાના દાવાને પ્રચાર ગણાવીને ફગાવી દીધો હતો.

રાણી અને ​​​​​​​મોહમ્મદ પયગંબર ​​​​​​​વચ્ચેના જોડાણના દાવાનું સત્ય શું છે?
આ દાવાઓ સાથે જોડાયેલા સમાચાર સામે આવ્યા બાદ બ્રિટિશ રોયલ ફેમિલીએ આના પર કંઈપણ કહેવાનો ઈન્કાર કરતા કહ્યું કે- 'અમે આવા દાવાઓ પર ટિપ્પણી કરતા નથી.'

કેટલાક ઈતિહાસકારોનું કહેવું છે કે ઈતિહાસમાં કોના ઉલ્લેખના આધારે આ દાવો કરવામાં આવી રહ્યો છે તેમની વાસ્તવિકતા જાણવા માટે વધુ સંશોધનની જરૂર છે. બ્રિટિશ ઈતિહાસકાર ડેવિડ સ્ટાર્કીએ 2018માં આ દાવા વિશે કહ્યું હતું - 'તે બિલકુલ વિચિત્ર નથી.'

મધ્યયુગીન સ્પેનના વંશાવળીના રેકોર્ડ આ દાવાને સમર્થન આપે છે. 2018માં, ઇજિપ્તના ભૂતપૂર્વ ગ્રાન્ડ મુફ્તી અલી ગોમાએ આ દાવાને યોગ્ય ઠેરવ્યો હતો.

બ્રુક્સ-બેકર, અમેરિકન-બ્રિટિશ પત્રકાર અને વંશાવળીશાસ્ત્રી કે જેને આ દાવાના જનક માનવામાં આવે છે, તેમનું 2005માં અવસાન થયું હતું. બેકરના અવસાન પર બ્રિટનના મુખ્ય અખબારો પૈકીના એક ધ ટેલિગ્રાફે તેના શોક સંદેશમાં લખ્યું - 'પત્રકારો માટે તેમનો (બેકરના હોવાનો) સૌથી મોટો ફાયદો એ હતો કે તેઓ હંમેશા ધ્યાન ખેંચે તેવી ટિપ્પણીઓ કરતા હતા. ગેરલાભ એ હતો કે તે ઘણીવાર ખોટી સિદ્ધ થતી હતી.

જતા જતા આ પોલમાં પણ સામેલ થઈએ

સંદર્ભ

https://www.economist.com/middle-east-and-africa/2018/04/05/muslims-consider-queen-elizabeths-ties-to-the-prophet-muhammad

https://archive.ph/hxEEX#selection-643.413-643.656

https://www.dailymail.co.uk/news/article-5587555/Historians-trace-Queens-heritage-Prophet-Muhammad.html

https://timesofindia.indiatimes.com/world/uk/queen-a-direct-descendant-of-the-prophet-report/articleshow/63675110.cms

https://timesofindia.indiatimes.com/world/uk/queen-a-direct-descendant-of-the-prophet-claims-report/articleshow/63671907.cms

https://www.snopes.com/news/2022/09/08/queen-elizabeth-prophet-muhammad/

https://english.alaraby.co.uk/news/queen-elizabeth-ii-descended-prophet-muhammad

https://www.thetimes.co.uk/article/queen-may-be-child-of-muhammad-k5xd9btcl

અન્ય સમાચારો પણ છે...