વીડિયો એક્સપ્લેનર:મોબાઈલની જેમ વીજળીનાં મીટર પણ રિચાર્જ થશે, તમારા ઘરમાં ક્યાં સુધીમાં ઈન્સ્ટોલ થશે સ્માર્ટ મીટર ? પાંચ સ્ટેપમાં સમજો A TO Z

19 દિવસ પહેલા

ઉત્તરપ્રદેશમાં 4G સ્માર્ટ પ્રીપેડ મીટર લગાવવાની તૈયારીઓ ચાલી રહી છે. ટૂંક સમયમાં જ ઉત્તરપ્રદેશમાં સ્માર્ટ મીટરનું ઈન્સ્ટોલેશન શરુ થઈ જશે.આ સ્માર્ટ મીટર નોર્મલ વીજળી મીટરથી ઘણું અલગ હોય છે..મીનીસ્ટ્રી ઓફ પાવર દ્વારા થોડા મહિનાઓ અગાઉ આ અંગે એક નોટિફિકેશન બહાર પાડવામાં આવ્યું હતું. જેમાં દેશભરમાં જૂની ટેક્નોલોજી પર કામ કરી રહેલા મીટરને અપગ્રેડ કરી 2025 સુધીમાં 4G સ્માર્ટ પ્રીપેડ મીટર લગાવી દેવાની જાહેરાત કરવામાં આવી હતી. હાલ ઉત્તરપ્રદેશ, બિહાર, રાજસ્થાન, હરિયાણા અને દીલ્હીમાં સ્માર્ટ મીટર લગાવવામાં આવ્યા છે. ત્યારે શું છે 4G સ્માર્ટ પ્રીપેડ મીટર ? કેવી રીતે કરે છે કામ ? સ્માર્ટ મીટર લાગવાથી ગ્રાહકોને શું થશે ફાયદો? આ તમામ વિગતો પાંચ સ્ટેપમાં સમજવા ક્લીક કરો ઉપરના ફોટો પર