તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • Dvb original
  • Explainer
  • Now Jewelers Will Be Able To Sell Only Hallmarked Jewelery, What Will Be The Benefit To You And What Will Happen To Your Old Jewelery Now?

ભાસ્કર બિઝનેસ એક્સપ્લેનર:હવે જ્વેલર્સ માત્ર હોલમાર્કવાળી જ્વેલરી વેચી શકશે, તેનાથી તમને શું ફાયદો થશે અને હવે તમારા જૂના ઝવેરાતનું શું થશે?

સુદર્શન શર્મા3 મહિનો પહેલા
  • કૉપી લિંક

15 જૂન એટલે કે આજથી ગોલ્ડ જ્વેલરીનું હોલમાર્કિંગ ફરજિયાત થઈ ગયું છે. હવેથી જ્વેલર માત્ર હોલમાર્કવાળા ઘરેણાં જ ખરીદી અને વેચી શકશે. આવી સ્થિતિમાં ઘણા લોકોના મનમાં એ સવાલ છે કે તેમની પાસે જૂનું સોનું છે તેનું શું થશે. તો અમે તમને આજે હોલમાર્કિંગ અને તેનાથી સંબંધિત બાબતો અંગે જણાવી રહ્યા છીએ.

સૌથી પહેલા સમજો હોલમાર્કિંગ શું છે?
હોલમાર્ક સરકારી ગેરંટી હોય છે. હોલમાર્ક ભારતની એકમાત્ર એજન્સી બ્યુરો ઓફ ઈન્ડિયન સ્ટાન્ડર્ડ (BIS)દ્વારા નક્કી કરવામાં આવે છે. હોલમાર્કિંગમાં કોઈપણ પ્રોડક્ટને નક્કી માપદંડો પર પ્રમાણિત કરવામાં આવે છે. BISએ તે સંસ્થા છે, જે ગ્રાહકોને આપવામાં આવતા સોનાની તપાસ કરે છે. સોનાના સિક્કા અથવા દાગીના પર હોલમાર્કની સાથે BISનો લોગો હોવો જરૂરી છે. તેનાથી એ જાણી શકાય છે કે BISની લાઈસન્સવાળી લેબમાં તેની શુદ્ધતાનું પરીક્ષણ કરવામાં આવ્યું છે.

જો તમારી પાસે હોલમાર્કિંગ વગરનું સોનું છે તો તેનું શું થશે?
15 જૂન 2021 બાદ પણ હોલમાર્કિંગવાળુ સોનું એક્સચેન્જ કરી શકાશે. તે સિવાય જો તમે ઈચ્છો તો તમે તમારા જ્વેલર દ્વારા તમારા સોનાનું હોલમાર્કિંગ કરાવી શકો છો. મામલાના જાણકાર સંજય મંડોતના અનુસાર, BIS 5 વર્ષ માટે લાઈસન્સ ફી 11,250 રૂપિયા લઈને જ્વેલર્સને આ લાઈસન્સ આપે છે. ત્યારબાદ જ્વેલર્સ હોલમાર્ક સેન્ટર પર જઈને જ્વેલરીની તપાસ કરાવીને કેરેટના હિસાબથી હોલમાર્ક જારી કરાવે છે. સામાન્ય માણસ જૂની જ્વેલરી પર સીધા સેન્ટર જઈને હોલમાર્ક કરાવી શકશે નહીં. તેમને સંબંધિત જ્વેલર દ્વારા જ આવવું પડશે. જો કે, તેઓ સેન્ટર પર સોનાની શુદ્ધતાની તપાસ ન્યૂનતમ રકમ આપીને કરાવી શકે છે.

તમે તમારા જૂના ઘરેણાંને વેચી શકશો કે નહીં?
BISના અનુસાર, ગ્રાહકો પાસેથી જૂની ગોલ્ડ જ્વેલરી ખરીદ્યા બાદ જ્વેલર્સ તેને ઓગાળીને નવી જ્વેલરી બનાવે છે. જૂની જ્વેલરી એક પ્રકારે જ્વેલર માટે રૉ મટિરિયલ હોય છે. તેથી ગ્રાહકો દ્વારા તેનું વેચાણ અને જ્વેલર દ્વારા તેની ખરીદારી કરવા પર 15 જૂન 2021 બાદ પણ કોઈ સમસ્યા થશે નહીં. પરંતુ હવે જ્વેલર્સ નવી જ્વેલરી વેચશે, તો તેના પર BIS હોલમાર્ક હોવો જરૂરી છે.

તેનાથી સામાન્ય માણસને શું ફાયદો થશે?
તેનાથી સામાન્ય માણસને ફાયદો જ છે કેમ કે અત્યાર સુધી જ્વેલરી ખરીદવા પર ઘણા લોકોને ખબર નહોતી કે તેમનું સોનું કેટલું શુદ્ધ છે. આવી સ્થિતિમાં તેમની સાથે છેતરપિંડી થવાની સંભાવના રહેતી હતી. ગ્રાહકોને નકલી જ્વેલરીથી બચાવવા અને જ્વેલરીના વ્યવસાય પર નજર રાખવા માટે હોલમાર્કિંગ જરૂરી છે. હોલમાર્કિંગનો ફાયદો એ છે કે જ્યારે તમે તેને વેચવા જશો તો કોઈપણ પ્રકારનો ડેપ્રિસિએશન કોસ્ટ કટ કરવામાં આવશે નહીં. એટલે કે તમને સોનાની યોગ્ય કિંમત મળી શકશે. હોલમાર્કિંગમાં સોનું ઘણા તબક્કામાં પસાર થાય છે. આવી સ્થિતિમાં તેની શુદ્ધતામાં છેતરપિંડીની કોઈ સંભાવના નથી રહેતી. ​​​​​​​

હોલમાર્કિંગથી નવી જ્વેલરીની કિંમત પર શું અસર થશે?
ઈન્ડિયન બુલિયન એન્ડ જ્વેલર્સ એસોસિએશન (IBJA)ના નેશનલ સેક્રેટરી સુરેન્દ્ર મહેતાના જણાવ્યા પ્રમાણે, હોલમાર્કિંગ લાગુ થયા બાદથી જ્વેલરીની કિંમત થોડી વધી શકે છે. કેમ કે તેનાથી લોકોને હવે સરરાક ટેસ્ટેડ જ્વેલરી મળશે. તેનાથી તેની કિંમત થોડી વધી શકે છે.

જૂની જ્વેલરીને હોલમાર્કિંગ કરવા પર કેટલો ખર્ચો થશે અને કેટલો સમય લાગશે?
જ્વેલરી અથવા ગોલ્ડ આઈટમ પર હોલમાર્ક માટે 35 રૂપિયા (વધારાના ટેક્સ) છે, પરંતુ ઘરેણાંની શુદ્ધતા તપાસવા માટે ન્યૂનતમ 200 રૂપિયા અને ટેક્સ લાગશે. BIS લેબમાં કોઈ જ્વેલરીની શુદ્ધતા તપાસવા અથવા હોલમાર્ક માટે 6-8 કલાક લાગી શકે છે. આવી સ્થિતિમાં જૂની જ્વેલરીને હોલમાર્કિંગ કરાવવામાં વધારે સમય અને પૈસા નહીં લાગે.

BIS દ્વારા આ રીતે ગોલ્ડ હોલમાર્કિંગ થશે
2 ગ્રામથી વધુની જ્વેલરીને BIS દ્વારા માન્યતા પ્રાપ્ત સેન્ટરમાંથી તપાસ કરાવીને તેના પર સંબંધિત કેરેટનું BIS માર્ક લગાવવું પડશે. જ્વેલરી પર BISનું ત્રિકોણાકાર નિશાન, હોલમાર્કિંગ કેન્દ્રનો લોગો, સોનાની શુદ્ધતા લખેલી હશે. તે ઉપરાંત જ્વેલરી ક્યારે બનાવવામાં આવી, તેનું વર્ષ અને જ્વેલરીનો લોગો પણ હશે.

શું આપણા દેશનું સોના-ચાંદીનું બજાર આ માટે તૈયાર છે?
પૃથ્વી ફિનમાર્ટના ડાયરેક્ટર અને ગોલ્ડ અને કરન્સીના એક્સપર્ટ મનોજ કુમાર જૈનના જણાવ્યા પ્રમાણે, હજી સુધી દેશનું સોના-ચાંદીનું માર્કેટ હોલમાર્કિંગ લાગુ કરવા માટે સંપૂર્ણ તૈયાર નથી. તેનું કારણ એ છે કે, કોરોનાની બીજી લહેરના કારણે દેશમાં છેલ્લા ઘણા મહિનાથી લોકડાઉન લાગુ હતું. તેના કારણે ઘણા નાના જ્વેલર BISમાં રજિસ્ટ્રેશન કરાવી શક્યા નથી. ​​​​​​​

તેનાથી સરકારને શું ફાયદો થશે?
મનોજ કુમાર જૈનના જણાવ્યા પ્રમાણે, તેનાથી સરકારને ટેક્સ મળશે. સરકાર હોલમાર્કિંગ કરાવવા પર 18% GST વસૂલશે. તેનાથી સરકારને આવક પણ થશે.

દેશના 10% જ્વેલર્સ પાસે BISનું લાઈસન્સ નથી
સુરેન્દ્ર મહેતાના જણાવ્યા પ્રમાણે, સરકારે જ્વેલર્સને રજિસ્ટ્રેશન કરાવવા માટે 1 વર્ષ કરતાં વધારે સમય આપ્યો હતો, પરંતુ દેશમાં આ સમયે લગભગ 5 લાખ જ્વેલર છે, જેમાંથી માત્ર 40 હજાર લોકોએ તેના માટે રજિસ્ટ્રેશન કરાવ્યું છે. એટલે કે 1 વર્ષમાં 10% જ્વેલર્સે પણ રજિસ્ટ્રેશન નથી કરાવ્યું. ઘણા જ્વેલર્સ એવા છે જેમને ઇરાદાપૂર્વક રજિસ્ટ્રેશન નથી કરાવ્યું.

24 કેરેટ સોનું 99.9% શુદ્ધ હોય છે
સોનાની શુદ્ધતા કેરેટ પ્રમાણે થાય છે. 24 કેરેટનું સોનું સૌથી શુદ્ધ સોનું માનવામાં આવે છે, પરંતુ તેના ઘરેણાં નથી બનતા કેમ કે તે એકદમ નરમ હોય છે. સામાન્ય રીતે ઘરેણાં માટે 22 કેરેટ સોનાનો ઉપયોગ કરવામાં આવે છે, જેમાં 91.66% સોનું હોય છે.

આ રીતે સોનાની શુદ્ધતાના ગણિતને સમજો
1 કેરેટ ગોલ્ડનો અર્થ થાય છે 1/24 ગોલ્ડ, એટલે જો તમારા ઘરેણાં 22 કેરેટના છે તો 22 ભાગ્યા 24 કરો અને તેને 100 સાથે ગુણાકાર કરો. (22/24)x100= 91.66 એટલે કે તમારા ઘરેણાંમાં ઉપયોગ સોનાની શુદ્ધતા 91.66% છે.

નિયમોનું પાલન ન કરવા પર એક વર્ષની સજા થઈ શકે છે
BIS એક્ટના અનુસાર, હોલમાર્કિંગનો નિયમ તોડવા પર ન્યૂનતમ 1 લાખ રૂપિયાની જ્વેલરીના વેલ્યુ કરતાં 5 ગણા સુધી દંડ અને એક વર્ષની સજાની જોગવાઈ છે.

અન્ય સમાચારો પણ છે...