કાર ખરીદવી હશે તો વેઇટિંગ નહીં નડે!, VIDEO:રૂ. 1 લાખનું લેપટોપ 40 હજારમાં, અમદાવાદ નજીક બનશે સેમી-કન્ડક્ટર ચિપ પ્લાન્ટ, આટલા ફાયદા થશે

3 મહિનો પહેલા

ભારતીય કંપની વેદાંતાએ વિશ્વની સેમી-કન્ડક્ટર કેપિટલ તરીકે ઓળખાતી તાઈવાનની કંપની ફોક્સકોન સાથે સંયુક્ત સાહસની જાહેરાત કરી છે. આ અંતર્ગત ગુજરાતમાં સેમી-કન્ડક્ટર પ્લાન્ટ સ્થાપવામાં આવશે. આનાથી ભારત સેમિકન્ડક્ટર્સની જરૂરિયાતો પૂરી કરી શકશે અને અન્ય દેશોમાં નિકાસ પણ કરી શકશે.ભારતનો આ સોદો તેના માટે ફાયદાકારક તો છે જ પરંતુ ચીન જેવા હરીફની ચિંતા પણ વધારનાર છે. અમદાવાદ નજીક બનનારા આ પ્રોજેક્ટ પર 1.54 લાખ કરોડ રૂપિયાનું રોકાણ કરવામાં આવશે. સંયુક્ત સાહસમાં વેદાંતા 60 ટકા હિસ્સો ધરાવે છે, જ્યારે તાઈવાનની કંપની 40 ટકા હિસ્સો ધરાવે છે. આ સેમી-કન્ડક્ટર ચિપ શું હોય છે? અને તેનાથી આવનાર સમયમાં શું ફાયદો થશે ? જાણવા માટે ક્લિક કરો ઉપરના ફોટો પર