8 નવેમ્બર, 2016 રાત્રે 8 વાગ્યે. વડાપ્રધાન નરેન્દ્ર મોદી ટીવી પર આવ્યા. દેશને આપેલા ભાષણમાં તેમણે કહ્યું હતું કે 1000 અને 500ની નોટો રાતે 12 વાગ્યાથી ચલણમાંથી બહાર થઈ જશે. તેમની એક જાહેરાત સાથે 86% નોટ એટલે કે રૂ. 15.44 લાખ કરોડની નોટો માત્ર ચાર કલાકમાં ચલણમાંથી બહાર થઈ ગઈ હતી.
જૂની નોટો બંધ થવાને કારણે અચાનક ચલણની જરૂરિયાત વધી ગઈ અને રિઝર્વ બેંકે RBI એક્ટ 1934ની કલમ 24 (1) હેઠળ 2 હજાર રૂપિયાની નોટ છાપવાનું શરૂ કર્યું. આનાથી ચલણની અછત તો દૂર થઈ, પરંતુ નવી સમસ્યા ઊભી થઈ.
19 મે, 2023ના રોજ એટલે કે લગભગ 6 વર્ષ પછી RBIએ 2000 રૂપિયાની નોટ ચલણમાંથી પાછી ખેંચવાની જાહેરાત કરી છે. ભાસ્કર એક્સપ્લેનરમાં આપણે જાણીશું કે આરબીઆઈનો 2000ની નોટો બંધ કરવાનો નિર્ણય શા માટે ભૂલભર્યો છે અને આ માટે કામ ક્યારથી ચાલી રહ્યું છે?
સૌપ્રથમ 3 ગ્રાફિક્સમાં જુઓ, 2000ની નોટોને ચલણમાંથી બહાર કાઢવાની પ્રક્રિયા ક્યારથી ચાલી રહી છે...
શા માટે 2000ની નોટો છાપવી એ નોટબંધીના મૂળ હેતુની વિરુદ્ધ હતી
આ સમજવા માટે સૌથી પહેલા કાળાં નાણા વિશે જાણવું જરૂરી છે. પ્રથમ, કાળું નાણું હંમેશાં નોટોના સ્વરૂપમાં હોતું નથી. એ સોના-ચાંદી, જમીન-સંપત્તિ કે કોઈ કીમતી વસ્તુના રૂપમાં પણ હોય છે. સામાન્ય રીતે કહીએ તો કાળું નાણું એવી આવક છે, જેના પર કર ચૂકવવામાં આવતો નથી.
આપણે લાંચ લેનારા અધિકારી કે અપ્રામાણિક વેપારીનું ઉદાહરણ લઈ શકીએ. ચાલો કલ્પના કરીએ કે જો કોઈ લાંચ લેનાર અધિકારી કોઈ વ્યક્તિ પાસેથી લાંચ લે છે. સામાન્ય રીતે તે આ લાંચ ચલણી નોટોના રૂપમાં લેશે, પરંતુ તે સોનાના રૂપમાં લાંચ લઈ શકે છે.
એવી જ રીતે જો આપણે એક અનૈતિક વેપારીની વાત કરીએ તો, યોગ્ય આવક પર ટેક્સ ભરવાને બદલે જો તે નકલી બિલ દ્વારા વધુ ખર્ચ બતાવીને તેનો નફો કાગળ પર ઓછો બતાવે છે તોપણ તેની પાસે તેના ખાતા કરતાં વધુ પૈસા હશે.
આવી સ્થિતિમાં એટલે કે લાંચ લેનાર અધિકારી અને અનૈતિક વેપારી બંને આ રકમ રોકડ નોટના રૂપમાં રાખવાનું પસંદ કરશે. જોકે એવું પણ બની શકે છે કે આ રકમ હિસાબી વગર જમીન, મિલકત અથવા સોનું-ચાંદી ખરીદીને કાળાં નાણાં તરીકે જમા કરવામાં આવે.
આ જ કારણ છે કે જ્યારે પણ સમગ્ર વિશ્વમાં કાળાં નાણાંને રોકવાના હેતુથી નોટબંધી કરવામાં આવે છે, ત્યારે એેનું લક્ષ્ય ઊંચી કિંમતની નોટો હોય છે. ભારતમાં 8 નવેમ્બર 2016ના રોજ આવું જ બન્યું હતું. નિશાના પર હતી સૌથી વધુ મૂલ્યવાળી નોટ એટલે કે 1000 રૂપિયા અને 500 રૂપિયાની હાલની તમામ નોટ, તે તમામને ગેરકાયદે જાહેર કરવામાં આવી. અચાનક દેશની 85% નોટ પસ્તીમાં ફેરવાઈ ગઈ.
લોકો પાસે ટ્રાન્ઝેક્શન માટે નોટો બચી ન હતી. આવી સ્થિતિમાં જે હોબાળો થયો તે લોકોને આજે પણ યાદ છે. પરિસ્થિતિ બગડી રહી હતી. આવી સ્થિતિમાં નવેમ્બર 2016માં જ આરબીઆઈએ 1000ની નોટની બમણી કિંમત એટલે કે 2000ની નોટ છાપવાનું શરૂ કર્યું હતું. બજારમાં નોટોના શૂન્યાવકાશને ઝડપથી ભરવા માટે બમણા મૂલ્યની આ નોટો છાપવામાં આવી હતી અને દેશના દરેક ખૂણે એને એરલિફ્ટ કરવામાં આવી હતી.
2000ની નોટો છાપવી એ માણસોના સંગ્રહખોરીને પ્રોત્સાહિત કરવા જેવું હતું
હવે નોટબંધીને માનવ સ્વભાવ એટલે કે આદતથી પણ સમજીએ. તમે બધાએ અવારનવાર સાંભળ્યું જ હશે - ભાઈ, મારા ખિસ્સામાં મોટી નોટ છે, એને તોડવી નથી. અર્થ છે કે હું એમાંથી હું ખર્ચ નહીં કરું.
આ માણસોનો સ્વભાવ છે. સમગ્ર વિશ્વમાં લોકો ઉચ્ચ મૂલ્યની નોટોનો ઉપયોગ ખર્ચ કરતાં વધુ જમા કરવા માટે કરે છે. કમાણીના દૃષ્ટિકોણથી ભારત જેવા દેશમાં આ આદતની સાથે સાથે મજબૂરી પણ છે. દેશની મોટા ભાગની વસતિ પાસે ખર્ચ કરવા માટે મોટા મૂલ્યની નોટોનો અભાવ છે.
આરબીઆઈના ડેટા પણ આ જ સાબિત કરે છે. ભારતમાં નાની કિંમતની નોટો એટલે કે 5, 10, 20, 50 અને 100 રૂપિયાની નોટોનો ખરાબ થવાનો દર વાર્ષિક 33% છે. એટલે કે દર વર્ષે નાની કિંમતની એક તૃતીયાંશ નોટો ખરાબ થઈ જાય છે. જ્યારે 500 રૂપિયાની નોટોના કિસ્સામાં આ દર 22% છે અને 1000 રૂપિયાની નોટનો ખરાબ થવાનો દર 11% છે.
કાળાં નાણાંના અંદાજમાં પણ આ આંકડાનો ઉપયોગ થાય છે. એવું માનવામાં આવે છે કે બ્લેક મની તરીકે સંગ્રહિત નોટોના બગાડનો દર ઘણો ઓછો છે, એટલે કે વાસ્તવિક વ્યવહારોમાં નાની કિંમતની નોટોનો જ વધુ ઉપયોગ થાય છે. રિઝર્વ બેંકના આ આંકડાઓના આધારે 2016 પહેલાં એક અંદાજ લગાવવામાં આવ્યો હતો કે દેશમાં 7.3 લાખ કરોડનું કાળું નાણું છે.
નોટબંધી બાદ RBIએ 2000ની નોટ છાપવાની આ ભૂલ સુધારી છે. એને ચલણમાંથી બહાર કરવાનો પ્રયાસ 4 વર્ષ પહેલાં શરૂ થયો હતો. શુક્રવારે એને ચલણમાંથી બહાર કાઢવાની જાહેરાત કરવામાં આવી છે.
Copyright © 2023-24 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.