તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App
  • Gujarati News
  • Dvb original
  • Explainer
  • No Matter How Much The Virus Changes, The Vaccine Will Be Updated In 6 Weeks; There Is No Need To Panic Over The New Form Of Corona Found In Britain

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

ભાસ્કર EXPLAINER:વાઇરસ ગમે તેટલો બદલાય, 6 વીકમાં વેક્સિન અપડેટ થઇ જશે; બ્રિટનમાં મળેલા કોરોનાના નવા સ્વરૂપથી ગભરાવાની જરૂર નથી

નવી દિલ્હી2 મહિનો પહેલાલેખક: પવન કુમાર
ફાઇલ તસવીર - Divya Bhaskar
ફાઇલ તસવીર
  • દેશમાં વેક્સિન પ્રોટીન આધારિત, તેમાં ફેરફાર સરળતાથી થઇ શકે તેમ છે

બ્રિટનમાં મળેલા કોરોનાના નવા સ્વરૂપ (સ્ટ્રેઈન)થી જરાય ગભરાવાની જરૂર નથી એવું WHOનાં મુખ્ય વિજ્ઞાની ડૉ. સૌમ્યા સ્વામીનાથનનું આમ કહેવું છે. તેમણે ભાસ્કરને જણાવ્યું કે ભારત સહિત દુનિયાભરમાં બની રહેલી વેક્સિન વાઇરસના નવા સ્વરૂપ સામે પણ તેટલી જ કારગત છે.

વાઇરસમાં 9-10 મહિનામાં જેટલા ફેરફાર થયા છે તે સામાન્ય છે. વાઇરસમાં સંભવિત ફેરફારોને ધ્યાનમાં રાખીને જ વેક્સિન તૈયાર કરાય છે. નિષ્ણાતોના જણાવ્યાનુસાર, દુનિયામાં વેક્સિન જુદા-જુદા કોમ્પોનન્ટ્સથી બની રહી છે. ભારતમાં બની રહેલી વેક્સિન પ્રોટીન આધારિત છે. વાઇરસનું સ્વરૂપ ઘણું બદલાઇ જાય તોપણ ડરવાની જરૂર નથી, કેમ કે પ્રોટીન આધારિત વેક્સિનને 4-6 અઠવાડિયાંમાં અપડેટ કરી શકાય છે.

નવા સ્ટ્રેઈનથી દર્દીઓ વધી રહ્યા છે, મોત નહીં
પ્રશ્નઃ ભારતમાં કેટલા સ્ટ્રેઈન છે અને તેમની વચ્ચે શું તફાવત છે?
જવાબઃ ICMRના પૂર્વ વિજ્ઞાની પ્રો. રમણ ગંગાખેડકરના જણાવ્યાનુસાર, ભારતમાં જીનોમ સિક્વન્સિંગ ઝાઝું નથી થયું. તેનાથી એ જાણવા મળે છે કે વાઇરસની પ્રવૃત્તિમાં શું અને કેટલો ફેરફાર થયો છે? અત્યાર સુધીના સિક્વન્સિંગથી માલુમ પડે છે કે ભારતમાં શરૂના તબક્કામાં વાઇરસનું સ્વરૂપ ચીનના વુહાન શહેરવાળું હતું. પછી ઇટાલી સહિતના યુરોપના દેશોવાળું સ્વરૂપ પણ આવ્યું. આફ્રિકા-અમેરિકાના સ્વરૂપ પણ દેશના વિવિધ રાજ્યોમાં સામે આવ્યાં છે પણ એકેય સ્વરૂપ એવું નથી દેખાયું કે જેની મૂળ પ્રકૃતિમાં ઝાઝો ફેરફાર થયો હોય.

પ્રશ્નઃ બ્રિટનમાં મળેલું સ્વરૂપ 70% ઝડપથી ફેલાય છે. તે ભારતમાં આવી ગયું તો શું અસર થશે?
જવાબઃ કોઇ ખાસ અસર નહીં થાય. અહીં જુદાં-જુદાં ડઝનબંધ સ્વરૂપ પહેલેથી છે. નવા સ્વરૂપ અંગે યુરોપમાં અભ્યાસ થઇ ચૂક્યો છે કે તે માત્ર ઝડપથી ફેલાય છે, મોત વધુ નથી થતાં. દા.ત. બ્રિટનમાં નવું સ્વરૂપ આવ્યા બાદ રોજના કેસ 14 હજારથી વધીને 29 હજાર થયા પણ દૈનિક મોત 400થી 500 જ થયાં છે. મતલબ કે કેસ 100% વધ્યા પણ મોત 25% જ વધ્યાં.
પ્રશ્નઃ 3 દિવસમાં બ્રિટનથી ભારત આવેલા 30થી વધુ લોકો સંક્રમિત જણાયા છે. તેમાંથી કેટલા લોકોમાં નવું સ્વરૂપ છે?
જવાબઃ કેન્દ્રીય સ્વાસ્થ્ય મંત્રાલયના કોઇ અધિકારી તે જણાવવા તૈયાર નથી. જિનોમ સિક્વન્સિંગનો રિપોર્ટ આમ તો 36 કલાકમાં આવી જાય છે પણ બ્રિટનથી આવેલા સંક્રમિતોનો રિપોર્ટ 3 દિવસ બાદ પણ સામે નથી આવ્યો.

પ્રશ્નઃ નવું સ્વરૂપ પણ પ્રકૃતિ બદલતું રહેશે?
જવાબઃ હા, પણ જરૂરી નથી કે તે વધુ ખતરનાક હોય, કેમ કે મોટા ભાગના વાઇરસ પરિવર્તન બાદ વધુ નબળા પડી જાય છે. બની શકે કે આ વાઇરસ પણ સમય જતાં બેઅસર થઇ જાય.

પ્રશ્નઃ નવું સ્વરૂપ વેક્સિનની અસર ઘટાડી શકે?
જવાબઃ ભારત બાયોટેકની વેક્સિનની ક્લિનિકલ ટ્રાયલની જવાબદારી સંભાળતા ડૉ. સંજય રોયે જણાવ્યું કે વાઇરસમાં પરિવર્તન કાયમ થતું રહે છે પણ તે તેની મૂળ પ્રકૃતિ નથી બદલતો. તેથી બધી વેક્સિન કારગત સાબિત થશે. બધી વેક્સિન વાઇરસમાં થનારા ફેરફારોને ધ્યાનમાં રાખીને તૈયાર કરાઇ છે. વેક્સિનમાં ઘણા પ્રકારના પ્રોટીન છે. બની શકે કે કોઇ પ્રોટીન નવા સ્વરૂપ પર બેઅસર થઇ જાય પણ બીજા પોતાનું કામ કરતા રહેશે.

પ્રશ્નઃ એવું કહી શકાય કે નવા સ્વરૂપ અંગે દુનિયાભરમાં અકારણ ગભરાટ ફેલાયો છે?
જવાબઃ બધા દેશો પોતાના નાગરિકોને વધુ સતર્ક રહેવા કહી રહ્યા છે, જે યોગ્ય પણ છે, કેમ કે નવા સ્વરૂપનો વાઇરસ બહુ ઝડપથી ફેલાઇ રહ્યો છે. તેથી ગભરાટ છે.

અન્ય સમાચારો પણ છે...

    આજનું રાશિફળ

    મેષ
    Rashi - મેષ|Aries - Divya Bhaskar
    મેષ|Aries

    પોઝિટિવઃ- આ સમયે ગ્રહ સ્થિતિ તમારા માટે સારી પરિસ્થિતિઓ બનાવી રહી છે. વ્યક્તિગત તથા પારિવારિક ગતિવિધિઓ પ્રત્યે વધારે ધ્યાન કેન્દ્રિત રહેશે. બાળકોની શિક્ષા અને કરિયરને લગતા મહત્ત્વપૂર્ણ કામ પણ આજે સંપન...

    વધુ વાંચો