BJP-RJDને બે-બે વખત ઠેંગો દેખાડ્યો છે:નીતિશનું દિલ છે કે માનતું જ નથી, 4 વખત હ્રદય પરિવર્તનથી 8મી વખત બન્યા CM

એક મહિનો પહેલાલેખક: અભિષેક પાંડે

નીતિશ કુમારે 10 ઓગસ્ટે ્ર8મી વખત બિહારના મુખ્યમંત્રી પદ તરીકે શપથ લીધા. ભાજપના નેતૃત્વવાળી NDA સાથે સંબંધ તોડ્યા બાદ તેમને 9 ઓગસ્ટે મુખ્યમંત્રી પદેથી રાજીનામું આપી દીધું. હવે રાષ્ટ્રીય જનતા દળની સાથે ગઠબંધન કરી તેઓ ફરીથી મુખ્યમંત્રી પદ ગ્રહણ કર્યું છે.

ભાજપ સાથે સંબંધ તોડવા કે જોડવા કે પછી RJDની સાથે આવવું અને તેમનાથી અલગ થવું, નીતિશ માટે કોઈ નવી વાત નથી. છેલ્લાં લગભગ ત્રણ દશકાથી તેઓના ભાજપ અને RJDની સાથે ઘણી વખત સંબંધ બન્યા પણ છે અને બગડ્યા છે. એટલે કે એમ કહીએ કે છેલ્લાં 3 દશકામાં ઓછામાં ઓછી 4 વખત નીતિશનું હ્રદય પરિવર્તન થયું છે.

ભાજપ અને RJD સાથે ગઠબંધન તોડવા માટે નીતિશની બે ચર્ચિત Cની ફોર્મ્યૂલા રહી છે. C એટલે કોમ્યુનલિઝમ કે સાંપ્રદાયિકતા, જેને નીતિશ ભાજપ સાથે ગઠબંધન તોડવા માટે કરી ચુક્યા છે.

હવે એક નજર કરીએ,છેલ્લાં ત્રણ દશકાની તે ઘટનાઓ પર જે નીતિશના હ્રદય પરિવર્તનને દેખાડે છેઃ

1985માં નીતિશે જનતા દળથી રાજકારણમાં એન્ટ્રી મારી
1 માર્ચ 1951નાં રોજ બિહારના બખ્તિયારપુરમાં જન્મેલા નીતિશ કુમારે 1972માં ઈલેક્ટ્રિકલ એન્જિનિયરિંગની ડિગ્રી લીધી હતી. એક ઈન્ટરવ્યૂમાં નીતિશે કહ્યું હતું, તેમને અધૂરા મનથી સ્ટેટ ઈલેક્ટ્રિસિટી બોર્ડની નોકરી જોઈન કરી, પરંતુ પહેલો જ દિવસ તેમનો છેલ્લો દિવસ સાબિત થયો કેમકે શરૂઆતથી જ તેમનું મન રાજનીતિમાં લાગતું હતું.

પોતાની રાજનીતિના શરૂઆતના દિવસોમાં તેમને રામમનોહર લોહિયા, એસએન સિન્હા, કર્પૂરી ઠાકુર અને વીપી સિંહ જેવા દિગ્ગજ નેતાઓની સાથે કામ કર્યું. 1985માં તેઓ સત્યેન્દ્ર નારાયણ સિન્હાની અધ્યક્ષતાવાળા જનતા દળથી જોડાયા અને તે જ વર્ષે પાર્ટીની ટિકિટ પરથી હરનૌતથી ધારાસભ્ય તરીકે ચૂંટાયા.

1989થી લાલુ સાથે મિત્રતા અને 5 વર્ષ પછી બળવો
જનતા દળમાં પોતાના શરૂઆતના દિવસોમાં નીતિશ કુમારે 1989માં બિહાર વિધાનસભામાં લાલુ પ્રસાદ યાદવના નેતા વિપક્ષ તરીકે સમર્થન કર્યું હતું. નીતિશ અને લાલુ એક બીજાને કોલેજના દિવસોથી ઓળખે છે. બાદમાં બંને જ જયપ્રકાશ નારાયણના આંદોલન સાથે પણ જોડાયાં હતા.

માર્ચ 1990માં લાલુ પ્રસાદ યાદવ જ્યારે બિહારમાં પહેલી વખત મુખ્યમંત્રી બન્યા હતા, તો તેમાં નીતિશ કુમારે મહત્વની ભૂમિકા ભજવી હતી, પરંતુ લાલુ સાથેની તેમની આ મિત્રતા લાંબો સમય ટકી ન હતી.

1994માં નીતિશે લાલુ વિરૂદ્ધ બળવો કર્યો. જેનું કારણ એ હતું કે તે દિવસોમાં જનતા દળ પર લાલુનો કન્ટ્રોલ હતો. લાલુનો સાથ છોડીને નીતિશે જ્યોર્જ ફર્નાન્ડીઝની સાથે મળીને સમતા પાર્ટીની રચના કરી હતી.

નીતિશ કુમાર અને લાલુ પ્રસાદ યાદવની મિત્રતા અને દુશ્મની બંને જ બિહારની રાજનીતિમાં સૌથી ચર્ચિત રહી છે. નીતિશ લાલુને મોટા ભાઈ કહેતા હતા. 1990માં તેમને લાલુને પહેલી વખત બિહારના મુખ્યમંત્રી બનાવવા માટે મહત્વની ભૂમિકા ભજવી હતી પરંતુ 1994માં લાલુ વિરૂદ્ધ બળવો કરી દીધો. 2017માં તેમને કરપ્શનના નનામે લાલુની પાર્ટી સાથે સંબંધ તોડ્યો પરંતુ ઓગસ્ટ 2022માં સરકાર બનાવવા માટે ફરીથી લાલુની પાર્ટી સાથે હાથ મિલાવી લીધો.
નીતિશ કુમાર અને લાલુ પ્રસાદ યાદવની મિત્રતા અને દુશ્મની બંને જ બિહારની રાજનીતિમાં સૌથી ચર્ચિત રહી છે. નીતિશ લાલુને મોટા ભાઈ કહેતા હતા. 1990માં તેમને લાલુને પહેલી વખત બિહારના મુખ્યમંત્રી બનાવવા માટે મહત્વની ભૂમિકા ભજવી હતી પરંતુ 1994માં લાલુ વિરૂદ્ધ બળવો કરી દીધો. 2017માં તેમને કરપ્શનના નનામે લાલુની પાર્ટી સાથે સંબંધ તોડ્યો પરંતુ ઓગસ્ટ 2022માં સરકાર બનાવવા માટે ફરીથી લાલુની પાર્ટી સાથે હાથ મિલાવી લીધો.

1996માં ભાજપ સાથે પહેલી વખત હાથ મિલાવ્યા, કેન્દ્રમાં મંત્રી બન્યા
નીતિશે 1996માં પહેલી વખત ભાજપની સાથે હાથ મિલાવ્યા અને અટલ બિહારી વાજપેયીની 13 દિવસની સરકારમાં કેબિનેટ મંત્રી બન્યા. તે વર્ષે જનતા દળના અધ્યક્ષ શરદ યાદવ અને લાલુ પ્રસાદ યાદવ વચ્ચેના સંબંધો વણસ્યા જે બાદ લાલુએ રાષ્ટ્રીય જનતા દળના નામથી નવી પાર્ટી બનાવી.

2000થી 2010 સુધી ભાજપના સમર્થનથી 3 વખત મુખ્યમંત્રી બન્યા
નીતિશ 3 માર્ચ 2000નાં રોજ ભાજપની આગેવાનીવાળા NDAના સમર્થનથી પહેલી વખત બિહારના મુખ્યમંત્રી બન્યા, પરંતુ બહુમતી પુરવાર ન કરી શકવાને કારણે 7 દિવસમાં જ 10 માર્ચનાં રોજ તેમને રાજીનામું આપવું પડ્યું. ત્યારે NDAને 151 સીટ અને લાલુના RJD અને કોંગ્રેસ ગઠબંધનને 159 સીટ મળી હતી, પરંતુ બંને જ બહુમતી માટે જરૂરી 163 સીટથી દૂર હતા.

તે સમયે બિહાર વિધાનસભામાં 324 સીટ હતી. નવેમ્બર 2000માં બિહારથી અલગ થયા બાદ ઝારખંડ રાજ્ય બન્યું અને બિહાર વિધાનસભા કુલ 243 સીટવાળું બની.

નીતિશ કુમારની સમતા પાર્ટીએ 2003માં શરદ યાદવની જનતા દળની સાથે વિલિનીકરણ કર્યું. જો કે નીતિશે ભાજપની સાથે પોતાનું ગઠબંધન યથાવત રાખ્યું. આ વિલયથી જનતા દળ યુનાઈટેડનનું ગઠન થયું, જેના ચીફ નીતિશ કુમાર બન્યા.

નીતિશે 2005ની વિધાનસભા ચૂંટણીમાં ભાજપ અને તેમના સહયોગી દળની સાથે મળીને ચૂંટણી લડી અને પૂર્ણ બહુમતી મેળવી, 24 નવેમ્બર 2005નાં રોજ તેઓ બીજી વખત બિહારના મુખ્યમંત્રી બન્યા. નીતિશે ભાજપ ગઠબંધનની સાથે મળીને 5 વર્ષ સુધી સરકાર ચલાવી.

નીતિશ અને ભાજપનું ગઠબંધન 2010 વિધાનસભા ચૂંટણીમાં પણ યથાવત રહ્યું અને આ ચૂંટણીમાં બહુમતી મેળવ્યા બાદ 26 નવેમ્બર 2010નાં રોજ નીતિશ ત્રીજી વખત બિહારના મુખ્યમંત્રી બન્યા.

2013માં મોદીને સાંપ્રદાયિક ગણાવીને NDAથી મોઢું ફેરવ્યું
નીતિશ અને ભાજપનું મજબૂત ગઠબંધ લગભગ 17 વર્ષ પછી જૂન 2013માં પહેલી વખત ત્યારે તૂટ્યું, જ્યારે ભાજપે નરેન્દ્ર મોદીને 2014ની લોકસભા ચૂંટણી માટે NDAના વડાપ્રધાન પદના ઉમેદવાર જાહેર કર્યા.

નીતિશે તે સમયે ભાજપથી અલગ થવા માટે કોમ્યુનલિઝ્મ એટલે કે સાંપ્રદાયિકતાનું કારણ આગળ ધર્યું હતું.

રિપોટ્સ મુજબ નીતિશે ત્યારે કહ્યું હતું કે તેમને ભાજપ ગઠબંધનથી સંબંધ એટલા માટે તોડ્યા કેમકે તેમનું માનવું હતું કે NDAની પાસે 'એક સાફ-સુથરી અને સેક્યુલર ઈમેજ'વાળા નેતા હોવા જોઈતા હતા.

તે સમયે તેમને સંઘ-મુક્ત ભારતનું પણ આહ્વાન કર્યું હતું. નીતિશે ત્યારે એમ પણ કહ્યું હતું, "માટીમાં મળી જઈશ પણ ભાજપની સાથે પાછો ક્યારેય નહીં ફરું."

નીતિશ અને મોદીના સંબંધોમાં હંમેશા ચડાવ-ઉતાર જોવા મળ્યા. 2013માં મોદીને PM પદના ઉમેદવાર જાહેર થયા જેનો સૌથી વધુ વિરોધ નીતિશે કર્યો હતો. આ કારણે તેમને 17 વર્ષ પછી NDA સાથે સંબંધ તોડી નાખ્યો હતો. કેટલાંક રાજકીય વિશ્લેષકોનું માનવું છે કે આ વખતે પણ ભાજપ ગઠબંધન સાથે સંબંધ તોડવાનું કારણ 2024ની લોકસભા ચૂંટણીને જોતા નીતિશની મહત્વાકાંક્ષા વડાપ્રધાન બનવાની પણ હશે, જે મોદી અને ભાજપની સાથે જોડાઈ રહીને પૂરી ન થઈ શકે.
નીતિશ અને મોદીના સંબંધોમાં હંમેશા ચડાવ-ઉતાર જોવા મળ્યા. 2013માં મોદીને PM પદના ઉમેદવાર જાહેર થયા જેનો સૌથી વધુ વિરોધ નીતિશે કર્યો હતો. આ કારણે તેમને 17 વર્ષ પછી NDA સાથે સંબંધ તોડી નાખ્યો હતો. કેટલાંક રાજકીય વિશ્લેષકોનું માનવું છે કે આ વખતે પણ ભાજપ ગઠબંધન સાથે સંબંધ તોડવાનું કારણ 2024ની લોકસભા ચૂંટણીને જોતા નીતિશની મહત્વાકાંક્ષા વડાપ્રધાન બનવાની પણ હશે, જે મોદી અને ભાજપની સાથે જોડાઈ રહીને પૂરી ન થઈ શકે.

2014માં RJD અને કોંગ્રેસનો હાથ પકડ્યો
ભાજપથી અલગ થયા બાદ 2013માં નીતિશે RJD અને કોંગ્રેસની સાથે મળીને મહાગઠબંધન બનાવ્યું પરંતુ થોડાં જ મહિનામાં મે 2014માં તેમને રાજીનામું આપી દીધું. ત્યારે લગભગ 6 મહિના માટે જીતનરામ માંઝી મુખ્યમંત્રી બન્યા.

ફેબ્રુઆરી 2015ની વિધાનસભા ચૂંટણીના થોડા સમય પહેલાં માંઝીની જગ્યાએ નીતિશ ચોથી વખત બિહારના મુખ્યમંત્રી બની ગયા.

નીતિશે 2015ની વિધાનસભા ચૂંટણી RJD અને કોંગ્રેસની સાથે મળીને મહાગઠબંધનના નેતૃત્વમાં લડી. મહાગઠબંધનને 243માંથી 178 બેઠક મળી.

20 નવેમ્બર 2015નાં રોજ પાંચમી વખત બિહારના CM બન્યા. લાલુના પુત્ર તેજસ્વી યાદવ ડેપ્યુટી CM બન્યા.

2017માં કરપ્શનના નામે RJD સાથે છેડો ફાડ્યો, અને ફરી ભાજપના હાથ પકડ્યો
​​​​​​​બે વર્ષની અંદર જ નીતિશના JDU, કોંગ્રેસ અને RJD સાથે મળીને બનાવેલું મહાગઠબંધન 2017માં તૂટી ગયું. કારણ લાલુના પુત્ર અને નાયબ મુખ્યમંત્રી તેજસ્વી યાદવનું નામ IRCTC કૌભાંડમાં મની લોન્ડ્રિંગમાં સામે આવ્યું હતું.

જે બાદ RJD પર કરપ્શનનો આરોપ લગાવતા નીતિશે ગઠબંધન તોડી મુખ્યમંત્રી પદેથી રાજીનામું આપી દીધું હતું. તેઓ 24 કલાકની અંદર જ ભાજપના સમર્થનથી ફરીથી મુખ્યમંત્રી બની ગયા.

નીતિશ અને ભાજપનું ગઠબંધન 2019ની લોકસભા ચૂંટણી સુધી યોગ્ય રીતે ચાલ્યું અને NDAએ અત્યાર સુધીનું સર્વશ્રેષ્ઠ પ્રદર્શન કરતા બિહારની 40માંથી 39 લોકસભા સીટ જીતી હતી.

આ તસવીર 2018માં વડાપ્રધાન મોદીની બિહાર મુલાકાત દરમિયાનની છે, ત્યારે મુખ્યમંત્રી નીતિશ કુમાર સાથે તેઓએ પટના એરપોર્ટ પર મુલાકાત કરી હતી. ભાજપ અને જેડીયૂમાં અણબનાવના સમાચારા વચ્ચે મોદીએ નીતિશ કુમારને યોગ્ય પ્રશાસક ગણાવીને પ્રશંસા કરી હતી.
આ તસવીર 2018માં વડાપ્રધાન મોદીની બિહાર મુલાકાત દરમિયાનની છે, ત્યારે મુખ્યમંત્રી નીતિશ કુમાર સાથે તેઓએ પટના એરપોર્ટ પર મુલાકાત કરી હતી. ભાજપ અને જેડીયૂમાં અણબનાવના સમાચારા વચ્ચે મોદીએ નીતિશ કુમારને યોગ્ય પ્રશાસક ગણાવીને પ્રશંસા કરી હતી.

2020 વિધાનસભા ચૂંટણી પહેલાં જ ભાજપ-નીતિશના સંબંધમાં ખટાશ આવવા લાગી હતી
વિધાનસભા ચૂંટણી પહેલાં JDU અને BJPના સંબંધ બગડવા લાગ્યા હતા. JDUએ ભાજપ પર એમ કહીને નિશાન સાધવાનું શરૂ કરી દીધું કે ભાજપની પાસે રાજ્યમાં કોઈ નેતા નથી અને નીતિશ જ NDAના CM બની શકે છે. અંતે ભાજપે નીતિશ કુમારને મુખ્યમંત્રી ઉમેદવાર જાહેર કરતા એક સરખી સીટ પર ચૂંટણી લડ્યા.

આ વચ્ચે ચિરાગે NDAથી અલગ થઈને તમામ સીટ પર ચૂંટણી લડવાની જાહેરાત કરી હતી. આ ચૂંટણીમાં JDUને મોટું નુકસાન થયું જ્યારે ભાજપને મોટો ફાયદો થયો. JDUની સીટ 2015ની તુલનાએ 71થી ઘટીને 43 થઈ, જ્યારે ભાજપની સીટ 21થી વધીને 74 થઈ ગઈ.

RJD 115 સીટની સાથે સૌથી મોટી પાર્ટી બની, ભાજપ બીજા અને જેડીયૂ ત્રીજા નંબરે રહી. JDUના રાષ્ટ્રીય અધ્યક્ષ રાજીવ રંજન સિંહ ઉર્ફે લલ્લન સિંહે તેને નીતિશ વિરૂદ્ધ ષડયંત્રનું ચિરાગ મોડલ ગણાવ્યું હતું.

આ ચૂંટણીમાં ભાજપના સમર્થનથી નીતિશ કુમાર સાતમી વખત બિહારના મુખ્મંત્રી બન્યા.

2017માં લાલુના પુત્ર તેજસ્વી યાદવ વિરૂદ્ધ લાગેલા કરપ્શનના આરોપોને લઈને ઝીરો ટોલરન્સ નીતિનો હવાલો આપતા નીતિશે RJD ગઠબંધનથી સંબંધ તોડ્યો હતો. ત્યારે તેજસ્વીએ નીતિશને પલટૂ ચાચા કહ્યા હતા. હવે NDAથી સંબંધ તોડ્યા બાદ નીતિશ અને તેજસ્વીએ ફરીથી સાથે મળીને સરકાર બનાવી છે.
2017માં લાલુના પુત્ર તેજસ્વી યાદવ વિરૂદ્ધ લાગેલા કરપ્શનના આરોપોને લઈને ઝીરો ટોલરન્સ નીતિનો હવાલો આપતા નીતિશે RJD ગઠબંધનથી સંબંધ તોડ્યો હતો. ત્યારે તેજસ્વીએ નીતિશને પલટૂ ચાચા કહ્યા હતા. હવે NDAથી સંબંધ તોડ્યા બાદ નીતિશ અને તેજસ્વીએ ફરીથી સાથે મળીને સરકાર બનાવી છે.

2022માં ફરીથી નીતિશનો ભાજપથી થયો મોહભંગ
લગભગ 21 મહિના પછી ફરી એકવખત નીતિશ કુમારનું હ્રદય પરિવર્તન થયું છે. JDUના રાષ્ટ્રીય અધ્યક્ષ લલ્લન સિંહે કહ્યું- ભાજપ પાર્ટીને નબળી પાડવાના પ્રયાસ કરે છે.

9 ઓગસ્ટે નીતિશ કુમારે NDA સાથેના સંબંધ તોડવાની જાહેરાત કરતા રાજીનામું આપી દીધું અને થોડી વાર પછી લાલુના RJD સાથે ગઠબંધનની જાહેરાત પણ કરી દીધી. 10 ઓગસ્ટે તેઓ આરજેડીના સમર્થનથી 8મી વખત બિહારના મુખ્યમંત્રી બની ગયા.

અન્ય સમાચારો પણ છે...