તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

ભાસ્કર એક્સપ્લેનર:કોવિન પોર્ટલમાં નવા ફેરફાર, હવે વેક્સિનેશનના સમયે OTP સંબંધિત સ્વાસ્થ્ય કર્મચારીને દેખાડવો પડશે, કોવિશીલ્ડ કે કોવેક્સિનને પસંદ કરવાનો પણ વિકલ્પ

4 મહિનો પહેલા
 • કૉપી લિંક

ભારતમાં 18+ના તમામ લોકોને વેક્સિન લગાડવાની શરૂઆત થઈ ગઈ છે. એ માટે કોવિન પોર્ટલ પર રજિસ્ટ્રેશન જરૂરી છે. હાલમાં જ કોવિન પોર્ટમાં પણ ગરબડ થઈ હોવાની કેટલીક ફરિયાદો સામે આવ્યા બાદ કેટલાક ફેરફારો કરવામાં આવ્યા છે. હકીકતમાં જે લોકોએ વેક્સિનેશન માટે એપોઈન્મેન્ટ લીધી હતી, પરંતુ કોઈ કારણે તેઓ વેક્સિન લેવા ન જઈ શક્યા, તેમને પણ વેક્સિન લગાવી હોવાના મેસેજ મળવા લાગ્યા હતા. એ અંગેની ફરિયાદ બાદ સ્વાસ્થ્ય તેમજ પરિવાર કલ્યાણ મંત્રાલયે પોર્ટલમાં ફેરફાર કર્યો છે.

શું છે નવા ફેરફાર?
આ નવા ફેરફાર અંતર્ગત હવે વેક્સિન રજિસ્ટ્રેશન પછી જો તમે એપોઈન્મેન્ટ બુક કરો છો તો તમારા મોબાઈલ નંબર પર 4 અંકનો એક OTP આવશે. આ OTPને તમારે વેક્સિનેશન સેન્ટર પર દેખાડવો પડશે, જેનાથી એ વેરિફાઈ થઈ શકેશે કે આ એપોઈન્મેન્ટ તમે જ બુક કરાવી હતી. આ સાથે જ એનાથી વેક્સિનેશનના ડેટામાં ગરબડ નહીં થાય.

શા કારણે કરવામાં આવ્યો ફેરફાર?
હકીકતમાં સ્વાસ્થ્ય તેમજ પરિવાર કલ્યાણ મંત્રાલયની પાસે ફરિયાદો આવી રહી હતી કે જે લોકોએ વેક્સિનેશન માટે એપોઈન્મેન્ટ બુક કરાવી છે, પરંતુ વેક્સિન લગાવવા માટે ન જઈ શક્યા, તેમને પણ વેક્સિન લગાવી હોય તેવા મેસેજ આવી ગયા હતા. તેમને વેક્સિનેશનનું પ્રમાણપત્ર પણ જાહેર થઈ ગયું હતુંં. મંત્રાલયનું કહેવું છે કે એવું એટલા માટે થયું, કેમ કે વેક્સિન લગાવનાર સ્વાસ્થ્ય કર્મચારીઓએ ભૂલથી એવા લોકોને પણ વેક્સિન લગાવી હોય એવી પુષ્ટિ કોવિન પોર્ટલમાં કરી દીધી હતી.

શું પોર્ટલમાં વધુ કેટલાક ફેરફારો પણ કરવામાં આવ્યા?
જી હા. OTP ઉપરાંત કોવિન પોર્ટના ડેશબોર્ડમાં પણ ફેરફાર કરવામાં આવ્યો છે. હવે એપોઈન્મેન્ટ લેવા માટે તમે પિનકોડ કે જિલ્લો એન્ટર કરશો તો એ બાદ તમારી સામે 6 નવા ઓપ્શન ઓપન થશે. આ ઓપશન્સ દ્વારા તમે એજ ગ્રુપ (18+ કે 45+), વેક્સિનનો પ્રાકર (કોવિશીલ્ડ કે કોવેક્સિન), ફ્રી કે પેડ વેક્સિનની પસંદગી કરી શકશો. આ ફેરફાર પહેલાં વેક્સિન લગાવવામાં આવ્યા બાદ મેસેજ આવ્યા પછી ખ્યાલ આવતો હતો કે તમને કઈ વેક્સિન લગાવવામાં આવી છે, પરંતુ આ સુવિધાથી તમને તમામ જાણકારી પહેલેથી જ મળી જશે. હકીકતમાં ઘણા લોકોની માગ હતી કે અમને કઈ વેક્સિન લાગશે, તેની પસંદગીનો અધિકાર આપવામાં આવે. એ બાદ જ આ ફેરફાર કરવામાં આવ્યો છે. હવે તમારે કયારે કઈ વેક્સિન લગાવવી છે એની જાણકારી પહેલાંથી જ મળી જશે અને એ દૃષ્ટિએ તમે તમારા માટે સ્લોટ બુક કરાવી શકશો.

ફેરફાર પછી હવે રજિસ્ટ્રેશન પ્રોસેસ કેવી થઈ ગઈ છે?

 • સૌથી પહેલા કોવિન પોર્ટલ પર જાએ. જે માટે તમારા કમ્પ્યુટર કે મોબાઈલમાં http://covin.gov.inમાં એન્ટર કરો.
 • તમારી સ્ક્રીનની જમણી બાજુ ઉપરની તરફ Register/ Sign In Yourself પર ક્લિક કરો.
 • તમારો મોબાઈલ નંબર એન્ટર કરો અને Get OTP પર ક્લિક કરો.
 • મોબાલમાં આવેલો OTPને એન્ટર કરીને વેરિફાઈ કરો.
 • એ બાદ વેક્સિન માટે રજિસ્ટર કરો. જ્યાં તમારો ફોટો આઈડી પ્રૂફ, નામ, જેન્ડર અને જન્મનું વર્ષ એન્ટર કરવાનું રહેશે. ધ્યાન રાખવામાં આવે કે જે પણ જાણકારી તમે નાખી રહ્યા છે એને ફોટો આઈડી પ્રૂફને ધ્યાનમાં રાખીને જ એન્ટર કરો. વેક્સિનેશન સમયે આઈડી પ્રૂફ તમારે સાથે લઈ જવાનું રહેશે.
 • રજિસ્ટ્રેશની પ્રોસેસ અહીં સમાપ્ત થઈ ગઈ. હવે તમે એપોઈન્મેન્ટ શિડ્યૂલ કરી શકશો.
 • એપોઈન્મેન્ટ શિડ્યલૂ કરવા માટે રજિસ્ટર વ્યક્તિના નામની આગળ શિડ્યૂલ પર ક્લિક કરો.
 • અહીં તમે પિનકોડ કે જિલ્લાના આધારે નજીકનું વેક્સિનેશન કેન્દ્ર સર્ચ કરી શકશો.
 • અહીં તમે એજ ગ્રુપ, કોવિશીલ્ડ અને કોવેક્સિન, ફ્રી કે પેડ વેક્સિનની પસંદગી કરી શકશો.
 • પોતાની અનુકૂળતા મુજબ આ એપોઈન્મેન્ટ બુક કરવામાં આવે. એપોઈન્મેન્ટ બુક થયા બાદ તમને કન્ફર્મેશનનો મેસેજ મળશે, જેમાં 4 અંકોનો કોડ પણ હશે. આ કોડને વેક્સિનેશનના સમયે સંબંધિત સ્વાસ્થ્ય કર્મચારીને દેખાડવો પડશે.
અન્ય સમાચારો પણ છે...