તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

ભાસ્કર એક્સપ્લેનર:સંસદ ભંગ થયા પછી સુપ્રીમ કોર્ટ પહોંચી નેપાળની રાજકીય લડાઈ, જાણો ભારત અને ચીન સાથે શું કનેકશન છે?

9 મહિનો પહેલાલેખક: જયદેવ સિંહ
 • કૉપી લિંક

નેપાળમાં રાજકીય સંકટ વધી રહ્યું છે. એક તરફ વડાપ્રધાન કે.પી.શર્મા ઓલીએ સંસદ ભંગ કરવાની ભલામણને રાષ્ટ્રપતિ વિદ્યાદેવી ભંડારીએ મંજૂરી આપી દીધી છે. રાષ્ટ્રપતિએ બે તબક્કામાં 30 એપ્રિલ અને 10 મેનાં રોજ ચૂંટણીની જાહેરાત પણ કરી દીધી છે. તો બીજી બાજુ ઓલીના વિરોધ અને તેમની જ પાર્ટીના નેતા પુષ્પ કમલ દહલ પ્રચંડ સહિત વિપક્ષી પાર્ટીઓએ ઓલીના નિર્ણયની વિરૂદ્ધમાં છે. આ લોકો ઓલીના નિર્ણયને ગેરબંધારણીય ગણાવી રહ્યાં છે. સમગ્ર મામલો કોર્ટમાં પહોંચ્યો છે. પાંચ જજની બંધારણીય બેંચ શુક્રવારે આ મામલે સુનાવણી કરશે.

નેપાળની રાજનીતિમાં શું થયું છે? ઓલીએ સંસદ ભંગ કરવાનો નિર્ણય કેમ કર્યો? પુષ્પ કમલ દહલ આગળ શું કરવા માગે છે? ચીનનો આ સમગ્ર વિવાદમાં શું રોલ છે? નેપાળની રાજનીતિમાં ભારતનો રોલ શું છે? આવો જાણીએ....

નેપાળના રાજકારણમાં શું થયું છે?

 • વડાપ્રધાન કે.પી.શર્મા ઓલીએ સંસદ ભંગ કરવાની ભલામણને રાષ્ટ્રપતિ વિદ્યાદેવી ભંડારીએ રવિવારે મંજૂરી આપી દીધી છે. અને બે તબક્કામાં ચૂંટણી કરવાની જાહેરાત પણ કરી દીધી છે. તો બીજી તરફ નેપાળી કોમ્યુનિસ્ટ પાર્ટીના સીનિયર લીડર પુષ્પ કમલ દહલ ઉર્ફે પ્રચંડના જૂથના 7 મંત્રીઓએ રાજીનામા આપી દીધા છે. દહલ સતત ઓલી પર રાજીનામું આપવાને લઈને દબાણ બનાવી રહ્યાં છે.
 • નેપાળી મીડિયા મુજબ દહલ જૂથના 90 સાંસદોએ રવિવારે જ સંસદમાં અવિશ્વાસ પ્રસ્તાવ લાવવા અંગેની નોટિસ આપી. બુધવારે આ મુદ્દે સંસદના સેક્રેટરીએ કહ્યું કે આ નોટિસ બપોરે 3.30 વાગ્યે આપવામાં આવી. જ્યારે કે વડાપ્રધાનની ભલામણ પર રાષ્ટ્રપતિએ 3 વાગ્યે જ સંસદ ભંગ કરવાની મંજૂરી આપી દીધી હતી.
 • તો બીજી તરફ સંસદ ભંગ કરવાના નિર્ણય વિરૂદ્ધ નેપાળની સુપ્રીમ કોર્ટમાં અલગ-અલગ 12 પિટીશન ફાઈલ થઈ છે. શુક્રવારે સુપ્રીમ કોર્ટની પાંચ જજની બંધારણીય બેંચ આ અરજીઓ પર સુનાવણી કરશે.
 • ઓલી વિરૂદ્ધ વધુ એક મોરચો દેશના માર્ગો પર પણ ખુલી ગયો છે. સંસદ ભંગ કરવાના નિર્ણય વિરૂદ્ધ જૂદી-જૂદી જગ્યાએ પ્રદર્શનો થઈ રહ્યાં છે.

ઓલીના સંસદ ભંગ કરવાની પાછળ શું કારણ છે?

 • ઓલી પોતાની જ પાર્ટીમાં લીડરશીપના પડકારનો સામનો કરી રહ્યાં હતા. તેમની ઉપર પાર્ટી અધ્યક્ષ અને વડાપ્રધાનનું પદ છોડવાનું દબાણ વધી રહ્યું હતું.
 • ઓલી પર બંધારણીય પરિષદ અધિનિયમથી જોડાયેલા એક ઓર્ડિનન્સને પરત લેવાનું પણ દબાણ હતું. જે તેઓએ મંગળવારે જાહેર કર્યું હતું. તે દિવસે જ રાષ્ટ્રપતિ વિદ્યાદેવી ભંડારીએ તેને મંજૂરી આપી દીધી હતી. જે બાદથી પોતાની પાર્ટીના વિરોધી નેતાઓ ઉપરાંત પૂર્વ વડાપ્રધાન પુષ્પ કમલ દહલ અને માધવ નેપાળ, ઓલી પર દબાણ બનાવી રહ્યાં હતા. આ ઓર્ડિનન્સ પછી વડાપ્રધાનને બંધારણીય નિમણૂંકમાં સંસદ અને વિપક્ષની મંજૂરીની જરૂર નહીં પડે.
 • ઓલીની પાર્ટીના વરિષ્ઠ નેતાઓએ રાષ્ટ્રપતિને ઓર્ડિનન્સ પરત લેવાની અપીલ કરી હતી. સાંસદોએ સંસદનું વિશેષ સત્ર બોલાવવા માટે રાષ્ટ્રપતિને અરજી કરી હતી. જે બાદ સમજૂતી થઈ કે સાંસદ અધિવેશન બોલાવવાનું આવેદન પરત લેશે અને ઓલી ઓર્ડિનન્સ પરત ખેંચશે. પરંતુ ઓલીએ તેની જગ્યાએ સંસદ ભંગ કરવાની ભલામણ કરી દીધી.

ઓલી અને પ્રચંડ વચ્ચેના સંબંધો કેવા છે?

 • 2015માં નેપાળમાં નવું બંધારણ લાગુ થયું. ચૂંટણી થઈ અને કે.પી.શર્મા ઓલી નેપાળના વડાપ્રધાન બન્યા. પરંતુ જુલાઈ 2016માં સહયોગિઓએ સમર્થન પરત ખેંચતા તેમની સરકાર પડી ગઈ. સરકાર પડી તો ઓલીએ તેમાં ભારતનો હાથ હોવાનું જણાવ્યું. કેમકે ભારતે નેપાળના નવા બંધારણમાં મધેષી અને થારુ લોકોની માગને સામેલ નહીં કરવાની વાત પર વિરોધ નોંધાવ્યો હતો.
 • બીજી વખત ચૂંટણી થઈ તો ઓલીની પાર્ટી કોમ્યુનિસ્ટ પાર્ટી ઓફ નેપાળ (UML) અને પુષ્પ કમલ દહલ પ્રચંડની પાર્ટી કોમ્યુનિસ્ટ પાર્ટી ઓફ નેપાળ (માઓવાદી)એ ગઠબંધન સરકાર બનાવી. બંને પક્ષના સાંસદોની સંખ્યા મળીને ગૃહમાં બે તૃતિયાંશ બહુમતી મળી.
 • 2018માં બંને પાર્ટીઓનું વિલય થઈ ગયું અને નેપાળ કોમ્યુનિસ્ટ પાર્ટી (NCP) અસ્તિત્વમાં આવી. 275 સભ્યોના ગૃહમાં NCPના 173 સાંસદ છે. 31 મહિના પછી એક વખત ફરી આ પાર્ટી બે અલગ ભાગ પડી ગયા.
 • પ્રચંડ સક્રિય રાજનીતિમાં આવ્યાં તે પહેલાં 1996થી 2006 સુધી નેપાળમાં સશસ્ત્ર માઓવાદી આંદોલનનો ભાગ રહ્યાં છે. તો ઓલી હિંસાત્મક આંદોલનના ઘોર વિરોધ નેતાઓમાંથી એક રહ્યાં છે.

નેપાળનું બંધારણ શું કહે છે?

 • નેપાળના બંધારણમાં સંસદ ભંગ કરવાને લઈને કંઈજ સ્પષ્ટ કરવામાં નથી આવ્યું. બંધારણ વિશેષજ્ઞોનું કહેવું છે કે આર્ટિકલ-85માં પ્રતિનિધિ સભાના પાંચ વર્ષના કાર્યકાળનો ઉલ્લેખ છે.
 • તો આર્ટિકલ-76માં કહેવામાં આવ્યું છે કે જો વડાપ્રધાન વિશ્વાસ મત ગુમાવી દે છે તો રાષ્ટ્રપતિ પ્રતિનિધિ સભાને ભંગ કરી દેશે. જે બાદ છ મહિનાની અંદર ચૂંટણીની તારીખ નિશ્ચિત કરશે.
 • વડાપ્રધાનની ભલામણ કરવાથી વિશેષજ્ઞોનું કહેવું છે કે તેમને આ વાતનો અધિકાર જ નથી.

ચીનનો શું રોલ છે?

 • કહેવાય છે કે બંને વચ્ચે ડીલ કરવામાં ચીનની કોમ્યુનિસ્ટ સરકારનો મોટો અને મહત્વનો રોલ રહ્યો હતો. ત્યાં સુધી કે ઓલી-પ્રચંડ જૂથ વચ્ચે ચાલી રહેલા વિવાદના સમાધાન માટે પણ ચીન સતત પ્રયાસ કરી રહ્યું હતું.
 • ચીનના હોઉ યાંગકીને 2018માં નેપાળમાં રાજદૂત બનાવીને મોકલવામાં આવ્યા હતા. યાંગકીએ નેપાળમાં આવ્યા બાદ ન માત્ર નેપાળની રાજનીતિમાં સતત દરમિયાગીરી કરી, પરંતુ નેપાળમાં ભારત વિરૂદ્ધ વાતાવરણ બનાવવામાં પણ તેમનો મહત્વનો રોલ માનવામાં આવે છે.
 • યાંગકી નેપાળના રાજકારણમાં એટલી પાવરફુલ થઈ ગઈ કે તે બાબતનો ખ્યાલ એ વાતથી લગાવી શકાય છે કે તે કોઈ પણ જાતના પ્રોટોકલને ફોલો કર્યા વગર નેપાળના રાષ્ટ્રપતિથી લઈને નેપાળના તમામ નેતાઓને મળતી હતી. નેપાળ સરકારના દરેક વિભાગમાં તેમની દરમિયાગીરી છે.
 • મે અને નવેમ્બરમાં પણ ઓલીની ખુરસી જવાની હતી. ત્યારે પણ હોઉ યાંગકી એક્ટિવ થઈ હતી. તેને ઓલીના મુખ્ય વિરોધ પુષ્પ કમલ દહલ પ્રચંડ સાથે મુલાકાત કરી હતી. અન્ય નેતાઓ સાથે પણ મુલાકાત કરી હતી. યાંગકીના પ્રયાસથી ઓલીની સરકાર ત્યારે બચી ગઈ હતી.
 • ઓલી અને પ્રચંડ વચ્ચે વિવાદોના સમાધાન માટે અનેક વખત યાંગકીની ભૂમિકા મહત્વની રહી છે. કહેવામાં આવે છે કે હાલના વિવાદના સમાધાન માટે પણ ચીને તૈયારી કરી લીધી હતી. તે માટે પ્રંચડ જૂથના એક નેતા અને નાયબ વડાપ્રધાન બામદેવ ગૌતમને સત્તાની કમાન સોંપવા માટે તૈયારી કરી રહી હતી. પરંતુ અત્યાર સુધી ચીનના ઈશારે કામ કરી રહેલા ઓલીને તેનાથી ઝાટકો લાગ્યો અને તેઓએ ચીનના ઈરાદાઓને ઝાટકો આપતા સંસદ ભંગ કરવાની ભલામણ કરી દીધી હતી.
ચીનના રાજદૂત હોઉ યાંગકી એક વખત ફરી એક્ટિવ થઈ
ચીનના રાજદૂત હોઉ યાંગકી એક વખત ફરી એક્ટિવ થઈ

નેપાળની રાજકારણમાં ભારતનું શું મહત્વ છે?

 • હાલના રાજકીય સંકટમાં ભારતનો કોઈ રોલ નથી. પરંતુ ઓલી જ્યારથી વડાપ્રધાન બન્યાં છે ત્યારથી તેઓ વારંવાર પોતાની ઉપર આવેલા સંકટ પરથી ધ્યાન ભટકાવવા માટે ભારત વિરોધી રાજનીતિનો સહારો લેતા રહ્યાં છે. ઓલીને જ્યારે પહેલી વખત અલ્પમત આવવાને કારણે રાજીનામું આપવું પડ્યું હતું ત્યારે પણ તેને ભારત પર આરોપ લગાવ્યા હતા.
 • પ્રચંડની સાથે સરકાર બનાવ્યા બાદ પણ જ્યારે-જ્યારે તે સંકટમાં ઘેરાતા ત્યારે તેઓએ કોઈને કોઈ ભારત વિરોધી મુદ્દો ઉછાળ્યો. તે પછી નેપાળના નવા નકશાનો મુદ્દો હોય કે ભારત-નેપાળ સરહદ વિવાદ.
 • આ તમામ વિવાદમાં ચીનની રાજદૂત યાંગકીની ભૂમિકા મહત્વની માનવામાં આવે છે. નેપાળના વડાપ્રધાનની ઓફિસથી લઈને આર્મી હેડક્વાર્ટર સુધી તેની સીધી પહોંચ છે. નેપાળના ચીફ ઓફ આર્મી સ્ટાફ પૂર્ણચંદ્ર થાપા તેમના નજીકના માનવામાં આવે છે.

નેપાળની રાજનીતિમાં આગળ શું થવાનું છે?

 • ઓલીની પાર્ટીના બે ફાંટા પડી ગયા છે. દહલ જૂથે બુધવારે ચૂંટણી પંચમાં અસલી પાર્ટી હોવાનો દાવો રજૂ કરતો પત્ર પણ આપી દીધો છે. બંને જૂથોએ અલગ-અલગ મીટિંગ કરી છે. પ્રચંડના જૂથે ઓલીની પાર્ટીના સહ-અધ્યક્ષને પદથી હટાવી દીધા છે. તેમની જગ્યાએ માધવ કુમાર નેપાળને નવા સહ-અધ્યક્ષ બનાવવામાં આવ્યા છે. તો પ્રચંડને ઓલીની જગ્યાએ સંસદીય દળના નેતા ચૂંટવામાં આવ્યા છે. ગુરૂવારે પણ બંને જૂથોએ અલગ-અલગ બેઠક કરી હતી.
 • તો પ્રમુખ વિપક્ષી દળ નેપાળી કોંગ્રેસની પણ ગુરૂવારે બેઠક મળી. બેઠકમાં નક્કી કરાયું કે પાર્ટી 28 ડિસેમ્બરે આખા દેશમાં ઓલીના નિર્ણય વિરૂદ્ધ પ્રદર્શન કરશે. કોંગ્રેસનું એક જૂથ ઓલીના નિર્ણયને ગેરબંધારણીય ગણાવી રહ્યાં છે અને તેને કોર્ટમાં પડકારવાના પક્ષમાં છે. તો એક ગ્રુપ એવું પણ છે કે જે ચૂંટણીમાં જવાની વાત કરી રહ્યું છે.
 • સુપ્રીમ કોર્ટમાં 12 અરજી કરવામાં આવી છે. આ તમામ પર શુક્રવારથી સુનાવણી શરૂ થવાની છે. તો રસ્તા પર પણ સંઘર્ષ વધી શકે છે.
 • ઓલીના રાજીનામાં બાદ ફરી એક વખત ચીનની રાજદૂત યાંગકી પણ સક્રિય થઈ ગઈ છે. તેને મંગળવારે રાષ્ટ્રપતિ વિદ્યાદેવી ભંડારી સાથે મુલાકાત કરી હતી. તો ગુરૂવારની સવારે તેઓ ઓલીના વિરોધી પ્રચંડને મળવા પહોંચી હતી.