તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

ભાસ્કર એક્સપ્લેનર:નારાયણ રાણેની ધરપકડ પર વિવાદ, કોઈ રાજ્ય સરકાર કેવી રીતે કોઈ કેબિનેટ મંત્રીની ધરપકડ કરી શકે?

એક મહિનો પહેલાલેખક: આબિદ ખાન
  • કૉપી લિંક

કેન્દ્રીય મંત્રી નારાણય રાણેની મંગળવારે મહારાષ્ટ્ર પોલિસે ધરપકડ કરી હતી. થોડી કલાકોના વિવાદ પછી મોડી રાતે તેમને જામીન પણ આપવામાં આવ્યા હતા. 23 ઓગસ્ટે તેમને મહારાષ્ટ્રના મુખ્યમંત્રી ઉદ્ધવ ઠાકરે વિશે 'કાન નીચે બે આપવાની' એવું નિવેદન આપ્યું હતું. ત્યારપછી આખા મહારાષ્ટ્રમાં શિવસૈનિકોએ ઉગ્ર પ્રદર્શન કર્યું હતું. ઘણાં જિલ્લામાં રાણે વિરુદ્ધ FIR નોંધવામાં આવી છે. નાસિકરમાં ભાજપ કાર્યાલય પર પથ્થરમારો કરવામાં આવ્યો હતો. જ્યારે મુંબઈમાં રાણેના ઘર બહાર પ્રદર્શ કરતાં શિવસૈનિકો પર પોલીસે લાઠીચાર્જ કરવો પડ્યો હતો.

રાણે હમણાં જ કેબિનેટ મંત્રી બનાવવામાં આવ્યા છે અને તેમની પાસે સુક્ષ્મ, લઘુ અને મધ્યમ ઉદ્યોગ મંત્રાલય છે. આ સંજોગોમાં સવાલ એવો ઉભો થાય છે કે, કોઈ રાજ્યની પોલિસ કોઈ કેબિનેટ મંત્રીને સામાન્ય લોકોની જેમ ધરપકડ કરી શકે છે? શું સંસદ સભ્યોને કોઈ વિશેષ અધિકાર નથી હોતો?

ભાસ્કર એક્સપ્લેનરમાં સમજીએ આવા જ સવાલોના જવાબ...

સંસદ સભ્યોની ધરપકડ કેવી રીતે અને ક્યારે થઈ શકે છે?
જ્યારે સંસદ સત્ર ના ચાલતુ હોય ત્યારે સંસદ સભ્યની કોઈ પણ ક્રિમિનલ કેસમાં ધરપકડ કરી શકાય છે. જોકે પોલીસે રાજ્યસભાના અધ્યક્ષની ધરપકડનું કારણ, જો નજરકેદ કરવામાં આવે તો નજરકેદનું કારણ અને જેલ મોકલવાની સ્થિતિમાં તે વિશે પણ કારણ આપવાનું હોય છે. જોકે સિવિલ કેસમાં કોઈ પણ સંસદ સભ્યની ધરપકડ કરી શકાય નહીં.

તો શું સંસદ સભ્યને કોઈ વિશેષ અધિકાર નથી?
ચોક્કસ છે. સંસદ સભ્યને બંધારણ અંતર્ગત ઘણાં વિશેષ અધિકારો મળેલા છે. સંસદ સત્ર ચાલતુ હોય ત્યારે સિવિલ કેસમાં કોઈ પણ સભ્યની ધરપકડ કરી શકાય નહીં. સંસદ સત્ર શરૂ થવાના 40 દિવસ પહેલાં અને પૂરુ થયાના 40 દિવસ સુધી સભ્યોને આ વિશેષ અધિકાર મળેલો હોય છે. જોકે ક્રિમિનલ અને નજરકેદમાં આ નિયમ લાગુ થતો નથી.

શું કોઈને સંસદ કે સંસદની પાસેથી ધરપકડ કરી શકાય છે?
નહીં. સંસદ સીમામાંથી કોઈ સાંસદની ધરપકડ કરી શકાતી નથી. જોકે લોકસભા સ્પીકર અથવા રાજ્યસભા અધ્યક્ષની મંજૂરી હોય તો ધરપકડ શક્ય છે. સંસદ સત્ર ચાલતી હોય અથવા ના ચાલતી હોય આ શરત બંને સ્થિતિમાં લાગુ થાય છે. ધરપકડ સમયે પોલીસ અથવા કોઈ પણ કાયદાકીય એજન્સીને ધરપકડ સંદર્ભે ગૃહ મંત્રાલયે દર્શાવેલા આદેશોનું પાલન કરવાનું હોય છે.

આ પહેલાં આવું ક્યારે અને કોની સાથે થયું?
આ પહેલાં 2001માં તમિલનાડુમાં કેબિનેટ મંત્રીઓની ધરપકડ કરવામાં આવી હતી. કેન્દ્રીય મંત્રી મુરાસોલી મારન અને ટી.આર.બાલુની ધરપકડ કરવામાં આવી હતી. મારન તે સમયે કેન્દ્રીય વાણિજ્ય અને ઉદ્યોગ મંત્રી હતા અને બાલુ કેન્દ્રીય વન અને પર્યાવરણ મંત્રી હતા. તેમની ફ્લાય ઓવર કૌભાંડમાં ધરપકડ કરવામાં આવી હતી. ભારતના ઈતિહાસમાં આ પહેલો કેસ હતો જ્યારે કેન્દ્રીય મંત્રીના પદ પર હતા તેવા સભ્યની ધરપકડ કરવામાં આવી હતી.

રાણેએ ઉદ્ધવ ઠાકરે વિશે શું કહ્યું હતું?
સ્વાતંત્રય દિવસના કાર્યક્રમમાં મહારાષ્ટ્રના મુખ્યમંત્રી ઉદ્ધવ ઠાકરે ભાષણ આપી રહ્યા હતા. ભાષણ દરમિયાન ઉદ્ધવ ઠાકરે અમૃત મહોત્સવ કે હિરક મહોત્સવ વિશે કન્ફ્યૂઝ હતા. તેમણે પાછળ ઉભેલા વ્યક્તિને પૂછ્યુ કે હિરક મહોત્સવ છે કે અમૃત મહોત્સવ. પાછળવાળા વ્યક્તિએ જવાબ આપ્યો અમૃત મહોત્સવ. ભારત આઝાદીના 75માં વર્ષમાં પ્રવેશ કરી ચૂક્યું છે. ભારત સરકાર તે હેતુથી અમૃત મહોત્સવ ઉજવી રહી છે.
હવે આવીએ સોમવારે 23 ઓગસ્ટે, નારાયણ રાણેએ મહારાષ્ટ્રમાં જન આશિર્વાદ યાત્રા કાઢી રહ્યા હતા. મહાડમાં પત્રકારે તેમને સવાલ પૂછ્યો કે, સ્વતંત્રતા દિવસના કાર્યક્રમમાં ભાષણ આપતી વખતે ઉદ્ધવ ઠાકરે અમૃત મહોત્સવ કે હિરક મહોત્સવ વિશે કન્ફ્યૂઝ દેખાયા હતા.
આનો જવાબ આપતા રાણેએ કહ્યું કે, એ દવિસે તેઓ પાછળ ફરીને પૂછી રહ્યા હતા કે આઝાદ થયે આપણને કેટલા વર્ષ થયા...અરે તમને આ વાત ખબર હોવી જોઈએ? હું ત્યાં હોત તો ત્યારે જ તેમને કાનની નીચે એક આપત...દેશને આઝાદ થયે કેટલા વર્ષો થયા એ એમને ખબર હોવી જોઈએ.

રાણેના નિવેદન વિશે ભાજપે શું કહ્યું?
મહારાષ્ટ્રના પૂર્વ સીએમ ફડણવીસે કહ્યું, મુખ્યમંત્રી ઉદ્ધવ ઠાકરે વિશે નારાયણ રાણેએ જે પણ નિવેદન આપ્યું ભારતીય જનતાપાર્ટી તેમના નિવેદનને સમર્થન નથી આપતી. તેમ છતાં વ્યક્તિગત રીતે અમે તેમની સાથે ઉભા છીએ અને સંપૂર્ણ તાકાત સાથે પાર્ટી તેમની સાથે ઉભી છે.

બીજેપી અધ્યક્ષ જેપી નડ્ડાએ સોશિયલ મીડિયા પર કહ્યું છે કે, મહારાષ્ટ્ર સરકાર દ્વારા કેન્દ્રીય મંત્રી નારાયણ રાણેની ધરપકડ બંધારણીય મૂલ્યોનું હનન છે. આ પ્રમાણેની કાર્યવાહીથી અમે ડરીશું પણ નહીં અને પીછેહટ પણ નહીં કરીએ. ભાજપને જન-આશિર્વાદ યાત્રામાં મળતા અપાર સમર્થનથી લોકો પરેશાન છે. અમે લોકતાંત્રિક રીતે લડતા રહીશુ અને યાત્રા ચાલું રહેશે.

અન્ય સમાચારો પણ છે...