તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

ભાસ્કર એક્સપ્લેનર:મ્યાનમાર કે બર્મા? આ દેશના બે નામ કેમ છે અને તેનું શું છે મહત્વ, જાણો બધું જ

2 મહિનો પહેલા
  • કૉપી લિંક

અંગ્રેજીના પ્રસિદ્ધ લેખક વિલિયમ શેક્સપિયરે લખ્યું હતું કે નામમાં શું રાખ્યું છે? ગુલાબને જો તમે અન્ય કોઈ નામથી બોલાવશો તો તેની સુગંધ થોડી ઓછી થઈ જશે. આ વાક્યને સમગ્ર વિશ્વમાં દોહરાવવામાં આવે છે. અનેક લોકો અને દેશ માટે તો આ પ્રેરણારૂપ છે. પરંતુ એક દેશ એવો છે, જેનું નામ ઘણું બધું છે. તમે તેને કયા નામે બોલાવો છો તે વાત પર નક્કી થાય છે કે તમે તે વિશે શું વિચારો છો? આ દેશ છે- મ્યાનમાર, જેને બર્મા પણ કહેવામાં આવે છે.

મ્યાનમારમાં રવિવારે અડધી રાત પછી સત્તાપલટો થઈ ગયો. સ્ટેટ કાઉન્સેલર આંગ સાન સૂ કી અને રાષ્ટ્રપતિ વિન મિન્ટ સહિત અનેક નેતાની ધરપકડ થઈ અને સેનાએ શાસન પોતાના હાથમાં લઈ લીધું. મિલ્ટ્રીનું કહેવું છે કે સત્તાપલટો જરૂરી થઈ ગયો હતો, કેમકે સરકાર નવેમ્બરની ચૂંટણીમાં વોટર ફ્રોડના પોતાના અપુષ્ટ દાવાઓ પર કોઈ કાર્યવાહી કરી રહ્યાં ન હતા. પરંતુ હકિકતમાં જોઈએ તો સત્તાપલટો થયો ક્યાં? મ્યાનમારમાં, કેમકે સત્તાવાર રીતે દેશનું નામ આ જ છે? કે બર્મામાં, જેને અમેરિકા આ નામથી સંબોધે છે? તેનો જવાબ ઘણો જ જટિલ છે. જ્યારે વાત મ્યાનમારની આવે છે તો દરેક વાત રાજકીય બની જાય છે. ત્યાં સુધી કે ભાષા પણ.

એક દેશ માટે બે નામનો ઉપયોગ કેમ?
પેઢીઓથી પ્રમુખ બર્મન જાતીઓના સમૂહના કારણે આ દેશને બર્મા કહેવામાં આવે છે. પરંતુ સત્તારૂઢ જુંટાએ લોકતંત્ર સમર્થક વિદ્રોહને નિર્દયતાથી કચડ્યાને એક વર્ષ પછી 1989માં સૈન્ય નેતાઓએ દેશનું નામ એકાએક બદલીને મ્યાનમાર કરી દિધું.

ત્યાં સુધી, આંતરરાષ્ટ્રીય સ્તરે આ દેશને બર્માના નામથી જ ઓળખવામાં આવતો હતો. સૈન્ય નેતાઓને થયું કે દેશની છબિ બદલવાની જરૂર છે, આંતરરાષ્ટ્રીય સ્તરે માન્યતા પ્રાપ્ત કરવાની આશામાં નામ બદલવામાં આવ્યું છે. ત્યાં સુધી સૈન્ય શાસને કહ્યું હતું કે દેશ ગુલામીના દિવસો ભૂલવા માગે છે. જાતીય એકતાને પ્રોત્સાહન આપવા માગે છે. જૂનું નામ એક જાતીય સમૂહનું હતું, જેનાથી અનેક જાતીય અલ્પસંખ્યક સમુદાય ફિટ બેસતા ન હતા.

પરંતુ ઘરમાં કંઈજ બદલાયું નથી. બર્મી ભાષામાં "મ્યાનમાર" માત્ર "બર્મા"નું ઔપચારિક સંસ્કરણ છે. દેશનું નામ માત્ર અંગ્રેજીમાં બદલાયું છે. આ ભાષાની રમત હતી, જેનાથી લોકોને મૂર્ખ બનાવવામાં આવ્યા હતા. વિશ્વના મોટા ભાગના દેશોએ નવા નામનો ઉપયોગ કરવાનો ઈનકાર કર્યો અને જુંટાનો વિરોધ કર્યો.

મ્યાનમારમાં સ્થિતિ ક્યારે બદલાઈ?
એક દશકાથી થોડો સમય પહેલાં દેશમાં અર્ધ-લોકતાંત્રિક વ્યવસ્થાને અપનાવવામાં આવી. સૈન્ય શાસને રાજનીતિક અધિકાર પોતાની પાસે રાખ્યાં. વિપક્ષી નેતાઓને જેલ અને ઘરમાંથી નજરકેદથી મુક્ત કર્યા. ચૂંટણી લડવાની મંજૂરી પણ આપી. ત્યારે લોકતંત્ર સમર્થક કાર્યકર્તા આંગ સાન સૂની દેશના નાગરિક નેતા બની ગયા.

આ વર્ષોમાં વિશ્વભરમાં સમાચાર પત્રો અને મીડિયા સંગઠનોએ દેશના નવા નામનો ઉપયોગ શરૂ કરી દિધો હતો. જેવો જ અત્યાચાર ઓછો થયો અને આંતરરાષ્ટ્રીય સ્તરે વિરોધ પણ ઓછો થયો તો "મ્યાનમાર" શબ્દ ઝડપથી પ્રચલનમાં આવ્યો. દેશની અંદર પણ વિપક્ષી નેતાઓએ સ્પષ્ટ કરી દિધું હતું કે તેમને નવા નામથી કોઈ જ વાંધો નથી.

વિશ્વના મોટા ભાગના દેશોથી અલગ અમેરિકી સરકાર આજે પણ ઔપચારિક રીતે દેશનું નામ "બર્મા" જ લખે છે. વોશિંગ્ટનના વલણમાં નરમાશ જરૂરથી આવી હતી. 2012માં દેશની યાત્રા પર તત્કાલિન રાષ્ટ્રપતિ બરાક ઓબામાએ "બર્મા" અને "મ્યાનમાર" બંને નામનો ઉપયોગ કર્યો. ત્યારે તેને પોઝિટિવ હોવાનું માનવામાં આવ્યું. અને કહ્યું કે આ "મ્યાનમારની સરકારની સ્વીકૃતિ" છે.

હવે આગળ શું થશે નામનું?
સત્તાપલટા પર વોશિંગ્ટનની પ્રતિક્રિયાએ જૂની આલોચનાઓને સામે લાવી, જેમાં પ્રેસિડન્ટ જો બાઈડન અને વિદેશ મંત્રી એન્ટોન બ્લિન્કને સ્પષ્ટ રીતે દેશના કાયદાકિય નામની અવગણના કરી અને મ્યાનમારની બદલે બર્મા નામનો જ ઉલ્લેખ કર્યો.

બાઈડને નિવેદનમાં કહ્યું, "સંયુક્ત રાજ્ય અમેરિકાએ લોકતંત્રની દિશામાં પ્રગતિના આધારે છેલ્લાં એક દશકામાં બર્મા પર પ્રતિબંધો હટાવી દિધા હતા. હવે સત્તાપલટા થઈ ગયો છે અને જે બાદ સૈન્ય શાસન આવી ગય તો તે પ્રતિબંધોને તાત્કાલિક રિવ્યૂ કરવાની જરૂરિયાત છે." જો કે મોટા ભાગના દેશ હજુ પણ તેને મ્યાનમાર જ કહે છે.

મ્યાનમારમાં આગળ શું થશે?
આંગ સાન સૂ કી સહિત અનેક મોટા નેતાઓની ધરપકડ પછી દેશભરમાં વિરોધ શરૂ થઈ ગયા. દેશમાં અનેક લોકતંત્ર સમર્થકોએ જૂદી જૂદી રીતે સત્તાપલટાનો વિરોધ કર્યો. સોમવારે રાત્રે મિલ્ટ્રીએ નાઈટ કફર્યૂ લગાવ્યો તો રંગુનમાં લોકો છત પર પહોંચ્યા અને તેઓએ અલગ અલગ મ્યુઝિકલ ઈન્સ્ટ્રુમેન્ટ વગાડીને એકજૂથતા દાખવી. સોશિયલ મીડિયા પર પણ સત્તાપલટા વિરૂદ્ધ સેંકડો પોસ્ટ થઈ.

સ્પષ્ટ છે કે આ તો શરૂઆત છે. અમેરિકા પછી વધુ દેશ મ્યાનમારને સત્તાવાર રીતે અસ્વીકાર કરીને ફરી બર્મા કહી શકે છે. જેનો સામનો સૈન્ય શાસન કઈ રીતે કરે છે, તે જોવું રહ્યું.

આજનું રાશિફળ

મેષ
Rashi - મેષ|Aries - Divya Bhaskar
મેષ|Aries

પોઝિટિવઃ- વ્યક્તિગત તથા પારિવારિક ગતિવિધિઓમાં તમારી વ્યસ્તતા રહેશે. કોઇ પ્રિય વ્યક્તિની મદદથી તમારું અટવાયેલું કામ પણ પૂર્ણ થઇ શકે છે. બાળકોની શિક્ષા અને કરિયરને લગતા મહત્ત્વપૂર્ણ કાર્ય પણ પૂર્ણ થઇ શક...

વધુ વાંચો