તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

ભાસ્કર એક્સપ્લેનર:મસ્ક ભારત લાવી રહ્યા છે સ્ટારલિંક સેટેલાઇટ ઇન્ટરનેટ; જાણો થોડી સેકન્ડ્સમાં કેવી રીતે સેટેલાઇટથી મળશે હાઇ સ્પીડ ઇન્ટરનેટ

12 દિવસ પહેલાલેખક: રવીન્દ્ર ભજની

એલન મસ્કની કંપની સ્ટારલિંકનું હાઇ સ્પીડ સેટેલાઇટ ઇન્ટરનેટ ટૂંક સમયમાં ભારતમાં પણ ઉપલબ્ધ થશે. આ મામલે રેગ્યુલેટર પાસેથી અપ્રવૂલની પ્રક્રિયા ચાલી રહી છે. મસ્કે પોતે એના સંકેત આપ્યા છે. આ સર્વિસ ભારતમાં ઉપલબ્ધ થયા પછી દૂર અંતરિયાળ વિસ્તારોમાં પણ હાઈ સ્પીડ ઈન્ટરનેટનો લાભ ઉઠાવી શકાશે, જ્યાં અત્યારે ઓપ્ટિકલ ફાઈબર નેટવર્ક ઉપલબ્ધ નથી.

અત્યારે ભારતમાં વાયરલેસ ઈન્ટરનેટના નામે વાયમેક્સ સર્વિસીઝ અને મોબાઈલ ઈન્ટરનેટ ઉપલબ્ધ છે, પરંતુ એ સેટેલાઈટ સાથે ડાયરેક્ટ લિન્ક ન થઈને ટેરેસ્ટ્રિયલ નેટવર્ક સાથે જોડાયેલું છે. આ કારણથી જે વિસ્તારોમાં ટાવર્સ હોતા નથી ત્યાં ઈન્ટરનેટ સર્વિસીઝ મળી શકતી નથી. એટલું જ નહીં, વાયમેક્સથી મળતું ઈન્ટરનેટ પણ ઘણું સ્લો હોય છે.

સેટેલાઈટથી ઈન્ટરનેટ કેવી રીતે મળે છે? તમે એનો ફાયદો કેવી રીતે ઉઠાવી શકો છો? એના માટે મસ્કની કંપની શું કરી રહી છે? શું અન્ય કંપનીઓ આ પ્રકારે ઈન્ટરનેટ સર્વિસીઝ પ્રોવાઈડ કરવા માગે છે? આવો, જાણીએ આ સવાલોનો જવાબ.

ભારતમાં ક્યારે ઉપલબ્ધ થશે સેટેલાઇટથી ઇન્ટરનેટ?

 • આગામી વર્ષે ભારતમાં એલન મસ્કની કંપની સ્ટારલિંકની સેટેલાઈટ ઈન્ટરનેટ ઉપલબ્ધ થઈ જશે. ભારતમાં અત્યારે રેગ્યુલેટર પાસે અપ્રૂવલની પ્રક્રિયા ચાલી રહી છે. સ્ટારલિંકની ઓફિશિયલ વેબસાઈટ અનુસાર, 99 ડોલર એટલે કે લગભગ 7200 રૂપિયામાં એનું પ્રી-બુકિંગ શરૂ થઈ ચૂક્યું છે. આ એમાઉન્ટ સંપૂર્ણપણે રિફંડેબલ છે.
 • થોડા દિવસ અગાઉ મસ્કને એક ટ્વિટર હેન્ડલ OnsetDigital (@Tryonset)એ પૂછ્યું હતું કે સ્ટારલિંક સર્વિસીઝ ભારતમાં ક્યારે લોન્ચ થશે? આ અંગે મસ્કે જવાબ આપ્યો કે ‘રેગ્યુલેટર પાસે અપ્રૂવલની પ્રક્રિયા પર કામ ચાલી રહ્યું છે.’ સ્પષ્ટ છે કે ટૂંક સમયમાં જ ભારતમાં સેટેલાઈટથી હાઈ સ્પીડ ઈન્ટરનેટ મળવા લાગશે, જે અત્યારના સમયે ઓસ્ટ્રેલિયા, ન્યૂઝીલેન્ડ, યુકે, કેનેડા, ચિલી, પોર્ટુગલ, યુએસએ સહિત 14 દેશમાં મળે છે. અત્યારે સ્ટારલિંક બ્રોડબેન્ડે દુનિયાભરમાં 90 હજાર સબ્સ્ક્રાઇબર્સ પ્રાપ્ત કરી લીધા છે.

સ્ટારલિંકથી સેટેલાઈટ ઈન્ટરનેટની સ્પીડ શું હશે?

 • સ્ટારલિંકથી સેટેલાઈટ ઈન્ટરનેટ અત્યારે બીટા (ટેસ્ટિંગ) વર્ઝનમાં છે. જ્યાં સુધી સ્પીડની વાત છે, ડાઉનલોડ 50 એમબીપીએસથી 150 એમબીપીએસ વચ્ચે છે. આ લો-લેટેન્સી ઈન્ટરનેટ સર્વિસીઝ 20 મિલી સેકન્ડ્સથી 40 મિલી સેકન્ડ્સનો સમય લે છે. લેટેન્સી એટલે કે એ સમય છે જે ડેટા એક પોઈન્ટથી બીજા સુધી પહોંચાડવામાં લાગે છે.
 • અમેરિકામાં સ્પીડ ટેસ્ટ ઈન્ટેલિજન્સના નંબર દર્શાવે છે કે સ્ટારલિંક સેટેલાઈટ બ્રોડબેન્ડ 97.23 એમબીપીએસ ડાઉનલોડ સ્પીડ આપી રહ્યું છે, જ્યારે 13.89 એમબીપીએસ અપલોડ સ્પીડ. અમેરિકામાં વાયર્ડ બ્રોડબેન્ડ એવરેજ ડાઉનલોડ સ્પીડ 115.22 એમબીપીએસ અને અપલોડ સ્પીડ 17.18 એમબીપીએસની આસપાસ છે.
 • યુએસ એરફોર્સે સ્ટારલિંકનો ઉપયોગ કરીને 600 એમબીપીએસની સ્પીડ પણ હાંસલ કરી છે. એ સ્પષ્ટ નથી કે સામાન્ય લોકો માટે જે ઈન્ફ્રાસ્ટ્રકચર ઉપલબ્ધ થશે એ કેટલી ઝડપથી ઈન્ટરનેટ સર્વિસીઝ આપી શકશે. સ્ટારલિંક માટે સેટેલાઈટ સ્થાપિત કરી રહેલી મસ્કની સ્પેસ રિસર્ચ એજન્સી સ્પેસએક્સે પણ કહ્યું છે કે ગ્રાહક 50થી 150 એમબીપીએસની સ્પીડની આશા રાખી શકે છે.
 • ઓગસ્ટમાં સ્પીડ ટેસ્ટ એપ બનાવનારી ઓકલા (Ookla)એ કહ્યું હતું કે સ્ટારલિંક સેટેલાઈટ બ્રોડબેન્ડની સ્પીડ અનેક દેશોમાં વાયર્ડ બ્રોડબેન્ડની સ્પીડને બરાબર પહોંચી ગઈ છે, જ્યારે કેટલાક દેશોમાં તો તેણે વાયર્ડ બ્રોડબેન્ડને પણ પાછળ છોડી દીધા છે.

સેટેલાઇટ બ્રોડબેન્ડ એટલે શું? આ અત્યારના નેટવર્કથી કેવી રીતે અલગ છે?

 • આ કોઈ નવી ટેકનોલોજી નથી. આપણે આ પ્રકારની ટેકનોલોજી સેટેલાઈટ ટીવી (d2h) જોવા અને GPS લોકેશન લેવામાં કરી રહ્યા છીએ. સમસ્યા એ છે કે પરંપરાગત સેટેલાઈટ્સ ખૂબ દૂર હોય છે, આ કારણથી એમાંથી લેવાતી સર્વિસીઝ સીમિત હોય છે.
 • સેટેલાઈટથી બ્રોડબેન્ડ ઈન્ટરનેટ આપવા માટે મસ્કની કંપનીએ સેટેલાઈટ્સને લોઅર અર્થ ઓર્બિટ (LEO)માં સ્થાપિત કરેલો છે, જેથી હાઈ સ્પીડ ઈન્ટરનેટ મળી શકે. સેટેલાઈટ્સ લેઝર દ્વારા ડેટા ટ્રાન્સમિટ કરે છે. આ ફાઈબર ઓપ્ટિક બ્રોડબેન્ડની જેમ જ છે, જેમાં લાઈટની સ્પીડથી ડેટા ટ્રાવેલ કરે છે.
 • સેટેલાઈટ વાયરથી નહીં, પરંતુ લેસર બીમનો ઉપયોગ કરીને ડેટા ટ્રાન્સફર કરે છે. એનાથી સેટેલાઈટ્સ પણ ફાઈબર ઓપ્ટિકથી મળનારી સ્પીડ આપી શકે છે. લેસરનું સિગ્નલ સારું મળવું જોઈએ, એના માટે એક સેટેલાઈટ પોતાની પાસેના ચાર અન્ય સેટેલાઈટ્સ સાથે જોડાઈને એક નેટવર્ક બનાવે છે. આ સેટેલાઈટ પછી અન્ય ચાર સેટેલાઈટ સાથે જોડાયેલા હોય છે. આ રીતે આકાશમાં સેટેલાઈટ્સનું નેટવર્ક બની જાય છે, જે હાઈ સ્પીડ ઈન્ટરનેટ આપી શકે છે.

આકાશમાં શું પૂરતા સેટેલાઈટ્સ છે, જે ઈન્ટરનેટ સિગ્નલને ટ્રાન્સમિટ કરી શકે?

 • હા. સ્ટારલિંક વાયરલેસ ઈન્ટરનેટ ઉપલબ્ધ કરાવવા માટે સેટેલાઈટ્સના નેટવર્કની મદદ લેશે. આ સેટેલાઈટ્સ લોઅર અર્થ ઓર્બિટ (LEO)માં એટલે કે પૃથ્વીની સપાટીથી 550થી 1200 કિમી પર સ્થાપિત કરવામાં આવ્યા છે. આ પરંપરાગત સેટેલાઈટ્સના મુકાબલે 60 ગણા પૃથ્વીની નજીક છે.
 • સ્ટારલિંકનો દાવો છે કે સપ્ટેમ્બર 2021માં સેટેલાઈટ્સનું તેનું ગ્લોબલ નેટવર્ક તૈયાર થઈ જશે. આ કારણથી તેણે અનેક બીટા સર્વિસીઝ શરૂ કરી દીધી છે. સ્પેસએક્સે 2018માં બે સેટેલાઈટ્સ લોન્ચ કરીને આ સર્વિસ પર કામ શરૂ કર્યું હતું.
 • એલન મસ્કની કેલિફોર્નિયા સ્થિત રોકેટ કંપની સ્પેસએક્સ એકવારમાં 60 સેટેલાઈટ્સ સુધી સ્થાપિત કરી રહી છે. અત્યારસુધી સ્પેસએક્સે 1800 સ્ટારલિંક સેટેલાઈટ્સ LEOમાં સ્થાપિત કરી દેવાયા છે. પ્રોજેક્ટના પ્રથમ હિસ્સા તરીકે 12 હજાર સેટેલાઈટ્સ લોન્ચ થવાના છે, જે પછી વધીને 42 હજાર થઈ શકે છે.

સેટેલાઈટ્સથી તમારા સુધી કેવી રીતે પહોંચશે ઈન્ટરનેટ?

 • સેટેલાઈટનો આ મોટો સમૂહ ધરતીના કોઈપણ ભાગથી બીમ ઈન્ટરનેટ કવરેજને સંભવ બનાવશે. કંપની કહે છે કે તેના સેટેલાઈટ્સનું નેટવર્ક યુઝર્સને હાઈ સ્પીડ, લો-લેટેન્સી ઈન્ટરનેટ કવરેજ ઉપલબ્ધ કરાવશે. લેટેન્સીનો અર્થ એ સમયથી થાય છે જે ડેટાને એક પોઈન્ટથી બીજા સુધી પહોંચાડવામાં લાગે છે.
 • સ્ટારલિંક કિટમાં સ્ટારલિંક ડિશ, એક વાઈ-ફાઈ રાઉટર, પાવર સપ્લાય કેબલ્સ અને માઉન્ટિંગ ટ્રાઈપોડ હોય છે. હાઈ સ્પીડ ઈન્ટરનેટ માટે ડિશને ખુલ્લા આસમાન નીચે રાખવી પડશે. iOS અને એન્ડ્રોઈડ પર સ્ટારલિંકની એપ હાજર છે, જે સેટઅપથી લઈને મોનિટરિંગ પ્રક્રિયાને પૂરી કરે છે.
 • બીટા કિટની કિંમત 499 ડોલર (36 હજાર રૂપિયા) છે. 99 ડોલર (7 હજાર રૂપિયા)ના માસિક સબ્સ્ક્રિપ્શન પર એને લઈ શકાય છે. ઈન્ટરનેટ તમારા સુધી પહોંચે એના માટે જરૂરી છે કે રેગ્યુલેટર એની મંજૂરી આપે. ભારતમાં દૂરસંચાર વિભાગે સ્ટારલિંકને આવશ્યક લાઇસન્સ આપવા માટે અરજી કરવા લીલી ઝંડી આપી છે, જેથી એ ઝડપથી ભારતમાં પણ સેટેલાઈટ ઈન્ટરનેટ ઉપલબ્ધ કરાવી શકે.

શું સ્ટારલિંકને કોઈ રીતે પડકાર મળી શકે છે?

 • હા. સ્ટારલિંકના મુકાબલે એરબસ અને વનવેબના જોઈન્ટ વેન્ચર વનવેબ સેટેલાઈટ્સ અને અમેઝોનના જોઈન્ટ વેન્ચર પ્રોજેક્ટ કુઈપર (Kuiper)એ મેદાન પકડી લીધું છે.
 • વનવેબે 648 સેટેલાઈટના ગ્રુપની સાથે સેટેલાઈટ ઈન્ટરનેટ આપવાની યોજના બનાવી છે. 2022 સુધી આ નેટવર્ક બની જશે. ત્યારે કંપની સેટેલાઈટ ઈન્ટરનેટ બ્રોડબેન્ડ આપવાની સ્થિતિમાં હશે.
 • અમેઝોનના પ્રોજેક્ટમાં લગભગ 578 સેટેલાઈટ્સ લોન્ચ કરવાના છે. અમેઝોન કહે છે કે એનાથી લિમિટેડ ઈન્ટરનેટ નેટવર્ક આપી શકાશે. આ પ્રોજેક્ટ અંતર્ગત જુલાઈ 2026ના અંત સુધીમાં 3236 સેટેલાઈટ્સ લોન્ચ કરવાની યોજના છે.
 • સ્ટારલિંક B2C પ્રોજેક્ટ છે, એટલે કે સીધા જ કન્ઝ્યુમર્સને ઈન્ટરનેટ સેવા આપશે, જ્યારે અમેઝોન અને વનવેબના પ્રોજેક્ટ B2Bના છે, એટલે કે એની સાથે જોડાઈને સ્થાનિક ઈન્ટરનેટ કંપનીઓ દૂરના વિસ્તારોમાં ઈન્ટરનેટ સર્વિસીઝ આપી શકશે.
અન્ય સમાચારો પણ છે...