• Gujarati News
 • Dvb original
 • Explainer
 • Mukesh Ambani; Reliance JIO 5G Launch | 5G Spectrum Auction Delay India Date Update; Why Is Mukesh Ambani Reliance Jio Is Talking About 5G

ભાસ્કર એક્સપ્લેનર:1 GBનું મૂવી 1 સેકન્ડમાં ડાઉનલોડ થઇ જશે, 5G માટે સરકાર પણ તૈયાર અને જિયો પણ, પરંતુ બાકી કંપનીઓનું શું?

એક વર્ષ પહેલાલેખક: પ્રિયંક દ્વિવેદી
 • કૉપી લિંક

2G નેટ કૌભાંડને લીધે દેશમાં જાણીતું થયું અને 3G ક્યારે આવ્યું અને ક્યારે ગયું તે ખબર પણ ના પડી. 4Gએ આપણને બધાને ફોનમાં કેદ કર્યા. હવે 5Gનો વારો છે. સરકારે 2020 સુધી દેશમાં તેને શરુ કરવાનો ટાર્ગેટ રાખ્યો હતો, પરંતુ હજુ સુધી સ્પેક્ટ્રમની હરાજી પણ થઇ નથી.

બીજી તરફ મુકેશ અંબાણી વારંવાર કહી રહ્યા છે કે મારી કંપની જિયો આવતા વર્ષ સુધી દેશમાં 5G સર્વિસ શરુ કરી દેશે. પરંતુ શું આ શક્ય છે? ક્યાં કારણોસર હજુ સ્પેક્ટ્રમની હરાજી થઇ શકી નથી? જિયો સિવાય બીજી કંપનીઓની શું તૈયારી છે? 5G આવશે તો શું બદલાઈ જશે? આ દરેક પ્રશ્નના જવાબ જાણીએ...

પહેલી વાત એ કે હરાજીમાં આટલી વાર કેમ લાગી રહી છે?
ઓગસ્ટ 2018માં ટેલીકોમ રેગ્યુલેટરી ઓથોરિટી ઓફ ઇન્ડિયા (TRAI)એ 5G સ્પેક્ટ્રમની હરાજી માટે ભલામણ કરી હતી. TRAIએ 5G સર્વિસ માટે 3400થી 3600Mhz બેન્ડના સ્પેક્ટ્રમ વેચવાની ભલામણ કરી છે.

TRAIએ સ્પેક્ટ્રમના એક યુનિટની કિંમત 492 કરોડ રૂપિયા નક્કી કરી છે. સેલ્યુલર ઓપરેટર એઓસિયેશન ઓફ ઇન્ડિયા (COAI)એ આ કિંમત ઘણી વધારે કહી છે. COAI પ્રમાણે, બીજા દેશોની સરખામણીમાં ભારતમાં સ્પેક્ટ્રમની કિંમત 40-50% વધારે છે.

જિયો સિવાય બાકીની ટેલીકોમ કંપનીઓએ આટલી વધારે કિંમત પર વાંધો જણાવ્યો. એટલું જ નહિ પણ ટેલીકોમ ડીપાર્ટમેન્ટની એક કમિટીએ 5G માટે સસ્તું સ્પેક્ટ્રમ આપવા માટે ભલામણ કરી છે. TRAIની ભલામણને આધારે જ 2020માં 5G સ્પેક્ટ્રમની હરાજી શરુ થવાની હતી, પરંતુ કોરોનાને લીધે આ ઓક્શન થઇ શક્યું નહિ. હવે 2021માં હરાજી થઇ શકે છે.

5G સ્પેક્ટ્રમની હરાજી માટે સરકારે ઓક્ટોબરમાં ડિપાર્ટમેન્ટ ઓફ સ્પેસ અને ડિફેન્સ મિનિસ્ટ્રી પાસેથી સ્પેક્ટ્રમ ખાલી કરવા માટે માગ કરી હતી. સરકારે ડિફેન્સ મિનિસ્ટ્રી પાસેથી 3300-3400 Mhz અને 3000-3100 Mhz બેન્ડમાં સ્પેક્ટ્રમ ખાલી કરવા માટે કહ્યું હતું. તો ડિપાર્ટમેન્ટ ઓફ સ્પેસને 3600-3700 Mhzમાં સ્પેક્ટ્રમ ખાલી કરવા માટે અનુરોધ કર્યો હતો.

કંપનીઓનું શું કહેવું છે?

 • 5G સ્પેક્ટ્રમની કિંમતોથી માત્ર જિયોને જ કોઈ વિરોધ નથી. બાકી મોટી 2 કંપનીઓ વોડાફોન-આઈડિયા અને એરટેલને તેનાથી સમસ્યા છે. તેનું કારણ પણ યોગ્ય જ છે. આ બંને કંપનીઓ હાલ નુક્સાનમાં છે. સપ્ટેમ્બર ક્વાર્ટરમાં વોડાફોન-આઈડિયાને 7218 કરોડ અને એરટેલને 763 કરોડ રૂપિયાનું નુક્સાન થયું છે.
 • બીજું કારણ છે કે AGR અથવા એડ્જસ્ટેડ ગ્રોસ રેવન્યૂ. સુપ્રીમ કોર્ટે આગામી 10 વર્ષમાં બાકી રહેલું AGR ચૂકવવાના આદેશ આપ્યા છે. વોડાફોન-આઈડિયા અને એરટેલ પર સૌથી વધુ AGRની રકમ બાકી છે. વોડાફોન-આઈડિયાના 54,754 કરોડ અને એરટેલના 25,976 કરોડ રૂપિયા બાકી છે.
 • આટલું જ નહિ સપ્ટેમ્બર 2020 સુધી એરટેલ પર 88,251અને વોડાફોન-આઇડિયા પર 1.14 લાખ કરોડ રૂપિયાનું દેવું પણ છે. આટલા મોટું દેવું થવાને કારણે આ કંપનીઓ 5G સ્પેક્ટ્રમની ખરીદી નથી કરી શકતી. અત્યાર સુધી એમ માનવામાં આવતું હતું કે આ જ કિંમતો રહેશે તો હરાજીમાં વોડાફોન-આઈડિયા અને એરટેલ ભાગ નહિ લે. તેથી જિયો માટે મેદાન સાફ થઈ જશે.

જ્યારે હરાજી થઈ જ નથી તો મુકેશ અંબાણી વારંવાર 5Gની વાત કેમ કરી રહ્યા છે?
મુકેશ અંબાણીએ તાજેતરમાં જ IMCમાં આગામી વર્ષે બીજા 6 માસિકગાળામાં 5G લોન્ચ કરવાની વાત કહી છે. આ અગાઉ પણ તેમણે અનેક અવસરે 5G લોન્ચ કરવાની વાત કરી છે. આમ કહેવાનું કારણ પણ છે. સપ્ટેમ્બર 2016માં જિયો જ પ્રથમ વખત 4G લઈને આવી હતી અને અંબાણી ઈચ્છે છે કે 5G પણ સૌપ્રથમ જિયો જ લોન્ચ કરે.

બીજું એ કે જિયો સતત 5G ટેક્નોલોજી પર કામ કરી રહી છે. ગત મહિને જિયોએ અમેરિકાની કંપની ક્વાલકોમની સાથે મળીને અમેરિકામાં 5Gનું સફળ ટ્રાયલ કર્યું છે. તે સમયે કંપનીએ દાવો કર્યો હતો કે, અમેરિકામાં 5G પર 1Gbpsથી વધારે સ્પીડ મળી રહી છે.

ત્રીજું કારણ છે કે દેશમાં જિયો સિવાય બાકીની ટેલીકોમ કંપનીઓની સ્થિતિ સારી નથી. નિષ્ણાતોનું કહેવું છે કે, જિયોએ જ્યારે 4Gની શરૂઆત કરી હતી, ત્યારે તેને 5Gના હિસાબથી સેટઅપ કરી લીધું હતું, તેથી જિયોને હવે વધારે ખર્ચો કરવાની જરૂર નહીં પડે.

તો શું જિયો ખરેખર આવતા વર્ષે 5G લોન્ચ કરશે?

 • મુકેશ અંબાણી અને જિયોનું તો એવું જ કહેવું છે, પરંતુ એક્સપર્ટ તેનાથી અલગ અભિપ્રાય રાખે છે. એક્સપર્ટનું માનવું છે કે 2022-23 પહેલા સામાન્ય લોકો માટે 5G આવવું સરળ નથી.
 • આવું એટલા માટે છે કેમ કે, 5G માટે આપણા દેશમાં માળખાગત સુવિધાઓનો અભાવ છે. 5G કનેક્ટિવિટી માટે 80% મોબાઈલ ટાવરોને નેક્સ્ટ જનરેશન ઓપ્ટિકલ ફાઈબરથી સજ્જ કરવાની જરૂર હોય છે. અત્યારે માત્ર 15થી 20% ટાવર જ આવા છે.
 • ટેલીકોમ ઈન્ડસ્ટ્રી સાથે સંકળાયેલા એક્સપર્ટનું કહેવું છે કે દેશમાં ટાવરો અને ઓપ્ટિકલ ફાઈબરના અભાવના કારણે 4G સર્વિસ પણ યોગ્ય રીતે શરૂ નથી થઈ શકી. આવી સ્થિતિમાં 5Gમાં સમય લાગે તે નક્કી છે.

5G આવશે તો શું શું બદલાઈ જશે?

 • મોટાભાગના લોકોનું માનવું છે કે 5Gથી ઇન્ટરનેટની સ્પીડ વધી જશે અને તેનો ઉપયોગ ફક્ત મોબાઇલ ફોન અથવા કમ્પ્યુટરમાં થશે. પરંતુ એવું નથી. 5G ટેક્નોલોજી ઇન્ટરનેટની 3G અને 4G ટેકનોલોજી કરતાં પણ વધારે સ્માર્ટ હશે. 5Gનો હેતુ ફક્ત ઇન્ટરનેટને સ્માર્ટફોનથી કનેક્ટ કરવાનો જ નથી. પરંતુ તે ઇન્ટરનેટ ઓફ થિંગ્સ (IOT) સાથે પણ કનેક્ટ થશે.
 • IOT એટલે સ્માર્ટ ગેજેટ્સ જેવાં કે ફ્રીઝ, ટીવી, માઇક્રોવેવ ઓવન, વોશિંગ મશીન, એસી વગેરે. અત્યારે દુનિયાભરની સેલ્ફ ડ્રાઇવિંગ ગાડીઓમાં જે ટેક્નોલોજીનો ઉપયોગ કરવામાં આવી રહ્યો છે તે પણ 5G જ છે. ભારતમાં પણ સ્માર્ટ સિટી પ્રોજેક્ટ માટે 5Gનો ઉપયોગ થશે.

5Gથી ઇન્ટરનેટની સ્પીડ કેટલી વધી જશે?

 • 5G એટલે ઇન્ટરનેટની 5મી જનરેશન. તેની સ્પીડ 10GBPS સુધીની હશે. તેની મદદથી મોટામાં મોટા ડેટા સેકંડમાં ડાઉનલોડ અથવા અપલોડ કરી શકાય છે. વિશ્વના ઘણા દેશોમાં 5G સર્વિસ શરૂ પણ થઈ ગઈ છે. પરંતુ ત્યાં હજી એટલી સ્પીડ નથી મળી રહી.
 • તાજેતરમાં ઇન્ટરનેટ સ્પીડ ટેસ્ટ કરનારી કંપની ઓપન સિગ્નલે 5G સ્પીડ અંગેનો રિપોર્ટ બહાર પાડ્યો છે. આ રિપોર્ટમાં જણાવ્યા મુજબ, સાઉદી અરેબિયામાં વિશ્વમાં સૌથી વધુ 5G ડાઉનલોડ સ્પીડ છે. અહીં સરેરાશ ડાઉનલોડ સ્પીડ 377.2MBPS છે. અહીં 4G પર ડાઉનલોડ સ્પીડ 30.1MBPS છે.
 • તેને આ રીતે પણ સમજી શકાય કે, 377.2MBPS ડાઉનલોડ સ્પીડ સાથે 1 સેકન્ડમાં 377.2 MB ડેટા ડાઉનલોડ કરી શકાય છે. એટલે કે, 1Gબીની ફિલ્મ 3 સેકંડથી ઓછા સમયમાં ડાઉનલોડ થશે. જો કે,જિયોએ ભારતમાં 5G નેટવર્ક પર 1Gbps સ્પીડ આપવાનું કહ્યું છે. જિયો આવી સ્પીડ આપે તો 1 સેકંડમાં 1GBની ફિલ્મ ડાઉનલોડ થઈ જશે.

જો આપણા દેશમાં 4G છે, તો આપણને કેટલી સ્પીડ મળે છે?

 • 4Gની સ્પીડ 1GBPS સુધીની હોવાનું કહેવાય છે. પરંતુ આપણા દેશમાં તેની સ્પીડ ખૂબ ઓછી છે. ઓપન સિગ્નલ દ્વારા સપ્ટેમ્બર સુધી દેશમાં 4G સ્પીડના આંકડા આપવામાં આવ્યા છે. સપ્ટેમ્બરમાં દેશમાં 4G પર સૌથી વધુ ડાઉનલોડ સ્પીડ એરટેલની હતી. એરટેલના નેટવર્ક પર ડાઉનલોડની સ્પીડ 10.4MBPS હતી. જ્યારે,જિયો પર તે 6.9MBPS હતી.
 • તેમજ, વોડા-આઇડિયા (VI) અપલોડિંગમાં આગળ રહી. તેની સ્પીડ 3.5MBPS હતી. એરટેલ પાસે 2.8MBPS હતું અને જજિયો પાસે 2.3MBPS હતું. આનો અર્થ એ થયો કે ભલે દેશમાં 4Gની અવેલિબિલિટી બહુ વધારે હોય પરંતુ સ્પીડ બહુ ઓછી મળી રહી છે.
અન્ય સમાચારો પણ છે...