Movable Movement From Two New Corona Sub variants, More Mutations Than Omicron, Know How Much Risk To India
ભાસ્કર એક્સપ્લેનર:બે નવા કોરોના સબ-વેરિયન્ટ્સથી મચી હલચલ, ઓમિક્રોનથી વધુ મ્યૂટેશન, જાણો ભારતને કેટલું જોખમ
એક મહિનો પહેલાલેખક: અભિષેક પાંડે
કૉપી લિંક
દુનિયાના અનેક દેશોમાં કોરોનાના કેસો વધવાના સમાચારો વચ્ચે બે નવા સબ-વેરિયન્ટ્સ BA.4 અને BA.5 મળવાથી દુનિયાની મુશ્કેલીમાં વધારો થયો છે. આ બે નવા સબ-વેરિયન્ટ્સ ઓમિક્રોન સાથે જોડાયેલા છે અને WHO એના પર નજર રાખી રહી છે.
ઓમિક્રોનના કારણે ભારતમાં ત્રીજી લહેર આવી હતી અને આ વેરિયન્ટને કારણે દુનિયાભરમાં વર્ષની શરૂઆતમાં કોરોના કેસોએ રેકોર્ડ તોડી નાખ્યા હતા. એવામાં તેના બે નવા સબ-વેરિયન્ટ મળવાથી કોરોના કેસ ઝડપથી વધવાની આશંકા છે.
ચાલો જાણે છે કે શું છે બે નવા કોરોના સબ-વેરિયન્ટ ? બે નવા સબ-વેરિયન્ટ છે કેટલા ખતરનાક? દુનિયામાં અત્યારે કયો વેરિયન્ટ છે ડોમિનન્ટ? ભારત માટે છે કેટલું જોખમ?
શું છે કોરોનાના બે નવા સબ-વેરિયન્ટ વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઈઝેશન એટલે કે WHOએ કહ્યું છે કે તે અત્યંત ચેપી મનાતા ઓમિક્રોન વેરિયન્ટના બે નવા સબ-વેરિયન્ટ BA.4 અને BA.5ના અનેક ડઝન કેસ મળ્યા પછી તેના પર નજર રાખી રહી છે.
WHO એ જુએ છે કે શું આ નવા સબ-વેરિએન્ટ અગાઉથી રહેલા વેરિયન્ટ્સથી પણ વધુ ચેપી અને ઘાતક છે.
WHO અગાઉથી જ ઓમિક્રોનના બે સબ-વેરિયન્ટ BA.1 અને BA.2ને ટ્રેક કરી રહી છે, જે અત્યારે દુનિયામાં બે સૌથી ડોમિનન્ટ વેરિયન્ટ છે.
હવે તેણે આ લિસ્ટમાં ઓમિક્રોનના સિસ્ટર વેરિયન્ટ્સ મનાતા BA.4 અને BA.5ને પણ જોડી લીધા છે.
આ ઉપરાંત તે અગાઉથી જ ઓમિક્રોનના જ બે અન્ય સબ-વેરિએન્ટ્સ BA.1.1 અને BA.3 પર નજર રાખી રહી છે.
સાઉથ આફ્રિકાના સેન્ટર ફોર એપિડેમિક રિસ્પોન્સ એન્ડ ઈનોવેશન (CERI)ના ડાયરેક્ટર ટુલિયો ડિ ઓલિવેરાના અનુસાર, નવા સબ-વેરિયન્ટ્સ BA.4 અને BA.5ના સ્પાઈક પ્રોટીન BA.2 જેવા જ છે, જો કે આ બંને નવા સબ-વેરિયન્ટ્સમાં વધુ મ્યૂટેશન થયા છે.
ઓલિવેરાનું કહેવું છે કે આ બંને નવા સબ-વેરિયન્ટ્સમાં મળી આવેલા કેટલાક સ્પાઈક પ્રોટીન કોરોનાના ડેલ્ટા, કપ્પા અને એપસિલન વેરિયન્ટ્સમાં મળી આવેલા સ્પાઈક પ્રોટીન જેવા છે.
કેટલી ઝડપથી ફેલાય છે બંને નવા સબ-વેરિયન્ટ્સ?
WHOનું કહેવું છે કે તેણે કોરોનાના બે નવા સબ-વેરિયન્ટ્સ પર નજર રાખવાનું એટલા માટે શરૂ કર્યું, કેમ કે તેમાં વધારે મ્યૂટેશન હતાં.
એવામાં તેમની ઈમ્યુનિટીથી બચી જવાની ક્ષમતાને જાણવા માટે વધુ સ્ટડી કરવાની આવશ્યકતા છે.
વાસ્તવ, વાયરસ દરેક સમયે મ્યૂટેટ કરે છે એટલે ખુદમાં ફેરફાર કરતા રહે છે પરંતુ થોડા જ મ્યુટેશન એવા હોય છે, જે તેમની ફેલાવાની ક્ષમતા કે વેક્સિનથી અથવા તો વેક્સિનથી અથવા અગાઉ થઈ ચૂકેલા ઈન્ફેક્શનથી પેદા થયેલી ઈમ્યુનિટીને થાપ આપવામાં સક્ષમ હોય છે.
આ વેરિએન્ટ્સ પર નજર રાખવાથી એ પણ ખ્યાલ આવે છે કે એ કેટલા ઘાતક છે એટલે કે તેનાથી કેટલી ગંભીર બીમારી થવાનું જોખમ છે.
દુનિયમાં ક્યાં મળી આવ્યા નવા સબ-વેરિયન્ટ્સના કેસ
WHOના અનુસાર, વાયરસ પર નજર રાખનારા ગ્લોબલ GISAID ડેટાબેઝમાં BA.4 અને BA.5ના કેટલાક ડઝન કેસ રિપોર્ટ થયા છે.
યુકે હલ્થે સિક્યોરિટી એજન્સીએ ગત સપ્તાહે કહ્યું કે BA.4ના કેસ 10 જાન્યુઆરીથી 30 માર્ચ વચ્ચે સાઉથ આફ્રિકા, ડેનમાર્ક, બોત્સ્વાના, સ્કોટલેન્ડ અને ઈંગ્લેન્ડમાં મળી આવ્યા છે.
જ્યારે ગત સપ્તાહ સુધી BA.5ના તમામ કેસ સાઉથ આફ્રિકામાં મળી આવ્યા હતા, જો કે સોમવારે બોત્સવાનાના આરોગ્ય મંત્રીએ કહ્યું કે તેમને ત્યાં BA.4 અને BA.5ના ચાર કેસ મળી આવ્યા છે.
બોત્સવાનામાં મળી આવેલા BA.4 અને BA.5ના તમામ કેસ 30થી 50 વર્ષની વયના લોકોમાં મળી આવ્યા છે. ખાસ વાત એ છે કે એ તમામ સંપૂર્ણપણે વેક્સિનેટેડ હતા અને તેઓમાં હળવા લક્ષણો હતાં.
કેટલા ઘાતક છે કોરોનાના બે નવા સબ-વેરિયન્ટ્સ
આ બંને સબ-વેરિયન્ટ્સના સંક્રમિતોમાં હળવા લક્ષણો મળ્યા છે પરંતુ તેનાથી સંક્રમિત થનારા મોટાભાગના લોકો વેક્સિનના બંને ડોઝ લગાવી ચૂક્યા હતા.
અત્યાર સુધી આ બંને સબ-વેરિયન્ટ્સના કેસો ખૂબ ઝડપથી વધવાની જાણકારી નથી. આ બંને સબ-વેરિયન્ટ્સથી અત્યાર સુધીમાં કોઈના મોતની જાણકારી મળી નથી.
એક્સપર્ટ્સનું માનવું છે કે આ બંને નવા સબ-વેરિયન્ટ્સ ઓછા ઘાતક હોવાની સંભાવના છે પરંતુ તેનાથી બચાવ માટે લોકોએ કોવિડ પ્રોટોકોલનું પાલન જરૂર કરવું જોઈએ.
જ્યારે એક્સપર્ટ્સ એમ પણ કહે છે કે અત્યારે એ કહેવું ઉતાવળ ગણાશે કે આ બંને નવા સબ-વેરિયન્ટ્સના મ્યુટેશનના કોરોના મહામારી પર કેવો પ્રભાવ પડશે.
અત્યારે દુનિયામાં ઓમિક્રોનનો સબ-વેરિયન્ટ BA.2 કે સ્ટેલ્થ ઓમિક્રોન છે ડોમિનન્ટ
દુનિયાના અનેક દેશોમાં નવી કોરોના લહેરના કારણે બનેલા વેરિયન્ટ ઓફ કન્સર્ન ઓમિક્રોનના બે સબ-વેરિયન્ટ BA.1 અને BA.2 સૌથી વધુ પ્રભાવી છે.
શરૂઆતમાં BA.1 સબ-વેરિએન્ટ ડોમિનન્ટ હતો, પરંતુ છેલ્લા કેટલાક મહિનાઓ દરમિયન BA.2 કે સ્ટેલ્થ ઓમિક્રોન દુનિયાભરમાં ઝડપથી ફેલાયો છે. ગત થોડા મહિનાઓમાં દુનિયામાં આવેલા 94% કોરોના કેસો માટે BA.2 અથવા સ્ટેલ્થ ઓમિક્રોન જ જવાબદાર છે.
BA.2ને BA.1થી ખૂબ વધારે ચેપી માનવામાં આવે છે. BA.2ના કારણે જ ચીન સહિત અનેક યુરોપિયન દેશોમાં હાલના દિવસોમાં કોરોના કેસો ઝડપથી વધી રહ્યા છે.
વાસ્તવમાં, BA.2ને સ્ટેલ્થ ઓમિક્રોન પણ કહેવામાં આવે છે, કેમનકે પોતાના S-પ્રોટીનમાં યુનિક મ્યૂટેશનના કારણથી તેને કોરોના ટેસ્ટમાં પકડવો મુશ્કેલ થઈ જાય છે.
હાલમાં જ મળી આવેલા BA.2થી વધુ ચેપી XE વેરિએન્ટ હાલમાં જ કોરોનાનો નવો વેરિયન્ટ XE મળી આવ્યો હતો. ભારતમાં XEનો એક કેસ ગુજરાતમાં મળ્યો છે. જ્યારે મુંબઈમાં તેનો કેસ મળી આવવાનો દાવો કેન્દ્રીય આરોગ્ય મંત્રાલયે નકારી દીધો હતો.
WHOના અનુસાર, XE વેરિયન્ટ ઓમિક્રોનના સૌથી ચેપી મનાતા ઓમિક્રોનના સબ-વેરિએન્ટ BA.2થી પણ 10% વધુ ચેપી છે.
XE વેરિએન્ટ ઓમિક્રોનના સબ-વેરિયન્ટ BA.1 અને BA.2ના કોમ્બિનેશનથી બન્યો છે એટલે કે તે ‘રિકોમ્બિનન્ટ’ અથવા હાઈબ્રિડ વેરિયન્ટ છે.
રિકોમ્બિનન્ટ વાયરસ બે અગાઉથી રહેલા વેરિયના કોમ્બિનેશનથી બને છે. આવું વાયરસમાં સતત થઈ રહેલા મ્યુટેશન એટલે કે પરિવર્તનના કારણે થાય છે.
દુનિયાના અનેક દેશો કોરોનાના મારથી પરેશાન ચીનમાં ઝડપથી વધી રહેલા કોરોના કેસોએ ગત 2 વર્ષનો રેકોર્ડ તોડી નાખ્યો છે. જ્યારે દુનિયામાં અનેક અન્ય દેશોમાં પણ કોરોનાએ હાલત ખરાબ કરી નાખી છે. એવામાં નવા સબ-વેરિયન્ટ્સ દુનિયાની મુશ્કેલીઓમાં વધારો કરી શકે છે.
ચીનના ફાઈનાન્શિયલ હબ મનાતા 2.6 કરોડની વસતિવાળા શાંઘાઈ શહેરમાં 11 એપ્રિલે 26 હજારથી વધુ નવા કોરોના કેસ નોંધાયા.
જર્મનીમાં નવા કોરોના કેસો વધવાનું ચાલુ છે અને 12 એપ્રિલે ત્યાં 1.64 લાખથી વધુ નવા કેસ સામે આવ્યા.
સાઉથ કોરિયામાં છેલ્લા કેટલાક દિવસોમાં દરરોજ લાખો કોરોના કેસ સામે આવ્યા છે, 12 એપ્રિલે ત્યાં 2.10 લાખ નવા કેસ સામે આવ્યા.
ફ્રાંસમાં છેલ્લા કેટલાક દિવસોથી કોરોનાથી મોતના આંકડાઓ વધવાનું ચાલુ છે, ત્યાં 11 એપ્રિલે 178 લોકોનાં મોત થયા, જે છેલ્લા કેટલાક દિવસોમાં સૌથી વધુ મોત છે.
અમેરિકામાં ઓમિક્રોનથી આવેલી લહેર અત્યાર ખતમ થઈ નથી, ત્યાં 12 એપ્રિલે 28 હજારથી વધુ નવા કેસો આવ્યા અને 500થી વધુનાં મોત થયા.
કેનેડાનો સૌથી વધુ વસતીવાળો પ્રાંત ઓન્ટારિયો ઓમિક્રોનના સબ-વેરિએન્ટ BA.2ના કારણે છઠ્ઠી લહેરનો સામન કરી રહ્યો છે.
ઈટાલીમાં પણ ફેબ્રુઆરીમાં ઘટાડા પછી છેલ્લા કેટલાક દિવસોથી કેસો વધી રહ્યા છે અને 12 એપ્રિલે ત્યાં 83 હજારથી વધુ નવા કેસો સામે આવ્યા.
ભારતને છે નવા સબ-વેરિયન્ટ્સથી કેટલું જોખમ? ભારતમાં ત્રીજી લહેર ખતમ થઈ ચૂકી છે પરંતુ છેલ્લા કેટલાક દિવસોથી દેશના અનેક રાજ્યોમાં કોરોના કેસ વધવાના સમાચારો છે. ભારતમાં 13 એપ્રિલે છેલ્લા 24 કલાક દરમિયાન 1088 નવા કેસ નોંધાયા. જ્યારે 12 એપ્રિલે છેલ્લા 24 કલાક દરમિયાન 796 કેસ નોંધાયા હતા.
દેશના 5 રાજ્યો-દિલ્હી, હરિયાણા, કેરળ, મહારાષ્ટ્ર અને મિઝોરમમાં કોરોનાના પોઝિટિવિટી રેટ વધવા અંગે કેન્દ્રએ આ રાજ્યોની સરકારોને પત્ર લખ્યા છે.
દિલ્હીમાં 4થી 10 એપ્રિલ વચ્ચે કોરોના કેસો ગત સપ્તાહના મુકાબલે 26%, હરિયાણામાં આ દરમિયાન 50%, ગુજરાતમાં 89%થી વધુ વધ્યા છે.
જ્યારે બે દિવસ અગાઉ ઉત્તરપ્રદેશના ગાઝિયાબાદમાં બે સ્કૂલોમાં 5 બાળકો અને નોઈડાની એક સ્કૂલમાં 13 બાળકો અને ત્રણ ટીચર કોરોના પોઝિટિવ મળી આવ્યા.
એટલે કે ભારતમાં XE વેરિએન્ટ હોય કે અત્યારે ઓમિક્રોનના નવા મળી આવેલા બે સબ-વેરિયન્ટ્સ BA.4 અને BA.5, આ તમામના ફેલાવાનું જોખમ યથાવત્ છે.
ત્રીજી લહેર દરમિયાન ભારતમાં ઓમિક્રોનના સબ-વેરિયન્ટ BA.2 ડોમિનન્ટ વેરિયન્ટ હતો અને મોટા ભાગના કેસો તેના જ હતા.
ભારતે બે વર્ષ પછી 27 માર્ચથી ઈન્ટરનેશનલ ફ્લાઈટ્સનું ફુલ ઓપરેશન શરૂ કરી દેવાયું હતું. હવે અગાઉની જેમ જ દુનિયાભરની ફ્લાઈટ્સની અવરજવર થઈ રહી છે, એવામાં ભારતમાં વિદેશોથી પણ કોરોનાના નવા વેરિયન્ટ્સ આવવાનું જોખમ રહેશે.
ભારતમાં આવા લોકોની સંખ્યા કરોડોમાં છે, જેમને વેક્સિન લગાવ્યાને 6 મહિનાથી વધુ સમય થઈ ચૂક્યો છે. એક્સપર્ટ્સના અનુસાર, વેક્સિનથી બનેલી ઈમ્યુનિટી મહત્તમ 6 મહિના સુધી જ રહે છે. એટલે કે દેશના આ કરોડો લોકો માટે કોઈપણ નવા વેરિયન્ટથી સંક્રમિત થવાનું જોખમ સૌથી વધારે છે.