તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • Dvb original
  • Explainer
  • Modi, Who Ran With A 'minimum' In 2014, Reached A 'maximum' In 2017. Can A Record Be Broken This Time? Learn All About Cabinet Expansion

ભાસ્કર એક્સપ્લેનર:2014માં ‘મિનિમમ’ સાથે ચાલેલા મોદી 2017માં ‘મેક્સિમમ’ સુધી પહોંચ્યા, શું આ વખતે તૂટી શકે છે રેકોર્ડ? જાણો કેબિનેટ વિસ્તરણ અંગે બધુ

એક મહિનો પહેલાલેખક: જયદેવ સિંહ
  • કૉપી લિંક

બીજીવાર વડાપ્રધાન બન્યા પછી નરેન્દ્ર મોદી પોતાની કેબિનેટનું પ્રથમ વિસ્તરણ કરવા જઈ રહ્યા છે. આ કેબિનેટ વિસ્તરણ આજે સાંજે થઈ શકે છે. 2014માં જ્યારે નરેન્દ્ર મોદી પ્રથમવાર સત્તામાં આવ્યા તો તેમની કેબિનેટમાં માત્ર 45 મંત્રી સામેલ હતા. ત્યારે વડાપ્રધાને મિનિમમ ગવર્નમેન્ટ મેક્સિમમ ગવર્નન્સનો નારો આપ્યો. જો કે, ત્રણ વર્ષ પછી જ સ્થિતિ બદલાઈ અને તેમની કેબિનેટમાં મંત્રીઓની સંખ્યા વધીને 76 થઈ ગઈ.

2019માં ફરી સત્તામાં આવ્યા પછી મોદી કેબિનેટમાં 58 મંત્રીઓએ શપથ લીધા. આ સમયે આ સંખ્યા ઘટીને 53 થઈ ગઈ છે. કેબિનેટ વિસ્તરણ પછી જો 23થી વધુ નવા ચહેરાને મોદી સામેલ કરે છે તો અગાઉનો રેકોર્ડ તૂટી શકે છે. કહેવાય છે કે વિસ્તરણમાં 20થી 22 નવા મંત્રીઓને શપથ ગ્રહણ કરાવવામાં આવી શકે છે. એટલે કે, એકવાર ફરી કેબિનેટમાં 75ની આસપાસ મંત્રી હશે. જે નેતાઓને મંત્રી પદ મળી શકે છે તેઓ તમામ દિલ્હી પહોંચવા લાગ્યા છે. મંત્રી બનવાની રેસમાં જ્યોતિરાદિત્ય સિંધિયા, સર્વાનંદ સોનોવાલ, નારાયણ રાણે, સુશીલકુમાર મોદી જેવા નેતાઓનાં નામ સામેલ છે. સવાલ એ છે કે કેન્દ્રીય કેબિનેટમાં આખરે કેટલા મંત્રી બનાવી શકાય એમ છે? અત્યારે કેબિનેટની શું સ્થિતિ છે? કયા નેતાઓને મંત્રીમંડળમાં સામેલ કરવામાં આવી શકે છે? કયા મંત્રીઓનાં વિભાગ ઓછા થઈ શકે છે? આવો સમજીએ...

મોદી કેબિનેટમાં મહત્તમ કેટલા મંત્રી બની શકે છે?
કોન્સ્ટીટ્યુશન એક્ટ 2003 કહે છે કે કેન્દ્રીય મંત્રીમંડળમાં મંત્રીઓની સંખ્યા લોકસભાના કુલ સભ્યોના 15%થી વધુ નહીં હોય. મંત્રીમંડળના સભ્યોમાં વડાપ્રધાન પણ સામેલ હશે. અત્યારે લોકસભામાં મહત્તમ 543 સભ્યો હોઈ શકે છે. એટલે કે, મોદી કેબિનેટમાં મહત્તમ 81 મંત્રી હોઈ શકે છે.

2019માં જ્યારે નવી સરકારની રચના તઈ તો એ સમયે વડાપ્રધાન સહિત કુલ 58 મંત્રીઓએ શપથ લીધા હતા. અકાલી દળના હરસિમરત કૌર બાદલ, શિવસેનાના અરવિંદ સાવંત મંત્રીપદ છોડી ચૂક્યા છે. બંને પાર્ટીઓ હવે NDAનો હિસ્સો નથી. જ્યારે, લોજપાના રામવિલાસ પાસવાનના નિધન પછી તેમના સ્થાને પણ કોઈ મંત્રી બનાવાયા નથી.

સુરેશ અંગડીનું કોરોનાથી નિધન થયું હતું. મંગળવારે કેબિનેટ મંત્રી થાવરચંદ ગહેલોતને રાજ્યપાલ બનાવવામાં આવ્યા. ગહેલોતે મંત્રી પદ છોડ્યા પછી કેબિનેટમાં કુલ 53 મંત્રી રહી ગયા છે. એટલે કે, કેબિનેટ વિસ્તરણ સમયે મહત્તમ 28 મંત્રી બનાવી શકાય એમ છે.

કયા નેતાઓનો મંત્રીમંડળમાં સમાવેશ થઈ શકે છે?
ભાજપાથી જ્યોતિરાદિત્ય સિંધિયા, જબલપુરથી સાંસદ રાકેશ સિંહ, પીલીભીતથી સાંસદ વરૂણ ગાંધી, મહારાષ્ટ્રના પૂર્વ મુખ્યમંત્રી નારાયણ રાણે, ઉત્તરાખંડના પૂર્વ સીએમ તીરથસિંહ રાવત, આસામના પૂર્વ સીએમ સર્વાનંદ સોનોવાલ, સુશીલ મોદી, અપના દલથી અનુપ્રિયા પટેલ, જેડીયુથી આરસીપી સિંહ, લોજપાના પશુપતિ પારસ અને એઆઈએડીએમકેના ખાતામાં પણ એક પદ જઈ શકે છે.

કયા મંત્રીઓના વિભાગ ઓછા થઈ શકે છે?
અત્યારના સમયે નરેન્દ્ર સિંહ તોમર, રવિશંકર પ્રસાદ, ડોક્ટર હર્ષવર્ધન, પ્રકાશ જાવડેકર, પીયૂષ ગોયલ અને પ્રહલાદ જોશીની પાસે વધારાના મંત્રાલય છે. કેબિનેટ વિસ્તરણ પછી આ મંત્રીઓના વિભાગ ઓછા થઈ શકે છે. જેમકે પીયૂષ ગોયલ અત્યારે રેલવે મંત્રાલયની સાથે ગ્રાહક મામલાઓ અને ખાદ્ય તેમજ જાહેર વિતરણ મંત્રાલય પણ સંભાળી રહ્યા છે. ચર્ચા છે કે રેલવે મંત્રાલય ગોયલ પાસેથી લઈને જ્યોતિરાદિત્ય સિંધિયાને આપવામાં આવી શકે છે.

28થી વધુ મંત્રીઓ કેમ ન બનાવી શકાય?
2003માં બંધારણની કલમ-75માં સંશોધન (91મુ સંશોધન) કરવામાં આવ્યું. 1 જાન્યુઆરી, 2004ના રોજ લાગુ થયેલ આ સંશોધનમાં કેન્દ્ર અને રાજ્યોની કેબિનેટમાં મહત્તમ મંત્રીઓની સંખ્યા નક્કી કરી દેવાઈ. તેમાં કહેવામાં આવ્યું કે કેન્દ્રીય કેબિનેટમાં મંત્રીઓની મોટાભાગની સંખ્યા લોકસભામાં કુલ સાંસદોની સંખ્યાના 15%થી વધુ નહીં હોય. આ રીતે રાજ્ય મંત્રીમંડળમાં પણ એ રાજ્યની વિધાનસભાની કુલ સભ્ય સંખ્યાના 15 % સભ્ય જ હોઈ શકે છે.

દેશની લોકસભામાં 543 સભ્યો હોઈ શકે છે. 543ના 15% 81.45 થાય છે. એટલે કે, કેન્દ્રીય કેબિનેટમાં મહત્તમ 81 મંત્રી હોઈ શકે છે. તેમાં વડાપ્રધાન પણ સામેલ હોય છે. હાલની મોદી કેબિનેટમાં વડાપ્રધાન સહિત 53 સભ્યો છે. આ હિસાબે મંત્રીમંડળ વિસ્તારમાં મહત્તમ 28 નવા ચહેરા સામેલ કરવામાં આવી શકે છે.

2003 અગાઉ શું ક્યારેય કેન્દ્ર કે રાજ્યમાં 15%થી વધુ મંત્રી પણ રહ્યા છે?
હા, 1990ના દાયકાના અંતિમ વર્ષોમાં અને 2000ના શરૂઆતના વર્ષોમાં કેન્દ્ર અને અનેક રાજ્યોમાં આ રીતે જમ્બો કેબિનેટનું ચલણ હતું. તેનું મોટું કારણ ગઠબંધન સરકારો હતી. 2003માં 15%વાળું બંધારણીય સંશોધન કરવામાં આવ્યું એ સમયે અનેક રાજ્યોમાં જમ્બો કેબિનેટવાળી સરકારો ચાલી રહી હતી.

ઉત્તરપ્રદેશની વિધાનસભામાં સભ્યોની સંખ્યા 403 હતી. એ સમયે સમાજવાદી પાર્ટીના મુલાયમસિંહ યાદવ મુખ્યમંત્રી હતા. યાદવની સરકારમાં 98 મંત્રી હતા. એટલે કે કુલ સભ્ય સંખ્યાના લગભગ 25%. યુપીમાં જમ્બો કેબિનેટ બનવાની શરૂઆત 1997માં ભાજપાની કલ્યાણસિંહ સરકારથી થઈ. એ સમયે કલ્યાણસિંહની કેબિનેટમાં 93 મંત્રી હતા. તેમના પછી રામપ્રકાશ ગુપ્તા સરકારમાં પણ 91 મંત્રી હતા. તેમની જગ્યાએ સીએમ બનેલા રાજનાથ સિંહની સરકારમાં પણ 86 મંત્રી હતા. ત્યારે, મુલાયમ અગાઉ મુખ્યમંત્રી રહેલી માયાવતીની સરકારમાં 87 મંત્રી હતા.

બંધારણીય સંશોધનના બરાબર પહેલા ઉત્તર પ્રદેશની સાથે જ બાકીના રાજ્યોમાં પણ આ પ્રકારનું ચલણ હતું. જેમકે બિહારમાં એ સમયે રાબડી દેવીની સરકાર ચાલી રહી હતી. તેમની સરકારમાં 82 મંત્રી હતા. બિહારમાં વિધાનસભામાં કુલ સભ્યોની સંખ્યા 243 છે. એટલે, એ સમયે વિધાનસભાની કુલ સભ્ય સંખ્યાના લગભગ 34% મંત્રી હતા. આ રીતે મહારાષ્ટ્ર વિધાનસભા 288 સભ્યોવાળી હતી. ત્યાં, એ સમયની સુશીલ કુમાર શિંદે સરકારમાં 69 મંત્રી હતા. એટલે, સભ્ય સંખ્યાના લગભગ 24% મંત્રી. આ રીતે કેન્દ્રમાં એ સમયની અટલ સરકારમાં 80 મંત્રી હતા.

નવા નિયમ આવ્યા પછી અત્યાર સુધીમાં સૌથી મોટી કેન્દ્રીય કેબિનેટ ક્યારે બની?
1 જાન્યુઆરી 2004ના રોજ નવું બંધારણીય સંશોધન લાગુ થયું. તેના પછી 2009ની લોકસભા ચૂંટણી પછી મનમોહનસિંહ બીજીવાર વડાપ્રધાન બન્યા. તેમની સરકારમાં 79 મંત્રી હતા. 2014માં જ્યારે નરેન્દ્ર મોદી વડાપ્રધાન બન્યા તો તેમની કેબિનેટમાં માત્ર 45 મંત્રી સામેલ હતા. ત્યારે વડાપ્રધાને મિનિમમ ગવર્નમેન્ટ મેક્સિમમ ગવર્નન્સનો નારો આપ્યો. જો કે, ત્રણ વર્ષ પછી જ સ્થિતિ બદલાઈ અને તેમની કેબિનેટમાં મંત્રીઓની સંખ્યા વધીને 76 થઈ ગઈ.

કેબિનેટમાં કોને સામેલ કરવાના છે કોને નહીં એ નક્કી કોણ કરે છે?
બંધારણ કહે છે કે કેન્દ્રીય કેબિનેટમાં મંત્રીઓની નિયુક્તિ વડાપ્રધાનની સલાહ પર રાષ્ટ્રપતિ કરશે. નિયુક્તિ ભલે રાષ્ટ્રપતિ કરે, પણ નિર્ણય વડાપ્રધાનના હોય છે. જો વ્યવહારિક રીતે વાત કરીએ તો વડાપ્રધાન પોતાની પાર્ટી અને સહયોગીઓની સલાહ પછી મંત્રીઓનાં નામ નક્કી કરે છે. જેમને રાષ્ટ્રપતિ પાસે મોકલવામાં આવે છે. તેના પછી રાષ્ટ્રપતિ લિસ્ટમાં સામેલ લોકોને મંત્રી પદના શપથ અપાવે છે. મંત્રીઓની નિયુક્તિ જેવી જ પ્રક્રિયા વિભાગોની વહેંચણી દરમિયાન પણ ચાલે છે.