તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

ભાસ્કર એક્સપ્લેનર:કોવિડ-19નું જોખમ મહિલાઓથી વધુ પુરૂષોને; મેન્સ હેલ્થ વીકમાં એક્સપર્ટથી સમજો એવું કેમ અને કઈ રીતે

3 મહિનો પહેલાલેખક: રવીન્દ્ર ભજની

દુનિયાભરમાં એવા અનેક રિસર્ચ થયા છે જે સાબિત કરે છે કે કોવિડ-19 મહામારીએ પુરૂષોને વધુ અસર કરી છે. તેઓમાં માત્ર ઈન્ફેક્શન રેટ જ નહીં, પરંતુ મૃતકોમાં મહિલાઓની તુલનામાં પુરૂષોનો રેશિયો વધુ છે. આ તો થઈ ઈન્ફેક્શન અને તેની અસરની વાત. આ મહામારીએ આર્થિક મોરચે જે ઉથલપાથલ મચાવી છે, તેની અસર પણ પુરૂષો પર વધુ થઈ છે. મોટાપાયે લોકોને પોતાની નોકરી અને રોજગારીથી હાથ ધોવા પડ્યા છે. તેનાથી તેઓ ડિપ્રેશન, સ્ટ્રેસ જેવા માનસિક રોગોનો સામનો કરી રહ્યા છે.

કોરોના મહામારીના આ સમયમાં દુનિયાભરમં મેન્સ હેલ્થ વીક (14-20 જૂ, 2021) મનાવાઈ રહ્યું છે. તેમાં પુરૂષો અને ખાસ કરીને યુવકોને લગતા સ્વાસ્થ્ય વિષયો પર ચર્ચા થઈ રહી છે. એવામાં અમે નવી દિલ્હીની ઈન્દ્રપ્રસ્થ અપોલો હોસ્પિટલના સિનિયર કન્સલ્ટન્ટ યુરોલોજિસ્ટ, એન્ડ્રોલોજિસ્ટ અને રોબોટિક સર્જન ડો.આશીષ સબરવાલ સાથે વાત કરી. તેમની પાસે જાણ્યું કે પુરૂષોને જ કોવિડ-19 વધુ અસર કેમ કરી રહ્યો છે? દુનિયાભરમાં આના પર થયેલા અભ્યાસો શું કહે છે? પુરૂષો કેવા પ્રકારની પરેશાનીઓનો સામનો કરી રહ્યા છે?

કોરોના મહિલાઓ માટે વધુ ખતરનાક કે પુરૂષો માટે?

  • પુરૂષો માટે. દુનિયાભરમાં અનેક અભ્યાસ થયા છે, જેમાં કોરોનાની મહિલાઓ અને પુરૂષો પર થયેલી અસરને તપાસવામાં આવી છે. ફેબ્રુઆરીમાં ચંડીગઢમાં PGIMERના સંશોધકોએ જોયું કે કોરોનાના કુલ દર્દીઓમાં 65% પુરૂષો અને 35 % મહિલાઓ હતી.
  • આ રીતે એપ્રિલમાં ફ્રન્ટિયર્સ ઈન પબ્લિક હેલ્થમાં પ્રકાશિત અભ્યાસ કહે છે કે કોવિડના ગંભીર લક્ષણોનો સામનો કરવામાં મહિલાઓની તુલનામાં પુરૂષો વધુ હતા. ચાઈનીઝ રિસર્ચર્સે દાવો કર્યો છે કે કોરોનાના દર્દીઓમાં 70% પુરૂષો છે. 2003માં સિવિયર એક્યુટ રેસ્પિરેટરી સિન્ડ્રોમ (સાર્સ)ના પ્રકોપ પછી પણ આવા જ પરિણામો આવ્યા હતા.
  • WHOના અભ્યાસમાં જોવા મળ્યું કે યુરોપમાં કોવિડ-19થી થયેલા મોતમાં 63% પીડિત પુરૂષો હતા. માર્ચમાં રોમમાં હોસ્પિટલમાં દાખલ દર્દીઓનાં મોત અંગે સ્ટડી થયો. જાણવા મળ્યું કે હોસ્પિટલમાં દાખલ 8% પુરૂષોનાં મોત થયા, જ્યારે હોસ્પિટલાઈઝ્ડ મહિલાઓનાં મોતનો આંકડો 5% હતો. એપ્રિલમાં ન્યૂયોર્ક સિટીના હેલ્થ ડિપાર્ટમેન્ટે કહ્યું કે એક લાખ પુરૂષો પર 43નાં મોત થઈ રહ્યા છે, જ્યારે મહિલાઓમાં આ આંકડો એક લાખની વસતી પર 23નો છે.
  • ભારતમાં ઈન્ફેક્ટ થનારા દર્દીઓની સંખ્યા પર મહિલાઓ અને પુરૂષો માટે અલગ આંકડા જારી થતા નથી. ન તો મરનારાઓમાં તફાવત જણાવવામાં આવે છે. અમેરિકામાં પણ સેન્ટર ફોર ડિસિસ કંટ્રોલ (સીડીસી) મહિલાઓ-પુરૂષોના અલગ આંકડા આપતું નથી.

શું આનું કોઈ બાયોલોજિકલ કારણ છે?

  • હા. 10 મેના રોજ મેન્સ હેલ્થ નેટવર્કમાં પ્રકાશિત એક સ્ટડી અનુસાર પુરૂષોના લોહીમાં મહિલાઓના મુકાબલે વધુ એન્જિયોટેન્સિન કન્વર્ટિંગ એન્ઝાઈમ 2(ACE2) હોય છે. ACE2ના હાજરીમાં જ કોરોના વાયરસ સ્વસ્થ કોશિકાઓને ઈન્ફેક્ટ કરે છે. સ્પષ્ટ છે કે ACE2 રિસેપ્ટર વધુ હોવાથી ઈન્ફેક્ટ થવાનું જોખમ પુરૂષોને વધુ છે.
  • મહિલાઓના મુકાબલે પુરૂષોની ઈમ્યુન સિસ્ટમ પણ નબળી હોય છે. સંશોધકો કહે છે કે વધારાના X ક્રોમોસોમના કારણે મહિલાઓની ઈમ્યુન સિસ્ટમ પુરૂષો કરતાં મજબૂત હોય છે. ઈન્ફેક્શન થવા પર તત્કાળ પ્રતિક્રિયા આપે છે. અમેરિકામાં તો બે ક્લિનિકલ ટ્રાયલ્સ પણ થઈ હતી. તેમાં વિજ્ઞાનીઓએ પુરૂષઓને કોવિડ-19ની સાથે એસ્ટ્રોજન જેવા સેક્સ હોર્મોન પણ આપ્યા જેથી એ જોઈ શકાય કે રિકવરીમાં કેટલી મદદ મળે છે.
  • હેલ્થલાઈનમાં પ્રકાશિત એક સ્ટડી એમ પણ કહે છે કે પુરૂષો બેદરકાર હોય છે. સ્મોકિંગ, ડ્રિકિંગ અને અન્ય આદતો પણ વધુ હોય છે. સ્પષ્ટ છે કે કોવિડ-19 ઈન્ફેક્શન થવા પર પુરૂષોની અગાઉથી જ કોઈને કોઈ બીમારીથી પીડિત હોવાની આશંકા વધુ રહે છે.

કોવિડમાંથી સાજા થયા પછી પણ પુરૂષો કેવા પ્રકારની સમસ્યાઓનો સામનો કરી રહ્યા છે?

  • ભારતમાં કોવિડ-19ની બીજી લહેર દરમિયાન અનેક નવી બીમારીઓ જોવા મળી. બ્લેક ફંગસથી લઈને હેપી હાઈપોક્સિયા અને ન્યુમોનિયા સુધી. તેણે શરીરના અનેક અંગોને નુકસાન પહોંચાડ્યું. અનેક બીમારીઓનું જોખમ વધાર્યું છે.
  • હાલના અભ્યાસમાં જોવામાં આવ્યું કે મહિલાઓની તુલનામાં પુરૂષોમાં સ્ટ્રેસ લેવલ વધ્યું છે. ક્યાંકને ક્યાંક આ તેમને સેક્સ લાઈફને પણ પ્રભાવિત કરે છે. ઈરેક્ટાઈલ ડિસફંક્શનથી લઈને ફર્ટિલિટી સુધી બધાને અસર કરે છે. આ સ્ટડી ઈટાલીમાં કરવામાં આવ્યો હતો. દાવો કરાયો કે કાર્ડિયોવાસ્ક્યુલર સિસ્ટમમાં ડેમેજ થવાથી ઈરેક્શનમાં સમસ્યાઓ આવી રહી છે.
  • પુરૂષોમાં માત્ર રેસ્પિરેટરી ઈન્ફેક્શન થયા નથી પણ કાર્ડિયોવાસ્ક્યુલર સમસ્યાઓ પણ વધી છે. અનેક મામલે હોર્મોનલ ફેરફારોના કારણે ચહેરા અને શરીર પર આવનારા વાળ પણ ઓછા થયા છે. કેટલાક પુરૂષોમાં તો છાતીમાં અસામાન્ય ગ્રોથ જોવા મળ્યો છે. આ ઉપરાંત સેક્સની ઈચ્છા ન થવી કે તેમાં ઘટાડો પણ એક મોટી સમસ્યા તરીકે પુરૂષો દર્દીઓમાં જોવા મળે છે.