ઇન્ટરનેશનલ માઉન્ટેન ડે આજે:માઉન્ટ એવરેસ્ટ પર ચઢાણ કરનારી મેઘા અને ભાવનાએ કહ્યું- એવો પણ સમય આવ્યો, જ્યારે મોત સામે હતું

નવી દિલ્હીએક વર્ષ પહેલાલેખક: અક્ષય બાજપેયી
  • કૉપી લિંક
  • વર્ષ 2019માં મેઘા અને ભાવના પહોંચી હતી દુનિયાના સૌથી ઊંચા શિખર પર, વર્ષોથી કરી રહી હતી એવરેસ્ટ સર કરવાની તૈયારી
  • માઉન્ટ એવરેસ્ટ અભિયાનમાં ચાર કેમ્પ હોય છે, ચોથો કેમ્પ ડેથ ઝોન કહેવાય છે, અહીં સૌથી વધુ મોત થાય છે

આજે ઈન્ટરનેશનલ માઉન્ટેન ડે છે. અમે આપને દુનિયાના સૌથી ઊંચા શિખર માઉન્ટ એવરેસ્ટ (8848.86 મીટર) પર ચઢાણની કહાની જણાવી રહ્યા છે. આ કહાની એ બે યુવતી જણાવી રહી છે, જેઓ 2019માં માઉન્ટ એવરેસ્ટ પર ચઢાણ કરી ચૂકી છે. પ્રથમ છે મધ્યપ્રદેશના સિહોરના ગામ ભોજનગરની મેઘા પરમાર. તે પોતાના રાજ્યથી માઉન્ટ એવરેસ્ટ પર ચઢાણ કરનારી પ્રથમ મહિલા છે. બીજી છે મધ્યપ્રદેશના જ છીંદવાડાની ભાવના ડેહરિયા. માઉન્ટ એવરેસ્ટની કહાની, એના શિખર પર ચઢનારા લોકોના મુખેથી...

મેઘા અને ભાવના કહે છે- અમે જ્યારે હાઉ એલ્ટિટ્યૂડ પર પહોંચીએ છીએ તો ત્યાં ઓક્સિજન ખૂબ ઓછો હોય છે. અમે બેઝ કેમ્પ પહોંચીએ છીએ, જે 5645 મીટરની ઊંચાઈ પર હોય છે. ત્યાં હૃદય ખૂબ ઝડપથી ધબકવા લાગે છે. એવી રીતે કે જાણે અનેકવાર 10 માળની બિલ્ડિંગના દાદર ચઢી લીધા હોય, ધબકારા કંઈક એવા જ થઈ જાય છે. આ સમગ્ર સફર બે મહિનાની હોય છે. એમાં ચાર કેમ્પ હોય છે. દરેક કેમ્પમાં પડકારો વધતા જતા હોય છે.

અમારા જૂતા બબ્બે કિલોના હોય છે, જેમાં નીચે ક્રેમ્પોન (મેટલની પ્લેટ, જે હોવાથી પગ લપસતા નથી). અમે ક્લાઈમ્બિંગ હંમેશાં રાતના સમયે કરીએ છીએ, કેમ કે દિવસના સમયે હિમપ્રપાતની આશંકા હોય છે, જ્યારે રાતે બરફ જામેલો રહે છે. સૌથી કઠિન કુંભ ગ્લેશિયરને પાર કરવાનું હોય છે.

એવું નથી કે તમે એક જ વારમાં દુનિયાના સૌથી ઊંચા શિખર પર પહોંચી જશો. આપ પહેલા જાઓ છો, પછી પરત આવો છો. ફરી જાઓ છો, ફરી પરત આવો છો. આવું સતત ચાલતું રહે છે. બેઝ કેમ્પથી અમે લોકો કેમ્પ-1 જાય છે. પછી ત્યાંથી પરત બેઝ કેમ્પમાં આવીએ છીએ. ત્યાં પણ ખૂબ થાકે છે. પીવા માટે હંમેશાં પાણી મળી શકતું નથી. દરેક સમયે અંદરથી શરીર તૂટે છે. શ્વાસ પણ લેવાતો નથી. સીડી પાર કરતી વખતે જ્યારે તે હલનચલન કરે છે તો પગ ધ્રૂજે છે. એ સમયે હિંમત વધારવાની હોય છે કે અટકો નહીં, આ પણ થઈ શકશે.

એવરેસ્ટ અભિયાન દરમિયાન પર્વતારોહીને આ પ્રકારના અલગ-અલગ પડકારોનો સામનો કરીને શિખર પર પહોંચવાનું હોય છે.
એવરેસ્ટ અભિયાન દરમિયાન પર્વતારોહીને આ પ્રકારના અલગ-અલગ પડકારોનો સામનો કરીને શિખર પર પહોંચવાનું હોય છે.

કેમ્પ-1 પર પહોંચ્યા પછી ત્યાં બરફ ખોદીને એને પીગળાવીએ છીએ. એ જ પાણી પીએ છીએ. સૂપ પીએ છીએ. પ્રથમવારમાં ખૂબ માથાનો દુઃખાવો થાય છે. અનેક લોકોને લોહીની ઊલટીઓ થાય છે. મગજની આસપાસ ઓક્સિજન પહોંચતો નથી તો વિચાર આવવાનું પણ બંધ થઈ જાય છે. ઊંઘ આવતી નથી. એક કલાક પણ સૂઈ શકતા નથી. ત્યાં રાતનું તાપમાન માઈનસ 15 ડીગ્રી સુધી થઈ જાય છે પણ અમે એને સેફ ઝોન કહીએ છીએ, કેમ કે ત્યાં ગ્લેશિયર પીગળવાનું શરૂ થતું નથી.

બેઝ કેમ્પ સુધી અમે કૂકિંગ કરી શકીએ છીએ. દાળ-ભાત બનાવી શકીએ છીએ. નોન-વેજ ખાઈ શકીએ છીએ. એનાથી ઉપર આ બધું બંધ થઈ જાય છે. જ્યારે એલ્ટિટ્યૂડ પર હોઈએ ત્યારે તો એવું ફૂડ ખાવાનું હોય છે, જે થોડી જ સેકન્ડમાં રંધાઈ જાય. એને ખાવું પણ થોડી જ સેકન્ડમાં પડે છે, કેમ કે થોડી જ મિનિટોમાં એ જામી જાય છે.

બેથી ત્રણ દિવસના આરામ પછી કેમ્પ-2 માટે સફર શરૂ થાય છે. કેમ્પ-2ના પડકારો વધુ છે. ત્યાં ખૂબ ઝડપથી પવન ફૂંકાય છે. અમે લોકો જ્યારે ગયા હતા ત્યારે 80 કિમી પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાતો હતો. અમારા ટેન્ટ ઊડી રહ્યા હતા. રાતે અમે ચાર લોકો ટેન્ટને પકડીને બેઠા હતા કે ક્યાંક એ ઊડી ન જાય. ઘણીવાર ગળું સુકાઈ જાય છે. ત્યાં રાત પસાર કરવી ખૂબ મુશ્કેલ હોય છે. આગામી મુકામ કેમ્પ-3 હોય છે.

વધુ ઊંચાઈ પર જવાથી ચેલેન્જ વધુ વધતી જાય છે. ચહેરાની સ્કીન નીકળવા લાગે છે. અનેક જગ્યાએ લોહી ઉપર આવી જાય છે. એના પછી શરૂ થાય છે કેમ્પ-4 એટલે કે ડેથ ઝોનની સફર. કેમ્પ-3 પછી જ સપ્લિમેન્ટ ઓક્સિજન આપવાનું શરૂ કરી દેવાય છે, કેમ કે એ પછી બિલકુલ પણ શ્વાસ લઈ શકાતો નથી. સૌથી વધુ મોત કેમ્પ-4માં જ થાય છે. કોઈ ઓક્સિજન સમાપ્ત થઈ જવાથી તો કોઈ લપસીને જીવ ગુમાવી દેતા હોય છે.

એવરેસ્ટ અભિયાન માટે ઓછામાં ઓછા એક વર્ષ અગાઉથી ટ્રેનિંગ શરૂ કરવી પડે છે.
એવરેસ્ટ અભિયાન માટે ઓછામાં ઓછા એક વર્ષ અગાઉથી ટ્રેનિંગ શરૂ કરવી પડે છે.

ત્યાં 180 કિમી પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાય છે. અંતિમ ચઢાણ અગાઉ વેધર રિપોર્ટ જોઈએ છીએ. મહિનામાં ત્રણ કે ચાર દિવસ એવા હોય છે,જેમાંથી કોઈ એક દિવસે તમે ચઢાણ કરી શકો છો.

કેમ્પ-4માં મોત થવું સામાન્ય વાત છે. ત્યાં એટલાં મોત થયાં છે, લાશો બરફમાં ઢંકાયેલી પડી છે. અનેકવાર લાશોની ઉપરથી ચાલતા અમારે આગળ વધવાનું હોય છે. કન્ટિન્યુ મૂવમેન્ટ કરવી પડે છે, કે મકે ન ચાલવાથી લોહી જામી જવાની શક્યતા રહે છે, જેનાથી તમારું મોત થઈ શકે છે. પગનો તાલમેળ યોગ્ય રાખવો પડે છે. આ બધામાં પડકાર ઓક્સિજન જાળવી રાખવાનો હોય છે. અનેક લોકો માત્ર એ કારણથી મોતને ભેટે છે, કેમ કે તેમના ઓક્સિજનની સપ્લાઈ અટકી જાય છે.

કેમ્પ-4થી પસાર થતી વખતે અમારે ઘણીવાર લાશોની ઉપરથી જવું પડે છે. કેટલાક પ્રસંગ એવા પણ આવ્યા કે જ્યારે લાશોના આધારે જ આગળ વધી શક્યા. અંતિમ પડાવ સુધીમાં તો શરીર સંપૂર્ણપણે તૂટી ગયું હતું. એવું લાગતું હતું કે જાણે જીવ બચશે જ નહીં. વારંવાર મનમાં થતું હતું કે રહેવા દો, છોડી દો. ત્યારે તમારા બીજા દિમાગે વિચારવું પડે છે કે ના, કરવાનું જ છે. આ બધા પડકારો વચ્ચે ફાઈનલી 22 મેના રોજ અમે એવરેસ્ટ પર હતાં. મેઘા સવારે 5 વાગ્યે એવરેસ્ટ પર પહોંચી હતી અને તેના થોડા કલાકો પછી ભાવના પણ શિખર પર પહોંચી હતી.

અન્ય સમાચારો પણ છે...