ભાસ્કર એક્સપ્લેનર:કોરોના વિરુદ્ધની લડાઈમાં માસ્ક પ્રથમ સ્ટેપ; કયું માસ્ક કેટલું ઉત્તમ? શું કપડાંનું માસ્ક કોરોનાથી બચાવશે?

એક વર્ષ પહેલા
  • કૉપી લિંક

દેશમાં કોરોનાના કેસ ફરી વધવા લાગ્યા છે. આ દરમિયાન ફરી એકવાર માસ્ક પહેરવાની અપીલ કરવામાં આવી રહી છે. પરંતુ કયુ માસ્ક કોના માટે વધુ યોગ્ય રહેશે, કયું વધુ ઈફેક્ટિવ રહેશે, એ સવાલ સૌના મનમાં છે. આવો જાણીએ અલગ-અલગ પ્રકારના માસ્ક, તેની ઈફેક્ટિવનેસ અને ઉપયોગ વિશે.

માસ્ક કેટલા પ્રકારના હોય છે?
મોટાભાગે જોઈએ તો માસ્ક 3 પ્રકારના હોય છે - સર્જિકલ માસ્ક, N-95 માસ્ક અને ફેબ્રિક કે કપડાના બનેલા માસ્ક. N95 માસ્ક કોરોના વાયરસ જેવા સંક્રમણથી બચવા માટે સૌથી ઉત્તમ માસ્ક માનવામાં આવે છે. એ સરળતાથી મોં અને નાક પર ફિટ થઈ જાય છે અને બારીક કણોને પણ નાક કે મોંમાં જતા રોકે છે. એ હવામાં રહેલા 95 ટકા કણોને રોકવામાં સક્ષમ છે તેથી તેનું નામ N95 પડ્યું છે. જ્યારે, સામાન્ય સર્જિકલ માસ્ક પણ લગભગ 89.5% સુધી કણોને રોકવામાં સક્ષમ હોય છે. આ બંને માસ્ક હેલ્થકેર વર્કર્સ માટે હોય છે. કપડાના માસ્ક પણ માર્કેટમાં જોઈ શકાય છે.

એક ઉત્તમ માસ્ક ખરીદવા શું જોવું જોઈએ?
લેયરઃ માસ્ક ખરીદતી વખતે તેમાં લેયર ચોક્કસ ચેક કરો. એવું માસ્ક જ ખરીદો જે 2 કે 3 લેયરનું બનેલું હોય. સ્ટડીમાં એ ખુલાસો થયો છે કે સિંગલ લેયર માસ્કની તુલનામાં 2 કે 3 લેયરવાળું માસ્ક વધુ કારગત છે.
ફિલ્ટરવાળા માસ્કઃ કપડાના માસ્કમાં જ ફિલ્ટર લાગેલું આવે છે. આ માસ્ક સાધારણ માસ્કની તુલનામાં વધુ કારગત છે.
નોઝ વાયર માસ્કઃ સારા ફિટિંગ માટે કેટલાક માસ્કમાં સ્ટીલની એક પાતળી પટ્ટી લાગેલી હોય છે. આ માસ્કને નાકની આસપાસ સારી રીતે ફિટ કરી દે છે.

માસ્ક પહેરવાની સાચી રીત શું છે?
WHOએ માસ્ક પહેરવાની સાચી રીત જણાવી છે, તેના અનુસાર...

  • માસ્ક પહેરતા પહેલા અને તેના કાઢ્યા પછી હાથ સાફ કરવા જોઈએ.
  • એ ધ્યાન રાખો કે માસ્ક તમારા નાક, મોં અને હડપચીને સંપૂર્ણપણે ઢાંકતું હોય.
  • કપડાના માસ્કને દર બીજા દિવસે ધૂઓ અને મેડિકલ માસ્કને ટ્રેશ બિનમાં નાખી દો.
  • વાલ્વવાળા માસ્કનો ક્યારેય ઉપયોગ ન કરો.

શું તમારે કપડાના માસ્ક પહેરવા જોઈએ?
સ્ટડીઝમાં સામે આવ્યું છે કે કોરોના વાયરસ હવા દ્વારા પણ ફેલાય છે. કપડાના માસ્ક મોટા એરોસોલને રોકવામાં કારગત છે. જો કે નાના એરોસોલથી બચવા માટે તમારે સર્જિકલ કે N-95 માસ્કનો ઉપયોગ કરવો જોઈએ.

કેવા પ્રકારના માસ્ક તમારે પહેરવા ન જોઈએ?

  • જે તમારા ચહેરા પર સંપૂર્ણપણે ફિટ ન થાય, વધુ ઢીલા કે ટાઈટ હોય.
  • એવા મટિરિયલના બનેલા હોય કે જેનાથી શ્વાસ લેવામાં પરેશાની થાય.
  • સિગલ લેયર હોય.
  • શ્વાસ લેવા માટે અલગથી વાલ્વ આપેલા માસ્ક ન ખરીદો.