તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

ભાસ્કર એક્સપ્લેનર:જાણો, કોલ્ડડ્રિંક્સ શરીર પર કેટલી અસર કરે છે

નવી દિલ્હી3 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • રોનાલ્ડોએ કાર્બોનેટડ ડ્રિંક્સની બોટલ હટાવ્યા બાદ ચર્ચા છંછેડાઈ

ફૂટબોલના પ્રસિદ્ધ ખેલાડી રોનાલ્ડોએ એક પત્રકાર પરિષદ દરમિયાન કાર્બોનેટેડ ડ્રિંક્સની બોટલ હટાવી દીધી અને પાણીની બોટલ બતાવતા પાણી પીવા પર ભાર મૂક્યો. રોનાલ્ડોએ જે બોટલ હટાવી હતી તે કંપનીના શેરના ભાવમાં તેના કારણે ભારે કડાકો થયો હતો. તેના પછી ખેલાડીઓના સ્વાસ્થ્ય પર ડ્રિંક્સ કે ફાસ્ટ ફૂડના સેવન સંબંધિત ખતરાને લઈને ચર્ચા છેડાઈ. ખેલાડીઓ માટે કયાં પીણાં સારાં હોઈ શકે છે? આ સવાલોના જવાબ જાણો...

  • કાર્બોનેટેડ ડ્રિંક્સ પીવાથી શું થાય છે?

ડ્રિંક્સ પીવાથી તેમાં મિશ્રિત કાર્બન ડાયોક્સાઈડ પેટમાં ગેસ બની જાય છે. તેનાથી પેટ ફૂલે છે. વારંવાર ઓડકાર આવે છે. કસરત દરમિયાન કાર્બોનેટેડ ડ્રિંક્સ પીવું સારું નથી કેમ કે તેનાથી પેટમાં ગરબડ થઈ શકે છે.

  • શું કાર્બોનેટેડ ડ્રિંક્સથી પરફોર્મન્સ પર અસર થઈ શકે છે?

ક્યારેક આ પ્રકારના ડ્રિંક્સ પરફોર્મન્સ વધારવામાં મદદરૂપ થાય છે કે પછી રિકવરી વધી જાય છે.

  • ડાયેટ ડ્રિંક્સ લેવા સુરક્ષિત છે?

સોડા કંપનીઓ મીઠાસ માટે વધારે માત્રમાં ફ્રૂકટોસ સિરપનો ઉપયોગ કરે છે પણ આ શુગર મગજ, હોર્મોન્સ અને ઈન્સ્યુલિનને પ્રભાવિત કરે છે. જો આપણે ડાયેટમાં સોડા પણ લઈશું તો એ વજન વધારશે જે એથ્લિટના સ્વાસ્થ્ય પર અસર કરશે.

બિનકાર્બોનેટેડ ડ્રિંક્સ શ્રેષ્ઠ વિકલ્પ છે?
બિનકાર્બોનેટેડ ડ્રિંક્સની તુલનાએ કાર્બોનેટેડ ડ્રિંક્સ આંતરડામાં વધારે સમય સુધી રહે છે. આ કારણે રમત પહેલાં નહીં પણ રમત બાદ તે પીવા ઠીક નથી હોતું. તેની જગ્યાએ પાણી કે ઈલેક્ટ્રોલાઈટ ડ્રિંક્સ માંસપેશીઓને પાણી પહોંચાડવાના શ્રેષ્ઠ વિકલ્પ છે.
{ શું ચિપ્સ જેવા ફાસ્ટફૂડ પણ હાનિકારક છે?
બટાકાની ચિપ્સમાં કેમિકલની માત્રા વધારે હોય છે. તેનાથી શરીરમાં એક્રિલામાઈડ કેમિકલ સીધો પ્રવેશ કરે છે. ચિપ્સમાં હાજર મીઠાથી પણ એથ્લીટના હૃદય પર માઠી અસર થાય છે. વધારે મીઠું બ્લડપ્રેશર વધારે છે. તેનાથી સ્ટ્રૉક, હૃદય હુમલો કે અન્ય બીમારીઓ ઉપરાંત કિડની પર અસર થઇ શકે છે.

  • આ ડ્રિંક્સથી બાળકોના સ્વાસ્થ્ય પર શું અસર થઈ શકે છે?

આ પ્રકારના ડ્રિંક્સમાં મીઠું-ખાંડની માત્રા વધારે હોય છે. જે સ્વાસ્થ્ય માટે હાનિકારક હોય છે. તેનાથી બાળકોની કિડનીના વિકાસ પર અસર થઈ શકે છે. જો બાળકો આ ડ્રિંક્સનું સેવન નિયમિત કરશે તો તેનાથી નાની વયે ડાયાબિટીસ થવાનું જોખમ રહી શકે છે. (અંશુલ બગઇ, નિર્દેશક, એકેડમી ઓફ સ્પોર્ટ્સ સાયન્સિઝ રિસર્ચ એન્ડ મેનેજમેન્ટ, નવી દિલ્હી; ડૉ. પ્રિયંકા રોહતગી, ચીફ ડાયેટિશિયન, અપોલો હોસ્પિટલ.)

અન્ય સમાચારો પણ છે...