કૉંગ્રેસને મુખ્ય વિપક્ષની ભૂમિકા મળશે?:જાણો શું હોય છે મુખ્ય વિપક્ષ બનવા માટેના નિયમો, વિરોધ પક્ષના નેતાને મળે છે આટલી સુવિધા

4 મહિનો પહેલાલેખક: હર્ષ પટેલ
  • કૉપી લિંક

રાજ્ય વિધાનસભાની ચૂંટણીમાં ભાજપે 156 બેઠક અને કોંગ્રેસે 17 બેઠક મેળવતા કોંગ્રેસને વિરોધ પક્ષના નેતાની માન્યતા મળશે કે કેમ તે પ્રશ્ન સર્જાયો છે. આવા સંજોગોમાં રાજ્ય સરકારનો વિરોધ પક્ષની માન્યતા અંગેનો ગુજરાત વિધાનસભા (વિરોધ પક્ષના નેતા) વેતન અને ભથ્થા કાયદો,1979 એવું કહે છે કે, સત્તાપક્ષ સિવાયના પક્ષમાં સૌથી વધુ ધારાસભ્યોની સંખ્યા ધરાવતા પક્ષને વિરોધ પક્ષની માન્યતા પણ મળે છે અને તેના નેતાને નિયમ મુજબ તમામ સુવિધા પણ આપવી પડે છે.

ગુજરાત વિધાનસભા સીટ
ગુજરાત વિધાનસભા સીટ

ઉલ્લેખનીય છે કે, લોકસભામાં વિરોધ પક્ષ તરીકે માન્યતા મેળવવા માટે 10 ટકા બેઠકની જોગવાઇ છે. રાજકીય પાર્ટીના નેતાઓ અને કાર્યકરો એવી દ્વિધામાં છે કે, કોંગ્રેસને વિરોધ પક્ષ તરીકે ગણવો કે નહીં. રાજ્ય સરકારના 1979ના વિરોધ પક્ષના નેતા અંગેના કાયદામાં તે અંગે સ્પષ્ટતા છે.

1979 ACT
1979 ACT

વિરોધ પક્ષ તરીકેની માન્યતા મળે એટલે કોંગ્રેસના ધારાસભ્યો પોતાના પક્ષનો નેતા નક્કી કરે તેને સરકારી સુવિધા પણ આપવી પડે છે. વિરોધ પક્ષના નેતાને કેબિનેટ કક્ષાના મંત્રીને સમકક્ષ હોદ્દો મળે છે. જેમાં તેમને ગાડી, બંગલો, વિધાનસભામાં ઓફિસ અને 19 વ્યકિતનો સ્ટાફ મળે છે.

1985માં જનતાદળ મુખ્ય વિપક્ષ બન્યો હતો

ચીમનભાઈ પટેલ
ચીમનભાઈ પટેલ

કોંગ્રેસે 1985માં સ્વ.માધવસિંહ સોલંકીના મુખ્યમંત્રીના કાર્યકાળ દરમિયાન વિધાનસભા ચૂંટણીમાં 149 બેઠક પર વિજય મેળવ્યો હતો. સામે જનતા દળને 14, ભાજપને 11 અને અપક્ષને 8 બેઠક મળી હતી. આ વખતે સૌથી વધુ ધારાસભ્ય ધરાવતી પાર્ટી તરીકે જનતા દળને વિરોધ પક્ષની માન્યતા મળી હતી.

1985 ગુજરાત વિધાનસભા ચૂંટણી પરિણામ
1985 ગુજરાત વિધાનસભા ચૂંટણી પરિણામ

વિરોધ પક્ષના નેતાને મળતી સુવિધાઓ ધારાસભ્ય પદને મળતી તમામ સુવિધાઓ ઉપરાંત તેમને 1979નાં વેતન અને ભથ્થા કાયદા મુજબ વિપક્ષના નેતાને કેબિનેટ કક્ષાના મંત્રીની સમકક્ષ સુવિધા મળે છે. તેમને ગાડી, બંગલો વિધાનસભામાં ઓફિસ અને 19 વ્યકિતનો સ્ટાફ પણ મળે છે

અન્ય સમાચારો પણ છે...