તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App
 • Gujarati News
 • Dvb original
 • Explainer
 • Kashmir's Political Giants Came Together Again To Challenge The Decision To Repeal Article 370; Is This The Long awaited Funeral Of Article 370?

ભાસ્કર એક્સપ્લેનર:કલમ 370 રદ કરવાના નિર્ણયને પડકાર આપવા ફરી એક સાથે આવ્યા કાશ્મીરની રાજનીતિના દિગ્ગજ; શું આ કલમ 370નું ફ્યૂનરલ છે જેની લાંબા સમયથી રાહ જોવાઈ રહી હતી?

13 દિવસ પહેલાલેખક: આદિત્ય રાજ કૌલ
 • કૉપી લિંક

નેશનલ કોન્ફરન્સ (એનસી) અને પીપલ્સ ડેમોક્રેટિક પાર્ટી (પીડીપી) સહિત જમ્મુ કાશ્મીરની તમામ મુખ્ય રાજકીય પાર્ટીઓએ 15 ઓક્ટોબરનાં રોજ પૂર્વ મુખ્યમંત્રી ફારૂક અબ્દુલ્લાના ઘરે બેઠક કરી. તેઓએ બંધારણની કલમ 370ને રીસ્ટોર કરવા અને જમ્મુ કાશ્મીરને કેન્દ્ર શાસિત પ્રદેશથી ફરી પહેલાંની જેમ જ રાજ્ય બનાવવાની માગ કરનારા ગુપકાર ડિક્લેરેશન માટે પોતાના કમિટમેન્ટથી વાત ફરી ઉચ્ચારી. આ મીટિંગ એવા સમયે થઈ જ્યારે થોડાં કલાકો પહેલાં જ પીડીપીના ચીફ મેહબૂબાને 14 મહિનાની નજરકેદમાં છોડવામાં આવ્યા હતા. તે દ્રષ્ટીએ આ બેઠક ઘણી જ મહત્વની માનવામાં આવે છે. પરંતુ, જે મોટો મુદ્દો મીટિંગમાંથી સામે આવ્યો, તે એ છે કે આ ગ્રુપનું નામ બદલીને હવે પીપલ્સ એલાયન્સ ફોર ગુપકાર ડિક્લેરેશન થઈ ગયું છે.

પૂર્વ મુખ્યમંત્રી ફારૂક અબ્દુલ્લાએ ગુરૂવારની મીટિંગ પછી કહ્યું કે, અમે બંધારણની મર્યાદામાં રહીને અમારી લડાઈ લડી રહ્યાં છે. અમે ઈચ્છીએ છીએ કે ભારત સરકાર રાજ્યના લોકોને 5 ઓગસ્ટ, 2019 પહેલાંના અધિકારો ફરી આપે. અમને એવું પણ લાગે છે કે આ રાજ્યના રાજકીય મુદ્દાઓનું સમાધાન તાત્કાલિક ઉકેલવામાં આવે અને આવું માત્ર જમ્મુ કાશ્મીરની સમસ્યા સાથે જોડાયેલાં તમામ લોકો વચ્ચે શાંતિની સાથે વાતચીતથી જ થઈ શકે છે.

શું છે ગુપકાર ડિક્લેરેશન?

 • લગભગ 14 મહિના પહેલાં, કલમ 370ને રદ કરવાના એક દિવસ પહેલાં 4 ઓગસ્ટ 2019નાં રોજ શ્રીનગરમાં પણ જમ્મુ કાશ્મીરની તમામ રાજકીય પાર્ટીઓની મીટિંગ મળી હતી. આ મીટિંગ ફારૂક અબ્દુલ્લાના ગ્રુપકાર, રોડ સ્થિત બંગલામાં મળી હતી અને ત્યાં જોઈન્ટ સ્ટેટમેન્ટ જાહેર થયા હતા. કહ્યું હતું કે જમ્મુ કાશ્મીરી આઈડેન્ટિટી, ઓટોનોમી અને સ્પેશિયલ સ્ટેટ્સની સુરક્ષા માટે લડતા રહીશું. જેને ગુપકાર ડિક્લેરેશન કહેવામાં આવ્યું.

કાશ્મીરની પાર્ટીઓને આની જરૂર કેમ પડી?

 • નવી દિલ્હીમાં કાશ્મીર પર નજર રાખનારા જૂથને લાગી રહ્યું છે કે પીપલ્સ અલાયન્સ ફોર ગુપકાર ડિક્લેરેશન રાજકીય મજબૂરી છે. છેલ્લાં એક વર્ષથી આ નેતાઓ કેદમાં રહ્યાં છે. આ દરમિયાન તેઓને ગ્રાઉન્ડ લેવલ પર કોઈ જ સપોર્ટ નથી મળ્યો. એવામાં આ એલાયન્સથી તેઓ પોતાની વિશ્વસનીયતાને લોકો વચ્ચે કાયમ કરવા માગે છે.
 • નવી દિલ્હીમાં સરકારી સૂત્ર પણ એવું કહે છે કે કાશ્મીરમાં કાયદા વ્યવસ્થા ઘણી જ સારી રીતે કામ કરે છે. આતંકીઓના જનાજાઓને લઈને થતા ઘર્ષણો પણ ખતમ થઈ ગયા છે. આ કારણે જ કાશ્મીરના કેટલાંક નેતાઓ પહેલાં જ મૃતપાયી થયેલી કલમ 370નો જનાજો કાઢવા માગે છે. હકીકત એ જ છે કે કલમ 370 હવે ક્યારેય પરત નથી ફરવાની.
મેહબૂબા મુફ્તીને મળવા તેમના ઘરે જઈ રહેલા ફારૂક અબ્દુલ્લા અને તેમના પુત્ર ઉમર અબ્દુલ્લા
મેહબૂબા મુફ્તીને મળવા તેમના ઘરે જઈ રહેલા ફારૂક અબ્દુલ્લા અને તેમના પુત્ર ઉમર અબ્દુલ્લા

શું ઈચ્છે છે આ નવા બની બેઠેલા એલાયન્સના નેતા?

 • ક્યાંકને ક્યાંક કાશ્મીરની મુખ્ય ધારાની સ્થાનિક પાર્ટીઓ હજુ આશા લગાવી રહ્યાં છે કે કલમ 370 પરત ફરી શકે છે. ગુપકાર ડિક્લેરેશન પર સાઈન કરનારાઓએ સંકેત આપ્યાં છે કે આ લડાઈ હવે સુપ્રીમ કોર્ટમાં ચાલશે.
 • જમ્મુ કાશ્મીરના પૂર્વ મુખ્યમંત્રી ઉમર અબ્દુલ્લાના પૂર્વ રાજકીય સલાહકાર તનવીર સાદિક કહે છે કે મુદ્દો એ નથી કે પીપલ્સ એલાયન્સ કેન્દ્ર વિરૂદ્ધ અવાજ ઉઠાવી રહ્યાં છે, પરંતુ મહત્વપૂર્ણ એ છે કે તમામ રાજકીય પાર્ટીઓ સાથે છે. તેઓ શાંતિની સાથે અને બંધારણની મર્યાદામાં તે મેળવવાના પ્રયાસ શરૂ કરી દીધા છે જે રાજ્યની જનતા પાસેથી ગેરબંધારણીય અને ગેરકાયદે રીતે ઝુંટવી લેવામાં આવ્યું છે.
 • તેઓ કહે છે કે અમે કેન્દ્રની સામે અમારી દલીલ નથી રાખવા માગતા. અમે તો સુપ્રીમ કોર્ટમાં જઈને બંધારણીય રીતે લડાઈ લડવાની તૈયારીઓ કરી રહ્યાં છીએ. અમારું માનવું છે કે કેન્દ્રએ જે પણ કર્યુ તે ગેરકાયદે, ગેરબંધારણીય અને અનૈતિક હતું, તે કારણે જ આને બદલવું જરૂરી છે.

કેટલું સમર્થન છે આ એલાયન્સના નેતાઓને?

 • અબ્દુલ્લા-મુફ્તીમાં જોવા મળેલા ભાઈચારાએ લોકોને ચોંકાવ્યા છે. છેલ્લાં એક વર્ષમાં એનસી અને પીડીપીના નેતા નજરકેદ હતા. તેમના સમર્થનમાં ન તો કોઈ મોટું પ્રદર્શન થયું કે ન તો કોઈ લોકડાઉન. જેનાથી તે વાત સ્પષ્ટ છે કે ગ્રાઉન્ડ લેવલ પર તેઓને કોઈ જ સપોર્ટ નથી.
 • ઉમર અબ્દુલ્લાના નજીક રહેલા અને ટીવી ડિબેટ્સમાં એનસીનું અનેક વખત પ્રતિનિધિત્વ કરી ચુકેલા જુનૈદ અઝીમ મટ્ટ આજે આ નવા ગ્રુપને લઈને આશંકિત છે. તેઓએ પોતાને આ ગ્રુપમાંથી બહાર રાખ્યા છે.
 • શ્રીનગરના પૂર્વ મેયર જુનૈદ પીડીપી અને એનસી બંનેમાં રહ્યાં છે. તેઓ કહે છે કે, મારું માનવું છે કે ગુપકાર ડિક્લેરેશન બે એવી પાર્ટીઓનું ગિલ્ટ (અપરાધ બોધ) છે, જેનું નેતૃત્વ બે પરિવાર કરે છે. તેમનું આ સીઝફાયર પોતાને રિલેવન્ટ બનાવી રાખવાનો પ્રયાસ છે. કે જેથી તેઓ એકબીજાને એક્સપોઝ ન કરી શકે.
 • જુનૈદ કહે છે, "મને વિશ્વાસ છે કે જમ્મુ-કાશ્મીર પાસેથી જે ઝુંટવવામાં આવ્યું છે, તે તેને પાછું મળવું જ જોઈએ. પણ હું તે પણ નથી માનતો કે મુફ્તી અને અબ્દુલ્લા રાતોરાત સંત બની ગયા છે. ઓગસ્ટ 2019થી પહેલાં જે પણ કંઈ થયું, તેના માટે જવાબ તો તેઓએ જ આપવો પડશે. તેઓ આ સિચ્યુએશનનો લાભ ઉઠાવીને છુટકારો ન લઈ શકે."

અબ્દુલ્લાએ ચીન પાસેથી સપોર્ટ માગ્યો, તેનો શું અર્થ છે?

 • ફારૂક અબ્દુલ્લાએ જમ્મુ કાશ્મીરમાં કલમ 370ને રીસ્ટોર કરવામાં ચીન પાસેથી મદદ લેવાની વાત કરી અને તે મુદ્દે ભાજપે આકરા પ્રહારો કર્યા. અબ્દુલ્લાએ વાતચીત માટે તમામ સ્ટેકહોલ્ડર્સને બોલાવ્યા તો તેને પણ રાજદ્રોહની નજરે જોવામાં આવ્યું.
 • કેન્દ્ર સરકારને લાગે છે કે જો તમામ સ્ટેકહોલ્ડર્સને વાતચીત માટે બોલાવીશું તો તેનાથી પાકિસ્તાન સમર્થિત વાતાવરણને પ્રોત્સાહન મળી શકે છે. તેનો અર્થ એવો છે કે અબ્દુલ્લા અને તેમની ગેંગને પહેલાં ચીનની મદદ જોઈતી હતી અને હવે પાકિસ્તાનની. સામાન્ય લોકોની તો વાત જ નથી કરવામાં આવી રહી.

જમ્મુ કાશ્મીરનું ભવિષ્ય શું છે?

 • એક્સપર્ટના મતે, કાશ્મીરની નવી રાજનીતિ ગુપકારમાંથી પસાર ન થવી જોઈએ. એનસી, પીડીપી, કોંગ્રેસ અને ક્યાંકને ક્યાંક ભાજપ (પીડીપી-ભાજપ ગઠબંધન) સરકારોએ પણ સેપરેટિઝમને જ પ્રોત્સાહન આપ્યું છે. તેનાથી નવી દિલ્હી અને જમ્મુ કાશ્મીર વચ્ચે ગેપ વધતો ગયો. પોલીસી પેરાલિસિસની સ્થિતિ પણ ઊભી થઈ.
 • આ વખતે નવી દિલ્હી પણ પોલિટિકલ આઉટરીચ માટે ડેસ્પિરેટ જોવા મળી રહી છે. હાલની સ્થિતિમાં લીડરશિપની નવી પેઢીને આગળ લાવવાના પ્રયાસો થઈ રહ્યાં છે. કાશ્મીરમાં લીડરશિપની નવી પેઢીને તૈયાર કરવામાં આવી રહી છે. એ પણ જોવું પડશે કે નવી પેઢી પણ રાજદ્રોહ તરફ ડગ ન માંડવા લાગે. કાશ્મીરના ઈતિહાસમાં અત્યાર સુધી માત્ર દગા જ નહીં પરંતુ પોલિટિકલ કરપ્શન અને ડબલ ગેમ્સના ભયજનક કિસ્સાઓ પણ નોંધાયા છે.
 • આર્ટિકલ 370ને રદ કરતાં પહેલાં કેન્દ્રના એક ટોપ મિનિસ્ટરે કહ્યું હતું કે કાશ્મીરને અભૂતપૂર્વ સિચ્યુએશનમાંથી કાઢવા માટે અભૂતપૂર્વ ઉપાયો કરવા પડશે. હવે ઉપાય કર્યા જ છે તો કાશ્મીરને ફરી ટાઈમ બોંબ પર ન રાખવામાં આવે, જેનું ડેટોનેટર પાકિસ્તાનના હાથમાં હોય. નવી દિલ્હીએ એવો કોઈ રસ્તો ન પસંદ કરવો જોઈએ કે જે ગુપકારથી પસાર થતો હોય.

જમ્મુ કાશ્મીરમાં ચૂંટણીઓનું શું થશે?

 • જમ્મુ કાશ્મીરમાં 2018માં પીડીપી-ભાજપ સરકારના બ્રેકઅપ પછી ચૂંટણી જ નથી થઈ. સરકારી સૂત્ર સંકેત આપી રહ્યાં છે કે જમ્મુ કાશ્મીર ટૂંક સમયમાં જ વિધાનસભા ચૂંટણી કરાવવામાં આવી શકે છે.
 • કલમ 370 રદ કરવા અને કેન્દ્રશાસિત પ્રદેશનો દરજ્જો આપવામાં આવ્યા બાદ પહેલી વખત એસેમ્બલી ઈલેક્શન કરાવવામાં આવશે. આ ચૂંટણી 2021ના ઉનાળામાં કરાવવામાં આવી શકે છે.

આજનું રાશિફળ

મેષ
Rashi - મેષ|Aries - Divya Bhaskar
મેષ|Aries

  પોઝિટિવઃ- કોઇ અનુભવી તથા ધાર્મિક પ્રવૃત્તિના વ્યક્તિ સાથે મુલાકાત તમારી વિચારધારામાં પણ પોઝિટિવ પરિવર્તન લાવશે. જીવન સાથે જોડાયેલાં દરેક કાર્યને કરવાની સારી દૃષ્ટિ પ્રાપ્ત થશે. આર્થિક સ્થિતિ...

વધુ વાંચો