ભાસ્કર એક્સપ્લેનર:શું વધતી 'R' વેલ્યુ ક્યાંક કોરોનાની ત્રીજી લહેરનો સંકેત તો નથી ને: જાણો શું હોય છે કોરોનાનું R ફેક્ટર

10 મહિનો પહેલા
  • નિષ્ણાતો કહે છે કે ફક્ત લોકડાઉન અને કડક પ્રતિબંધો દ્વારા જ R વેલ્યુને નિયંત્રણમાં રાખી શકાય છે
  • ભીડવાળા વિસ્તારોમાં માસ્ક, સોશિયલ ડિસ્ટન્સના નિયમોનું સખત રીતે પાલન કરાવવામાં આવે

કેન્દ્રીય ગૃહમંત્રાલયે બે દિવસ પહેલાં તમામ રાજ્યોને કોવિડ-19ના વધતા 'R' ફેક્ટર વિશે અલર્ટ કરી દીધા છે. કેન્દ્રીય ગૃહ સચિવ અજય ભલ્લાએ રાજ્યોને મોકલેલા એક પત્રમાં લખ્યું છે કે તમને ખબર જ હશે કે R ફેક્ટરનું 1.0 કરતાં વધારે હોવું એ કોવિડ-19ના વધતા જતા કેસનો સંકેત છે, તેથી જ અધિકારીઓ સજાગ બને એ ખૂબ જ જરૂરી છે અને ભીડવાળાવિસ્તારોમાં માસ્ક, સોશિયલ ડિસ્ટન્સ અને અન્ય કોવિડ -19 નિવારક પગલાંને સખત રીતે પાલન કરાવવામાં આવે.

પરંતુ છેવટે આ 'R' ફેકટર શું છે, જેના વિશે સરકાર આટલી ચિંતિત નજરે પડી રહી છે? એના વધારાને કારણે લોકડાઉન થવાનું જોખમ કેમ વધી રહ્યું છે? આ સમયે R ફેક્ટર શું છે અને એ કેવી રીતે કેસમાં વધારો થવાનો સંકેત સૂચવે છે?

R વેલ્યુ દ્વારા કેવી રીતે વધે છે કેસ?
ડેટા સાયન્ટિસ્ટ્સ અનુસાર, R ફેકટર એટલે કે રિપ્રોડકશન રેટ. એ જણાવે છે કે એક સંક્રમિત વ્યક્તિ દ્વારા કેટલા લોકો સંક્રમિત થઈ રહ્યા છે અથવા થઈ શકે છે. જો R ફેકટર 1.0 કરતાં વધારે હોય તો એનો મતલબ કે કેસ વધી રહ્યા છે, જ્યારે R ફેકટર 1.0 કરતાં ઓછો હોવું અથવા ઘટતું જવું એ ઘટતા કેસના સંકેત છે.

એ વાત પરથી પણ સમજી શકાય છે કે જો 100 લોકો સંક્રમિત છે. તે 100 લોકોને સંક્રમણ લગાવે છે તો R વેલ્યુ 1 થશે, પરંતુ જો એ 80 લોકોને સંક્રમણ લગાવી રહ્યો છે, તો પછી આ R વેલ્યુ 0.80 થશે.

હાલમાં ભારતમાં R વેલ્યુની સ્થિતિ શું છે?
ચેન્નઈના ઇન્સ્ટિટ્યૂટ ઓફ મેથેમેટિકલ સાયન્સિસ (IMSc)ના એક અભ્યાસ અનુસાર, દેશમાં હાલ R ફેકટર 1.0 કરતાં ઓછું છે છતાં કેટલાંક રાજ્યોમાં એ ઝડપથી વધી રહ્યો છે. સમગ્ર ભારતમાં મે મહિનાના મધ્યમાં R ફેકટર 0.78 હતું, એટલે કે 100 લોકો ફક્ત 78 લોકોને સંક્રમણ લગાડી રહ્યા હતા, પરંતુ જૂનના અંતમાં અને જુલાઈના પહેલા અઠવાડિયામાં R વેલ્યુ 0.88 થઈ ગઈ છે, એટલે કે 100 લોકો 88 લોકોને સંક્રમણ લગાવી રહ્યા છે.

IMScના એક અભ્યાસ અનુસાર, દેશમાં હાલ R ફેકટર 1.0 કરતાં ઓછું છે છતાં કેટલાંક રાજ્યોમાં એ ઝડપથી વધી રહી છે.
IMScના એક અભ્યાસ અનુસાર, દેશમાં હાલ R ફેકટર 1.0 કરતાં ઓછું છે છતાં કેટલાંક રાજ્યોમાં એ ઝડપથી વધી રહી છે.

આ અધ્યયન મુજબ, 9 માર્ચથી 21 એપ્રિલની વચ્ચે R વેલ્યુ 1.37 હતી. આ કારણોસર, આ સમય દરમિયાન કેસો ઝડપથી વધી રહ્યા હતા અને બીજી લહેર એની પીક તરફ આગળ વધી રહી હતી. 24 એપ્રિલથી 1 મેની વચ્ચે R વેલ્યુ 1.18 હતી અને એ પછી 29 એપ્રિલથી 7 મેની વચ્ચે 1.10 પર આવી ગઈ. ત્યાર બાદ R વેલ્યુ સતત ઘટી રહી છે. પરિણામે, કેસ પણ ઘટતા ગયા.

કયાં રાજ્યોમાં R વેલ્યુ ભયજનક રીતે વધી રહી છે?
રિસર્ચર્સની ટીમનું નેતૃત્વ કરી રહેલા સીતાભ્રા સિંહાએ દાવો કર્યો છે કે ભારતમાં R વેલ્યુ 1 કરતાં ઓછી છે, પરંતુ સક્રિય કેસની સંખ્યામાં ઘટાડો થવાની ગતિ ધીમી પડી ગઈ છે. આનું કારણ એ છે કે ઉત્તરપૂર્વનાં કેટલાંક રાજ્યો અને કેરળમાં વધેલી R વેલ્યુ છે.

સિંહા કહે છે, R વેલ્યુ જેટલી ઓછી થશે, નવા કેસોની સંખ્યા જેટલી ઝડપથી ઘટશે. એ જ રીતે જો R વેલ્યુ 1.0 કરતાં વધારે હશે, તો પછી દરેક રાઉન્ડમાં સંક્રમિત લોકોની સંખ્યામાં વધારો થતો જશે. ટેક્નિકલી રીતે તેને એપિડેમિકનો તબક્કો કહેવામાં આવે છે.

R વેલ્યુથી એક્ટિવ કેસમાં કેટલું અંતર આવે છે?
​​​​​​તેઓ કહે છે, 9 મે પછી R વેલ્યુમાં ઘટાડો થયો છે. 15 મે અને 26 જૂનની વચ્ચે એ ઘટીને 0.78 પર આવી ગઈ હતી, પરંતુ 20 જૂન પછી એ વધીને 0.88 થઈ. જ્યાં સુધી R વેલ્યુ 1.0ની પાર નહીં જાય ત્યાં સુધી કેસો ખૂબ ઝડપથી વધશે નહીં, પરંતુ આ વેલ્યુમાં વધારો થવો એ ચિંતાજનક છે.

તેમણે એક ઉદાહરણ આપીને સમજાવ્યું કે જો R વેલ્યુ 0.78 ટકા જાળવવામાં આવે તો 27 જુલાઈ સુધીમાં એક્ટિવ કેસ 1.5 લાખ કરતાં પણ ઓછા થઈ જશે, પરંતુ હવે R વેલ્યુ વધીને 0.88 થઈ છે અને એમાં કોઈ બદલાવ નહીં આવે, તો 27 જુલાઈએ એક્ટિવ કેસ 3 લાખની આસપાસ રહેશે, એટલે કે R વેલ્યુમાં 0.1 નું અંતરથી બે અઠવાડિયાંમાં એક્ટિવ કેસની સંખ્યાને બમણી કરી શકે છે.

કયાં રાજ્યોમાં R વેલ્યુમાં વધારો થયો છે?
મહારાષ્ટ્રમાં એક્ટિવ કેસની સંખ્યા 16 જુલાઈએ ઘટીને 1.07 લાખ થઈ ગઈ, પરંતુ ચિંતાજનક બાબત એ છે કે 30 મેના રોજ રાજ્યની R વેલ્યુ 0.84 હતીં, જે જૂનના અંતમાં 0.89 પર પહોંચી ગઈ હતી. આ દરમિયાન મહારાષ્ટ્રમાં કેસ ઝડપથી વધી ગયા.

કેરળની વાત કરીએ તો ત્યાં 1.19 લાખ એક્ટિવ કેસ છે. આ મહિનાની શરૂઆતમાં અહીંની R વેલ્યુ 1.10 પર પહોંચી ગઈ હતી. આ જ કારણ છે કે રિકવર થનારા કેસોની તુલનામાં સંક્રમણના નવા કેસો ઝડપથી વધ્યા છે. મહારાષ્ટ્ર અને કેરળની વાત કરીએ તો હાલમાં આ બંને રાજ્યમાં દેશમાં 50%થી વધુ એક્ટિવ કેસ છે.

અભ્યાસ મુજબ, મણિપુરમાં R વેલ્યુ 1.07 છે, જ્યારે મેઘાલયમાં 0.92, ત્રિપુરામાં 1.15, મિઝોરમમાં 0.86, અરુણાચલ પ્રદેશમાં 1.14, સિક્કિમમાં 0.88 અને આસામમાં 0.86 છે, એટલે કે આ રાજ્યોમાં કેસમાં ગયા મહિનાના ઘટાડા પછી ફરી વેગ પકડવાનું શરૂ થયું છે.

શું વધતી R વેલ્યુ લોકડાઉન લાવી શકે છે?

હા. ચોક્કસપણે. જો R વેલ્યુ વધવાનું ચાલુ રાખે છે અને લગભગ 1.0ની ઉપર પહોંચે છે, તો લોકડાઉન ફરીથી લાદવામાં આવી શકે છે. આ એક એવી ફોર્મ્યુલા છે, જેને કેન્દ્ર અને રાજ્ય સરકારો અનુસરી રહી છે. આ સમયે તેમનું ધ્યાન પોઝિટિવિટી રેટ પર છે.

નિષ્ણાતો કહે છે કે ફક્ત લોકડાઉન અને કડક પ્રતિબંધો દ્વારા R વેલ્યુને નિયંત્રણમાં રાખી શકાય છે. જો લોકો બહાર ન આવે તો સંક્રમિત વ્યક્તિ અન્ય લોકોને સંક્રમણ લગાવી શકશે નહીં. મે મહિનામાં પણ R વેલ્યુ ઓછી હોવાનું મોટું કારણ લોકડાઉન જ હતું. પછી બીજી લહેર પણ ઘટવા માંડી હતી.