તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

ભાસ્કર એક્સપ્લેનર:ભારતમાં કોરોનાની બીજી લહેરનું કારણ ક્યાંક નવો ડબલ મ્યુટન્ટ વેરિએન્ટ તો નથીને? જાણો શું કહે છે એક્સપર્ટ

3 મહિનો પહેલાલેખક: રવીન્દ્ર ભજની
 • કૉપી લિંક

ભારતમાં કોરોના વાયરસ ઈન્ફેક્શન્સના નવા કેસોના આંકડા ડરાવનારા છે. 15 ફેબ્રુઆરી પછીથી શરૂ થયેલી બીજી લહેર ઝડપ પકડી રહી છે. બુધવારે પાંચ મહિનામાં પ્રથમવાર 53 હજારથી વધુ નવા કેસ નોધાયા. એક્ટિવ કેસ પણ સતત વધી રહ્યા છે. આ નવા કેસ મ્યુટેશન્સનું કારણ બનેલા કોરોના વાયરસના નવા વેરિઅન્ટ્સનું કારણ પણ હોઈ શકે છે. તેમાં સૌથી ખતરનાક વેરિઅન્ટ મહારાષ્ટ્રમાં સામે આવ્યા છે, જેમાં બે જગ્યાએ મ્યુટેશન (બદલાવ) થયા છે.

કેન્દ્ર સરકાર કહે છે કે 18 રાજ્યોમાં કોરોના વેરિએન્ટ્સ મળ્યા છે. તેમને વેરિએન્ટ્સ ઓફ કન્સર્ન (ચિંતાજનક વેરિએન્ટસ કે VOC) કહી શકાય. ડબલ મ્યુટન્ટ વેરિએન્ટ મહારાષ્ટ્રમાં સામે આવી રહેલા નવા કેસ રેકોર્ડ બનાવી રહ્યા છે, હેલ્થ એક્સપર્ટ ચિંતિત છે અને તેમને ડર છે કે આ ડબલ મ્યુટન્ટ ઈન્ફેક્શન રેટ વધી શકે છે.

આ વેરિએન્ટ્સ શું છે અને તેનાથી શું જોખમ છે?

 • દેશના નામી વેક્સિન સાયન્ટિસ્ટ અને વેલ્લોર મેડિકલ કોલેજના પ્રોફેસર ડો. ગગનદીપ કંગના અનુસાર વાયરસમાં મ્યુટેશ કોઈ નવી વાત નથી. આ સ્પેલિંગમાં થનારી ભૂલ જેવું છે. વાયરસ લાંબા સમય સુધી જીવિત રહેવા અને વધુમાં વધુ લોકોને ઈન્ફેક્ટ કરવા માટે પોતાના જીનોમમાં બદલાવ કરે છે. એવો જ બદલાવ કોરોના વાયરસમાં પણ થઈ રહ્યો છે.
 • જ્યારે, મહામારી વિશેષજ્ઞ ડો. ચંદ્રકાન્ત લહારિયાના અનુસાર, વાયરસ જેટલો વધુ મલ્ટીપ્લાઈ થાય છે, તેમાં મ્યુટેશન થાય છે. જીનોમમાં થનારા ફેરફારોને જ મ્યુટેશન કહે છે. તેનાથી નવા અને બદલાયેલા સ્વરૂપમાં વાયરસ સામે આવે છે, જેને વેરિઅન્ટ કહે છે.
 • મહારાષ્ટ્રમાં જે ડબલ મ્યુટન્ટ વેરિએન્ટ સામે આવ્યો છે, તેના પર સ્ટડી ચાલી રહ્યો છે. ડો. લહારિયા કહે છે કે સિંગલ મ્યુટેશનની તુલનામાં સામાન્ય રીતે ડબલ મ્યુટન્ટ વેરિએન્ટમાં ઈન્ફેક્શન્સનો દર વધારવાની ક્ષમતા વધુ હોય છે. મહારાષ્ટ્રથી મોકલાયેલા સેમ્પલ્સમાંથી 20 ટકામાં જ આ ડબલ મ્યુટન્ટ વેરિએન્ટ મળ્યો છે.

ભારતમાં અત્યાર સુધી કેટલા વેરિએન્ટ સામે આવ્યા છે?

 • કેન્દ્ર સરકાર કહે છે કે જ્યારથી SARS-CoV-2 કન્સોર્ટિયમ ઓન જિનોમિક્સ (INSACOG)કામ શરૂ કર્યુ છે, 771 VOC સામે આવ્યા છે. આ INSACOG મુખ્યત્વે 10 રાષ્ટ્રીય લેબોરેટરીનું ગ્રૂપ છે, જે નવા સેમ્પલ્સનું જીનોમ સિક્વેન્સિંગ કરી રહ્યું છે. આ એક ટેસ્ટિંગ પ્રક્રિયા છે જેનાથી વાયરસના જેનેટિક કોડ એક ઈન્સ્ટ્રક્શન મેન્યુઅલની જેમ કામ કરે છે.
 • રાજ્યોએ આ ગ્રૂપને 10787 પોઝિટિવ સેમ્પલ શેર કર્યા હતા. જીનોમ સિક્વેન્સિંગમાં સૌથી વધુ 736 સેમ્પલ્સ યુકે વેરિએન્ટ્સના મળ્યા છે. જ્યારે, 34 સેમ્પલ્સ દક્ષિણ આફ્રિકન વેરિએન્ટના અને 1 સેમ્પલ બ્રાઝિલ વેરિએન્ટનું હતું. જો કે, મહારાષ્ટ્રમાં મળેલા ડબલ મ્યુટેશન વેરિએન્ટને VOC કહેવામાં આવ્યો નથી. હાલ ભારતમાં યુકે, દક્ષિણ આફ્રિકન અને બ્રાઝિલના વેરિએન્ટને ભારતમાં VOC કહેવામાં આવે છે.
 • પંજાબમાં એનેલાઈઝ કરાયેલા 400 સેમ્પલ્સમાંથી 320માંથી યુકે વેરિએન્ટ મળ્યા છે. કેરળના 2032 સેમ્પલની સિક્વેન્સિંગ કરવામાં આવી. ઈમ્યુન એસ્કેપ સાથે સંકળાયેલ N440K વેરિએન્ટ 123 સેમ્પલ્સમાં મળ્યા. અગાઉ આ વેરિએન્ટ આંધ્રપ્રદેશના 33% સેમ્પલ્સમાં અને તેલંગણાના 104માંથી 53 સેમ્પલ્સમાં મળ્યા હતા. આ વેરિએન્ટ યુકે, ડેનમાર્ક, સિંગાપોર, જાપાન અને ઓસ્ટ્રેલિયા સહિત 16 અન્ય દેશોમાં મળ્યા છે.

... તો શું નવા વેરિએન્ટ્સના કારણે જ આવી છે કોરોનાની બીજી લહેર?

 • ભારત સરકારનો દાવો છે કે અત્યાર સુધી કોઈ પુરાવા મળ્યા નથી કે આ વેરિએન્ટ્સના કારણે જ ભારતમાં કોરોનાના કેસ ઝડપથી વધી રહ્યા છે. ડો. લહારિયા કહે છે કે તેના માટે જીનોમ સ્ટડી વધારવાની આવશ્યકતા છે. તેનાથી જ વાયરસને કંટ્રોલ કરવામાં મદદ મળશે.
 • વિશેષજ્ઞોના અનુસાર ઘણીવાર પોતાની મારક ક્ષમતા વધારવા અને લાંબા સમય સુધી જીવિત રહેવા માટે વાયરસ મ્યુટેશન કરે છે. તેમની જીનોમ સિક્વેન્સિંગમાં બદલાવ આવે છે. આપણે જોઈ ચૂક્યા છીએ કે યુકેનો કોરોના વેરિએન્ટ 70% વધુ ઝડપથી ફેલાયો. બ્રિટનમાં બીજી લહેરમાં જે કેસ વધ્યા હતા, તેમાં અમે એ જોઈ ચૂક્યા છીએ.
 • ડો. કંગ કહે છે કે કોરોના વાયરસ હવે એવી દિશામાં આગળ વધી રહ્યો છે, જ્યાં તેમાં મ્યુટેશન તો થતું જ રહેશે. આ પ્રક્રિયાને આપ રોકી ન શકો. તમે માત્ર કોવિડ-19 પ્રોટોકોલનું પાલન કરી શકો છો. સોશિયલ ડિસ્ટન્સિંગ રાખો, ટેસ્ટિંગ અને ટ્રેસિંગ ચાલુ રાખો અને હાથ વારંવાર ધોતા રહો. સેનેટાઈઝરનો ઉપયોગ કરો. તેનાથી જ તમે બચી શકો છો.

શું આ નવા વેરિએન્ટ્સ ચિંતાનું કારણ છે?

 • હા. કંઈક હદ સુધી. ડો. લહારિયા કહે છે કે જીનોમ સિક્વેન્સિંગ વધારવું પડશે. તેનાથી જ ખબર પડશે કે નવા વેરિએન્ટ્સ ચિંતાનું કારણ છે કે નહીં. આમેય, જ્યારે વાયરસ વધુ ફેલાય છે તો તેના તુલનાત્મક રીતે નબળા વેરિએન્ટ્સ બને છે. એ ફેલાય છે તો ઝડપથી પણ તેની જીવલેણ અસર ઓછી થવા લાગે છે. આ નેચરલ પ્રોસેસ છે. થોડા દિવસમાં જો કોરોના વાયરસ પણ સામાન્ય શરદી-ખાંસીના વાયરસ જેવો થઈ જાય તો તેનાથી આશ્ચર્ય નહીં થાય.
 • નવા વેરિએન્ટ્સ ઘણીવાર શરીરની ઈમ્યુન સિસ્ટમને છેતરવામાં સફળ થઈ જાય છે. શરીરમાં જાય છે અને પોતાની સંખ્યા વધારે છે. અત્યાર સુધી એ ખ્યાલ આવ્યા નથી કે કોરોના વાયરસ ઈન્ફેક્શનના ઈલાજમાં ઉપયોગમાં લેવાતી દવાઓ અને બંને વેક્સિન આ વેરિએન્ટ્સ પર અસરકારક છે કે નહીં. તેના માટે વધુ સ્ટડી કરવાની જરૂર છે. ભારતમાં અત્યાર સુધીમાં 10 હજાર સેમ્પલ્સનો જ સ્ટડી થઈ શક્યો છે. આ કુલ કેસના 5% પણ નથી. જ્યારે, અમેરિકા અને ચીનમાં એક લાખથી વધુ સેમ્પલ્સની જીનોમ સિક્વેન્સિંગ થઈ ચૂકી છે.
 • એક્સપર્ટ્સ એમ પણ કહી રહ્યા છે કે આ મ્યુટેશન્સના કારણે રિઈન્ફેક્ટ થવાનું જોખમ પણ વધી રહ્યું છે. એટલે કે જેમને કોરોના વાયરસ ઈન્ફેક્શન થઈ ચૂક્યું છે અને નેગેટિવ થઈ ચૂક્યા છે, તેમને પણ આ નવા વેરિએન્ટ્સના કારણે ફરીવાર ઈન્ફેક્શન થવાની સંભાવનાનો ઈનકાર ન કરી શકાય. હા, એ વાત અલગ છે કે કોરોના વાયરસ અગાઉ જેવો જીવલેણ નહીં રહે. એટલે કે ગંભીર સ્થિતિ થવાની આશંકા ઓછી છે.