તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

ભાસ્કર એક્સપ્લેનર:ટેસ્ટ ડ્રો થવાથી ચેમ્પિયનશિપની ફાઈનલમાં પહોંચવાની ભારતની આશા કેટલી જીવંત છે? હવે પછીની હાર-જીતથી કેટલા સમીકરણ બદલાશે?

12 દિવસ પહેલાલેખક: જયદેવ સિંહ
  • કૉપી લિંક

ભારતે ઓસ્ટ્રેલિયા સામેની ત્રીજી ટેસ્ટ ડ્રો કરાવી છે. આ સાથે વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપની ફાઈનલમાં પહોંચવાની લડાઈ વધુ રોમાંચક થઈ ગઈ છે. ચેમ્પિયનશિપની ફાઈનલ મેચ આ વર્ષે જૂન મહિનામાં ઈગ્લેન્ડના લોડ્સમાં રમાશે. ન્યૂઝીલેન્ડ, ઓસ્ટ્રેલિયા અને ભારત ફાઈનલમાં પહોંચવા માટે સૌથી મજબૂત દાવેદાર છે.

વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપમાં ભારતની શુ સ્થિતિ છે?
ઈન્ટરનેશનલ ક્રિકેટ કાઉન્સિલ (ICC)એ વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપની પોઇન્ટ સિસ્ટમમાં ફેરફાર બાદ ભારત બીજા નંબર પર છે. ભારત અત્યારે 0.702 પર્સન્ટેજ પોઇન્ટ (PCT) છે. જ્યારે ઓસ્ટ્રેલિયા 0.738 PCT સાથે મોખરાના સ્થાન પર છે.

ન્યૂઝીલેન્ડની હવે કોઈ સિરીઝ બાકી નથી. એટલે કે હવે તે 0.70 PCT પર રહેશે. ભારતે હજુ પાંચ મેચ રમવાની બાકી છે. ઓસ્ટ્રેલિયા સિરીઝની અંતિમ ટેસ્ટ અને અન્ય ચાર મેચની સિરીઝ ઈગ્લેન્ડ સામે ઘરઆંગણે રમશે. જ્યારે ઓસ્ટ્રેલિયાએ ભારત સામે બાકી રહેલી મેચ તથા દક્ષિણ આફ્રિકા સામે ત્રણ મેચની સિરીઝ રમવાની છે. એટલે કે બન્નેની PCTમાં હજુ ફેરફાર થઈ શકે છે.

આગામી ટેસ્ટના પરિણામથી PCTમાં કેટલો ફેરફાર થશે?

સૌથી પહેલા જો ભારત આગામી મેચ જીતશે તોઃ ભારત આગામી બ્રિસબેન ટેસ્ટ જીતે છે તો તે PCTના આધાર પર ટેસ્ટ ચેમ્પિયનશિપ રેન્કિંગમાં મોખરાના સ્થાન પર આવી જશે. ભારત પાસે કુલ 0.717 PCT હશે. જ્યારે ઓસ્ટ્રેલિયા 0.6992 PCT સાથે ત્રીજા નંબર પર જતુ રહેશે. જ્યારે ન્યૂઝીલેન્ડ 0.70 PCT સાથે બીજા નંબર પર આવી જશે.

હવે વાત આગામી મેચ ડ્રો થાય અથવા ભારતે હારનો સામનો કરવો પડે તોઃ ભારત રેન્કિંગમાં ત્રીજા સ્થાન પર જતુ રહેશે. જ્યારે ઓસ્ટ્રેલિયા ટોચના સ્થાન પર રહેશે. જ્યારે ન્યૂઝીલેન્ડ બીજા નંબર પર આવી જશે.

ઈગ્લેન્ડ સામે ભારતે કેટલીક મેચ રમવી જરૂરી છે?
ભારત જો ઓસ્ટ્રેલિયા સામે ચોથી ટેસ્ટ જીતી જાય છે તો ઈગ્લેન્ડ સામે રમાનારી સિરીઝની ચાર મેચ પૈકી તેણે ઓછામાં ઓછી ત્રણ મેચ જીતવી જરૂરી છે. મેચ ડ્રો થવાના સંજોગોમાં ભારતે ઈગ્લેન્ડ સામે ટેસ્ટ સિરીઝની ચાર પૈકી ઓછામાં ઓછી ત્રણ મેચમાં જીત અને એક મેચ ડ્રો કરવાની જરૂર રહેશે. મેચ હારવાના સંજોગોમાં ભારતે ઈગ્લેન્ડ સામે સિરીઝની ચાર મેચમાં જીત મેળવવી જરૂરી બનશે. તેવા સંજોગોમાં જ તે ન્યૂઝીલેન્ડ કરતા પોઇન્ટ ટેબલમાં ઉપર રહેશે.

ઓસ્ટ્રેલિયાની શુ સ્થિતિ છે અને શુ બદલાઈ શકે છે?
ઓસ્ટ્રેલિયા જો આગામી ટેસ્ટ મેચમાં હારશે તો તેની પાસે 0.692 PCT થઈ જશે. ત્યારબાદ તેને ત્રણ ટેસ્ટની સિરીઝ દક્ષિણ આફ્રિકા સામે રમવાની છે. આ સ્થિતિમાં તે ફાઈનલમાં પહોંચવા માટે દક્ષિણ આફ્રિકા સામે ત્રણેય ટેસ્ટ જીતવી પડશે.
એક પણ મેચમાં હારનો સામનો કરવાના સંજોગોમાં તેણે ન્યૂઝીલેન્ડનું ફાઈનલમાં પહોંચવું નક્કી થઈ જશે. અને ભારતની હારજીતની ગણતરીના આધારે ફાઈનલમાં જગ્યા મળશે. આ સ્થિતિ ભારતને પણ લાગૂ થઈ શકે છે.

અને ન્યૂઝીલેન્ડની સ્થિતિમાં શુ પરિવર્તન આવશે?
ન્યૂઝીલેન્ડના હાથમાં કંઈ જ નથી. 31 માર્ચ સુધી ટેસ્ટ ચેમ્પિયનશિપની મેચો થવાની છે. આ સમયમાં તેની કોઈ સિરીઝ નથી. એટલે કે તેના PCT 0.70 યથાવત રહેશે. ઓસ્ટ્રેલિયા અને ભારત કેવી રીતે રમે છે તેની ઉપર ફાઈનલમાં પહોંચવાની સ્થિતિ નક્કી થશે.

આજનું રાશિફળ

મેષ
Rashi - મેષ|Aries - Divya Bhaskar
મેષ|Aries

પોઝિટિવઃ- તમારી મહેનત અને પરિશ્રમથી કોઇ મહત્ત્વપૂર્ણ કાર્ય સંપન્ન થશે. કોઇ વિશ્વસનીય વ્યક્તિની સલાહ અને સહયોગથી તમારું આત્મબળ અને આત્મવિશ્વાસ વધશે. કોઇ શુભ સમાચાર મળવાથી ઘરમાં સુખનું વાતાવરણ પણ રહેશે....

વધુ વાંચો

Open Divya Bhaskar in...
  • Divya Bhaskar App
  • BrowserBrowser