છોકરીમાંથી છોકરો બનીને પોતાની સ્ટુડન્ટ સાથે લગ્ન કર્યા:જેન્ડર ચેન્જ કરીને લગ્ન કરવા શું કાયદાકીય રીતે માન્ય છે? શિખંડીએ પણ જેન્ડર ચેન્જ કરાવ્યું હતું

17 દિવસ પહેલા

'શરૂઆતથી જ મારામાં છોકરાઓ જેવી ફિલિંગ આવતી હતી. અમે ચાર બહેનો છીએ. અમને કોઈ ભાઈ નથી. તે પણ એક ચિંતા હતી. એટલે હું છોકરાઓ જેવા રહેવાનો પ્રયત્ન કરતો હતો અને તેવા કપડા પહેરતો હતો. મેં વિચારી રાખ્યું હતું કે હું પોતાનો જેન્ડર ચેન્જ કરીને જ રહીશ.'

આ શબ્દો 2021માં ફાઈનલ સર્જરી કરાવીને છોકરીમાંથી છોકરા બનેલા રાજસ્થાનના PT શિક્ષક આરવ (પહેલા મીરા)ના છે. 4 નવેમ્બરે 30 વર્ષીય આરવે પોતાની જ 21 વર્ષની સ્ટુડન્ટ કલ્પના સાથે હિન્દુ રીતરિવાજ પ્રમાણે લગ્ન કર્યા હતા.

ત્યારે આજે ભાસ્કર એક્સપ્લેનરમાં જણાવીશું કે આવા લગ્નમાં અલગ-અલગ મેરેજ એક્ટમાં લીગલિટી શું હોય છે?

સવાલ 1: સર્જરીથી જેન્ડર બદલાવીને લગ્ન કરવા કાયદાકીય રીતે સાચું છે કે ખોટું?

જવાબ: ભારતમાં અલગ-અલગ ધર્મમાં લગ્ન કરવા માટે અલગ-અલગ કાયદાઓ છે. જો લગ્ન કરનાર બન્ને વ્યક્તિ હિન્દુ છે, તો તે લગ્ન હિન્દુ લગ્ન કાયદો 1955ની રીતે કરવામાં આવે છે. આ કાયદામાં લગ્ન માત્ર પુરુષ અને મહિલાઓની વચ્ચે જ થઈ શકે છે. લગ્ન વખતે મહિલાની ઉંમર 18 વર્ષ અને પુરુષની ઉંમર 21 વર્ષ હોવી જરૂરી છે.

કાયદામાં એવો ક્યાંય ઉલ્લેખ જ નથી કે લગ્ન કરવાની પહેલા લગ્ન કરનાર બન્ને વ્યક્તિ પોતાનું જેન્ડર બદલાવીને પુરુષ બન્યા છે કે મહિલા, તેનો કોઈ ઉલ્લેખ નથી. ત્યારે મીરામાંથી આરવ બનેલા રાજસ્થાનના શિક્ષકે કરેલા લગ્ન હિન્દુ મેરેજ એક્ટની રીતે લિગલ ગણાશે.

4 નવેમ્બરે આરવે (પહેલા મીરા) કલ્પના સાથે લગ્ન કર્યા હતા.
4 નવેમ્બરે આરવે (પહેલા મીરા) કલ્પના સાથે લગ્ન કર્યા હતા.

સવાલ 2: જો રાજસ્થાનમાં જેન્ડર બદલાવીને લગ્ન કરનાર કોઈ અન્ય ધર્મના હોત, તો શું લગ્ન લિગલ હોત?

જવાબ: જૈન, બોદ્ધ અને સિખ ધર્મના લગ્ન હિન્દુ મેરેજ એક્ટ 1955ની અંડરમાં કરવામાં આવે છે. આ ધર્મના મામલામાં પણ બે મહત્ત્વપૂર્ણ શરતો હોય છે. પહલી- લગ્ન કરનાર સ્ત્રી અને પુરુષ હોવા જરૂરી છે. અને બીજી- લગ્ન કરતી વખતે છોકરીની ઉંમર 18 વર્ષ અને છોકરાની ઉંમર 21 વર્ષની હોવી જરૂરી છે.

આ ઉપરાંત સિખોના લગ્ન આનંદ કારજ મેરેજ એક્ટ 2012ની રીતે પણ થાય છે, જેમાં સિખોના લગ્નનું રજીસ્ટ્રેશન હિન્દુ મેરેજ એક્ટની અંડરમાં ના કરીને અને આનંદ કારજ મેરેજ એક્ટ 2012ના અંડરમાં હોવા જરૂરી છે.

ક્રિશ્ચિયન: ઈન્ડિયન ક્રિશ્ચિયન મેરેજ એક્ટ 1872ની મુજબ પહેલ શરત- લગ્ન કરનાર સ્ત્રી અને પુરુષ હોવા જોઈએ અને બીજી શરત એ કે છોકરીની ઉંમર 18 અને છોકરાની ઉંમર 21 વર્ષ હોવી જોઈએ.

સવાલ 3: શું આવા લગ્ન મુસ્લિમોમાં માન્ય છે?

જવાબ: મુસ્લિમ છોકરા-છોકરીઓના લગ્ન મુસ્લિમ પર્સનલ લો પ્રમાણે થાય છે, જેના પર સાંસદ પણ આ વિશે કાયદો બનાવી શકી નથી.

એડવોકેટ અને LGBTQ+ એક્ટિવિસ્ટ સૌમ્યા સક્સેના જણાવે છે કે શું કાઝિયાત એટલે કે ઈસ્લામિક કોર્ટ જેન્ડર ચેન્જને માને છે કે નહિ. જો તેઓ ના માને તો કાઝિયાતથી જેન્ડર ચેન્જ કરાવ્યા પછી નિકાહ કરવાનું મુશ્કેલ થઈ પડે છે. જો તેઓ આનાથી બહાર નિકાહ કરી લે છે, તો તે કાયદાકિય રીતે માન્ય નહિ રહે. આમ જોવા જઈએ તો આવા કોઈ કેસ હજુ સુધી સામે આવ્યા નથી.

સવાલ 4: શું અલગ-અલગ ધર્મ અથવા તો દેશોના વ્યક્તિઓ જેન્ડર ચેન્જ પછી કાયદાકીય રીતે લગ્ન કરી શકે છે?

જવાબ: અલગ-અલગ ધર્મ અથવા તો દેશોના વ્યક્તિઓના લગ્ન સ્પેશિયલ મેરેજ એક્ટ 1954ની અંડરમાં રજીસ્ટર થાય છે.

સવાલ 5: જેન્ડર ચેન્જ કરાવ્યા પછી લગ્ન માટે ક્યા-ક્યા દસ્તાવેજો જરૂરી છે?

જવાબ: એડવોકેટ સૌમ્યા સક્સેના જણાવે છે કે સેક્સ સર્જરી થયા પછી મેડિકલ સર્ટિફિકેટ અને એફિડેવિટની મદદથી સરકારી દસ્તાવેજો જેમ કે રાશન કાર્ડ, આધાર કાર્ડ અને વોટર આઈડી કાર્ડમાં નામ અને જેન્ડર ચેન્જ કરાવ્યું છે કે નહિ તે જોવામાં આવે છે. જો એવું નથી થયું તો લગ્ન કાયદાકીય રીતે માન્ય ગણાતા નથી. કારણ કે દેશમાં સમલૈંગિક લગ્ન માન્ય નથી. જો કોઈ ટ્રાન્સજેન્ડરે પોતાના દસ્તાવેજો ચેન્જ કરાવીને પોતાનું જેન્ડર સ્ત્રીમાંથી પુરુષ કરી લીધું છે તો તે હિન્દુ રીતરિવાજ પ્રમાણે લગ્ન કરી શકે છે.

સવાલ 6: છોકરીમાંથી છોકરો બનીને લગ્ન કરેલા આરવનો કેસ શું છે?

જવાબ: રાજસ્થાનના ભરતપુર જીલ્લામાં 2013માં મીરા (હવે આરવ)ની નગલાના રાજકીય માધ્યમિક સ્કુલમાં PTIની નોકરી લાગી હતી. તો કલ્પના આ સ્કુલમાં ભણતી હતી. વર્ષ 2016માં કલ્પના 10માં ધોરણમાં હતી અને આ દરમિયાન તેણે કબડ્ડીમાં ભાગ લીધો હતો. અહીંથી જ મીરા (આરવ) અને કલ્પના વચ્ચે દોસ્તી થઈ હતી.

બન્ને વચ્ચે વર્ષો સુધી આ મિત્રતા ચાલુ રહી. વર્ષ 2018માં જ્યારે મીરા (આરવ)એ કલ્પનાને લગ્ન માટે પ્રપોઝ કર્યું તો તે રાજી થઈ ગઈ. પરંતુ, સૌથી મોટી મૂંઝવણ એ હતી કે જો બન્ને છોકરીઓએ લગ્ન કર્યાં હોત તો સમાજ કે પરિવાર સહમત ન હોત. અને તે કાયદાકીય રીતે પણ ખોટું થયું હોત.

આવી સ્થિતિમાં 2019માં મીરાએ પોતાનું લિંગ બદલવાનું વિચાર્યું. આરવ (અગાઉની મીરા) કહે છે કે 'હું શરૂઆતથી જ છોકરાઓ જેવો લાગતો હતો. 2010માં જ્યારે હું 12માં ધોરણમાં હતો ત્યારે મેં લિંગ પરિવર્તનના સમાચાર વાંચ્યા હતા. ત્યારથી મેં નક્કી કરી લીધું હતું કે મારે મારું લિંગ બદલવું પડશે. આવી સ્થિતિમાં, જ્યારે કલ્પનાએ લગ્નનો પ્રસ્તાવ સ્વીકાર્યો, ત્યારે મેં લિંગ પરિવર્તન કરાવવાનું નક્કી કરી લીધું હતું.'

'આ પછી અમે અમારા પરિવારના સભ્યોને કહ્યું અને લગ્ન કરવાનો નિર્ણય લીધો હતો. લગભગ 2 વર્ષ પહેલા 2020માં મારું લિંગ બદલાયું.' આરવે કહ્યું હતું કે 'સર્જરી કરાવતા પહેલા અમે પરિવારના સભ્યોને કહ્યું કે અમે લગ્ન કરવા માંગીએ છીએ, તેથી તેઓ રાજી થઈ ગયા. મેં પહેલેથી જ કહ્યું હતું કે હું લિંગ પરિવર્તન કરાવી રહ્યો છું. તેથી કોઈએ વિરોધ કર્યો નહતો. આ પછી ડૉક્ટરનો સંપર્ક કર્યો અને 25 ડિસેમ્બર 2019ના રોજ પ્રથમ સર્જરી કરવામાં આવી હતી. આ પછી 2020માં બીજી અંતિમ સર્જરી અને ડિસેમ્બર 2021માં ત્રીજી સર્જરી થઈ હતી.'

આરવ પોતાની પત્ની કલ્પના સાથે.
આરવ પોતાની પત્ની કલ્પના સાથે.

સવાલ 7: શું આવો કોઈ કેસ પહેલા કોર્ટમાં પહોંચ્યો છે? અને હા તો કોર્ટે શું ચુકાદો આપ્યો છે?

જવાબ: હા, આવો કેસ આવ્યો હતો. વર્ષ 2019માં, મદ્રાસ હાઈકોર્ટે પણ હિન્દુ મેરેજ એક્ટ હેઠળ અરુણ કુમાર અને શ્રીજાના કેસમાં આવા લગ્નને માન્યતા આપી હતી. અરુણ કુમાર અને શ્રીજાના લગ્ન ઓક્ટોબર 2018માં તુતીકોરિનના એક મંદિરમાં થયા હતા. પરંતુ તેઓએ તેમના લગ્નની નોંધણી પણ કરાવવાની હતી. જ્યારે તે લગ્નની નોંધણી કરાવવા માટે રજીસ્ટ્રાર પાસે પહોંચ્યા ત્યારે તેઓએ લગ્નની નોંધણી કરાવવાનો ઇનકાર કર્યો કારણ કે શ્રીજા ટ્રાન્સજેન્ડર હતી. આ પછી બન્ને કોર્ટ પહોંચ્યા હતા.

જસ્ટિસ જીઆર સ્વામીનાથને ચુકાદો સંભળાવતા કહ્યું હતું કે, 'કેટલીકવાર ચુકાદો આપતી વખતે માત્ર પ્રેમાળ આંખોની જરૂર હોય છે.' તેમણે વધુમાં કહ્યું હતું કે 'આ ચુકાદો આપતી વખતે અમે કોઈ કાયદાનું ઉલ્લંઘન નથી કરી રહ્યા.' તેમણે કહ્યું હતું કે 'સેક્સ અને જેન્ડર બે અલગ વસ્તુઓ છે. સેક્સ એ જન્મ સમયે થાય છે જ્યારે દરેકને લિંગ પસંદ કરવાનો અધિકાર છે. સર્વોચ્ચ અદાલતે દરેક વ્યક્તિને આ અધિકાર આપ્યો છે કે તે સ્ત્રી તરીકે જીવવા માંગે છે કે પુરુષ તરીકે.'

તમિલનાડુના અરુણ અને શ્રીજા.
તમિલનાડુના અરુણ અને શ્રીજા.

સવાલ 8: આ રીતે લગ્ન થવાનો કોઈ ઈતિહાસ છે?

જવાબ: મહિલામાંથી પુરુષ બન્યા પછી લગ્ન કરવાનો મામલો મહાભારતમાં શિખંડીની રૂપમાં જોવામાં મળ્યો હતો. શિખંડીનો જન્મ પંચાલ દ્રુપદના ઘરે છોકરીના રૂપમાં થયો હતો.

માન્યતા છે કે તેમના જન્મના સમયે એક આકાશવાણી થઈ હતી. જેમાં કહેવામાં આવ્યું હતું કે શિખંડીનું પાલન-પોષણ છોકરીના રૂપમાં નહિ, પરંતુ છોકરાના રૂપમાં થાય. એટલે શિખંડીને છોકરાની રીતો મોટા કરવામાં આવ્યા હતા. તેમને યુદ્ધકલાનું પ્રશિક્ષણ આપવામાં આવ્યું હતું. પછીથી તેમના લગ્ન પણ કરવામાં આવ્યા હતા.

પરંતુ લગ્નની પહેલી રાત્રે જ જ્યારે આ વિશે તેમની પત્નીને ખબર પડી તો તેણે શિખંડીનું ખૂબ અપમાન કર્યું હતું. આનાથી નારાજ શિખંડીને મનમાં આતમહત્યાનો વિચાર આવ્યો હતો અને તેઓ પંચાલથી ભાગી જાય છે.

આ દરમિયાન એક યક્ષ તેમને બચાવે છે અને તેમનું લિંગ બદલી નાખે છે અને શિખંડીને તેનું પુરુષત્વ આપે છે. આમ શિખંડી એક પુરુષ બનીને પંચાલ પાછા ફરે છે અને તેમની પત્ની અને બાળકો સાથે સુખી દામ્પત્ય જીવન જીવે છે.