તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

ભાસ્કર એક્સપ્લેનર:શું દારૂ પીવો આપનો બુનિયાદી અધિકાર છે? ગુજરાત, બિહાર જેવા રાજ્યોનું શું, જ્યાં દારૂ બનાવવા, વેચવા અને પીવા પર પ્રતિબંધ છે?

એક મહિનો પહેલાલેખક: રવીન્દ્ર ભજની

ગુજરાતમાં સાત દાયકાથી દારૂ વેચવા અને પીવાની મનાઈ છે. ગુજરાત જ કેમ, બિહાર, ત્રિપુરા, લક્ષદ્વિપ, મિઝોરમ અને નાગાલેન્ડમાં પણ દારૂ વેચવો અને પીવો ગેરકાયદે છે. મણિપુરના કેટલાક જિલ્લાઓમાં પણ કંઈક આ પ્રકારનો કાયદો છે.

તમે વિચારતા હશો કે અચાનક દારૂબંધીની વાત કેમ? વાસ્તવમાં, ગુજરાત હાઈકોર્ટમાં અરજીઓ લાગી છે કે દારૂ પીવાને પણ રાઈટ ટુ પ્રાઈવસી અંતર્ગત બુનિયાદી અધિકાર માનવામાં આવે. 70 વર્ષમાં પ્રથમવાર ગુજરાતના દારૂબંધી કાયદાને પડકાર મળ્યો છે. ગત સોમવારે હાઈકોર્ટે રાજ્ય સરકારની દારૂબંધીની તરફેણની દલીલોને નકારી હતી. આ સાથે જ 12 ઓક્ટોબરની તારીખ નક્કી કરવામાં આવી છે કે જેથી આ મામલે અંતિમ સુનાવણી કરીને નિર્ણય આપી શકાય. સોમવારે નિર્ણયને રાજ્ય સરકાર સુપ્રીમ કોર્ટમાં પડકારવાની તૈયારી કરી રહી છે.

હાઈકોર્ટમાં ગુજરાત સરકારની દલીલો અને અરજીઓથી એ સવાલ સર્જાય છે કે શું દારૂ પીવો વાસ્તવમાં આપણો મૂળભૂત અધિકાર છે? શું રાજ્ય સરકારના કાયદા આ અધિકારને ઝૂંટવી શકે છે? અરજીઓમાં શું માગણી કરવામાં આવી છે? આ અંગે જૂના કાયદા શું કહે છે? આવો જાણીએ...

ગુજરાત હાઈકોર્ટમાં લાગેલી અરજીઓ શું માગણી કરી રહી છે?

 • ગુજરાત હાઈકોર્ટમાં અનેક અરજીઓ દાખલ થઈ છે, જેમાં ગુજરાત પ્રોહિબિશન એક્ટ 1949 અંતર્ગત રાજ્યમાં દારૂ બનાવવા, વેચવા અને પીવા પર પ્રતિબંધને પડકારવામાં આવ્યો છે. હાઈકોર્ટે સોમવારે રાજ્ય સરકારની આ અરજી વિરુદ્ધ ઉઠાવાયેલા વાંધાને નકારી દીધો. એમ પણ કહેવામાં આવ્યું કે અરજીઓ પર સુનાવણી થઈ શકે છે.
 • અરજીઓમાં કહેવામાં આવ્યું છે કે દારૂ પર પ્રતિબંધ અંગેનો કાયદો સંપૂર્ણપણે મનમરજી પ્રમાણેનો છે. આ ઘરમાં બેસીને દારૂ પીવાના અધિકારથી લોકોને વંચિત રાખે છે. એટલે કે રાઈટ ટુ પ્રાઈવસીનું ઉલ્લંઘન કરે છે. આ અરજીઓના જવાબમાં રાજ્ય સરકારે કોર્ટમાં કહ્યું કે 1951માં સુપ્રીમ કોર્ટે દારૂબંધી કાયદાને યથાવત્ રાખ્યો હતો. તેને પડકારતી અરજીઓ પર સુનાવણીની આવશ્યકતા નથી.
 • અરજી કરનારાઓ કહે છે કે 1951માં રાઈટ ટુ પ્રાઈવસી નહોતો. એ તો સુપ્રીમ કોર્ટની 9 જજોની બેન્ચે 2017 આપેલ છે. આ આધારે હવે પોતાના ઘરમાં બેસીને ચાર દિવાલની વચ્ચે દારૂ પીવાનો અધિકાર પણ આપી શકાય છે.

શું હતો 1951નો નિર્ણય જેનો હવાલો ગુજરાત સરકાર આપી રહી છે?

 • 1951માં સુપ્રીમ કોર્ટે બોમ્બે પ્રોહિબિશન એક્ટ 1949ની જોગવાઈઓ પર નિર્ણય સંભળાવ્યો હતો. એ સમયે ગુજરાત બોમ્બે સ્ટેટનો હિસ્સો હતું. આ કાયદાની કલમ 12 અને 13 અંતર્ગત દારૂ બનાવવા, વેચવા અને પીવા પર પ્રતિબંધ હતી. ભાષાના આધારે બોમ્બે સ્ટેટ મહારાષ્ટ્ર અને ગુજરાતમાં વહેંચાયું. ત્યારે 1960માં ગુજરાતે આ કાયદાને જેમનો તેમ લાગુ કર્યો.
 • 1951ના સુપ્રીમ કોર્ટના નિર્ણયને સ્ટેટ ઓફ બોમ્બે વિ. એફએન બલસારા કહેવામાં આવે છે. આ નિર્ણયમાં સુપ્રીમ કોર્ટે કહ્યું કે રાજ્ય સરકારને નુકસાન કરનાર પીણું બનાવવા, વેચવા અને પીવા પર પ્રતિબંધ લગાવવાનો અધિકાર છે.

કેટલી અરજીઓ લાગી છે? કોણે લગાવી છે?

 • 2017માં રાઈટ ટુ પ્રાઈવસી આપવાને સુપ્રીમ કોર્ટના આદેશ પછી અરજીઓ દાખલ થવા લાગી હતી. 2018માં વડોદરાના રાજીવ પીયુષ પટેલ અને ડો. મિલિન્દ દામોદર નેનેએ અરજી કરી. પછી અમદાવાદના નિહારિકા અભય જોશીએ. આ અરજીઓમાં ગુજરાતના દારૂબંધી કાયદાની કેટલીક કલમોને પડકારવામાં આવી.
 • 2019માં પાંચ વધુ અરજીઓ દાખલ થઈ. જર્નાલિસ્ટ પીટર નજારથ, ડો. મલય દેવેન્દ્ર પટેલ, નાગેન્દ્ર સિંહ, મહેન્દ્ર રાઠોડ અને ગરિમા ધીરેન્દ્ર ભટ્ટે ચાર અલગ-અલગ અરજીઓ દાખલ કરી. કારોબારીઓ-સંજય અનિલભાઈ પારેખ, મેહુલ ગિરીશભાઈ પટેલ, સુનીલ સુરેન્દ્રભાઈ પારેખ, મયંક મહેન્દ્રભાઈ પટેલ અને સૌરિન નંદકુમાર શોધને પણ એક અરજી દાખલ કરી છે.
 • 2020માં બે સિવિલ એપ્લિકેશન દાખલ થઈ. રિટાયર્ડ લેક્ચરર પ્રકાશ નવીનચંદ્ર શાહ અને નીતા મહાદેવભાઈ વિદ્રોહીએ આ અરજી રાજ્યના કાયદાની તરફેણમાં કરી છે. બંને સમાજસેવા સાથે સંકળાયેલા છે અને ઈચ્છે છે કે પ્રતિબંધ ચાલુ રહે. આ ઉપરાંત અમદાવાદ વુમન્સ એક્શન ગ્રૂપના ઝરણા પાઠકના હવાલાથી પણ કાયદાની તરફેણમાં અરજી દાખલ કરાઈ છે.

શું ખરેખર દારૂ પીવો આપણો મૂળભૂત અધિકાર છે?

 • કંઈ કહી ન શકાય. બિહાર સરકારે 5 એપ્રિલ 2016થી દારૂ વેચવા અને પીવા પર સંપૂર્ણપણે પ્રતિબંધ લગાવાયો. બિહાર હાઈકોર્ટની ડિવિઝન બેન્ચે 30 સપ્ટેમ્બર 2016ના રોજ પોતાના આદેશમાં આ કાયદાના વિરોધમાં નિર્ણય સંભળાવ્યો. આ નિર્ણયમાં સવાલ થયો કે શું દારૂ પીવો મૂળભૂત અધિકાર છે? જો કે, બંને જજોના એક-બીજાથી અલગ વિચારો પણ આ આદેશમાં સામે આવ્યા હતા.
 • એક વર્ષ પછી કેરળમાં સરકારી દારૂની દુકાનોનો મામલો હાઈકોર્ટ સુધી પહોંચ્યો. 2017માં હાઈકોર્ટે કહ્યું કે કોઈ વ્યક્તિનો દારૂ પીવાનો અધિકાર રાઈટ ટુ પ્રાઈવસીનો હિસ્સો હોઈ શકે છે પરંતુ આ દલીલના આધારે સરકારને તેના પર પ્રતિબંધ લગાવવાના અધિકારથી રોકી શકાય નહીં.
 • એ પણ ધ્યાન આપવાની જરૂર છે કે સુપ્રીમ કોર્ટે વારંવાર કહ્યું છે કે શું પીવું અને શું ખાવું, એ બંધારણની કલમ 21 અંતર્ગત તેનો અધિકાર છે. આ જીવવા અને વ્યક્તિગત આઝાદી સાથે સંકળાયેલો અધિકાર છે. સુપ્રીમ કોર્ટના 2017ના નિર્ણયમાં રાઈટ ટુ પ્રાઈવસીને તેની સાથે જોડવામાં આવ્યો છે.
 • સુપ્રીમ કોર્ટે એમ પણ કહ્યું છે કે જો નાગરિકોને કોઈ અધિકારથી વંચિત રાખવામાં આવી રહ્યા છે તો તેનો આધાર મજબૂત હોવો જોઈએ. તેમાં સમાજ અને દેશની ભલાઈનો વિચાર હોવો જોઈએ.

રાઈટ ટુ પ્રાઈવસીનો નિર્ણય શું છે, જેના આધારે દારૂ પીવાના અધિકારનો દાવો થઈ રહ્યો છે?

 • 24 ઓગસ્ટ 2017ના રોજ સુપ્રીમ કોર્ટની નવ જજોની બંધારણીય બેન્ચે પોતાના નિર્ણયમાં રાઈટ ટુ પ્રાઈવસીને બુનિયાદી અધિકાર જાહેર કર્યો હતો. આ સાથે જ તેને બંધારણની કલમ 21 અંતર્ગત યોગ્ય ઠેરવ્યો હતો. મજાની વાત એ છે કે એ સમયે એટર્ની જનરલે એવી દલીલ પણ આપી હતી કે દારૂ પીવા અને વેચવાને રાઈટ ટુ પ્રાઈવસી કહીને બુનિયાદી અધિકાર ન બનાવી શકાય. રાઈટ ટુ પ્રાઈવસી સંપૂર્ણ ન હોઈ શકે.
 • આ પ્રકારની આશંકાઓને દૂર કરતા સુપ્રીમ કોર્ટે કહ્યું હતું કે જો સરકાર કોઈ અધિકારથી વંચિત રાખે છે તો તેની પાછળ તેનો ઈરાદો નેક હોવો જોઈએ. જો તે બંધારણીય આધારે કોઈ વ્યાપક નિર્ણય લે છે તો તેને માન્યતા આપવામાં કોઈ વાંધો નથી.
 • સરકારો પણ દારૂબંધી માટે આ જ દલીલ આપી રહી છે કે એવું કરવાથી સમાજની વ્યાપક ભલાઈ જ થશે પરંતુ આશ્ચર્ય કરનારી વાત એ છે કે ગુજરાતમાં દારૂબંધી વિરુદ્ધ અરજી લગાવનારાઓમાં ડોક્ટર પણ સામેલ છે, જેઓ રાજ્યમાં દારૂની પરમિટ જારી કરવામાં થનારી અસમાનતા અંગે સવાલો ઉઠાવી રહ્યા છે.