ભાસ્કર ડેટા સ્ટોરી:IPLમાં લાગશે નવેસરથી પ્રસારણ અધિકારોની બોલી, શું ત્યાર બાદ ક્રિકેટની આ લીગ દુનિયામાં ટોપ પર હશે, જાણો બધું જ

6 દિવસ પહેલાલેખક: જયદેવ સિંહ
  • કૉપી લિંક

આગામી IPLમાં બે નવી ટીમો સામેલ થશે. સાથે જ તેના પ્રસારણ અધિકારો માટે પણ નવા ટેન્ડર બહાર પાડવામાં આવશે. જો નિષ્ણાતોનું અનુમાન સાચુ રહ્યું તો IPL આગામી સિઝનમાં ઘણી બાબતોમાં વિશ્વની સૌથી મોટી લીગ બની શકે છે. IPLની સફળતામાં પ્રસારણ અધિકારો મોટી ભૂમિકા ભજવે છે. દરેક વખતે આ અધિકારો ગયા વખત કરતા લગભગ બમણા વેચાય છે.

IPLની શરૂઆત 2008માં થઈ હતી. BCCIએ IPL બ્રોડકાસ્ટ રાઇટ્સ 10 વર્ષ માટે 6,897 કરોડ રૂપિયામાં વેચ્યા. તે પછીના વર્ષે તેમાં સુધારો કરવામાં આવ્યો હતો. નવા અધિકારો વેચાયા. આ વખતે સોનીએ 9 વર્ષના બ્રોડકાસ્ટિંગ રાઇટ્સ માટે 8,200 કરોડ રૂપિયા ચૂકવ્યા હતા. 2017માં ફક્ત 5 વર્ષ માટે પ્રસારણ અધિકારોની બોલી મૂકવામાં આવી હતી. વર્ષો અડધા થઈ ગયા છે, પરંતુ રાઈટ માટે, સ્ટારે ગયા વખત કરતા લગભગ બમણી રકમ ચૂકવી હતી. 16,348 કરોડ રુપિયા.

બે ગણાથી વધુમાં વેચાઈ શકે છે આવનારા 5 વર્ષોના પ્રસારણ અધિકાર
નિષ્ણાતોનો અંદાજ છે કે આગામી 5 વર્ષ માટે પ્રસારણ અધિકારો માટે 24થી 40 કરોડ રૂપિયાની બોલી લગાવી શકાય છે. હાલના સમયની વાત કરીએ તો સ્ટાર સ્પોર્ટ્સ દરેક મેચ માટે BCCIને 54.5 કરોડ રૂપિયા આપે છે. સૂત્રોના જણાવ્યા અનુસાર આ વખતે BCCI મેચ દીઠ 54.5 કરોડ રૂપિયાની બેઝ પ્રાઇસ રાખી રહ્યું છે.

બે ટીમોના વધારા બાદ મેચોની સંખ્યામાં પણ વધારો થશે. આવી સ્થિતિમાં હાલના ફોર્મેટમાં મેચો રમાશે તો એક સિઝનમાં 94 મેચ રમાશે. 5 વર્ષના બ્રોડકાસ્ટિંગ રાઇટ્સની બેઝ પ્રાઇસ 25,000 કરોડ રૂપિયાથી વધુ હશે. જો તે બોલી પર 30,000 કરોડ રૂપિયાથી ઉપર જશે તો તે રેકોર્ડ બનાવશે.

ટીવી ઈન્ડસ્ટ્રીના બદલાયેલ સમીકરણ પણ બોલી વધારી શકે છે
છેલ્લી બોલી પછી ભારતીય ટેલિવિઝન ઈન્ડસ્ટ્રીમાં ઘણું બધું બદલાઈ ગયું છે. રિલાયન્સની વાયકોમ-18 જિયો લોન્ચ કરી ચૂકી છે. હાલમાં તે દેશનો સૌથી મોટો મોબાઇલ અને ઇન્ટરનેટ સેવા પ્રદાતા છે. સાથે જ તેણે ફેસબુક અને ગૂગલ સાથે પણ કરાર કર્યા છે. બીજી તરફ ધ સ્ટારને વોલ્ટ ડિઝનીએ હસ્તગત કરી છે. ગયા મહિને જી અને સોની વચ્ચેના મર્જરની પણ જાહેરાત કરવામાં આવી હતી. આવી સ્થિતિમાં આઇપીએલના અધિકારોની લડાઈમાં ઘણા રેકોર્ડ તૂટી શકે છે.

દુનિયામાં સૌથી વધુ NFLની એક મેચથી થાય છે 130 કરોડ રુપિયાની કમાણી
IPL હજી પણ વિશ્વની સૌથી મોટી લીગમાં સામેલ છે જે એક મેચમાંથી સૌથી વધુ કમાણી કરે છે. આ લિસ્ટમાં ટોચ પર એનએફએલ અમેરિકન ફૂટબોલ લીગ છે. તેની એક મેચના પ્રસારણ અધિકારો માટે બ્રોડકાસ્ટરને 130 કરોડ રુપિયા આપવા પડે છે. IPL હાલ આ યાદીમાં ચોથા ક્રમે છે. જો બધું અપેક્ષા મુજબ ચાલશે તો IPL આગામી સિઝનમાં NFLને પાછળ છોડી શકે છે.

IPLની વાર્ષિક બ્રોડકાસ્ટિંગ ફી ફૂટબોલ, બેઝબોલ અને અમેરિકન ફૂટબોલ કરતાં ઘણી ઓછી છે. તેનું એક મોટું કારણ IPLમાં ટીમોની સંખ્યા, મેચોની કુલ સંખ્યા અને ટુર્નામેન્ટનો સમયગાળો છે. IPL માત્ર 8 ટીમોની ટુર્નામેન્ટ છે. જે 6થી 7 અઠવાડિયા સુધી ચાલે છે. અમેરિકન ફૂટબોલ લીગ, જેની વાર્ષિક બ્રોડકાસ્ટ ફી સૌથી વધુ છે, NFLમાં 32 ટીમો રમે છે. જે 17 અઠવાડિયા સુધી ચાલે છે. આ સમયગાળા દરમિયાન કુલ 250થી વધુ મેચો રમાય છે.

એ જ રીતે ઈંગ્લેન્ડ ફૂટબોલ લીગ ઈંગ્લિશ પ્રીમિયર લીગનું આખું સત્ર 8 મહિનાનું છે. 20 ટીમની આ ટુર્નામેન્ટમાં લગભગ 380 મેચો રમાય છે. બાકીની મોટી લીગમાં પણ આવું જ કંઈક છે.

અન્ય સમાચારો પણ છે...