તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

ભાસ્કર એક્સપ્લેનર:ટિકટોક બાદ ઈન્સ્ટા રિલ્સના માર્કેટનો પણ અંત! 15 સેકન્ડનો વીડિયો બનાવવા માટે યુટ્યુબે તેનું શોર્ટ્સ લોન્ચ કર્યું

એક વર્ષ પહેલા
 • કૉપી લિંક
 • અત્યારે યુટ્યુબ શોર્ટ્સનું બીટા વર્ઝન ભારતમાં લોન્ચ થયું છે
 • મોટાભાગના મોબાઈલમાં બીટા વર્ઝન અપડેટ થયું નથી
 • ટેસ્ટ સફળ થશે તો આગામી અપડેટ્સમાં દરેક સુધી પહોંચશે નવું વર્ઝન

દુનિયાના સૌથી મોટા યુઝર જનરેટેડ વીડિયો પ્લેટફોર્મ યુટ્યુબે શોર્ટ વીડિયો બનાવતા પ્લેટફોર્મને પડકાર આપવાનો નિર્ણય કર્યો છે. નિષ્ણાતોના જણાવ્યા પ્રમાણે, ભારતમાં ટિકટોક પર પ્રતિબંધ મૂકયા બાદ ઈન્સ્ટાગ્રામ રિલ્સ સહિત જેટલાં પણ પ્લેટફોર્મ આવ્યા હતા, તેમના માટે યુટ્યુબની સામે ટકવું જ મોટો પડકાર હશે.

સૌથી પહેલાં વાત કરીએ યુટ્યુબ અને શોર્ટ વીડિયો સાથે તેના ક્નેક્શનની. યુટ્યુબની શરૂઆત 2005માં 18 સેકન્ડના વીડિયો 'મી એટ ધ ઝૂ' થી થઈ હતી. ત્યારબાદ ચાર્લી બિટ માય ફિંગર લોકોને એટલો પસંદ આવ્યો કે 'વાઈરલ વીડિયો' નામની શોધ કરવી પડી. જાણો શું છે આ નવી સર્વિસ અને તમે તેનો ઉપયોગ કેવી રીતે કરી શકો છો-

સૌથી પહેલાં, યુટ્યુબ શોર્ટ્સ શું છે?

 • યુટ્યુબે તેનું શોર્ટ વીડિયો પ્લેટફોર્મ YouTube Shorts લોન્ચ કર્યું છે. તેના માટેથી અલગથી કોઈ એપ ડાઉનલોડ કરવાની જરૂર નથી. પરંતુ આ જ પ્લેટફોર્મ પર ઉપલબ્ધ છે, જેનો ઉપયોગ તમે કરી રહ્યા છો.
 • યુટ્યુબ શોર્ટ્સ પર બે પ્રકારના વીડિયો અપલોડ કરી શકાશે. 1. નવા કેમેરા ટૂલ્સનો ઉપયોગ કરતાં 15 સેકન્ડનો વીડિયો બનાવી શકશો. 2. જો કેમેરા ટૂલ્સને એક્સેસ નથી કરી શકતા તો 60 સેકન્ડ સુધી વર્ટિકલ વીડિયો અપલોડ કરીને તેના ટાઈટલ અને ડિસ્ક્રિપ્શનમાં #Shorts લખવું પડશે. તેનાથી તેને ઓળખવામાં આવશે.
 • આ શોર્ટ્સ વીડિયો યુટ્યુબના હોમ પેજ પર, શોર્ટ્સ વીડિયો શેલ્ફમાં જોઈ શકાશે. તે યુટ્યુબ એપમાં ઘણી જગ્યાએ દેખાશે. યુટ્યુબ 60 સેકન્ડ સુધી વર્ટિકલ વીડિયોમાં પણ હાઈલાઈટ કરશે. આ સમયે શોર્ટ્સનું બીટા વર્ઝન છે એટલે કે તે અપડેટ થઈ રહ્યું છે.

તમને કેવી રીતે ખબર પડશે કે શોર્ટ્સ કેમેરા અપડેટ થયા છે કે નહીં?

 • જો તમારી પાસે શોર્ટ્સ કેમેરાનું એક્સેસ છે તો તમે તરત યુટ્યુબ એપથી શોર્ટ વર્ટિકલ વીડિયો બનાવી શકો છો. તમારી પાસે એક્સેસ આવ્યું છે કે નહીં, જે જોવા માટે તમારે આટલું કરવું પડશે-
 • YouTube એપ ખોલો. '+' આઇકન (અથવા iOSમાં વીડિયો કેમેરા આઇકન) દબાવો
 • વીડિયો સિલેક્ટ કરો
 • જો શોર્ટ્સ વીડિયો બનાવ્યો હોય અને દેખાય તો તેનો અર્થ એ કે તમારી પાસે શોર્ટ્સના કેમેરાનું એક્સેસ છે. તમે તમારો પહેલો શોર્ટ્સ વીડિયો બનાવી શકો છો.
 • જો શોર્ટ્સ કેમેરાનું એક્સેસ ન હોય તો શું કરવું?
 • જો તમને હજી સુધી શોર્ટ્સ કેમેરાનું એક્સેસ ન મળ્યું હોય તો પણ તમે તમારા વર્ટિકલ વીડિયો અપલોડ કરી શકો છો. પરંતુ આ 60 સેકન્ડ કરતાં નાના હોવા જોઇએ. આવા વીડિયો અપલોડ કર્યા બાદ ટાઇટલ અને ડિસ્ક્રિપ્શનમાં #Shortsનો ઉપયોગ ચોક્કસપણે કરો.
 • તમારે દર વખતે આવું નહીં કરવું પડે. થોડા સમયમાં તમારા સુધી યુટ્યુબ શોર્ટ્સની અપડેટ પહોંચી જશે. ત્યારબાદ તમે પણ શોર્ટ્સ કેમેરા ટૂલ્સનો ઉપયોગ કરી શકશો.

હવે ઇન્સ્ટાગ્રામ રિલ્સનું શું થશે?

 • ટિકટોક બેન થયા બાદ ભારતમાં અનેક શોર્ટ વીડિયો પ્લેટફોર્મ આવ્યા. તેમાં મુખય ઇન્સ્ટાગ્રામ રિલ્સ હતું. યુટ્યુબનું શોર્ટ્સ આવ્યા બાદ ઇન્સ્ટાગ્રામ રિલ્સ પર કઈ રીતે અને કેટલા વીડિયો બનશે એ જોવું ઇન્ટરેસ્ટિંગ રહેશે.
 • ઇન્સ્ટાગ્રામ રિલ્સ માટે અલગથી એપ ડાઉનલોડ કરવાની જરૂર નથી. રિલ્સમાં પણ 15 સેકન્ડ સુધીનો વીડિયો બને છે. આ વીડિયોને ઇન્સ્ટા સ્ટોરી અથવા ફીડ પર પોસ્ટ કરી શકાય છે.
 • રિલ્સ તમને AR ઇફેક્ટ અને મ્યૂઝિકનો ઉપયોગ કરીને એડિટિંગનો વિકલ્પ આપે છે. વીડિયોની સ્પીડ કન્ટ્રોલ અને ટિકટોકનું 'Duet' ફીચર પણ તેમાં છે.
 • યુટ્યુબના આવવાથી માર્કેટમાં શું પોઝિશન બનશે?
 • ભારતમાં આશરે 60 કરોડ સ્માર્ટફોન છે, જે આવતા વર્ષ સુધી 75 કરોડનો આંકડો પાર કરી શકે છે. સ્ટેટિસ્ટાના આંકડા જોઇએ તો ભારતમાં 90% યુઝર એન્ડ્રોઇડ ફોનનો ઉપયોગ કરે છે. એટલે કે 55 કરોડ લોકો પાસે એન્ડ્રોઇડ ફોન છે. તેમની પાસે યુટ્યુબ ઇન-બિલ્ટ છે. આ ટિકટોકના 20 કરોડ અને ઇન્સ્ટાગ્રામના 10 કરોડ એક્ટિવ યુઝર્સ કરતાં અનેકગણા વધારે છે.
અન્ય સમાચારો પણ છે...