તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

ભાસ્કર એક્સપ્લેનર:મોંઘવારી દર @ 7.61%; છેલ્લા છ વર્ષમાં સૌથી વધારે; લોકડાઉન પછી પણ અટક્યો નથી, જાણો કેમ?

5 મહિનો પહેલા
 • કૉપી લિંક

કેન્દ્ર સરકારે ઓક્ટબર માટે મોંઘવારીના આંકડા જાહેર કર્યા છે. તેના અનુસાર, ઓક્ટોબરમાં મોંઘવારી દર 7.61% હતો. તે છેલ્લા છ વર્ષમાં એટલે કે જ્યારથી નરેન્દ્ર મોદી પ્રધાનમંત્રી બન્યા છે, ત્યારથી અત્યાર સુધી સૌથી વધારે છે. તે અગાઉ મે 2014માં મોંઘવારી દર 8.33% હતો, જે મનમોહન સિંહની આગેવાની હેઠળની UPA સરકારના પતનનું એક મોટું કારણ પણ બન્યું હતું. છેલ્લા નવ મહિનાથી સતત મોંઘવારી દર વધી રહ્યો છે. આવું કેમ થયું અને તેની અસર શું થશે?

કેમ વધી મોંઘવારી?
રિટેલ મોંઘવારી દરને કન્ઝ્યુમર પ્રાઈઝ ઈન્ડેક્સ (CPI)ના આધાર પર કાઢવામાં આવે છે. એટલે કે, ઓક્ટોબરના ઈન્ડેક્સને જોઈએ તો ખાદ્ય વસ્તુઓનો મોંઘવારી દર 10.16%ની ઝડપે વધ્યો. મોંઘવારી દરમાં ખાદ્ય વસ્તુઓની કિંમતોનું વેટેજ (ભાગ) 45.8% છે.

ઓક્ટોબરમાં ઘણા શહેરોમાં ડુંગળી-બટેટાના ભાવ આસમાને પહોંચ્યા હતા. ડુંગળીનો ભાવ પ્રતિ કિલોએ 100 રૂપિયા પહોંચ્યો હતો. પરિણામે ઓક્ટોબર 2019ની સરખામણીએ શાકભાજી ગત મહિને 22% મોંઘી થઈ ગઈ હતી. તેનાથી ખાદ્ય મોંઘવારી દર અને ઓવરઓલ રિટેલ મોંઘવારી દર વધ્યો હતો.

...પણ મોંઘવારી તો નવ મહિનાથી વધી રહી છે?
હા તે સાચું છે. મોંઘવારી નવ મહિનાથી વધી રહી છે. એપ્રિલ અને મે મહિનામાં લોકડાઉનને લીધે સરકાર આખા દેશના બજારો પાસેથી આંકડા ભેગા ના કરી શકી. જૂન મહિનામાં આંકડા ખબર પડી અને ત્યારથી સતત મોંઘવારી વધી રહી છે. આ કારણે ખાદ્ય મોંઘવારી દર વધવાનો જ છે.

દેશભરમાં લોકડાઉનને લીધે શાકભાજીઓની સાથે ઈંડાં, માછલી અને સંય પ્રોટીન પ્રોડક્ટ્સ સપ્લાય પર પણ અસર થઇ છે. તેથી તેનો ભાવ વધી રહ્યો છે. ઓક્ટોબરમાં ઈંડાં 21% અને માંસ-માછલી 18%ના દરે મોંઘા થયા. તેણે પણ ખાદ્ય મોંઘવારીના દરને વધારવામાં ભાગ ભજવ્યો છે.

શું આખી દુનિયામાં આવું થઇ રહ્યું છે?
ના. દુનિયાભરમાં તેના વિપરિત ટ્રેન્ડ સામે આવી રહ્યા છે. ચીનમાં ઓક્ટોબરમાં મોંઘવારી 11 વર્ષમાં સૌથી ઓછી 0.5% રહી. તેનું કારણ છે આફ્રિકન સ્વાઈન ફીવર. લોકોએ ડુક્કર ખાવાના બંધ કરી દીધા અને તેની વસતી વધવાથી કિંમતમાં ઘટાડો નોંધાયો. ત્યાં તો નવેમ્બરમાં મોંઘવારી દર નેગેટિવ રહેવાનું અનુમાન લગાવવામાં આવી રહ્યું છે.

અમેરિકામાં પણ ઓક્ટોબરમાં મોંઘવારી દર 1.3% રહ્યો. બ્રિટન અને જાપાનમાં પણ મોંઘવારી દર 0.5% આજુબાજુ રહ્યો. જો કે, આ દેશોમાં મંદી અને ડિફ્લેશનનું જોખમ મંડરાઈ રહ્યું છે. જે રોતે વધારે મોંઘવારી એટલે કે ઇન્ફ્લેશ સારું નથી તેમ ડિફ્લેશન પણ ઈકોનોમી માટે યોગ્ય નથી. તેનાથી ગ્રોથ રેટ ઘટવાનો ડર રહે છે.

મોંઘવારી દર વધવાથી શું બદલાઈ જશે?
સરકારે RBI (રિઝર્વ બેંક ઓફ ઈન્ડિયા)ને 2% વધ-ઘટ સાથે 4% મોંઘવારી દર રાખવાની જવાબદારી સોંપી છે, પરંતુ લોકડાઉન લાગુ થયા બાદ મોંઘવારી વધી રહી છે. ઓક્ટોબર સતત સાતમો મહિનો છે જેમાં મોંઘવારી દર 6%થી વધારે છે. RBIએ છેલ્લા રિવ્યૂમાં વ્યાજ દર ઘટાડ્યો નથી. જો મોંઘવારી દર આ જ રીતે વધતો રહ્યો તો વ્યાજ દરોમાં કોઈ ઘટાડો નહી આવે.

યુનિયન બેંકના MD અને CEO રાજકિરણ રાય કહે છે કે, જ્યાં સુધી મોંઘવારી દર ઓછો નહીં થાય ત્યાં સુધી વ્યાજ દરોમાં કોઈ ઘટાડો નહિ આવે. ડિસેમ્બરમાં થોડી રાહત મળી શકે છે અને સારા પાક બાદ ફેબ્રુઆરીમાં મોંઘવારી દર ઓછો થવાની સંભાવના છે.

2 દિવસ પહેલાં રિઝર્વ બેંકે સ્ટેટ ઓફ ધ ઈકોનોમીના રિપોર્ટમાં જણાવ્યું છે કે, ડુંગળી પર સ્ટોક લિમિટ લગાવવા, બટાટા-ડુંગળીનો ઈમ્પોર્ટ વધારવા, અનાજ પર ઈમ્પોર્ટ ડ્યુટી ઘટાડવાથી ખાદ્ય વસ્તુઓની કિંમત ઓછી નથી થઈ. તેથી ડર એ વાતનો છે કે હાલની કિંમતો સામાન્ય ન થઈ જાય.

તો આર્થિક મામલાના સચિવ તરુણ બજાજે જણાવ્યું કે, ખાદ્ય પદાર્થોની વધેલી કિંમતો અસ્થાયી છે. તે વધારે દિવસ સુધી નહીં ટકે. આવશ્યક વસ્તુઓનો સપ્લાય સામાન્ય થઈ જવા પર કિંમતો ઓછી થવા લાગશે.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- તમે તમારા કામને નવું સ્વરૂપ આપવા માટે વધારે રચનાત્મક રીત અપનાવશો. આ સમયે શારીરિ રૂપથી પણ તમે પોતાને સ્વસ્થ અનુભવ કરશો. તમારા પ્રિયજનોની મુશ્કેલ સમયમાં તેમની મદદ કરવી તમને સુખ આપશે. નેગેટિ...

  વધુ વાંચો