ભાસ્કર એક્સપ્લેનર:અમેરિકા સહિત દુનિયાના અનેક દેશોમાં રેકોર્ડ સ્તર પર મોંઘવારી, ભારત પર એની શી અસર? જાણો બધું

17 દિવસ પહેલા
  • કૉપી લિંક

ભારત સહિત દુનિયામાં કિંમતો વધી રહી છે. અનેક દેશોમાં ડિમાંડ અનુસાર સામાન મળી રહ્યો નથી. આંતરરાષ્ટ્રીય કંપનીઓ અને ટ્રેડ એસોસિએશને આશંકા વ્યક્ત કરી છે કે એવી સ્થિતિ લાંબા સમય સુધી રહી શકે છે. સ્થિતિ સુધરવામાં વર્ષો લાગી શકે છે.

ગત સપ્તાહે અમેરિકાના લેબર ડિપાર્ટમેન્ટના રિપોર્ટમાં કહેવામાં આવ્યું કે ઓક્ટોબરમાં દેશમાં મોંઘવારી દર વધીને 6.2% થઈ ગયો. જ્યારે, ભારતની નેશનલ સ્ટેટિકલ ઓફિસ અનુસાર આપણા દેશમાં પણ મોંઘવારી દર વધીને 4.5% થઈ ગયો.

મોંઘવારી દર હોય છે શું? અમેરિકામાં વધતી મોંઘવારીની ભારત પર શી અસર પડશે? અમેરિકામાં મોંઘવારી શા માટે વધી રહી છે? શું માત્ર અમેરિકામાં આવું થઈ રહ્યું છે કે અન્ય દેશોમાં પણ? ક્યાં સુધી આ પ્રકારની સ્થિતિ રહેવાની આશંકા છે? આવો જાણીએ...

મોંઘવારી દર શું હોય છે?
આ એ દર છે જેમાં એક નિશ્ચિત સમય દરમિયાન ચીજોના ભાવ વધવા કે ઘટવાનો ખ્યાલ આવે છે. જેમ કે ભારતમાં મોંઘવારીની ગણતરી વાર્ષિક આધારે થાય છે. એટલે કે જો કોઈ મહિને મોંઘવારીનો દર 10% રહે છે તો તેનો અર્થ એ થયો કે ગત વર્ષે એ મહિનાના મુકાબલે આ વર્ષે ચીજોના ભાવ 10% વધી ગયા છે. સરળ ભાષામાં જો કોઈ ચીજના દામ ગત વર્ષે 100 રૂપિયા હતા તો 10% મોંઘવારી દરનો અર્થ તેનો ભાવ આ વર્ષે 110 રૂપિયા થઈ ગયા. મોંઘવારી દર વધવાથી લોકોની ખરીદ શક્તિ ઘટે છે.

અમેરિકામાં વધતી મોંઘવારી ચિંતાનું કારણ કેમ?
ભારતમાં મોંઘવારી દર 6.2% થવા પર ભલે કિંમતો વધુ વધી ન હોય પરંતુ અમેરિકામાં છેલ્લા ત્રણ દાયકામાં આ મોંઘવારી દરનો સૌથી મોટો આંકડો છે. અન્ય એક વાત અમેરિકાની ફેડરલ રિઝર્વ, યુએસ સેન્ટ્રલ બેન્કે માત્ર 2% મોંઘવારી દરનું લક્ષ્ય રાખ્યું હતું. તેનાથી એ અંદાજ લગાવી શકાય છે કે અમેરિકામાં વધેલી કિંમતો કેટલી વધુ છે.

મેં 2020 પછી અમેરિકામાં દર મહિને મોંઘવારી દર ઝડપથી વધી રહ્યો છે. અમેરિકન અર્થશાસ્ત્રી અને પોલિસીમેકર કોરોનાના કારણે લાંબી મંદીમાંથી બચવાની કોશિશો પર કામ કરી રહ્યા હતા. તેમાં વધતી મોંઘવારીએ આ બધાને ચોંકાવી દીધા છે.

વધતી મોંઘવારીનું કારણ શું છે?
સામાન્ય રીતે મોંઘવારી ત્યારે વધે છે જ્યારે ડિમાંડ વધે અથવા તો સપ્લાઈ ઓછી થઈ જાય. અમેરિકામાં બંને વધતી મોંઘવારીનાં કારણો છે. કોરોના વિરુદ્ધ ઝડપથી વેક્સિનેશન થવાના કારણે અમેરિકાની ઈકોનોમી ઝડપથી સુધરી છે.

આશાથી વધુ ઝડપથી થયેલા આ સુધારાના કારણે ડિમાંડ વધી છે. તેની સાથે જ સરકારના પેકેજના કારણે ગ્રાહકોને રાહત મળી. કોરોનામાં જે લોકોની નોકરી ગઈ તેમને પણ આ પેકેજે ખૂબ મદદ કરી. આ તમામે ડિમાંડ વધારી.

ડિમાંડમાં આ રિકવરીના હિસાબે સપ્લાઈ વધી ન શકી. ડિમાંડ સપ્લાઈનો આ ગેપ મોંઘવારી વધવાનું કારણ બન્યો. કેટલાક એક્સપર્ટસના મતે કોરોનાના સમયમાં કરાયેલી સરકારી મદદે મોંઘવારીની સ્થિતિને બગાડવાનું કામ કર્યુ છે. એક્સપર્ટ્સ કહે છે કે ઉત્પાદન માટે જરૂરી ચીજોનો અભાવ છે. આ કારણથી નવો સામાન બજારમાં આવી જ રહ્યો નથી. સામાનના અભાવે કિંમતો વધી રહી છે.

કોરોના મહામારીના કારણે 2020માં અમેરિકા સહિત સમગ્ર દુનિયામાં લોકડાઉન જેવી સ્થિતિઓ બની. દુનિયાભરની અર્થવ્યવસ્થાઓ ડગમગી ગઈ. અનેક કંપનીઓએ કર્મચારીઓને નોકરીમાંથી રવાના કરી દીધા. પ્રોડક્શનમાં ખૂબ કાપ મૂકવામાં આવ્યો.

આ કારણથી દુનિયાભરમાં ફેલાયેલી આ કંપનીઓની સપ્લાઈ ચેઈન પર પણ અસર પડી. સામાન્ય સમયમાં પણ સપ્લાઈ ચેઈનને વ્યવસ્થિત રાખવામાં સમય લાગે છે. કોરોનાના કારણે લાંબા સમય સુધી પ્રભાવિત રહેલી સપ્લાઈ ચેઈન નોર્મલ થવામાં સમય લાગી રહ્યો છે. કોરોનાથી પ્રભાવિત ઈકોનોમી જે ઝડપથી રિકવર થઈ એ ઝડપથી સપ્લાઈ ચેઈન રિકવર ન થઈ શકી. ડિમાંડ અને સપ્લાઈમાં વધતા અંતરે મોંઘવારી વધારી દીધી.

શું માત્ર અમેરિકા વધી રહી છે મોંઘવારી?
ના, એવું નથી. દુનિયાભરની મોટી અર્થવ્યવસ્થાઓને વધતી મોંઘવારીએ ચોંકાવ્યા છે. જર્મની હોય કે ચીન કે પછી જાપાન આ બધા દેશ અત્યારે મોંઘવારીથી પરેશાન છે. જેમ કે જાપાનમાં પ્રોડક્શન પ્રાઈઝ ઈન્ડેક્શન 40 વર્ષના ઉચ્ચતમ સ્તરે છે.

શું માત્ર કોરોના જ આ મોંઘવારીનું કારણ છે?
એવું ન કહી શકાય. ડિમાંડ સપ્લાઈમાં આવેલા આ ગેપનું એક કારણ ગ્લોબલ વોર્મિંગ પણ છે. વિતેલા કેટલાક સમયથી ધરતીના વધતા તાપમાનના કારણે મોસમમાં ઘણો ફેરફાર આવ્યો છે. આ કારણથી દુનિયાના અનેક હિસ્સામાં પાક બરબાદ થયો છે. ક્યાંક ભારે વરસાદ તો ક્યાંક દુષ્કાળે ઘણું નુકસાન પહોંચાડ્યું છે. જેમકે ભારતમાં જ વરસાદ અને તોફાને શાકભાજીને નુકસાન પહોંચાડ્યું તો અમેરિકામાં પણ આ કારણથી કપાસની ખેતી ખરાબ થઈ ગઈ. બ્રાઝિલમાં બરફવર્ષા અને દુષ્કાળના કારણે કોફીનો પાક બરબાદ થઈ ગયો.

જ્યારે સામાન પહોંચાડવા માટે સમુદ્ર પર નિર્ભરતા પણ આ ડિમાંડ-સપ્લાઈના ગેપનું અન્ય એક કારણ છે. વિતેલા કેટલાક સમયમાં દક્ષિણ ચીન અને અમેરિકામાં અનેક પ્રકારના પ્રતિબંધો લગાવવામાં આવ્યા. આ કારણથી ડૉક સુધી પહોંચનારા જહાજમાંથી સામાન ઉતારવામાં ઘણો સમય લાગે છે. જે કન્ટેનર અગાઉ બે મહિનામાં ચીનથી અમેરિકા જઈને પરત આવતા તે હવે ત્રણ મહિનામાં પરત આવી રહ્યા છે. તેની સાથે જ બ્રિટન, યુરોપ સહિત અનેક સ્થળે લેબરનો અભાવ, ટ્રક ડ્રાઈવર અને ગોદામ કર્મચારીઓના અભાવે સપ્લાઈ ચેઈન પણ ખરાબ રીતે પ્રભાવિત થઈ છે.

શું ભારતમાં પણ મોંઘવારી વધી રહી છે?
મહામારીના સમયમાં દુનિયાના મોટાભાગના દેશો જ્યારે વધતી મોંઘવારીથી પરેશાન છે. ત્યારે ભારત એ દેશોમાં સામેલ છે જેમણે મોંઘવારી વધવાનું અનુમાન લગાવ્યું હતું. કોરોનાએ અહીં પણ સ્થિતિને ખરાબ કરી છે. ભારતમાં ડિમાંડ હજુ પણ પ્રી-કોરોનાના લેવલ પર પહોંચી નથી. તેના પછી પણ મોંઘવારી વધી છે.

એ પણ ઘણું રસપ્રદ છે કે સપ્ટેમ્બર 2020માં ભારતીય અર્થવ્યવસ્થાના ટેકનીકલ રીતે મંદીમાં પ્રવેશ પછી પણ RBIએ મે-2020માં વ્યાજ દરોમાં ફેરફાર કર્યો નહોતો. તેનું કારણ એ છે કે ભારતમાં મોંઘવારી દર હજુ ચિંતાજનક સ્તરની નજીક કે તેનાથી ઉપર છે. જો કે, રાહતની વાત એ છે કે છેલ્લા કેટલાક મહિનાઓણાં તેમાં ઘટાડો આવ્યો છે. અને મોંઘવારી દર 5%થી નીચે પહોંચ્યો છે.

તો શું હવે ભારતમાં મોંઘવારીની ચિંતા સમાપ્ત થઈ રહી છે?
એવું કહેવું અત્યારે ઉતાવળ કહેવાશે. ભારતમાં મોંઘવારી દર હજુ પણ વધારે છે. જ્યારે ડિમાંડ હજુ જૂના સ્તર પર પહોંચી નથી. એવામાં ડિમાંડ વધવા પર તે હજુ પણ વધવાનો ખતરો છે. જો કે ઓવરઓલ મોંઘવારી દર હજુ પણ નિયંત્રણમાં દેખાય છે. તેના પછી પણ મૂળ ફુગાવો ચિંતાનું કારણ છે. મૂળ ફુગાવાનો દર એ મોંઘવારી દર હોય છે જેમાં આપણે ખાવાની ચીજો અને ઈંધણના ભાવને અવગણીએ છીએ. સામાન્ય રીતે ખાનપાનની ચીજો અને ઈંધણના ભાવ ખૂબ ઝડપથી વધે ઘટે છે. ભારતમાં અત્યારે મૂળ ફુગાવાનો દર 6%થી વધુ છે. દુનિયાભરમાં વધતી મોંઘવારીના કારણે ભારતમાં સ્થિતિ વધુ બગડવાની આશંકા છે.

અન્ય દેશોમાં ચીજોના ભાવ વધવા-ઘટવાની ભારત પર કેવી અસર થઈ શકે છે?
દુનિયાભરમાં જ્યારે ભાવ વધે છે તો ઈમ્પોર્ટ ઈન્ફ્લેશન વધે છે. બીજા શબ્દોમાં કહીએ તો વિદેશોમાંથી આવનારી દરેક ચીજ મોંઘી થઈ જાય છે. આ સાથે જ અમેરિકા જેવા દેશોમાં મોંઘવારી વધવા પર ત્યાંની સેન્ટ્રલ બેન્ક ફુગાવા નીતિ પર પુનર્વિચાર કરી શકે છે. તેનાથી ઈન્ટરેસ્ટ રેટ વધી શકે છે. આનાથી ભારતીય અર્થવ્યવસ્થા પર બે મોટી અસર થશે. પ્રથમ-એ ભારતીય કંપનીઓ કે જે વિદેશોમાંથી ફંડ રેઈઝ કરે છે તેમને એ મોંઘુ પડશે. બીજું-તેના પછી RBI પણ વ્યાજ દર વધારી શકે છે.