ભાસ્કર એક્સપ્લેનર:હર્ડ ઇમ્યુનિટી બની છે કે નહીં એના સંકેત આપે છે સીરો સરવે; ભારતમાં કેટલા લોકોના શરીરમાં એન્ટિબોડી છે; જાણો આ વિશેની તમામ માહિતી

5 મહિનો પહેલાલેખક: આબિદ ખાન
  • કૉપી લિંક

દેશમાં કોરોનાના નવા કેસ હવે ઘટવા લાગ્યા છે. શનિવારે કોરોનાના 1 લાખ 14 હજાર 415 કેસ સામે આવ્યા હતા. એ 2 મહિનામાં એક દિવસમાં મળેલા નવા પોઝિટિવ કેસમાં સૌથી ઓછા છે. એવું કહેવામાં આવે છે કે બીજી લહેર ધીમી પડી રહી છે. સીરો સરવેમાં જણાવ્યા પ્રમાણે, જાન્યુઆરી સુધી 21 ટકા વસતિ સંક્રમિત થઈ ચૂકી હતી. જે બીજી લહેર આવી છે એમાં આશરે એક કરોડ કેસ સામે આવ્યા છે. હવે વધારે વિગતો મેળવવા માટે ઈન્ડિયન કાઉન્સિલ ઓફ મેડિકલ રિસર્ચ (ICMR)દેશમાં ચોથો સીરો સરવે તૈયાર કરી રહ્યું છે. એનાથી હર્ડ ઈમ્યુનિટી અંગે ચિત્ર કંઈક હસ્તક સ્પષ્ટ થઈ જશે. ચાલો જાણીએ સીરો સરવે શું હોય છે, કેવી રીતે થાય છે અને કોવિડ-19ને સમજવામાં એ કેવી રીતે ઉપયોગી બને છે.

સીરો સરવે શું હોય છે?
સીરો સરવે સેરોલોજી ટેસ્ટથી થાય છે. એમાં બ્લડ સેમ્પલ લઈ ટેસ્ટ કરવામાં આવે છે. કોઈ ખાસ ઈન્ફેક્શન સામે બનેલી એન્ટિબોડીની તપાસ થાય છે. જ્યારે પણ કોઈ વાયરસ તમારા શરીરમાં આવે છે તો શરીરની ઈમ્યુન સિસ્ટમ એ વાયરસ સામે એન્ટિબોડી તૈયાર કરે છે. આ એન્ટિબોડી આશરે એક મહિના સુધી તમારા બ્લડમાં રહે છે. સીધો અર્થ છે કે જો તમારા શરીરમાં એન્ટિબોડી બની છે તો તેને અર્થ એવો થાય છે કે તમે વાયરસથી ઈન્ફેક્ટ થયા હતા.

સીરો સરવે કેવી રીતે કરવામાં આવે છે?
સીરો સરવે માટે રેંડમ સેમ્પલિંગ કરવામાં આવે છે. ગયા વર્ષે દેશમાં પહેલો સીરો સર્વે કરવામાં આવ્યો હતો, ત્યારે દેશને 2 ભાગમાં વહેંચવામાં આવ્યો હતો. પહેલા ભાગમાં એ શહેર અથવા જિલ્લા હતા, જેમાં ઈન્ફેક્શન રેટ સૌથી વધારે હતો. આ શહેરોમાં 5 કન્ટેન્મેન્ટ ઝોન પસંદ કરવામાં આવ્યા હતા. દરેક કન્ટેન્મેન્ટ ઝોનથી 10-10 લોકોનાં બ્લડ સેમ્પલ લેવામાં આવ્યાં હતાં.

બીજા હિસ્સામાં આશરે 60 જિલ્લા અથવા શહેરની પસંદગી કરવામાં આવતી, જેમાં કોરોનાના કન્ફર્મ કેસના આધારે લો, મીડિયમ અને હાઈ કેટેગરીમાં વિભાજિત કરવામાં આવી. આ તમામ જગ્યાથી 10 કન્ટેન્મેન્ટ ઝોમાંથી સેમ્પલ મેળવવામાં આવતા. એટલે એવો પ્રયત્ન થાય છે કે દેશના મોટા ભાગના વિસ્તારોમાંથી અલગ-અલગ વર્ગના લોકોના નમૂના લેવામાં આવે, જેથી યોગ્ય અને સચોટ આંકડા મળી શકે.

સીરો સર્વે કેટલો જરૂરી છે?

કોરોના મહામારી સમગ્ર તબીબીજગત માટે નવો છે. એ અંગે વૈજ્ઞાનિકો અને ડોક્ટરો પાસે અગાઉથી માહિતી ઉપલબ્ધ નથી. માટે મહામારી સાથે જોડાલા પાયાગત પ્રશ્નોનો જવાબ મેળવા માટે સીરો સર્વે કરવામાં આવે છે, જેથી ભવિષ્યમાં બીમારી સામે લડવા માટેની રણનીતિ તૈયાર કરી શકાય. સીરો સરવે મારફત વૈજ્ઞાનિકો અને ડોક્ટર આ પ્રશ્નોના જવાબ મેળવવાનો પ્રયત્ન કરે છે.

  • જે લોકોમાં એન્ટિબોડી બની છે એ ઈન્ફેક્શન રોકવાની દીવાલની માફક કામ કરે છે. એને હર્ડ ઈમ્યુનિટી કહેવામાં આવે છે. સીરો સરવેથી એ અંગે જાણવામાં મદદ મળે છે.
  • સીરો સરવેથી જાણવા મળ્યું છે કે દેશની કેટલી વસતિમાં એન્ટિબોડી છે. નિષ્ણાતોના મતે જ્યારે 60-70 ટકા વસતિમાં એન્ટિબોડી ડેવલપ થઈ જશે. ત્યારે હાર્ડ ઈમ્યુનિટી બની જશે.
  • દેશના કેટલા વિસ્તારોમાં અને કેટલી ઉંમરના લોકોમાં ઈન્ફેક્શન વધારે છે? એ અંગે લોકો કોરોનાથી ઈન્ફેક્શન થયા છે તથા ઈન્ફેક્ટેડ લોકોમાં એન્ટિબોડી ક્યાં સુધી રહેશે?

અત્યારસુધીમાં દેશમાં કેટલા સીરો સરવે થયા અને એમાં શું પરિણામો આવ્યાં?
ICMRએ દેશમાં પહેલો સીરો સરવે મે,2020માં કર્યો હતો. ત્યાર બાદ 2 વધુ સીરો સરવે કરવામાં આવેલો. અંતિમ સીરો સરવે 17 ડિસેમ્બર,2020થી 8 જાન્યુઆરી,2021 વચ્ચે થયો હતો. આ સરવેનાં પરિણામોમાં જાણવા મળ્યું હતું કે દેશની 21.5 ટકા વસતિ કોરોનાથી સંક્રમિત થઈ ચૂકી છે. ત્યારે 80 ટકા લોકોમાં કોરોના સંક્રમણ ફેલાવાનું જોખમ છે.

સમગ્ર દેશમાં રેન્ડમ સેમ્પલિંગના આધારે 28 હજાર 589 લોકો વચ્ચે આ સરવે કરવામાં આવ્યો હતો. પહેલા સીરો સરવેમાં 18 વર્ષથી વધારે ઉંમરના લોકોનો સમાવેશ કરવામાં આવ્યો હતો. ત્યાર બાદ બન્ને સરવેમાં 10 વર્ષથી વધારે ઉંમરનાં બાળકોનો સમાવેશ થતો હતો. વિવિધ શહેરો અને રાજ્યોએ પોતાના લેવલ પર સીરો સરવે પણ કરાવ્યો છે.

શું ભારતમાં હર્ડ ઈમ્યુનિટી વિકસિત કરવા યોગ્ય વસતિમાં એન્ટિબોડી મોજૂદ છે?
હર્ડ ઈમ્યુનિટી 2 પ્રકારથી હાંસલ થઈ શકે છે. પહેલી પદ્ધતિ છે વધારે ને વધારે લોકોને વેક્સિનેટ કરવામાં આવે. બીજી પદ્ધતિ છે કે વસતિનો મોટો હિસ્સો વાયરસથી ઈન્ફેક્ટ થઈ એન્ટિબોડી ડેવલપ કરે. આ બન્ને માપદંડ પર જોવા જઈએ તો ભારતમાં હર્ડ ઈમ્યુનિટી ઘણી દૂર છે.

દેશમાં 23 કરોડ લોકોને વેક્સિન આપવામાં આવી છે. આ કુલ વસતિના ફક્ત 13 ટકા છે. બીજી બાજુ સીરો સરવેમાં 21 ટકા વસતિમાં જ એન્ટિબોડી થયાની પૃષ્ટિ થઈ છે. કોરોનાની બીજી લહેરમાં આ આંકડા વધે એ જરૂરી હશે, પણ શું એ હર્ડ ઈમ્યુનિટી સુધી પહોંચી શકાય છે? એની જાણકારી સીરો સરવેમાં જ મળશે.

ચોથો સીરો સરવે ક્યારે કરી શકાય છે?
IMCR આ મહિને દેશમાં ચોથો સીરો સરવે શરૂ કરશે. કોરોનાની ત્રીજી લહેરમાં બાળકોમાં સંક્રમણ ફેલાવાની આશંકા વચ્ચે આ સરવેમાં 6 વર્ષથી મોટી ઉંમરનાં બાળકોનો સમાવેશ કરવામાં આવશે. આ અગાઉ થયેલા સરવેમાં ફક્ત 10 વર્ષથી મોટી ઉંમરનાં બાળકોનો સમાવેશ કરવામાં આવ્યો હતો. આ સાથે બીજી લહેરમાં ગ્રામીણ વિસ્તારોમાં સંક્રમણ ફેલાવાના કેસોને ધ્યાનમાં રાખી ચોથો સીરો સરવેનું ફોકસ ગ્રામીણ વિસ્તારો પર વધારે રહેશે.

સીરો સરવેથી શું જાણી શકાતું નથી?

  • સીરો સરવેથી એ જાણી શકાય છે કે કેટલા લોકોના શરીરમાં એન્ટિબોડી છે, પણ શું આ એન્ટિબોડી વાયરસ સામે લડવા માટે સક્ષમ છે કે નહીં એ જાણી શકાતું નથી. દરેક વ્યક્તિની ઈમ્યુનિટી લેવલ અલગ-અલગ હોય છે, માટે એ કહી શકાય તેમ નથી કે જે લોકોમાં પણ એન્ટિબોડી છે તે તમામ કોરોના સામે ઈમ્યુન પણ છે.
  • આ સાથે હર્ડ ઈમ્યુનિટી મેળવવા માટે કેટલા ટકા વસતિમાં એન્ટિબોડી હોવી જરૂરી છે, એનો પણ ચોક્કસ આંકડો વિજ્ઞાનિકો પાસે નથી. સીરો સરવેથી કેટલા ટકા વસતિમાં એન્ટિબોડી છે એ જાણી શકાય છે, પણ શું એ હર્ડ ઈમ્યુનિટી મેળવા માટે પર્યાપ્ત છે એ અંગે માહિતી મળી શકતી નથી.