તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

ભાસ્કર એક્સપ્લેનર:એક વર્ષમાં ભારતીયોએ ઈમ્યુનિટી બૂસ્ટર દવાઓ પર ખર્ચ કર્યા 15 હજાર કરોડ; જાણો એ હોય છે શું અને તમારી તબિયત પર તેની શું અસર થાય છે?

3 મહિનો પહેલાલેખક: આબિદ ખાન
  • કૉપી લિંક

કોરોના કાળમાં ઈમ્યુનિટી શબ્દનો ઉપયોગ સૌથી વધુ થયો છે. ઈમ્યુનિટી એટલે કે રોગ પ્રતિકારક શક્તિ. આપણા શરીરની એ શક્તિ, જે આપણને કોઈપણ વાયરસ સામે લડવાની તાકાત આપે છે. કોરોનાના આ સમયમાં લોકોએ ઈમ્યુનિટી વધારવા માટે અલગ-અલગ પ્રકારના જતન કર્યા.

કોઈ રોજ કસરત કરવા લાગ્યું તો કોઈએ સવાર-સાંજ ઉકાળા પીવાનું શરૂ કરી દીધું. ઓલ ઈન્ડિયા ઓર્ગેનાઈઝેશન ઓફ કેમિસ્ટ્સ એન્ડ ડ્રગિસ્ટ્સ(AIOCD)ના રિપોર્ટમાં વધુ એક ખુલાસો થયો છે. રિપોર્ટમાં જણાવાયું છે કે ભારતીયોએ વર્ષ 2020માં ઈમ્યુનિટી વધારવા માટે વિટામીન સપ્લીમેન્ટ્સ અને ઈમ્યુનિટી બૂસ્ટર્સ પર લગભગ 15 હજાર કરોડ રૂપિયા ખર્ચ કર્યા છે. આ વર્ષ 2019ના મુકાબલે લગભગ 5 ગણુ વધારે છે.

ઈમ્યુનિટી બૂસ્ટર્સ શું હોય છે? તેના શું લાભ અને નુકસાન હોય છે? કોરોનાએ કેવા પ્રકારના વેચાણને વધાર્યુ છે? આવો સમજીએ...

ઈમ્યુનિટી બૂસ્ટર્સ શું હોય છે?
ઈમ્યુનિટી બૂસ્ટર એટલે કે દવાઓ કે જે તમારી ઈમ્યુનિટીને વધારવાનો દાવો કરે છે. તેમાં મલ્ટી વિટામીન, મિનરલ્સ, એમીનો એસિડ અને એ પ્રકારના બાકીના પોષક તત્વો આવે છે. આ દવાઓ તમને ટેબલેટ, કેપ્સુલ, લિક્વિડ કે પાઉડર ફોર્મમાં આપવામાં આવે છે. આ દવાઓ દ્વારા તમને વિટામીન, મિનરલ્સ, ઝિંક અને બાકીના પોષક તત્વો આપવામાં આવે છે.

કોરોનાએ આ સપ્લીમેન્ટ્સના વેચાણને કઈ રીતે વધાર્યુ?
કોરોનાએ સમગ્ર દુનિયામાં આરોગ્યને સૌથી વધુ પ્રાયોરિટીવાળા મુદ્દામાં સામેલ કરી દીધું છે. લોકો પોતાની હેલ્થ પર વધુ ધ્યાન આપવા લાગ્યા છે. કોરોનાના ફેલાવાનો સીધો સંબંધ શરીરની ઈમ્યુન સિસ્ટમ સાથે છે. ઈમ્યુન સિસ્ટમ જેટલી નબળી હશે, વાયરસના ફેલાવાનું જોખમ એટલું જ વધુ હશે. આથી લોકોએ ઈમ્યુન સિસ્ટમ મજબૂત કરવા માટે આ દવાઓની જોરદાર ખરીદી કરી. લોકોમાં આરોગ્ય અંગે જાગૃતિ અને ડર બંને વધ્યા છે. તેનાથી પણ આ સપ્લીમેન્ટ્સની માગ વધી છે.

કોરોનાએ વધારી ફાર્મા કંપનીઓની કમાણી

  • જૂન 2020માં ગ્લેનમાર્ક ફાર્માએ એન્ટીવાયરલ ડ્રગ ફેવિપિરાવિર લોન્ચ કરી હતી. કંપનીએ માત્ર આ દવાથી છેલ્લા એક વર્ષમાં 975 કરોડ રૂપિયા કમાયા છે. કુલ 1220 કરોડ રૂપિયાની આ દવાનું વેચાણ થયું છે.
  • ગત એક વર્ષમાં રેમડેસિસિવિરનું 833 કરોડ રૂપિયાનું વેચાણ થયું છે. આ દવાથી સિપલાએ 309 કરોડ અને કેડિલાએ 215 કરોડ રૂપિયા કમાયા.
  • એન્ટીબાયોટિક ડ્રગ એઝિથ્રોમાયસીનનું 992 કરોડ રૂપિયાનું વેચાણ થયું. ગત એક વર્ષમાં આ દવાના વેચાણમાં 38%નો નફો થયો છે.
  • હેલ્થ સપ્લીમેન્ટ રિવાઈટલ અને પ્રોટિનેક્સના વેચાણમાં પણ 52% અને 64%નો ઉછાળો જોવા મળ્યો.

ફાર્મા કંપનીઓએ જે દવાઓ સીધી હોસ્પિટલ્સને વેચી છે, તેને આ રિપોર્ટમાં જોડવામાં આવ્યો નથી. તે સામેલ કર્યા પછી આ આંકડો વધુ હોઈ શકે છે.

કેટલું મોટું હોઈ શકે છે ઈમ્યુનિટી બૂસ્ટર ડ્રગ્સનું માર્કેટ?
ફોર્ચ્યુન મેગેઝિન અનુસાર, 2020માં ગ્લોબલ ઈમ્યુન હેલ્થ સપ્લીમેન્ટ માર્કેટ 1.47 લાખ કરોડ રૂપિયાનું હતું. 2028 સુધી તે 2.3 લાખ કરોડ રૂપિયા હોવાનો અંદાજ છે. આ દરમિયાન આ માર્કેટ વર્ષે 6.6%ના દરે વધી શકે છે. આ ડ્રગ્સ માટે સૌથી મોટું માર્કેટ નોર્થ અમેરિકા છે. દુનિયાભરમાં ઉપયોગમાં લેવાનાર કુલ ઈમ્યુનિટી બૂસ્ટર ડ્રગ્સનું 36% કન્ઝમ્પ્શન માત્ર નોર્થ અમેરિકામાં થાય છે.

કોરોનાના ડરે અન્ય કઈ પ્રોડક્ટ્સનું વેચાણ વધાર્યુ?
આયુષ મંત્રાલય અને વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ઈમ્યુનિટી વધારવા માટે ઉકાળાનો ઉપયોગ કરવાનું કહ્યું હતું. રિસર્ચ કંપની Kantarના એક રિપોર્ટ અનુસાર, કોરોનાની બીજી લહેરમાં 91% ભારતીયઓએ ઉકાળા કે ઈમ્યુનિટી વધારનારી દવાઓનો ઉપયોગ કર્યો છે. આનાથી બજારમાં રેડીમેડ ઉકાળાનું વેચાણ જોરદાર વધ્યું છે. આયુર્વેદિક ઉત્પાદન બનાવતી હિમાલય અને ડાબર જેવી અનેક કંપનીઓએ આ દરમિયાન મધ, અશ્વગંધા, ગિલોય, ચ્યવનપ્રાસના વેચાણમાં 5%નો ઘટાડો આવ્યો હતો, ત્યાં 2020માં 132 %નો ઉછાળો જોવા મળ્યો. માત્ર એપ્રિલમાં જ મધ, ગ્રીન ટી, લીમડો, તુલસીથી બનેલા પેય પદાર્થો અને સાબુનું વેચાણ 60%થી લઈને 157% સુધી વધ્યું છે.

ડાયેટિશિયન ડોક્ટર વિનીતા જયસ્વાલ પાસે સમજીએ આ સપ્લીમેન્ટ્સના નુકસાન શું-શું છે અને કઈ રીતે તમને તમારી ઈમ્યુન સિસ્ટમને મજબૂત કરી શકો છો

આ સપ્લીમેન્ટ્સના શું નુકસાન છે?

  • લોકોએ કોરોનાના ડરથી દરેક પ્રકારની ઈમ્યુનિટી બૂસ્ટર દવાઓનો ઉપયોગ કર્યો. આ કારણથી શરીરમાં આ દવાઓનો ઓવરડોઝ થઈ ગયો અને આ દવાઓ ઈમ્યુનિટી વધારવાના બદલે બીમારીઓ વધવા લાગી. આ દવાઓના ઓવરડોઝથી ખંજવાળ, અનિંદ્રા, ડિપ્રેશન અને કિડની સ્ટોન પણ થઈ શકે છે.
  • મોટાભાગના મલ્ટી વિટામીન વોટર સોલ્યુબલ હોય છે, તેમની શરીર પર કોઈ આડઅસર થતી નથી. વોટર સોલ્યુબલ એટલે શરીરની આવશ્યકતા પૂરી કર્યા પછી બાકી મલ્ટી વિટામીનને આપણું શરીર ખુદ પેશાબના માર્ગે બહાર કાઢી નાખે છે. પરંતુ જે મલ્ટી વિટામીન વોટર સોલ્યુબલ હોતા નથી, તે શરીરમાં એકત્ર થઈને ટોક્સિસિટી વધારે છે.
  • શરીરની બનાવટ અને શારીરિક પ્રવૃતિઓના હિસાબે સૌની ઈમ્યુનિટી અને ડાયેટ અલગ-અલગ હોય છે. જો તમે ખુદ જ ઈમ્યુનિટી બૂસ્ટર દવાઓ લેશો તો તે તમને નુકસાન પહોંચાડી શકે છે.

કેવી રીતે વધારી શકાય છે ઈમ્યુનિટી?
ઈમ્યુનિટી બેલેન્સ રાખવાનો સૌથી ઉત્તમ ઉપાય ખુદના ખાનપાન પર ધ્યાન આપવો એ છે. ન વધુ ખાઓ, ન ઓછું ખાઓ. ઘી-તેલનો ઉપયોગ ઓછો કરો. ખાવામાં મીઠી ચીજોનો ઉપયોગ ઓછામાં ઓછો કરો. સૂકા મેવા, સિઝનલ ફળો-શાકભાજી અને લિક્વિડ ડાયેટ વધુ લો.

તેનાથી તમારા શરીરની ઈમ્યુનિટી નેચરલ રીતે જ જળવાઈ રહેશે અને તમને આ સપ્લીમેન્ટ્સ લેવાની જરૂર નહીં રહે. અહીં ધ્યાન રાખવાની વાત એ છે કે શરીરની ઈમ્યુનિટી એક-બે દિવસમાં નહીં સુધરી શકે. તેનો સીધો સંબંધ તમારા ડાયેટ અને લાઈફસ્ટાઈલ સાથે છે. કોઈ પરિચિત કે દોસ્ટની સલાહ પર કે ગૂગલ સર્ચ કરીને કોઈપણ સપ્લીમેન્ટ લેવાનું શરૂ ન કરો. ડાયેટિશિયનની સલાહ લો, તેના આધારે જ આ સપ્લીમેન્ટ્સ લેવા જોઈએ.