તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App
  • Gujarati News
  • Dvb original
  • Explainer
  • India Coronavirus Vaccine Phase Wise Status Latest Update | Coronavirus Vaccine Price Per Dose In UAE Dubai France Italy UK And When Will Corona End?

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

ભાસ્કર ડેટા સ્ટોરી:દરરોજ 13 લાખ લોકોને વેક્સિન લાગશે ત્યારે ઓગસ્ટ સુધી 30 કરોડ વેક્સિનેટ થશે

15 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • 16 જાન્યુઆરીથી વેક્સિનેશન શરુ થશે, શરુઆતમાં 3 કરોડ હેલ્થેકેર અને ફ્રન્ટલાઈટ વર્કર્સને વેક્સિન અપાશે
  • 33 રાજ્યો/કેન્દ્રશાસિત પ્રદેશોના 615 જિલ્લાઓમાં 4895 સાઈટ્સ પર ડ્રાય રન થયો, અહીં કોરોના વેક્સિનેશન થશે

ભારતમાં કોરોનાવાઈરસને રોકવા માટે 16 જાન્યુઆરીથી વેક્સિનશેનશ શરૂ થઈ રહ્યું છે. ફેઝ-1માં 3 કરોડ હેલ્થકેર અને ફ્રન્ટલાઈન વર્કર્સને વેક્સિન લાગશે. ત્યારબાદ 50 વર્ષથી વધુ ઉંમર ધરાવતા લોકો અને 50 વર્ષથી ઓછી ઉંમરના હાઈ રિસ્કમાં આવનારા 27 કરોડ લોકોને વેક્સિન અપાશે. અર્થાત ઓગસ્ટ 2021 સુધી 30 કરોડ લોકોનાં પ્રાયોરિટી લિસ્ટને વેક્સિન આપવાની તૈયારી છે.

SBI રિસર્ચના નવા રિપોર્ટ પ્રમાણે, સરકારે તેનો ટાર્ગેટ પૂરો કરવા હોય તો દરરોજ 13 લાખ લોકોને વેક્સિન આપવી પડશે. આ એક મોટો પડકાર છે કારણ કે ચીન સિવાય કોઈ પણ દેશમાં આટલી મોટી સંખ્યામાં એક દિવસે વેક્સિનેશન થયું નથી. ચીનનો પણ 2 જ દિવસનો ડેટા ઉપલબ્ધ છે, જેમાં તેણે 22.5 લાખ લોકોને એક જ દિવસમાં વેક્સિનેટ કર્યા છે અને 2 દિવસમાં આશરે 45 લાખ લોકોને વેક્સિન આપી છે. અમેરિકામાં દરરોજ 5.37 લાખ અને યુકેમાં 4.72 લાખ લોકોને વેક્સિનેટ કરવામાં આવ્યા.

આ પડકારનો ભારત કેવી રીતે સામનો કરશે?
વેક્સિનેશનની આખી પ્રક્રિયામાં વેક્સિનેટરની ભૂમિકા મહત્ત્વની રહેશે. નેશનલ લેવલ પર ટ્રેનર્સને ટ્રેનિંગ અપાઈ છે, જેમાં 2360 માસ્ટર ટ્રેનર તૈયાર કરવામાં આવ્યા છે. તેમાં રાજ્યોના વેક્સિનેશન અધિકારી, કોલ્ડ ચેન અધિકારી, ડેવલપમેન્ટ પાર્ટનર્સ અને અન્ય લોકો સામેલ હતા.
આશરે 61,000 પ્રોગ્રામ મેનેજર્સ, 2 લાખ વેક્સિનેટર્સ અને વેક્સિનેશન ટીમના 3.7 લાખ અન્ય મેમ્બર્સને ટ્રેનિંગ અપાઈ છે. તેમને રાજ્ય, જિલ્લા અને બ્લોક લેવલે ટ્રેનિંગ અપાઈ છે. શુક્રવારે 33 રાજ્યો/કેન્દ્રશાસિત પ્રદેશોના 615 જિલ્લા, 4895 સાઈટ્સ પર ડ્રાય રન કરવામાં આવ્યો. અત્યાર સુધીની યોજના અનુસાર, દરેક સાઈટ પર 100થી 200 લોકો વેક્સિનેટ કરવામાં આવશે.

શરુઆતમાં વેક્સિનની ઉપલબ્ધતા સીમિત રહેવાની છે. સીરમ ઇન્સ્ટિટ્યૂટ ઓફ ઇન્ડિયાએ ઓક્સફર્ડ/એસ્ટ્રેઝેનેકાના આશરે 10 કરોડ ડોઝ આપવાની તૈયારી કરી છે. આટલા જ ડોઝ ભારત બાયોટેક કોવેક્સિન પણ આપવાની છે. બંને કંપનીઓએ કોરોના વેક્સિન બનાવવા માટે નવી ફેસિલીટી બનાવી છે. જે માર્ચ કે એપ્રિલમાં કામ કરવાનું શરુ કરી દેશે. તેનાથી પ્રોડક્શન વધી જશે અને વેક્સિનની અવેલેબિલિટી પણ.

આ દરમિયાન અન્ય વેક્સિન કેન્ટિડેટ્સ (ઝાયડસ કેડિલાની વેક્સિન સહિત અન્ય)ને પણ માર્ચ પછી મંજૂરી મળે તેવી આશા છે. એટલે કે માર્ચ અને એપ્રિલ પછી વેક્સિન મળશે અને સાથે જ વેક્સિનેશનની સ્પીડ પણ વધશે. તેનાથી ઓગસ્ટ 2021 સુધી 30 કરોડ લોકોને વેક્સિનેટ કરવાનો ટાર્ગેટ પૂરો થઈ શકે છે.

સરકારને કેટલો ખર્ચો આવશે?
હજુ સુધી કિંમતને લઈને કોઈ ચોખવટ કરી નથી. સીરમ ઇન્સ્ટિટ્યૂટ ઓફ ઇન્ડિયાના CEO અદાર પૂનાવાલાનું માનીએ તો એક વેક્સિન 3 ડોલર એટલે કે 250 રૂપિયામાં સરકારને મળશે. અન્ય કોઈ વેક્સિનની કિંમત હજુ સુધી નક્કી થઈ નથી.

એ પછી SBI રિસર્ચે પ્રતિ વ્યક્તિ વેક્સિન લગાવવાનો ખર્ચ 100થી 150 રૂપિયા કહ્યો છે. એટલે કે 30 કરોડ લોકોને વેક્સિનેટ કરવા સરકારે 21 હજારથી 27 હજાર કરોડ રૂપિયાનો ખર્ચ કરવો પડી શકે છે.

આ જ રીતે બાકી રહેલી 50 કરોડ વસતીને ડિસેમ્બર 2022 સુધી વેક્સિનેટ કરવામાં 35 હજારથી 45 હજાર રૂપિયા ખર્ચ થશે. એ પછી પણ કોરોના વેક્સિનેશન પર થનારા ખર્ચથી દેશનો GDP 0.75% ઓછો થવાનો છે.

આજનું રાશિફળ

મેષ
Rashi - મેષ|Aries - Divya Bhaskar
મેષ|Aries

પોઝિટિવઃ- આજે તમારી અંદર કામ કરવાની ઇચ્છા શક્તિ ઓથી રહેશે, પરંતુ જરૂરી કામકાજ તમે સમયે પૂર્ણ કરી લેશો. કોઇ માંગલિક કાર્યને લગતી વ્યવસ્થામાં તમે વ્યસ્ત રહી શકો છો. તમારી છવિમાં નિખાર આવશે. તમે તમારા સા...

વધુ વાંચો

Open Divya Bhaskar in...
  • Divya Bhaskar App
  • BrowserBrowser