તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો
Install AppAdsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ
આ વર્ષની શરૂઆતમાં જ લદાખમાં ભારત-ચીન વચ્ચે ગતિરોધ શરૂ થયો છે. ત્યારથી લઈને અત્યાર સુધી 6 મહિનાથી વધારે સમય પસાર થઈ ચૂક્યો છે. ભલે લાઈન ઓફ એક્ચ્યુઅલ કન્ટ્રોલ (LAC) પર આ ગતિરોધ પ્રથમ વખત નથી, પરંતુ એ પ્રથમ વખત છે કે બંને તરફથી સૈનિકો વીરગતિ પ્રાપ્ત થયા હોય. છેલ્લા 50 વર્ષોમાં આ પ્રથમ વાર છે કે બંને તરફથી ગોળીબાર થયો હોય.
આખો દેશ ચિંતાતુર થઈને કેટલાક મહિનાથી LAC પર બંને દેશોની વાતચીતની પ્રોગ્રેસ જોઈ રહ્યો છે. માત્ર ભારત અને ચીન જ નહિ બલકે આખી દુનિયા 2 પરમાણુ હથિયાર ધરાવનાર દેશો વચ્ચેની વાતચીત પર ધ્યાન રાખી રહી છે. વિશેષ રૂપે 50 હજારથી વધારે સૈનિકોની તાકાત, ટેન્ક અને એર ડિફેન્સ સિસ્ટમ જેવાં હથિયાર પ્લેટફોર્મ તહેનાત કરવામાં આવ્યા છે. એરફોર્સે પણ UAVs (માનવરહિત વિમાનો) સાથે લડાકુ વિમાન અને હેલિકોપ્ટર તહેનાત કર્યા છે.
જ્યારે બંને પક્ષ આ પ્રકારની ફોર્સિસ અને વેપન સિસ્ટમ તૈયાર કરે છે તો હંમેશા ચિંતા રહે છે. જો ઈચ્છા વિરુદ્ધ પણ તે ગલવાન જેવી ઝડપમાં પરિવર્તિત થઈ જાય તો પછીની સ્થિતિ નિયંત્રણ બહાર થશે. તેથી સેન્ય સ્તર સાથે રાજકીય સ્તરે પણ વાતચીત અને ચર્ચાનાં માધ્યમથી વિવાદ થાળે પાડવાના પ્રયાસ ચાલી રહ્યા છે.
આ પ્રકારની વાચચીત અને ચર્ચાની પ્રગતિ હંમેશા ધીમી હોય છે. ઘણી વખત વાતચીતના પરિણામ ઉત્સાહ વધારે તેવા નથી હોતા. જોકે કેટલાક અઠવાડિયાંથી બંને દેશો વચ્ચે સંમતિ બની છે. ડિસએન્ગેજમેન્ટના પ્રસ્તાવ પર વિચાર થઈ રહ્યો છે. આ 3 મહત્ત્વના પગલા હોઈ શકે છે.
પ્રથમ સ્ટેપ તરીકે ટેન્ક અને આર્મ્ડ પર્સનલ કેરિયર્સને બંને તરફથી ફ્રન્ટ લાઈનથી પાછળ ધકેલવામાં આવે. સ્પષ્ટ છે કે આ પ્રકારના હથિયારોની ક્ષમતા મોટા અંતરો સુધી હોય છે અને તેમને પાછળ લઈ જવા પર બંને તરફથી આક્રમક મુદ્રા હળવી બનશે.
બીજા સ્ટેપ તરીકે બંને પક્ષોને પેગોન્ગ ત્સો નદીના ઉત્તર કિનારાથી પીછે હઠ કરવાનો છે. ભારતીય સૈનિકોએ ધન સિંહ થાપા પોસ્ટ સુધી પીછે હઠ કરવાની છે તો ચીની સૈનિકોએ ઈસ્ટ ઓફ ફિંગર 8 સુધી પીછે હઠ કરવી પડશે.
ત્રીજા સ્ટેપ તરીકે બંને પક્ષ પેગોન્ગ ત્સો નદીના દક્ષિણ કિનારા સાથે સીમા રેખાથી પાતાના સ્થાનથી પીછે હઠ કરે. તેમાં ચુશુલ અને રેઝાંલ લા એરિયાની આસપાસની ઊંચાઈ પણ સામેલ છે. ભારતે ઓગસ્ટના અંતમાં પેગોન્ગ ત્સો નદીના દક્ષિણ તટ પર રેઝાંગલા રિઝની ઊંચાઈઓ પર કમાન્ડિંગ પોઝિશન હાંસલ કરી હતી, ભારતના આ સ્ટેપથી ચીન આશ્ચર્યચકિત થયું હતું.
ડિસએન્ગેજમેન્ટની આ પ્રક્રિયાને વેરિફાઈ કરવા માટે ભારતીય અને ચીની મિલિટ્રી જોઈન્ટ મિકેનિઝ્મમાં ભાગ લેશે, જેના માટે પ્રતિનિધિઓની બેઠક સાથે માનવરહિત વિમાનોનો ઉપયોગ કરવામાં આવશે.
ભારતીય પક્ષ આ મુદ્દે ખૂબ જ સાવચેતીપૂર્વક આગળ વધી રહ્યું છે કેમ કે, આ વર્ષે જૂનમાં ગલવાનની ઝપાઝપી બાદ ચીન પર વિશ્વાસ કરી શકાય નહિ. આ અથડામણમાં 20 ભારતીય સૈનિકો શહિદ થયા હતા, જ્યારે ચીનના કમાન્ડિંગ ઓફિસર સહિત ઘણા સૈનિક ભારતીય સેનાના હાથે માર્યા ગયા હતા. એ યાદ રાખવું જરૂરી છે કે 6 જૂનને કોર્પ્સ કમાન્ડરોની બેઠકમાં જે શરતો પર સંમત થયા હતા તેના પર ચીનના સૈનિકો અમલ કરી રહ્યા હતા કે નહિ, તે ચકાસણી કરવા માટે જ ભારતીય સૈનિકો ત્યાં ગયા હતા અને આ સંઘર્ષ થયો હતો.
વિદેશ મંત્રાલયે ગુરુવારે જણાવ્યું હતું કે, ભારત અને ચીન મિલિટ્રી અને ડિપ્લોમેટિક ચેનલો સાથે વાતચીત અને કમ્યુનિકેશનને આગળ વધારવા માટે સંમત થયા છે. વરિષ્ઠ કમાન્ડરોની બેઠકમાં ચર્ચાને આગળ વધારતા અન્ય વિવાદાસ્પદ પ્રશ્નોના સમાધાન માટે ચર્ચા પર વધુ ભાર મૂકવામાં આવ્યો હતો. તેના માટે તેઓ ટૂંક સમયમાં બીજા રાઉન્ડની બેઠક યોજવા સંમત થયા છે
એકંદરે, આ એક ઉત્સાહ વધારનાર ઘટનાક્રમ છે. ભલે તેની પ્રગતિ ધીમી અને કાંટાળી હોય,તેમ છતાં આ નેગોસિએશનથી મળેલી રાહત આવકાર્ય છે. પરમાણુ હથિયારોથી સજ્જ બંને દેશોની વચ્ચે નાની એવી અથડામણ પણ દુનિયામાં ખળભળાટ પેદા કરી શકે છે, કેમ કે આ સંઘર્ષ કોઈપણ ક્ષણે કાબૂમાંથી નીકળી જાય તેવી સંભાવના છે.
એક અન્ય સ્તરથી જોવા જઈએ તો આ પગલાનું સ્વાગત કરવું જોઈએ. જ્યારે આખી દુનિયા કોરોના સંકટનો સામનો કરી રહી છે અને આપણી અર્થવ્યવસ્થાને ખરાબ અસર થઈ છે, ત્યારે ટાળી શકાય તેવી આ લડતથી વિશ્વએ બચવું જ જોઈએ. દક્ષિણ ચીન સાગર અને એશિયા-પ્રશાંત વિસ્તારમાં અમેરિકા, જાપાન, ઓસ્ટ્રેલિયા, દક્ષિણ કોરિયા અને તાઈવાનની સંડોવણી જોતાં નાની એવી અથડામણ અન્ય દેશો અને વિસ્તાર આ યુદ્ધની ઝપેટમાં આવી શકે છે. તે કારણે વાત માત્ર લદ્દાખમાં શાંતિની નથી.
ચીનના સરકારી અખબાર ગ્લોબલ ટાઈમ્સે સંકેત આપવાનો પ્રયાસ કર્યો છે કે ડિસએન્ગેજમેન્ટને લઈને મતભેદો છે. પેગોન્સ ત્સો નદીના ઉત્તર કિનારીથી પીછેહટની શરૂઆત થવી જોઈએ અથવા દક્ષિણ કિનારેથી, કેમ કે, ચીનના પક્ષનો ભાર એ વાત પર છે કે ભારતે પહેલા દક્ષિણ કિનારાના શિખરોથી પીછેહઠ કરવી જોઈએ. જો કે, પાછા ફરવાની પદ્ધતિઓ પર હજી સેના સંમત થઈ નથી. એટલે સુધી કે જો આપણે ડિસએન્ગેજમેન્ટ પર નાનાં નાનાં સ્ટેપ્સ લઈએ છીએ તો તે પ્રગતિના આધાર પર આપણે તેને દેપસાંગ જેવા અન્ય વિવાદિત ક્ષેત્રો સુધી વધારવાનો પ્રયાસ કરી શકીએ છીએ.
ગ્લોબલ લેવલ પર ક્વોડ (QUAD)માં આપણી ભાગીદારી અને કન્વર્ઝેન્સ દ્વારા દર્શાવવામાં આવેલી એકતા પર આધાર રાખવો એ સમજદારી ભર્યું પગલું છે. અમેરિકાના પ્રેસિડન્ટ ઈલેક્ટ જો બાઈડને લદ્દાખ વિવાદ પર ભારતના સમર્થનમાં નિવેદન આપ્યું, જેને હૃદયને શાંતિ પહોંચાડી.
હું એમ કહીને મારી વાત સમાપ્ત કરવા માગું છું કે, ભારત ચીન પર આંધળો વિશ્વાસ નથી કરી રહ્યું. આપણી મજબૂત સ્થિતિને ધ્યાનમાં રાખીને જ ડિસએન્ગજમેન્ટની શરતો પર નેગોસિએશન કરી રહ્યા છીએ. ખાસ કરીને પેગોન્ગ ત્સોના દક્ષિણ કિનારા પર આપણી ટેક્નિકલ પોઝિશન અને આપણા સૈનિકોની પોસ્ટિંગ સાથે જ લોજિસ્ટિક તૈયારીઓને ધ્યાનમાં રાખીને આગળ વધી રહ્યા છીએ. ત્યારબાદ એ નોંધવાની બાબત છે કે આ મુદ્દાઓ પર યુદ્ધના મેદાનમાં સંઘર્ષની જગ્યાએ બહાર નીકળીને ટેબલ પર સામ-સામે બેસીને વાત કરી રહ્યા છીએ. શાંતિ બધા માટે દિવાળીની શ્રેષ્ઠ ભેટ હોઈ શકે છે. હેપ્પી દિવાળી!
પોઝિટિવઃ- વ્યક્તિગત તથા પારિવારિક ગતિવિધિઓમાં તમારી વ્યસ્તતા રહેશે. કોઇ પ્રિય વ્યક્તિની મદદથી તમારું અટવાયેલું કામ પણ પૂર્ણ થઇ શકે છે. બાળકોની શિક્ષા અને કરિયરને લગતા મહત્ત્વપૂર્ણ કાર્ય પણ પૂર્ણ થઇ શક...
Copyright © 2020-21 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.