તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

ભાસ્કર એક્સપ્લેનર ​​​:ભારત-પાકિસ્તાન વચ્ચે તણાવ, છતા પણ એકબીજાએ પરમાણુ પ્રતિષ્ઠાનોની યાદી શા માટે આપી? શુ આ પ્રથમ વખત અપાઈ?

9 મહિનો પહેલા
  • કૉપી લિંક

જમ્મુ-કાશ્મીરના રાજૌરી જિલ્લામાં શુક્રવારે પાકિસ્તાને ફરી એક વખત સીઝફાયરનું ઉલ્લંઘન કર્યું. આ ઘટનામાં નાયબ સુબેદાર રવિંદ્ર કુમાર શહીદ થઈ ગયા. પાકિસ્તાન તરફથી સીઝફાયરનું આ ઉલ્લંઘન બપોરના આશરે 3:30 વાગે કરવામાં આવ્યુ હતું. જોકે તેના ઠીક 4 કલાક અગાઉ ભારતે પાકિસ્તાનને પોતાના પરમાણુ પ્રતિષ્ઠાનોની યાદી આપી હતી. તેના અડધા કલાક અગાઉ પાકિસ્તાને પણ ભારતને તેના પરમાણુ પ્રતિષ્ઠાનોની યાદી સોંપી હતી. જોકે, જ્યારે બન્ને દેશ વચ્ચે તણાવની સ્થિતિ પ્રવર્તિ રહી છે ત્યારે આ બન્ને દેશ પરસ્પર પરમાણુ પ્રતિષ્ઠાનોની યાદી શાં માટે આપી રહ્યા છે? શુ આ પ્રથમ વખત છે? ચાલો જાણીએ આ તમામ બાબત વિશે....

સૌથી પહેલા આ ઘટનાક્રમ શુ છે તે જાણીએ
પાકિસ્તાનના વિદેશ મંત્રાલય પ્રમાણે પહેલી જાન્યુઆરીના સવારે 11 વાગે ભારતીય હાઈ કમીશનને પરમાણુ પ્રતિષ્ઠાનોની યાદી આપવામાં આવી. જ્યારે ભારતના વિદેશ મંત્રાલયે જણાવ્યું કે સવારે 11:30 વાગે પાકિસ્તાનના હાઈ કમીશનના પ્રનિધિઓને પોતાના પરમાણુ પ્રતિષ્ઠાનોની યાદી આપાવમાં આવી. પરમાણુ પ્રતિષ્ઠાનો એવી જગ્યા છે કે જ્યાં પરમાણુ હથિયારો રાખવામાં આવે છે.

પણ આ પ્રક્રિયા શા માટે?
હકીકતમાં 31 ડિસેમ્બર 1988ના રોજ બન્ને દેશો વચ્ચે એક સમજૂતી થઈ હતી. આ સમજૂતીમાં નક્કી કરવામાં આવ્યુ કે ભારત અને પાકિસ્તાન પ્રત્યેક વર્ષ પહેલી જાન્યુઆરીના રોજ એકબીજાને પોતાના પરમાણુ પ્રતિષ્ઠાનો અંગેની યાદી આપશે. આ સાથે એવું પણ નક્કી થયુ હતું કે બન્ને દેશ એકબીજાના પરમાણુ પ્રતિષ્ઠાનો પર હુમલો નહીં કરે.

શુ આ પ્રથમ વખત છે?
નહીં. ડિસેમ્બર,1988ના રોજ થયેલા આ સમજૂતી 27 જાન્યુઆરી,1991ના રોજ લાગૂ થઈ હતી. પ્રથમ વખત જાન્યુઆરી 1992માં બન્ને દેશોએ આ માહિતીનું આદાન-પ્રદાન કર્યું હતું. ત્યારથી પ્રત્યેક વર્ષ પહેલી જાન્યુઆરીના રોજ આ માહિતીનું આદાન-પ્રદાન કરવામાં આવે છે. 1લી જાન્યુઆરી,2021ના રોજ 30મી વખત માહિતીનું આદાન-પ્રદાન કરવામાં આવ્યુ હતું.

ભારત-પાકિસ્તાન વચ્ચે કેટલા પરમાણુ હથિયાર છે?
આ અંગે કોઈ સત્તાવાર આંકડાકીય માહિતી નથી. પણ સ્ટોકહોમ ઈન્ટરનેશનલ પીસ રિસર્ચ ઈન્સ્ટિટ્યુટની આંકડાકીય માહિતી પ્રમાણે ભારત પાસે ઓગસ્ટ 2020 સુધી 150 પરમાણુ હથિયાર હથા. જ્યારે પાકિસ્તાન આ બાબતમાં ભારત કરતા આગળ છે. પાકિસ્તાન પાસે 160 પરમાણુ હથિયાર છે. સૌથી વધારે 6 હજાર 375 હથિયાર રશિયા પાસે છે. બીજા નંબર પર અમેરિકા આવે છે, જેની પાસે 5 હજાર 800 હથિયાર છે.

પરમાણુ હથિયારના ઉપયોગ અંગે ભારત-પાકિસ્તાન શુ નીતિ ધરાવે છે?
ભારતે વર્ષ 1999માં પોતાની "નો ફર્સ્ટ યૂઝ' પરમાણુ નીતિ જાહેર કરી હતી. તે પ્રમાણે ભારત ક્યારેય પરમાણુ હથિયારોનો પહેલા ઉપયોગ કરશે નહીં. ભારત ફક્ત પરમાણુ હુમલો થવાના સંજોગોમાં જ પોતાના પરમાણુ બોમ્બનો ઉપયોગ કરશે.

જ્યારે પાકિસ્તાને આવી કોઈ નીતિ અપનાવી નથી. તે ફક્ત પાકિસ્તાનના હાઈ કમાન પર નિર્ભર રહે છે કે તેણે ક્યારે અને કઈ સ્થિતિમાં પરમાણુ હુમલો કરવો છે. વર્ષ 1999માં પાકિસ્તાનના વિદેશ મંત્રીએ "નો ફર્સ્ટ યુઝ"વાળી પરમાણુ પોલિસીને નકારી દીધી હતી. તેણે કહ્યું હતું કે અમે અમારા દેશની સુરક્ષાની દિશામાં જરૂરી હથિયારોનો ગમે ત્યારે પણ ઉપયોગ કરી શકીએ છીએ.

શુ ભારત-પાકિસ્તાન વચ્ચે પરમાણુ યુઝની સ્થિતિ સર્જાઈ છે?
વર્ષ 1999માં કારગીલ યુદ્ધ આશરે બે મહિના ચાલ્યુ હતું. તે સમયે ભારતે પોતાના વિસ્તારમાંથી પાકિસ્તાનની સેનાને પાછી હાંકી કાઢી હતી. યુદ્ધ પૂરી થયું તેને ત્રણ વર્ષ બાદ વર્ષ 2002માં આ ખુલ્લાસો સામે આવ્યો હતો કે પાકિસ્તાને આ સમયે પરમાણુ હથિયાર ગોઠવ્યા હતા.

CIA એનાલિસ્ટ બ્રૂસ રિડલે જણાવ્યું હતું કે વર્ષ 1999માં અમેરિકાના સેટેલાઈટની તસવીરોમાં માહિતી મળી હતી કે પાકિસ્તાને ભારત પર હુમલા માટે પરમાણુ હથિયારો ગોઠવ્યા હતા. આ ભયજનક સ્થિતિને જોતા અમેરિકાએ તાત્કાલિક રાજદ્વારી પ્રયત્નો શરૂ કર્યા હતા અને પાકિસ્તાનને પરમાણુ હથિયારોનો ઉપયોગ કરતા અટકાવ્યું હતું.